આ ઉર્દુ શબ્દ વાયા ફારસી થઈ ને આવે છે. ફારસી દર= દ્વાર. વાજા= વઝાર(બજાર)અથવા વહગ પર થી શબ્દ આવ્યો છે. દ્રાર અને વહગ બન્ને સંસ્કૃત શબ્દ છે, અને તેનુ અપભ્રંશ રૂપનો અર્થ આ મૂજબ થાય છે,
--૧ ) બજારમાં જવા માટે નો મુખ્ય દ્વાર દર+ બાઝા (વઝાર =બઝાર= વણઝાર= વણિજ)
--૨) જેની નીચે થી આખી વણઝાર પસાર થઈ શકે કે વહન થાય તેવો મોટો દ્વાર. દર+વઝગ (વાઝગ =વાહગ=વાહ)
દરવાજો ખાસ કરી ને મોટા ગેઈટ માટે વપરાય છે. વઝાર એ વણઝારનુ અપભ્રંશ રૂપ છે. અન વણઝાર એ વણિજનુ તળપદુ રૂપ છે. બજારની વ્યુત્પતિ અગાઉ રજુ કરી છે. ફારસી દ્વાર-દર પર થી અનેકોનેક શબ્દ બન્યા છે.
પં.ડો. હિતેષ એ. મોઢા