Monday, October 10, 2016

To eat.(શબ્દ યાત્રા) પં ડો. હિતેષ એ. મોઢા

.



આ શબ્દ નુ કુળ અને મૂળ પણ સંસ્કૃત જ છે. સં., માં અદ = ખાવુ, ખાઈ જવુ. આ શબ્દ જ્યારે ગ્રીક લેટીન માં ઈદ - અદ જેવા શબ્દ છે. જ્યારે ઘણી યુરોપિય ભાષામાં આ શબ્દ મૂળ રૂપે તો ક્યાંક અપભ્રંશ રૂપે જોવા મળે છે. આર્મેનિયન અને ઈસ્ટ્રક્શન મા અદેલ અટેન, યુટેન, તો અમુક ભાષામાં અદેન અટેન જેવા જેવા શબ્દ જોવા મળ્યા છે, આ શબ્દ ક્રિયાપદના વિવિધ રૂપ પણ હોઈ શકે. જે કાળ મુજબ સાંદર્ભિક વાકયો રચાયા હોય તેમાં ક્રિયાપદ નું મૂળ રૂપ ન હોય. જુની ઈંગ્લીશમાં ઈટન એદન બન્ને શબ્દ હતા. અને તેના પર થી ઈટ શબ્દ આવ્યો.




પં ડો. હિતેષ એ. મોઢા 

બંદર-- શબ્દ યાત્રા___ પં. ડો. હિતેષ એ. મોઢા



બદર શબ્દ સૌ પ્રથમ એ અવેસ્તન પારસી શબ્દ છે, જેનો અર્થ પોર્ટ જેવો થાય છે. મૂળે આ શબ્દ સંસ્કૃત શબ્દ સમુહ યાને ''બંધ-દ્વાર'' પર થી રૂઢ થાય છે. વેદીક સમયમાં કોસ્ટલ વે પર કુદરતી બારુ કે બંદર હોય તેવા કાંઠે વસેલા શહેર કે નગર કે દ્વારકા કહેતા હતા. અહિ નામ નહિ પરંતુ સર્વનામ હતુ દ્વારકા. આ જ દ્વારકા વાયવ્ય ના વિસ્તાર જેવા ફારસ માં બંદ+ દાર = બંદર બની જાય છે. બંદ= ક્લોઝ્ડ- બ્ંધ અને દાર= દ્વાર.

બીજી સંભાવના  ભુમિદ્વાર  પર થી આ શબ્દ આવ્યો. જેને ઈરાનીમાં બુમદાર  કહેતા. આ શકયતા પણ નકારી શકાતી નથી. કારણ દરિયા/નદીમાંથી  જમીન કે કિનારા પર  ઉતરવા માટે આ ભુમિદ્વાર શબ્દ બંધબેસતો જણાય છે. 


વિશ્વની મોટા ભાગની પ્રચલિત ભાષામાં બંદર = પોર્ટ અથવા હાર્બર જેવા અર્થ સાથે સફર કરે છે.

મુંબઈનુ પ્રથમ ઉપનગર બાંદ્રે બેન્દ્રે કે વાન્દ્રે, વાંદરા બાંદરા પણ મૂળે બંદર જ હતુ.  




પં. ડો. હિતેષ એ. મોઢા