અમુ મોઢા પદ્ધતિ (જ્યોતિષ વિષયક) __ પં.ડો. હિતેષ એ. મોઢા
{{ જન્મ તારીખ અને સમય પરથી જન્મલગ્ન શોધવાની ઝડપી પદ્ધતિ }}
જન્મકુંડલી કે પ્રશ્ન કુંડલી કે હોરાય કુંડલી બનાવવા માટે પંચાંગની સહાય લીધા વિના ફટાફટ લગ્ન ભાવ શોધવાની આ પદ્ધતિ ના શોધક મારા પિતાશ્રી સ્વ અમૃતલાલ કે. મોઢા છે. આ પદ્ધતિનો જન્મ ૧૯૫૦માં ભાણવડ અખાડામાં થયો છે. ચિન્મયાનંદજી અને શિવાનંદ મહારાજની ઉપસ્થિતિમાં ૧૮ વર્ષની યુવા વયે મારા પિતાએ આ પદ્ધતિ લોકાર્પણ કરી દીધી હતી. મારી ૫૬ વર્ષની વયમાં વિશ્વના અનેક દેશ, આખુ ભારત ભ્રમણ, દરમિયાન અનેક જ્યોતિષજ્ઞ, ખગોળજ્ઞ, ગણિતજ્ઞ, સંત મહંત કે જેઓ પૂર્વાશ્રમ વિજ્ઞાનમાં અનુસ્નાતક + વિશેષ ઉપાધી ધરાવતા હતા અને જ્યોતિષ/ખગોળ વિદ્યામાં સંપૂર્ણ પણે પારંગત હતા, આ બધા મુંઠી ઉંચેરા વ્યક્તિત્વોને વ્યક્તિગત મળ્યો છું, તેના આશ્રમોમાં અનેક દિવસોના રોકાણ દરમિયાન ખગોળ અને જ્યોતિષની ચર્ચામાં કાઠું કાઢી લેતો, તળ, મૂળ તો સામાન્ય ગણાય છતાં, અંતે એક જ શબ્દ આવતો કે અમુ મોઢા જેવો ગણિતજ્ઞ હજુ સુધી જોવા નથી મળ્યો, આ શબ્દ સંત મંહત, ગણિતજ્ઞ, જ્યોતિષજ્ઞ, ખગોળવિદ પાસે થી સાંભળ્યા છે, આ બધું સાંભળ્યા પછી, આજે આટલા વર્ષોના મારા પોતાના વ્યાવસાયિક અનુભવ અને સેંકડો કુંડળીઓના સચોટ ફળાદેશ, હજારોની સંખ્યા પરિસરોના આકલન પછી, એ શબ્દો આજે હું પોતે બોલું છું કે અમુ મોઢા જેવો ગણિતજ્ઞ મેં પણ નથી જોયા, આ પૃથ્વી અડધા પટ પર તો નહીં જ.
આ પદ્ધતિ મારા પિતાજીએ શીખડાવી, અને મેં તેનો પ્રોફેશનલી જ પ્રયોગ ઉપયોગ કર્યો છે, મને ભર યુવાનીમાં આ પદ્ધતિ એ જ વિદેશ યાત્રા કરાવી.
આજે, અનેક જ્યોતિષ તજજ્ઞ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે, તેમ અનેક જ્યોતિષજ્ઞ/દૈવજ્ઞ લેખ લખી તેના દ્વારા મહત્તમ લોકો સુધી પહોંચે તેવું કાર્ય પણ કરે છે.
સામાન્ય રીતે જન્મ લગ્ન શોધવા માટે આપણે પંચાંગની સહાય લેતા હોઈએ છીએ, પરંતુ અહીં આ અમારી ''મોઢા'' પદ્ધતિની સાવ નોખી અને સરળ રીત પ્રસ્તુત છે. હિંદુ નિરયન જ્યોતિષ શાસ્ત્રમાં 'સ્થળ' (જન્મ સ્થાન) વગર લગ્ન શોધવું એ લગભગ અશક્ય માનવામાં આવે છે, પણ મારા પિતાશ્રીએ પૃથ્વીના ૨૪ કલાકના ભ્રમણને જ કેન્દ્રમાં રાખીને જે ફોર્મ્યુલા બનાવી, તે ખરેખર ક્રાંતિકારી તો છે પરંતુ સાવ સરળ છે, એ પણ કેલ્ક્યુલેટર વિના આટલી જટિલ ગણતરીને માત્ર ૨ મિનિટની વિધિમાં સમેટી લેવી.
મારા અનુભવ મુજબ આ પદ્ધતિમાં સચોટતા/એક્યુરેસીનું પ્રમાણ ૯૦ પ્રતિશત થી અધિક જોવા મળ્યું છે. ક્યારેક, એકાદ રાશિનો ફેર પડે છે, છતાં સૂક્ષ્મ રીતે જોતા આ ગણતરી ઘણી ઊંચી ટકાવારી ધરાવે છે. આ રીતની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં જન્મના વર્ષ તથા જન્મ સ્થળ ધ્યાનમાં લીધા વગર પણ લગ્ન શોધી શકાય છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. વિદેશમાં જન્મેલ જાતકોની કુંડળી પણ બનાવી શકાય છે. માત્ર એટલું ધ્યાન રાખવું કે વિદેશમાં 'સમર ટાઈમ' કે 'ડે-સેવિંગ ટાઈમ' ચાલતો હોય ત્યારે કદાચ એકાદ રાશિનો તફાવત આવી શકે છે.
ચાલો આગળ વધીએ, લગ્ન ગણનાની આ રીતમાં કુલ ત્રણ મુખ્ય વિધિ (પ્રક્રિયા) છે. આ વિધિઓ નીચે પ્રમાણે આપી છે.
વિધિ પ્રથમ-
સૌથી પહેલા તમારી જે જન્મ તારીખ હોય તેના આંકડાને ૪ વડે ગુણો. તેના પરિણામને નોંધી લો.
વિધિ દ્વિતિય-
હવે અંગ્રેજી મહિના અનુસાર તેનો 'માસાંક' લેવાનો છે, જે નીચે પ્રમાણે તે કોષ્ટક છે
કોષ્ટક - ૧
જાન્યુઆરી- ૭૨૬,
ફેબ્રુઆરી-૮૫૦,
માર્ચ- ૯૯૬,
એપ્રિલ- ૧૦૮૬,
મે-૧૨૦૮,
જૂન- ૧૩૨૭,
જુલાઈ-૬
ઓગસ્ટ-૧૨૬
સપ્ટેમ્બર-૨૫૦,
ઓક્ટોબર-૩૬૬,
નવેમ્બર-૪૯૧
ડિસેમ્બર-૬૦૪.
વિધિ તૃતિય --
જન્મ સમયને હંમેશા ૨૪ કલાકના ફોર્મેટમાં જ ગણવો. આ સમયની કુલ મિનિટો ગણી લેવી (કલાક × ૬૦ + મિનિટ). અત્રે ખાસ નોંધવું કે ભારતમાં એક કલાક (૬૦ મિનિટ) 'સ્ટાન્ડર્ડ ટાઇમ' નો વધારો-ઘટારો કરવામાં આવે છે, તેની અસર પણ અહીં જોવા મળે છે.
ઉપરની ત્રણેય વિધિ (પ્રક્રિયા)થી મળેલા આંકડાનો સરવાળો કરવો. જો આ સરવાળો ૧૪૦૦ થી વધી જાય, તો તેમાંથી ૧૪૦૦ બાદ કરવા. જે અંતિમ આંક મળે તેને નીચેના 'લગ્ન અંક' (કોષ્ટક -૨ ) સાથે સરખાવો, આ લગ્ન અંક એટલે જન્માક્ષરનો લગ્ન ભાવ
કોષ્ટક - ૨
મેષ (૭૭ થી ૧૮૧ )
વૃષભ (૧૮૨ થી ૩૦૨ )
મિથુન (૩૦૩ થી ૪૩૪ ),
કર્ક (૪૩૫ થી ૫૬૧),
સિંહ (૫૬૨ થી ૬૯૧),
કન્યા (૬૯૨ થી ૮૧૮),
તુલા (૮૧૯ થી ૯૪૯),
વૃશ્ચિક (૯૫૦ થી ૧૦૮૩),
ધનુ (૧૦૮૪ થી ૧૨૦૮),
મકર (૧૨૦૯ થી ૧૩૧૯)
કુંભ (૧૩૨૦ થી ૧૪૧૯)
મીન (૧૪૨૦ થી ૧૪૪૦ & ૧ થી ૭૬ )
એક નાના ઉદાહરણ દ્વારા સમજી લઈએ,
ધારો કે એક જાતકનો જન્મ તા. ૨૩-૦૭-૧૯૯૪ અને જન્મ સમય છે બપોરે ૧૨ ને ૧૫ મિનિટ
જન્મ તારીખના આંકનો ૨૩ તેને ગુણ્યા ૪ (૨૩X૪) = ૯૨
ત્યાર બાદ,
જુલાઈ મહિનાનો અંક (કોષ્ટક -૧) = ૬
જન્મ સમયને મિનિટમાં ફેરવવાનો (૧૨ ને ૧૫ મિનિટ × ૬૦. ૧૨ ગુણ્યા ૬૦ = ૭૨૦ + ૧૫ ) = ૭૩૫
કુલ સરવાળો: ૯૨ + ૬ + ૭૩૫ = ૮૩૩
હવે ૮૩૩ ને કોષ્ટક -૨ માં જોતા તે ૮૧૯ થી ૯૪૯ના સંખ્યા-ગાળામાં આવે છે, જે તુલા રાશિ માટે છે. આ પ્રકારે જાતકનું જન્મ લગ્ન તુલા થશે જે ખરેખર સાચું છે.
આ રીતની સૌથી મોટી વિશેષતા એ છે કે અતિ સરળ છે, પ્રશ્ન કુંડલી માટે, તેમજ મેદિનિ જ્યોતિષ ના પ્રથમ ચરણ માટે અતિ ઉત્તમ છે. આવતા અંકે આ પદ્ધતિનું ગાણિતિક અને ખગોળીય રહસ્ય અંગે રહસ્યોદ્ગાટન કરીશું સાથે આ સિવાયની એક અન્ય પદ્ધતિની પરિચય યાત્રા પણ કરીશું.
|| अપૂર્ણમ્ संપૂર્ણમ્ ||
|| જય ભારત, જય આર્યાવર્ત ||
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 -- https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com