જયારે ફારસ યાને પર્શિયા, આરબો એ તેનુ નામ ફારસ આપ્યુ હતુ, કારણ આ રણવાસીઓને પ બોલતા જ નહોતો આવડતો તેમ તેની બોલીમાં 'પ' જેવો અક્ષર પણ નહોતો. આરબો અવસ્તેન નામ ''ઐર્યાર્નેમ વાઈજાહ'' ને 'એરાન' કહેતા હતા, તેઓ એ એરાનમાં થી ઈરાન કર્યુ. ઐર્યાનેમ એ સંસ્કૃત શબ્દ '' આર્યનામ'' નું કરપ્ટેડ ફોર્મ છે, ''આર્યનામ'' અર્થાત આર્યોની ભુમિ. વેદીક કલ્ચરના ધાવણ પી ને સક્ષમ બની હોય તેવી આ એક જ સભ્યતા ઈતિહાસના ચોપડે નોંધાય છે. અને હજારો વર્ષ સુધી તક્ષશિલા મહાવિશ્વવિદ્યાલય ને ગ્રાંટ પૂરી પાડી હોય તો તે હતા ઈરાની રાજાઓ. તે સમયે ઈરાન એટલે છેક તુર્કના સીમાડા થી લઈ ને દક્ષિણ યુરોપ, યુરોપ-રશિયા સુધી ફેલાયેલુ હતુ.. અને ઈરાની રાજાઓ ની નામ આગળ વિશ્વ વિજેતા, મેઘાવી, મહા, ધ ગ્રેટ જેવા શબ્દો લાગતા હતા. આ દેશની બે ત્રણ ટોળીઓ રોમ અને ગ્રીકમાં જઈ ને વસે છે. (ગ્રીક રોમ ના ઉદય સમયે અને એ પહેલા પણ ) આ દેશની અને રાજાનો શાનો સૌકત જોઈ ને એલેક્ઝાન્ડર પ્રેરાયો હતો. ઈરાન પર જીત મેળવવા. ઈરાનના ભવ્ય ઈતિહાસ અને ભારત ને માદરે -વતન બનાવનારા પારસી અને ઈરાની વચ્ચે ના તફાવત જાણીયુ પરંતુ આવતા અંકે. પં. ડો હિતેષ એ. મોઢા www.ishanastrovastu.com www.ishanastrovastu.blogspot.com |
Saturday, October 1, 2016
ઈરાન ---- ( શબ્દ યાત્રા.)પં. ડો હિતેષ એ. મોઢા
આતા--- (એક શબ્દ યાત્રા)પં. ડો હિતેષ એ. મોઢા
આતા શબ્દ ખાસ કરી ને તર્કીશ ભાષામાં રોકાય ગયેલો શબ્દ છે, જે પૂર્વજ કે પિતામહ, વડવા, કે એન્સેસ્ટર માટે વપરાય છે. મૂળે આ શબ્દ પર સંસ્કૃત શબ્દ ''તાત'' પર થી ઓલ્ડ પર્શીયન અને ત્યાં થી વાયવ્ય સુધી પહોંચે છે, અને ત્યાં આતા કે આત બની જાય છે. જુની હિબ્રુ, જુની અરબી ભાષામાં આતાનો અર્થ અન્સેસ્ટર જેવો થતો હતો, ત્યાર બાદ વારસો કે વારસ અને ત્યાર બાદ ભેટ(ગીફ્ટ) જેવો થયો. સંસ્કૃતમાં તાત શબ્દ તત્ત પર થી આરુઢ થાય છે. ઉપરાંત વેદીક સંસ્કૃતમાં ઘૌસપિતર/ બૃહસ્પતિ જેવો અર્થ પણ થાય છે. ઓલ્ડ સેમેટીકમાં શબ્દના અંતે અફિક્સ લગાડવા કે કરપ્ટેડ થતા નર/નારી જાતિ ભેદ પણ થઈ જવા કોમન હતા, અને તે આધુનિક ભાષાના વ્યાકરણમાં સમાવેશ પામ્યા. ઓલ્ડ સેમેટીકમાં આય/આયા જેવો શબ્દ પણ છે. જેનો અર્થ વડદાદી કે વડનાની જેવો થાય છે. કદાચ તેના પર થી આ શબ્દ રૂઢ થયો હોય??? આ પણ એક અનુમાન છે. તેમ આઈ આયા, આય નુ રૂટ પણ વેદીક સંસ્કૃત જ છે.
તાત પર તાઉ જેવો શબ્દ ભારતની પ્રાકૃત બોલીઓમાં જોવા મળે છે. તેમ દક્ષિણ ભારતની તેલુગુ, તામિલ, કન્નડ મલયાલમ માં તાતા શબ્દ દાદા માટે બોલાય છે. કન્નડમાં બીજો એક શબ્દ પણ વપરાય આજા જે મરાઠીમાં આજોબા. તેમ મલયાલમ દાદા માટે પિતામહન શબ્દ પણ બોલાય/વપરાય છે.
કાઠીયાવાડમાં ઘણી જ્ઞાતિમાં દાદા કે અદા, માટે આતા શબ્દ બોલાય છે. ચાલો શબ્દ ના તાત ની દાદાગીરી અહિ સંપન્ન કરીએ.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
મહોતરમા __ (એક શબ્દ યાત્રા). પં. ડો હિતેષ એ. મોઢા
સંસ્કૃત શબ્દ ''મહતર'', ઈરાની ભાષા જેવી કે દારી, પુશ્તો, તુર્કી, જુની પર્શિયન, અવેસ્તનમાં મોહતરામ કે મોહતરમ બની જાય છે.ત્યાંથી સેમેટીક ભાષા સુધી જાય છે, આ બાજુ શરુઆતી ઉર્દુ અને કલાસિકલ અરબીમાં આ શબ્દો તેના રૂપ સ્વરૂપ બદલે છે. ફારસીમાથી આ શબ્દ ફરીથી ભારતમાં ઉર્દુ રૂપે આવે છે, અને પ્રાકૃત ભાષા સિદ્ધાંત મુજબ 'આ' લગાડી ''મહોતરમા'' બની જાય છે.
મહતર= બહુ મોટુ, મુખ્ય વ્યક્તિ, મુખી, આગેવાન, દરબારી, કારભારી, આદરણિય વ્યક્તિ. પ્રાકૃતમાં નારીવાચક મહતરણી કે મહતરાણી જેવો શબ્દ હોવો જોઈએ આ એક અનુમાન છે. આ મહતર પર અનેક શબ્દો બન્યા છે તેનો અભ્યાસ ફરી કયારેક.
મોહતરમ = આદરણિય, માનનિય, વગવાળો (વેલ્યુડ પર્શન)
ફારસી મોહતરમ નું અરબીકરણ થાય છે, ત્યારે મુહતરમાહ = મુહ +તર+ માહ....થઈ જાય છે. આમ સંસ્કૃત શબ્દ મહતર મહોતરમા/મુહ્તરમાહ થઈ બડા ઠાઠ થી બડી શાન થી રાજ કરે છે ફિલ્મી ઉર્દુ સાહિત્યમાં.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
અફઘાન ---- (એક શબ્દ યાત્રા )પં. ડો હિતેષ એ. મોઢા
અફઘાન ---- (એક શબ્દ યાત્રા )પં. ડો હિતેષ એ. મોઢા
આપણે ૨૭ જુલાઈ ૨૦૧૬ (ફેસબૂક) ના રોજ સવારી વિશે જાણ્યુ હતુ. આજે એ જ ગોત્ર શબ્દ ની યાત્રા કરીએ ....
વેદીક સંસ્કૃત શબ્દ ''અશ્વગણ '' જેને ઓલ્ડ પર્શિયન , અવેસ્તન , દારી, પુસ્તો, જેવી બોલીમાં અસ્પાગન. અસ્ફાગન. આગળ જતા અફગાન, અફઘાન બની જાય છે, ઉપરાંત સંસ્કૃતની બાળ ભાષાઓ પાલિ પ્રાકૃત, તેમજ મહાભારત, પાણિની, તેમજ મિહિરે (વરાહ) પણ અશ્વોની આ ભુમિનો ઉલ્લેખ કરેલ છે, જેમાં મિહિરે અશ્વગણ જેવો શબ્દ પ્રયોગ કર્યો છે, તેમ પાણિની અશ્વક, અશ્વ્કાયાન જેવો શબ્દ મળે છે. ઈરાની બોલીઓના અપભ્રંશ રૂપો ને અભ્યાસતા માલુમ થાય છે કે '' અશ્વગણ'' જેવો શબ્દ ત્યારે પ્રચલન માં હોવો જોઈએ.
આપણે ૨૭ જુલાઈ ૨૦૧૬ (ફેસબૂક) ના રોજ સવારી વિશે જાણ્યુ હતુ. આજે એ જ ગોત્ર શબ્દ ની યાત્રા કરીએ ....
વેદીક સંસ્કૃત શબ્દ ''અશ્વગણ '' જેને ઓલ્ડ પર્શિયન , અવેસ્તન , દારી, પુસ્તો, જેવી બોલીમાં અસ્પાગન. અસ્ફાગન. આગળ જતા અફગાન, અફઘાન બની જાય છે, ઉપરાંત સંસ્કૃતની બાળ ભાષાઓ પાલિ પ્રાકૃત, તેમજ મહાભારત, પાણિની, તેમજ મિહિરે (વરાહ) પણ અશ્વોની આ ભુમિનો ઉલ્લેખ કરેલ છે, જેમાં મિહિરે અશ્વગણ જેવો શબ્દ પ્રયોગ કર્યો છે, તેમ પાણિની અશ્વક, અશ્વ્કાયાન જેવો શબ્દ મળે છે. ઈરાની બોલીઓના અપભ્રંશ રૂપો ને અભ્યાસતા માલુમ થાય છે કે '' અશ્વગણ'' જેવો શબ્દ ત્યારે પ્રચલન માં હોવો જોઈએ.
દરબાર - એક શબ્દ યાત્રા. પં. ડો હિતેષ એ. મોઢા
દરબાર શબ્દ ભારતમાં આવ્યો વાયા ઈરાન. આ શબ્દ ઈરાનમાં ગયો હતો સંસ્કૃતમાંથી. પહેલા ઈરાનીઓ એ શું અર્થ કાઢયો છે તે જોઈએ.
(ઈરાની)દરબાર= દર+ બાર,
દર શબ્દ દ્રારનુ અપભ્રંશ રૂપ છે, અને બાર પણ એ જ છે. બે પર્યાય શબ્દોથી આવો રૂઆબદાર શબ્દ કોઈ ભાષામાં નથી બન્યો. ચાલો હવે સંસ્કૃત તરફ પગલા માંડીએ.
સંસ્કૃતમાં કુલ બે શબ્દો આ તરફ લઈ જાય છે.
--૧_ બર્હ ભાર
--૨_ બર્હ
અર્થાત મોરપીંછનુ ચામર , બર્હ ના અનેક અર્થ થાય છે, -ક, પીંછુ, મોરપીંછ, પીંછાનુ ચામર, મોરપીંછ ક પીંછાનુ બાણ, મોરપીંછ કે પીછાથી સુશોભિત. (જુની વેદીક સંસ્કૃત અનુસાર ) આ બન્ને શબ્દ રાજા કે રાજ મહેલમાં ભરાતી સભા સંદર્ભ માં વપરાતા, ટૂંક માં ક્ષત્રિયો તથા રાજ-વહીવટ માટે ના પારિભાષિક શબ્દો હતા.
ઈરાની આર્યો મૂળે કાવ્યાત્મક પ્રકૃતિના આથી તેને આ શબ્દને કાવ્યત્મક રીતે રજુ કર્યો,. દ્રશ્ય શબ્દ રજુ કરે છે, રાજા સભા (મિટીંગ) ભરી ને બેઠો હોય અને પાછળ મોરપીંછનુ ચામર ઝુલતુ હોય, અને ઈરાનીઓ દ્વાર માં થી પ્રવેશ કરે છે ને જે દ્રશ્યને શબ્દાંકિત કરે છે તે શબ્દ બને છે '' દ્વાર બર્હભાર '' જે આગળ જતા અવેસ્તન, જુની ફારસીમાં દરબાર શબ્દ બની જાય છે. આગળ જતા ફારસીઓ એ દરબરહ ને પછી દરબાર (બર્હ નુ કર્પ્ટેડ ફોર્મ) અથવા ખાલી ભાર શબ્દ વાપર્યો હોય. કારણ ભાર એટલે પીંછાનું ચામર. મિત્રો આ શબ્દ સમુહ અભ્યાસ કરવાની આપ સહુને છુટ છે. હું અહિ સુધી પહોંચ્યો છુ. ફારસીઓ વહીવટ માટે કર્ભયાન નું કારભાર-કારોબાર કર્યુ હતુ, એ જ રૂટ પર 'દ્રાર-બર્હભાર' નુ દરબાર કરી નાખ્યુ હોય!!!! આ એક અનુમાન ને શક્યતા છે.
મોંઘેરા મિત્રો, જોયુ ને !!! સભા ભરી ને બેઠેલા રાજનને મોરપીંછના ચામરથી વિંઝણો નાખતા હોય, અને રાજન બડા ઠાઠ થી શાંત ચિતે સભાસદોની વાતો સાંભળતો હોય!!!!!! આ દ્રશ્યની કલ્પના તો રાજમહાલય ના પ્રવેશ દ્વાર પર ઉભા રહી ને કરીએ તો વધારે સટીક અભિવ્યક્ત થઈ શકે. પરંતુ ફારસીઓ કરેલી મોરપીંછ જેવી કાવ્યાત્મક રજુઆત આજે તો કરડાકી ચહેરો બની ગઈ છે. ક્ષત્રિય લોકોનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે ''દરબાર''. ઝવેરચંદ મેઘાણી ના શબ્દો માં કહ્યુ તો અડધા હાથે લગામ ઝાલી ને આવતો રાતી આંખ ને કરડાકી ચહેરો ને વાંકડી મૂછો ને જોતા ભલ ભલાના મોઢામાંથી એક શબ્દ સરી પડે.... '' દરબાર''
મારા તમામ ક્ષત્રિયો મિત્રો ને હ્રદયથી સાર્પણ.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
.'' શાહ'' એક શાહી સફર.......(શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
શાહ શબ્દ સાંભળતા ઈરાની સોદાગરો અને વ્યાપારીઓ આંખ સમક્ષ આવી જાય, અને શાહી ઠસ્સો, પણ. આજે કોઈ પણ વ્યંજન કે વસ્તુ ને ઠસ્સાદાર બનાવવા માટે, '' શાહી '' શબ્દ જ કાફી.
'ઈરાન માં 'શાહ'' શબ્દ રાજા માટે વપરાતો હતો. જેનો સંદર્ભ જુની ઈરાની ભાષા માં રાજા ને Xšâyathiya કહેતા હતા. તથા ક્ષત્રિય માટે Xšāyariya શબ્દ હતો. અને આ શબ્દ તેની પ્રાંતિય લોક બોલી રૂઢ પણ થઈ ગયો હતો. જેના ઉચ્ચારો ૧૮/૨૦ ના ફેરફાર વાળા હતા.
તેમજ અવેસ્તન માં રાજ કે સતા માટે xšthara શબ્દ જોવા મળે છે. જ્યારે ઈરાનીઓ સુવર્ણ કાળ યાને ઈસાપૂર્વ ૧૦૦૦ વર્ષ ત્યારે પણ આ શબ્દ જોવા મળ્યો છે તેમ દ્વિતિય સૂવર્ણ કાળ સસેઈન્દ એમ્પાયર ના સમય માં જોવા મળે છે આ સમયે મહા રાજા માટે Xšâyathiya Xšâyathiyânâm જેવો શબ્દ જોવા મળે છે, યાને રાજાઓ નો રાજા. તેનો ઈરાની લોકો ઉ્ચ્ચાર સાંહં ન સાંહ જેવો કરતા. અને Xšâyathiya સાંહાં કે સાહ જેવો ઉચ્ચાર કરતા. જે આગળ જતા શાહ શબ્દ બની જાય છે. ભારત ઈરાન માટે મુખ્ય મથક હતુ, યાને મૂળ શહેર આથી ત્યાં વ્યાપારીઓ ભારત આવતા તો ભારતના લોકો તેને પણ શાહ થી સંબોધતા. ભારતિય પ્રાંતિય ભાષા જેવી કે ગુજરાતી, શૌરસેનીમાં આ શાહ શબ્દ છેલ્લા બે એક હજાર થી ટ્રાવેલ કરે છે. જડસુ મોંગલાઓ પાસે ક્યાં કોઈ ભાષા કે કલ્ચર હતુ એ તો ઈરાનીઓ નું લોન સોરી છીનવી લીધેલા કલ્ચર ને લઈ ને જ ભારત આવ્યા હતા. આથી મોઘલ ઈન્વેન્ઝન પછી ફારસી ભાષા કે કલ્ચર આવ્યુ તે માન્યતા સરાસર ખોટી નીવડી છે.
ચાલો આ શાહ શબ્દ પર થી અન્ય ક્યાં ક્યાં શબ્દો બન્યા.
શાહીદી-શહિદી = દેશ ના ભલા માટે બલિદાન આપનાર રાજા ... પછી તો આ શબ્દ સામાન્ય માણસ માટે પણ વપરાવા લાગ્યો અને તુર્ક સમેત ઈઝરાયેલ અરબ દેશો માં ઘુમી વળે છે.
શહંશાહ, શાહઝાદા, શાહીન= કાગડા જેવડા કદનું બાજ , આ સમયે ઈરાની રાજાઓ આ પક્ષીને પાળતા હતા.
શમિયાના, શમિયાણો = રાજાઓ શિકાર કે જાહેર પ્રસંગ જતા ત્યારે બંધાતો ઠાઠાવાળો કલાત્મક મડપ.
શહ/શાહ મત = રાજાનું મોત, આ શબ્દ શતરંજ માટે વપરાતો. તેના પર થી ચેક મેટ શબ્દ બન્યો.
શામત = ઉપરોકત જ શબ્દ પરંતુ રૂઢી પ્રયોગમાં વપરાય છે, કીસકી શામત આ પડી.
ખુશામત = રાજાની પ્રંશસા કરવી, કે કાવ્યો દ્વારા પ્રશંસા કરવી, પછી આ શબ્દ સામન્ય જનમાં બોલાવા લાગ્યો, ત્યાર બાદ સેમેટીકમાં ઘુસે છે, ત્યાં ખુશામદ અને લાસ્ટ અરેબીલ શબ્દ કસીદા નું મૂળ પણ આ ખુશામત જ છે.
શાહી= એક જુનુ માપ હતુ ખાસ કરી કિંમતી ધાતુ માટે વપરાતુ, જે આગળ ઉ્ચ્ચ વૈભવી -હાઈ લકઝરીયસ નો પર્યાય બની ગયો.
પાદીશાહ/પાદશા/ પાશા= આ શબ્દો પણ આ શાહ (Xšāyariya ) ની જ દેન છે.
શાહીન = બાજ જેવુ પક્ષી.
શાહી = એક પ્રકારની વ્યવસ્થા માટે શબ્દના અંતે વપરાતો સમાસ શબ્દ. ઉ.ત. લોક્શાહી, તાનાશાહી, રાજાશાહી.
શાન = ઠસ્સો કે વૈભવ
મિત્રો, આ રાજવી યાત્રા કેવી રહી !!! શાહી ને ? એક ક્ષત્રિય શબ્દ કેવો વિદેશી ભાષામાં પણ રાજ કરે છે. વેદીક સાહિત્યમાં ક્ષત્રિય માટે એવુ કહેવાતુ કે ક્ષત્રિય તરીકે જન્મવુ કે બનવુ એ જ અમરત્વ છે.
તા.ક -- ભાષા વિજ્ઞાનના છાત્રોને વિનંતી મારી બધી શબ્દ યાત્રા સેવ કરી રાખે. જે તમને કયાંક ને કયાક ઉપયોગી નીવડશે.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
.સમોસા (એક રમુજી શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા
જ્યારે આશરે ઈ.સ. પૂ ૪૦૦ તક્ષશિલા પૂર્વ ભારત અને ઈરાનનો સુવર્ણ કાળ ચાલતો હતો, ત્યારે ઈરાની વ્યાપારી ઢાકા આવતા, મલમલ ખરીદવા, ત્યારે તેઓ બજારમાં નીકળ્યા અને ત્રિકાણાકારની તળેલી વાનગી જોઈ, અને ખાધી, અને નામ પૂછયુ, તો યજમાને જવાબ આપ્યો, शृङ्गाटकं, ઈરાનીએ ફરીથી પૂછયુ ,જવાબ એનો એજ આવ્યો शृङ्गाटकं. આવુ થોડી વાર સુધી ચાલ્યુ. પછી યજમાને शृङ्गाटकं ની ટેકનિકલ વિગત રજુ કરવા લાગ્યો, તેમાં શૃંગ શબ્દ આવતો હતો આથી યજમાનને લાગ્યુ આ શૃંગ શબ્દ બોલી નહિ શકે આથી તેને ભૌમિતિક આકાર રજુ કર્યો; 'સમ-ભુજા' જેની ત્રણેય બાજુ સમ છે. અને પછી ખાદ્ય વસ્તુ અને બનાવવાની પ્રક્રિયાની વિગત જણાવી.
ઈરાની ને તો જલસો પડી ગયો એક નવો શબ્દ મળ્યો સાથે સ્વાદીષ્ટ વાનગી. તેને આ શબ્દ યાદ રાખવા ગોખતો, એમ કરતાં તે મલમલ ખરીદી ને ઈરાન આવે છે, અને તેના રસોયા પાસે આ વાનગી ની વિગત રજુ કરી બનાવે છે. અને કુકે નામ પૂછ્યુ તો કહ્યુ ''સમબુસા'', ધીમે ધીમે આ શબ્દ ઘસાય ને 'સમોસા' બન્યો. ત્યાર બાદ આખા વિશ્વમાં ઘુમી વળ્યો. આજે વિશ્વની ૮૦ જેટલી ભાષામાં આ શબ્દ જોવા મળે છે.
शृङ्गाटकं એટલે શુંગ-પર્વતની ટોચ જેવુ શંકુ આકાર ની વાનગી. જેમાં; અનેક વિધ રેસીપી દ્વારા અનેક વિધ મસાલા થી બનાવી શકાય છે. જેને બંગાળ અને મણિપૂર તરફ અપભ્રંશ તથા માગધીમાં ''શીંગોળા '' શીગોડુ પન કહે છે. ભારતની અનેક ભાષામા અને વાનગી વ્યંજન, ઈવન પાન માં પણ શીંગોડા જોવા મળે છે.
એક શબ્દ બોલી ન શકવાના કારણે, ભૌમિતિક રૂપ જ વાનગીનું નામ બની જાય છે. આમા શીંગોડામાં થી સમોસુ બન્યુ. (વેજ-નોનવેજ )
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
દિલ___ (લાગણી ભીની શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા
.દિલ ચીજ ક્યા હૈ, આપ મેરી જાન લીજીયે
બસ એક બાર, મેરા કહા માન લીજીયે
દિલ શબ્દ પણ એટલો રહ્સ્યમય છે, જેટલી લાગણીઓ.... મોઘલ ઈન્વેન્ઝન સમયે આ શબ્દ દિલ્લી પર થી આવ્યો એવુ અનેક લેખકો, અને શાયરો , ઉર્દુ લેખકો કહ્યુ. ખરેખર દિલ અને દિલ્લીને કોઈ સ્નાન સુતક નો સંબંધ નથી.
હવે આ શબ્દને પ્રથમથી અભ્યાસીએ .......
દિલ શબ્દ ફકત અઝેરી પર્શિયન માં સૌ પ્રથમ જોવાં મળ્યો. (અઝેરબૈજાન) ત્યાં દિલ એટલે મગજ એવો અર્થ થતો હતો અને થાય છે.... પર્શિયન લોકો મૂળે કવિ હ્રદયના આથી વાગ્મય જગત ટોચ પર હતો ત્યારે દિલ હ્રદય માં તબદિલ થઈ જાય છે.
આ શબ્દ ની મૂળ લાગણી સોરી મૂળ ને થોડો પ્યાર કરી લઈએ, આ શબ્દ સંસ્કૃત ના ''ધી '' પર થી આવ્યો છે. ધી = ધારણ કરવુ, સમાવવુ, આરાધવુ, બુદ્ધિ, મગજ, મન, વિચાર, લાગણી કલ્પના તરંગ.
આ એક જ તેનુ ઉદગમ સ્થાન છે, કારણ એ સિવાય, મધ્ય એશિયા, સેમેટીક, આફ્રો સેમેટીક, તર્કીશ કે ઈન્ડો યુરોપિય ભાષામાં આના કુળ મૂળ નથી મળતા... આ શબ્દ ઈરાનમાં રૂઢ થઈ ગયા ને ૨ હજાર વર્ષ જેવો સમય હોવો જોઈએ... (આ એક અનુમાન છે, )
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
બસ એક બાર, મેરા કહા માન લીજીયે
દિલ શબ્દ પણ એટલો રહ્સ્યમય છે, જેટલી લાગણીઓ.... મોઘલ ઈન્વેન્ઝન સમયે આ શબ્દ દિલ્લી પર થી આવ્યો એવુ અનેક લેખકો, અને શાયરો , ઉર્દુ લેખકો કહ્યુ. ખરેખર દિલ અને દિલ્લીને કોઈ સ્નાન સુતક નો સંબંધ નથી.
હવે આ શબ્દને પ્રથમથી અભ્યાસીએ .......
દિલ શબ્દ ફકત અઝેરી પર્શિયન માં સૌ પ્રથમ જોવાં મળ્યો. (અઝેરબૈજાન) ત્યાં દિલ એટલે મગજ એવો અર્થ થતો હતો અને થાય છે.... પર્શિયન લોકો મૂળે કવિ હ્રદયના આથી વાગ્મય જગત ટોચ પર હતો ત્યારે દિલ હ્રદય માં તબદિલ થઈ જાય છે.
આ શબ્દ ની મૂળ લાગણી સોરી મૂળ ને થોડો પ્યાર કરી લઈએ, આ શબ્દ સંસ્કૃત ના ''ધી '' પર થી આવ્યો છે. ધી = ધારણ કરવુ, સમાવવુ, આરાધવુ, બુદ્ધિ, મગજ, મન, વિચાર, લાગણી કલ્પના તરંગ.
આ એક જ તેનુ ઉદગમ સ્થાન છે, કારણ એ સિવાય, મધ્ય એશિયા, સેમેટીક, આફ્રો સેમેટીક, તર્કીશ કે ઈન્ડો યુરોપિય ભાષામાં આના કુળ મૂળ નથી મળતા... આ શબ્દ ઈરાનમાં રૂઢ થઈ ગયા ને ૨ હજાર વર્ષ જેવો સમય હોવો જોઈએ... (આ એક અનુમાન છે, )
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
બીકીની ( શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
માર્શલ ટાપુ સમુહ, ઓસ્ટ્રેલિયાથી ઈશાન તરફ પેસીફિક મહાસાગરમાં આવેલ છે. ૨૯ કોરલ ટાપુ ધરાવે છે, તેમ નાના મોટા ટાપુ ટાપુડીને કુલ સંખ્યા ૧૧૫૬ છે. ૫૬ થી ૬૦ હજારની કુલ જન સંખ્યા ધરાવતા આ ટાપુ સમુહની મુખ્ય ભાષા માર્શલીઝ છે જે મલય પરિવારની ભાષા છે. માજરો તેનુ કેપીટલ સીટી છે. આ ટાપુ સમુહ નો એરીયલ વ્યુહ તો ગળાના હાર જેવો તો ક્યાંક આકાશમાં ચમકતા તારકોની હારમાળા જેવો દિશે છે. મુખ્ય ચાર કે પાંચ ટાપુ સમુહ મુખ્ય છે જ્યાં જન સંખ્યા છે, લોંગ બીચ છે, લાગુન છે. ટુંકમાં અઢળક અઢળક સૌંદર્યનો જાણે કળશ ઢોળાયો હોય !!!!!!! આ ટાપુને દુનિયાનો કોઈ ને કોઈ વ્યક્તિ દરરોજ વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક બોલે છે, તો ક્યાંક ખ્વાબે છે. આ ટાપુનું ઐતિહાસિક મહ્ત્વ પણ છે, અમેરીકાએ સૌ પ્રથમ વાર ૧ જુલાઈ ૧૯૪૬ના રોજ અણુ હથિયારો નું પરિક્ષણ આ ટાપુ સમુહ ના એક ટાપુ પર કર્યુ હતું, તેનુ નામ છે બીકીની એટોલ (ટાપુ) તેના ઠીક ચાર દિવસ બાદ ૫ જુલાઈ ૧૯૪૬ ના રોજ, પરીસ શહેરના 'પિસ્કીન મોલિતોર' સ્વીમીંગ પૂલ ખાતે ફ્રેન્ચ મેકેનિકલ એન્જીનીયર લુઈસ રાડે પ્રથવ વાર એક સાવ અલગ જ પ્રકારનો એટ્રેકટીવ ટુ-પીસ 'સ્વીમ સુટ' લોકાર્પણ કર્યો, અને તેનુ નામ આપ્યુ, ''બીકીની''. આ સ્યુટના ડેમોસ્ટ્રેશ્ન્સ અને મોડેલિંગ માટે તે જમાનાની, પેરીસની મશહૂર ન્યુડ ડાન્સર 'મિશેલીન બર્નાર્દીની' ને પસંદ કરી હતી. અને મિશેલિનના આ ફોટો એ પેરીસ સમેત આખા યુરોપ-અમેરીકામાં પગથી માથા સુધી આગ લગાડી હતી. અણુશસ્ત્રોના પરિક્ષણના માનાર્થે અપાયેલુ 'આ' નામ આજે તો લોકોના અણુ અણુ માં સમાય ગયુ છે. બીકીની એટોલ મૂળે માર્શલ-મલય ભાષાનો 'પિકીન્નાય કે પિકીન્ની એટોલ' નુ રૂપ છે. આ 'પિક' શબ્દ મલય -મયલાયમ- સિંહાલી અને માલદેવી ભાષામાં જોવા મળે છે, ૧૮-૨૦ ના ફેરફાર સાથે. જે સંસ્કૃત શબ્દ પિચ્છ શબ્દ નુ અપભ્રંશ રૂપ છે, નાયે શબ્દ નારિકેળ નુ કર્પ્ટેડ ફોર્મ છે. ''નાળીયેરનો ગુ્ચ્છો'' = પિકીન્નાયે. અટોલ શબ્દનુ મલય-મલયાલમ સિંહાલીના 'અટોલુ' પર થી આવ્યો. . આ શબ્દ મૂળે માલદેવી (મહારાષ્ટ્રી પ્રાકૃત)'આબતાલા' થી અવતરે છે. જે સંસ્કૃતમાં આપ-તળ શબ્દ હતો. આપ=પાણી, તળ= સપાટી, તળીયુ, નાની ટેકરી કે ઢાળ, જુની ફારસીમાં આબ-તળ જેવો શબ્દ હતો. આ શબ્દ દરિયા/નદીમાં રહેલ રીફ કે નાના નાના ટેકરા માટે વપરાતો. પં. ડો હિતેષ એ. મોઢા www.ishanastrovastu.com www.ishanastrovastu.blogspot.com |
.સમરકંદ-બુખારા (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
''અગર આન તુર્ક શિરાઝી બદાસ્ત આરેદ દિલે મારા
બખાલ, હિન્દુઆશ બક્ષમ સમરકંદ ઓ બુખારા ''
-- મહા કવિ હાફિઝ શીરાઝી ( ખ્વાજા શમ્સ અલ દીન)
આ કવિ એ હોઠ પરના કાળા તલ પર સમરકંદ અને બુખારા શહેર ને ઓવારી જાવાની વાત કરી છે, આ એ બેઉ શહેર છે જે એક સમયે ઈરાની રાજ હેઠળ હતા, એક સિલ્ક રૂટ પર નુ અને બીજુ તેના દુર જ્યા કલા અને સંસ્કૃતિ નો અનુઠો સંગમ જોવા મળતો. હજારો વર્ષ સુધી આ બન્ને શહેરે જાહોજહાલી ભોગવી. તે સમયના કોસ્મોપોલોટીન શહેરો હતા.
ઉઝબેક(હાલ)ના આ બેઉ શહેર વિશે મહાન ફારસી કવિ હાફિઝ શિરાઝી એ પોતાની એક ગઝલમાં આવો મક્તો રચ્યો હતો, જે આજે પણ ઈરાન માં કવિદંતિ કે રૂઢી પ્રયોગ કે કહેવતના રૂપે બોલાય છે, તેરમી સદી ઈરાની કાવ્ય જગત નો સમૃદ્ધ સમય ગાળો રહ્યો છે. ફરી ક્યારેક મહાકવિ હાફિઝ વિશે ચર્ચા કરીશુ.
ઉઝબેકી ઈરાની સમરકંદ શબ્દ સંસ્કૃત ના 'સમર ખંડ' પર થી અવતરિત થયો છે, જ્યારે બુખારા શબ્દ પણ સંસ્કૃતમાંથી વાયા ઈરાની. ઈરાની ભુમિ ને બુમ કે બુમી કહેતા તેમ ભુ કે બુ કહેતા. તેમ ક્ષત્રિય ને 'ક્ષારાસ્ય' કહેતા, આ ક્ષત્રિયના અનેકાનેક શબ્દ રૂપો સંસ્કૃત અને ઈરાનીમાં જોવા મળે છે, ભુ-ક્ષાત્ર પરથી ઈરાની buXšāyariya ત્યાર બાદ બુક્ષારા અને આખરે બુખારા.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
ગાહ (શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા
ઉર્દુ-ફારસીમાં બોલાતો આ શબ્દ ગાહ અર્થાત જગ્યા, સ્થળ, મકાન, ઘર, જેમ કે બંદરગાહ, આરામગાહ, અજમાઈશગાહ, (પ્રયોગશાળા) દસ્તગાહ (હસ્ત) હાથશાળ) પનાહગાહ, વગેરે આ ગાહ શબ્દ વિશે કહુ કે ખબર પડી ગઈ આપ સહુ ને ? જી, હાં સંસ્કૃત શબ્દ ''ગૃહ'' નુ જ અપભ્રંશ રૂપ છે
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
માહતાબ (શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા
ઈરાની શબ્દ નો અર્થ છે ચંદ્ર કે ચાંદની-ચંદ્રનો પ્રકાશ. આ શબ્દ નુ પૂર્વજ સંસ્કૃત છે, વેદીક પંચાંગ અનુસાર ચંદ્ર ૨૭ નક્ષત્રનુ ભ્રમણ કરે તેને માસ કહેતા હતા, ચોક્ક્સ સમય ગાળો માપ ના પર્યાયમાં પણ આ શબ્દ વપરાતો. ઈરાનીઓએ આ શબ્દ ના બે બે અર્થ આપ્યા, ચંદ્ર અને મહિનો. તેમ ચંદ્ર માટે જ્યોતિષ 'માહેય ' શબ્દ નો પણ ઉલ્લેખ છે. તેમ કાવ્યના દેશ ઈરાનમાં સૌદર્ય કે ખુબસુરતી કે લવલી માટે પણ માહ કે માહિ જેવો શબ્દ વપરાતો. ચંદ્ર નુ તત્વ જલ -આપ હોવા થી આગળ જતાં માહતાબ જેવો શબ્દ અવતરીત થયો. તેમજ સમાસમાં શબ્દ ના અંતે 'આબ' લગાડવુ એ સામાન્ય હતુ, ઈરાનની ભાષા(બોલી)ઓમાં.
મહિના અંતે ચુકવાતુ મહેનતાણા માટે માહર કે મહાર જેવો શબ્દ હતો જે આગળ જતા મેહર બની જાય છે.
આલ્ફા (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
આલ્ફા શબ્દ હિબ્રુ, અલેફ પર થી અવતરીત થાય છે. શ્રુત પરંપરાના (વેદીકો )ગ્રીકો પાસે લિપી નહોતી આથી તેઓ સામા કાંઠેથી ફિનીશ્યન લોકો પાસેથી લિપી લાવે છે, તેનો પ્રથમ મુળાક્ષર અલેપ હતો. આર્માઈકમાં પણ અલેપ હતો, સીરીયાક અને ઈરાનીમાં અલેપ જેવો શબ્દ હતો. પ્રથમ મુળાક્ષર નુ ચિન્હ બળદ નું માથુ કે ઉભડક બેસેલુ પંખી જે ઈજીપ્તશિયન ચિત્ર-લિપીમાં જોવા મળ્યુ છે, અથવા ઠોકી બેસાડયુ, કારણ અલેપ નુ આગળ કોઈ ડેપ્થ કે ઉંડાણ જ નથી. કબીલાઓ પાસે તૃટક બોલીઓ હતી, તો તેની પાસે લિપી ક્યાંથી હોય ????? અગર હિબ્રુ, અરબીક, તામિલ અકકડીયન ગોત્રની ભાષા હોય તો અક્કડીયનની કોઈ ચોક્ક્સ લિપી કેમ નથી ? હજારો સવાલ થાય છે. ક્યાંય થી સમાધાન નથી મળતુ. મૂળે અલેપ શબ્દ સંસ્કૃતના ''આલાપ '' પર થી અવતરીત થાય છે, અગર બળદનું કપાળ જ માન્ય રાખવુ હોય તો સંસ્કૃતમાં કપાળ માટે 'અલિક' જેવો શબ્દ પણ છે. આલાપની સંભાવના કે અનુમાન એટલે આઆઆ આલાપ.. નો વિશદ ઉલ્લેખ ગંધવ-વેદ સામવેદમાં છે.
અગર ફિનીશ્યન પાસે લિપી હતી, તો ભાષા કઈ હતી ? હિબ્રુ અને અન્ય સેમેટીક લિપી કેમ ગ્રીક જેવી કેમ ન બની ???? ગ્રીક લિપીમાંથી લેટિન અને ઈંગ્લીશ લિપીના પગરણ થાય છે.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
વેગન (શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા
પ્રોટો જાર્મનિક wagnaz પર થી ડ્ચ ભાષામાં wagen બન્યો અને ત્યાંથી ઈંગ્લીશમાં ટ્રાન્સપોર્ટ થયો. સંસ્કૃત ભાષાનો ''વહ'' પહેલવી(ઈરાની) માં વગ, વઘ, વઘન જેવો થયો અને ત્યાં વણઝાર લઈ જર્મન પહોંચે છે.
વલ્ગર (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
ઈંગ્લીશ શબ્દ વલ્ગર એ લેટિન શબ્દ vulgāris પર થી લેવામાં આવ્યો છે, જેનો મૂળ શબ્દ volgus/vulgus છે, જે મોબ, સામાન્ય, લોક માટે વપરાય છે. મૂળે આ શબ્દ સંસ્કૃત શબ્દ ''વર્ગ'' નુ લેટિન ફોર્મ છે.
નાન (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
નાન (શબ્દ યાત્રા )
આ ઈરાની શબ્દ આજે આખા વિશ્વની મોટા ભાગની ભાષામાં ખુબ મજે થી ખવાય છે. નાન શબ્દની વ્યુત્પતિ 'નગ્નહુ' શબ્દ પર થી થઈ જે મૂળે સંસ્કૃત શબ્દ ''નગ્નસુ ' (નગ્ન+સૂ) = નગ્ન અર્થાત ખુલ્લુ એમ નુ એમ; + સૂ એટલે બહાર કાઢવુ, જન્મવુ જન્મ આપવુ, બનાવવુ, ઉત્પન્ન કરવુ, સેકવુ, અને આ સૂ સમાસના અંતે વપરાતો. તે જુના વ્યાકરણ ગ્રંથ ના આધારે સાબીત થાય છે, આમ ઈરાનીઓ નાનને સૌ પહેલા 'નગ્નહુ' નામે બોલાવતા તેમ નીંભાડા કે ભઠામાં માં બનતી કોઈ પણ પ્રોડકટ ને પહેલવી(ઈરાની) નગ્નહુ કહેતા. ખાસ કરી '' અરક '' (દારુ) ના આથા માટે પણ આ શબ્દ વિશેષણ તરીકે વાપરતા તેમ સંસ્કૃતમાં પણ 'નગ્નસૂ ' આથા માટે વપરાતો. ..... 'નગ્નહુ' શબ્દ આથેલા મેંદાની રોટલી માટે તેમજ અન્ય બેકરી પ્રોડકટ માટે સેકાય ને પીરસાય ગયો, અને કાળ ક્રમે 'નાન' બની તુર્ક, સગોદીયા, અફઘાન અરબ સુધી વિસ્તરી ગયો... તેનો આકાર પણ મા ના ઉદરમાં રહેલા બાળક જેવો રહ્યો ઉપરથી સાંકડો અને નીચે થી પહોળો (ત્રિકોણાકાર પ્રકારનો ) આ એક યોગાનુયોગ છે કે કોઈ તર્ક સંબદ્ધ રચના !!!!!!!!!!!!!! આ સૂ શબ્દ પર થી સૂત સૂતિકા જેવા શબ્દો પ્રચલિત છે. તેમ ડોસા શબ્દના અંતે રહેલો 'સા' પણ આ 'સૂ' ની જ દેન છે. ' દ્વિ-સૂઈ' નુ કરપ્ટેડ ફોર્મ એટલે ડોસાઈ, ડોસા. (રેફ, માનસોલ્લાસ) અર્થાત. બેઉ બાજુ સેકવુ પં. ડો હિતેષ એ. મોઢા www.ishanastrovastu.com www.ishanastrovastu.blogspot.com |
કાફિર- કાફર (શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા
અરબીમાં 'કફ્ર' -- 'ક ફ ર ' ક્રિયાપદ થી બનેલો કાફિર આવુ અરબી ભાષાનુ કહેવુ છે. પરંતુ, જુની ઈરાની,નુરીસ્તાની, દારી, દાર્દીક, પશ્તો, પુખ્તો પૈસાચી બોલી નો આ શબ્દ છે, હાલના અફઘાનીસ્તાનના ઈશાને કાફિરીસ્તાન નામનો પ્રદેશ આવેલો છે, તેને નુરાનીસ્તાન પણ કહે છે. અને આ નુરાનીસ્તાની વાયકા, કથા, અવેસ્તન સાહિત્યમાં આનો ઉલ્લેખ ભરપૂર થયો છે, એક સારો રોલ રહ્યો છે, આ પ્રદેશનો તથા આ શબ્દનો. નંદવંશ ના સમય પહેલાથી આ અખંડ ભારતનુ એક જનપદ(રાજય ) હતુ. જેનુ નામ ''કાપિશા જનપદ''. જેનો ઉલ્લેખ નંદ વંશ, ચંદ્રગુપ્ત ના સાહિત્યમાં , તેમ જ બૌદ્ધ સાહિત્યમા, ઈ.સ. પૂર્વે ૮૦૦-૧૦૦૦ થયેલા આ જ વિસ્તારમાં જન્મેલા વ્યાકરણશાસ્ત્રી પાણીની ના ગ્રંથમાં પણ આ પ્રદેશનો ઉલ્લેખ હતો, ગ્રીકો એ તોડી મરોડી ને લખેલા ઈતિહાસમાં પણ આ કાપિસ નો ઉલ્લેખ છે. ઈવન, મહાભારત જેવા ખંડ-કાવ્યમાં ... અને સૌથી આગળ જઈએ તો વેદમાં પણ ઉલ્લેખ છે. આ પ્રદેશની ૧૮-૨૦ ના ફેરફાર વાળી ઈરાની દારી જેવી બોલી અને ભાષા પણ છે જેને કાફિરી કહે છે. જે આજે ૪ લાખ જેટલા લોકો બોલે છે. અહિ ની દ્રાક્ષ પ્રખ્યાત હતી. અને વાઈન પણ જેને અનુક્રમે 'કાપિસયાની દ્રાક્ષ' , કાપિસયાનીમધુ કહેતા હતા જેનો ઉલ્લેખ મહાભારત સમેત અનેક ગ્રંથમાં છે. ઈવન હ્યુ એન સાંગે પણ આ પ્રદેશ અને આ પ્રજાનો ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃતમાં કપીશ/કપિશ એટલે બદામી કે રતુંમડા રંગનુ એવો અર્થ થાય છે. આ પ્રદેશની દ્રાક્ષ અને અહિના લોકો પણ આવા જ દેખાવના છે, મોહક ચહેરો ધરાવે છે. કાપિશના લોકો માટે કાપીર જેવો શબ્દ વેદીક સંસ્કૃત, પહેલવી સમેત, હિન્દુકુશની તમામ લોકબોલીઓમાં હતો. જયારે રણ પ્રદેશના કબીલાવાળાઓ ને પ બોલતા જ નહોતો આવડતો આથી તેઓ આ પ્રજા ને કાફિર કહેતી, જેમ પારસીનુ ફારસી કર્યુ તેમ. આમ કરતા 'કાફિર' શબ્દ સામી બોલીમાં પહોચે છે, અને ફાઈનલી આ શબ્દનુ અકકડીયન(અગથિયાર) વ્યાકરણ અનુસાર ચીર ફાડ થાય છે, આખરે ક ફ ર કફ્ર અને કાફિર જેવા શબ્દો અરબી સ્પર્શ સાથે બહાર આવે છે. અહિ પ્રજા થોડી લડાયક અને મજબૂત હતી, અને પરંપરાવાદી હોવાથી બહારી કોઈ પણ વાત-વિચાર નો સ્વીકાર કરનારી નહોતી. આથી વ્યંગમાં પણ 'કાફિર ' કહેતા. આ પ્રદેશની પ્રજા એ સૌથી છેલ્લે ઈસ્લામનો અંગીકાર કર્યો ૧૮૯૦ પછી. આ શબ્દનુ ઈસ્લામિક પરંપરામાં એક આગવુ મહત્વ રહ્યુ છે, જે ઈસ્લામના અને પાકે કુરાનના આદેશ ને ન માનનાર માટે કાફિર( infidel or unbeliever) જેવો શબ્દ પ્રયોજાય છે.જે ઈસ્લામ ધર્મી હોવા છતાં. વિધર્મી માટે નહિ. પં. ડો હિતેષ એ. મોઢા www.ishanastrovastu.com www.ishanastrovastu.blogspot.com |
દીવાન/દિવાન (શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા
આ શબ્દ જુદા જુદા રૂપે સ્વરૂપે છેલ્લા સાડા હજાર વર્ષથી ઈરાની ભાષામાં છે, અને અહિ થી જ જુની તુર્કી, અરબી માં પ્રયાણ કરે છે. દિવાનનો સાદો અર્થ થાય છે, કાઉન્સીલ. બેઠ્ક, નાની સભા, લેખન કાર્ય માટે જગ્યા કે ફર્નિચર.... જુની ઈરાની માં દીવાન શબ્દ આ પ્રમાણે હતો, 'દીપવાહનમ ' ''દીપબાહનમ ''. ઘણા ઈરાની શબ્દો માં ભ ની જગ્યા બ વપરાય છે તેમ. આગળ જતા વણઝાર પણ આ શબ્દનો ઉપયોગ કરતી, તો ત્યાં 'દીપવાહનમ' આગળ જતા 'દીવાન ' શબ્દ બની જાય છે.
આ શબ્દ પણ મૂળે સંસ્કૃતનો છે. 'દીપભાજન '. કોડીયુ. રાત્રે દરેક કક્ષમાં મશાલ જેવુ પ્રગટાવતા. પરંતુ લેખન કે નાની બેઠક માટે દીપભાજન નો ઉપયોગ કરતા. મિન્સ માટીના કોડીયા કે તેવુ પાત્ર, આ સમયમાં રાત્રે, આવા દીપપાત્રની ફકત વ્યાપારી(વણઝારા) નગર શ્રેષ્ઠી, કવિઓ અને રાજાઓ ને ત્યાં જ જરુર પડતી. આથી ત્રણ ત્રણ અલગ અર્થ મળ્યા ઈરાની ભાષામાં દીપભાજન ના. જે આજે પણ કાયમ છે.
બીજી શક્યતા અનુસાર રાત્રે વણઝારા-વ્યાપારી હિસાબ લખવા માટે કે રાત્રી સભા સત્સંગ માટે કે રાત્રી વણઝાર માટે દીપનો ઉપયોગ કરતા, તેને 'દીપવાહનમ' પણ કહેતા. અથવા જે વાહન પર દીપ હોય તેને દીપવાહનમ કહેતા. અને આ દીપવાહનમ શબ્દ ઈરાની ભાષામાં ઘુસીને મહેલમાં સ્થિત થઈ ગયો હોય !!!
દીપવાહનમ કે દીપભાજન એક વિશેષણ કે વિશેષ ક્રિયા વાચક શબ્દ બની ગયો હતો અને આખરે દીવાનમાં પરિણમ્યો. સાથે દીવાન ખંડ, દીવાનો, દીવાનગી, દીવાનાપન જેવા અનેક વિધ શબ્દ પણ મળ્યા.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
સિપાહી (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
આ ઉર્દુ શબ્દ પણ ઈરાનીમાં થી આવે છે. અને આજે વિશ્વની અનેક ભાષામાં આ શબ્દ દંડો લઈ ને ઉભો છે, ઈંગ્લીશનો સીપોય શબ્દ પણ આની જ દેન છે.
ઈરાની ભાષામાં જેમ ક્ષત્રિય, ક્ષત, ક્ષ, ક્ષા, પર થી જેટલા શબ્દો છે એટલા જ અશ્વ પર થી બન્યા છે, આટલા શબ્દો અન્ય પ્રાકૃતમાં જોવા નથી મળતા. અશ્વારોહી પર અસ્પાર્હી, અસપાહી, અસીપાહી, આમ આ શબ્દ કરપ્ટેડ-ઘસાતો ચાલ્યો કે, આખરે સિપાહી બની ગયો. અશ્વ પર થી બનેલા કેટલાક શબ્દો ને અગાઉ આપણે અભ્યાસી ગયા છીએ.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
કારખાનું (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા
.
આ શબ્દ પણ ઈરાનથી ઉર્દુ-હિન્દી ગુજરાતીમાં આવે છે, હકીકતે આ શબ્દ પણ સંસ્કૃત શબ્દ ''ચક્ર'' ની જ દેન છે, ચક્ર પર પ્રાકૃત માં ચરખા જેવો શબ્દ , પહેલવી પ્રાકૃતમાં ''ચક્ષરા'' અને ચરખા બન્ને શબ્દ હતા. ક્ષા= સ્થાન જગ્યા ધરતી, જમીનનો કે બાંધકામનો ચોક્ક્સ ભાગ કે ટુકડો. આ શબ્દ આપણે અગાઉ અભ્યાસી ગયા છે. 'ક્ષા' શબ્દ પર થી ઈરાની શબ્દ ખાનુ/ખાના આવ્યો. જે ચરખાના કે ચારખાના .. તેમાં થી જ કારખાના શબ્દ ઉત્પન્ન થયો.
ચક્ર પર થી અનેક શબ્દો હિન્દી ગુજરાતી મરાઠીમાં બન્યા છે, આ ચક્રનુ વૈવિધ્ય પણ માણવા જેવુ છે. ચકકર, ચકરાવો, , ચક્રમ, તેમ લેટિન શબ્દ સર્કસ સર્ક, સર્કમ સીર્કા, સર્કલ, સર્કસ વગેરે શબ્દો ની વ્યુત્પતિ આ ચક્ર પર થી જ થઈ છે.
આ શબ્દ પણ ઈરાનથી ઉર્દુ-હિન્દી ગુજરાતીમાં આવે છે, હકીકતે આ શબ્દ પણ સંસ્કૃત શબ્દ ''ચક્ર'' ની જ દેન છે, ચક્ર પર પ્રાકૃત માં ચરખા જેવો શબ્દ , પહેલવી પ્રાકૃતમાં ''ચક્ષરા'' અને ચરખા બન્ને શબ્દ હતા. ક્ષા= સ્થાન જગ્યા ધરતી, જમીનનો કે બાંધકામનો ચોક્ક્સ ભાગ કે ટુકડો. આ શબ્દ આપણે અગાઉ અભ્યાસી ગયા છે. 'ક્ષા' શબ્દ પર થી ઈરાની શબ્દ ખાનુ/ખાના આવ્યો. જે ચરખાના કે ચારખાના .. તેમાં થી જ કારખાના શબ્દ ઉત્પન્ન થયો.
ચક્ર પર થી અનેક શબ્દો હિન્દી ગુજરાતી મરાઠીમાં બન્યા છે, આ ચક્રનુ વૈવિધ્ય પણ માણવા જેવુ છે. ચકકર, ચકરાવો, , ચક્રમ, તેમ લેટિન શબ્દ સર્કસ સર્ક, સર્કમ સીર્કા, સર્કલ, સર્કસ વગેરે શબ્દો ની વ્યુત્પતિ આ ચક્ર પર થી જ થઈ છે.
શિકાર (શબ્દ યાત્રા )પં.,ડો હિતેષ એ. મોઢા
આ ઈરાની શબ્દ સંસ્કૃતના ક્ષિ પર થી જ અવતરે છે, જેમ કસી, ખસી બન્યા તેમ, આ 'ક્ષિ' પર શિક/ક્શિ અને તેના પરથી શિકાર બન્યો. ક્ષિ ના અર્થ માટે જુની પોસ્ટ બુજકશી વાંચી લેજો. ઈરાની બ્રાહ્મી લિપી કુલ થી ૩ થી વધુ વખત બદલી છે. આ થી ઘણા શબ્દ લિપ્યાંતર ના કારણે બન્યા તો ઘણા શબ્દો, શૌરસેની પ્રાકૃતમાં થી ઈરાનની અન્ય લોક-બોલીમાં થઈ ને મૂળ પહાલવીમાં આવ્યા. આ શબ્દ પર થી 'શિકારગાહ', શિકારી અને શિકરો-શકરો કે સકરો જેવો શબ્દ આવ્યા.
તેમ જ હાર (પરાજય) માટે વપરાતો શબ્દ જે હિન્દી ફિલ્મમાં સાંભળવો બહુ ગમે છે, તે છે શિક્સ્ત સિકસ્ત શબ્દ પણ આ ક્શિ(ક્ષિ) + કસ્ત (ક્ષત -ભાંગેલુ) બન્યો છે, ઈરાનીમાં પણ શિકસ્ત એટલે ભાંગેલુ ભંગ કરેલુ જેવો અર્થ થાય છે.
Subscribe to:
Comments (Atom)


