Sunday, October 2, 2016

દરિયો (શબ્દ-યાત્રા) પં ડો. હિતેષ એ. મોઢા


આ ફારસી(પહેલવી-ઈરાની) શબ્દ વાયા ઉર્દુ થઈ ભારતમાં પ્રવેશે છે, વર્તમાન સમય મરાઠી કોંકણી અને ગુજરાતીમાં સમુદ્રને દરિયો કહે છે. આ દરિયા શબ્દનુ મૂળ પણ સંસ્કૃત  શબ્દ ''દ્રહ '' છે. ''દ્રહ'' અર્થાત ઉંડુ સરોવર,  ધરો જેવો અર્થ થાય છે. પહેલવી સિવાય માગધી, શૌરસેની અને અન્ય પ્રાકૃતમાં ભાષામાં દરયા, દર્યા કે  દરિયા જેવો શબ્દ છે, જે મોટી નદી કે સરોવર ના અર્થમાં વપરાય છે. હિન્દી ચલચિત્રના એક ગીતમાં આવે છે ''નદીયા સે દરિયા , દરિયા સે સાગર....''

દ્રહ શબ્દ જુની પહેલવીમાં  દ્રાયા કે દ્રાયાબ તરીકે બોલાતો, ત્યાર મિડલ ફારસીમાં  દ્રયાબ અને આખરી ફારસીમા દરયા કે દરયાબ જેવો શબ્દ આવે છે, જે આજે પણ બોલાય છે. આ સમયની પ્રાકૃત ભાષાઓ માં સંસ્કૃતના મોટા ભાગના શબ્દો ૧૮/૨૦ ના ફેરફાર સાથે જોવા મળતા. આથી ઘણા પહેલવી શબ્દો શૌરસેની કે માગધી કે અપભ્રંશ કે પિચાશી, કે ઈલુ પ્રાકૃતમાં પણ જોવા મળતા.  પરંતુ ઉર્દુ દ્વારા આવેલા શબ્દો મોટા ભાગના ફારસીમાં થી  જ આવ્યા કે શૌરસેનીમાંથી એ નક્કી કરવુ ઘણી વાર મુશ્કેલ બની જતુ હોય છે, તો ઘણા શબ્દો બન્ને માં સમાનાર્થે જોવા મળતા. ફકત અફિક્સ ના જ ફેરફાર હોય છે.


પં ડો. હિતેષ એ. મોઢા


www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com

એક સંવાદ કથા.....પં. ડો. હિતેષ એ. મોઢા


પ્રારંભ :- 

હેલ્લો ''સંવાદ''
''હા બોલ વાચા શું નિર્ણય લીધો ?''
''સંવાદ આપણે એક છત  હેઠળ આપણે સાથે નહિ રહી શકી'' ''Ok, do it fast .. વાચા યાદ રાખજે ૧૦ વર્ષના લગ્ન જીવનમાં જે ભંગાણની પરીસ્થિતી પેદા થઈ છે તે કેવળ તારી જીદ અને અહંકારને કારણે થઈ છે... ''
''સંવાદ  અનેક  વાર સાંભળી ચુકી છુ તારા મોઢેથી...  આજની નારી છુ મારો  કેમ રસ્તો કરવો અને કેમ મંઝિલ બનાવવી મને સારી પેઠે આવડે છે. તારી સલાહ કે શિખામણની તેમાં જરુર નથી સમજ્યો.... ''
''વાચા તારુ વાકય નથી પણ કેરેકટર છે, આથી મને ભય છે કે સમાજ તને  કાયમ માટે અંતર્મુખ બનાવી દેશે....  કારણ  મે તારી ભીતર રહેલી આવડતને આયનો ધર્યો, તારી ભીતર ધરબાયેલ શક્યતાઓનુ અસીમ આભ બતાવ્યુ, અને તે મને બદલામાં મારી સીમા બતાવવાનુ શરુ કર્યુ, અને  હુ તને એક ઓલ્ડ ફેશન લાગવા માંડયો... યાદ રાખજે પૂર્ણ પ્રકાશ માન થવા સૂર્યને પણ સમી આંજે ઓળવવુ પડે છે, પછી તે પ્રફુલ્લિત સવાર સાથે આવી શકે છે.. નિયમ  મારો નથી પણ એક શાશ્વત સત્ય છે.''

-------xxxxxx---------- divorced by mutual concent-----------xxxxxxx

વર્ષ બાદ  
''સંવાદ'' અધ્યાય

સંવાદ શહેરમાં  પ્રખ્યાતીના ઉચ્ચતમ શિખર પર બીરાજમાન હતો... સફળતા પગ ચુમતી હતી... પણ એવો ને એવો જે જોવે તેવુ કહેનાર, અને જે વિચારે તેવુ આચરણ કરનાર, કશા દંભ અને કશા પ્રોફેશનલ આવરણ વિના જીંદગી પસાર કરતો હતો, જે લગ્ન ભંગનુ મુખ્ય કારણ બન્યુ હતુ.
આરીસો ઘણી બધી ચાડી ખાતો હતો .. ડ્રેસીંગ ટેબલ પર વાચાની શણગાર સામગ્રી વેર વિખેર પણ અકબંધ પડી હતી, આટલા વર્ષો બાદ પણ. કેટલીક પરફ્યુમની અધુરી બોટલ્સ, કેટલાક ડીઓ કેન્સ, આછી ધુળ કોટેડ રાસ્પબેરી કલરની લીપસ્ટીક.... આરીસા પાછળના ખાનામાં  અસ્ત વ્યસ્ત ડ્રેસ પડયા હતા... જેમાં કેટલાક જન્મ દિવસ નિમિતે ગીફ્ટ કર્યા હતા.... તો એક બે ડ્રેસ એવા પણ હતા જે ધોયા વિના આટલા વર્ષોથી પડયા હતા... અનાયાસે તે ડ્રેસ સંવાદના નાક તરફ વળી જતા હતા.. ખુશ્બુ... હવે તો ખુશ્બુ રહી નહોતી.. પણ સમગ્ર ચિત તંત્ર ઝંઝોળી  ઉઠી પડતુ અને રીકોલ-મેમરી માફક રીકોલ  બોડી ઓડરથી નાસિકા તરબતર થઈ જતી હતી.... સંવાદને વાચા હોય તો સંવાદ કહેવાય .. આથી મુક ભાષાનો અનુભવ જાણે ચિત તંત્ર પર રીવાઈંડીગ/રીઝ્યુમ મોડ પર સતત અને સળંગ રહ્યા કરતો....

વર્ષ બાદ
''વાચા'' અધ્યાય

વાચા શહેરમાં પ્રાઈવેટ ફર્મમાં  એક એકાઉંટંટની નોકરીમાં સીમીત રહી ગઈ...  માર્ગમાં આવતા અનેક પથરાળા પડાવને વેંઢારતી રહી ... પણ સ્મરણ ના પ્રદેશ પર સંવાદનુ કોઈ સીમા ચિન્હ નહોતુ...પોતાના કેફમાં મસ્ત હતી....... હકીકત તો છે કે લગ્ન બાદ સંવાદે શિક્ષણ અને ઉચ્ચ તાલીમ વડે કંડારી હતી.. મૂર્તિ સ્વરૂપે નિખાર આવતા ખુદ ને અનેરી વાચા આપનાર સંવાદને ખુદે   સંવાદ બનાવી દીધો અને આધુનિક નારીની હરોળમાં એક પુરુષનુ એક પ્રેમીનુ અને હાં એક પતિના અસ્તિત્વને નિશબ્દ કરી નાખ્યુ.....
વાચાના બેડરૂમમાં આદમ કદનો આયનો ખુદ વાચાનુ પ્રતિક બની ગયો... જે એક સમયે બજારુ વાહ-વાહીમાં તેનો ચહેરો બની ગયો હતો, હજુ પણ અનાવૃત થતો નહોતો, પર ..... અંધ આવરણ તેનો મેક-અપ બની ગયો ને આદમ કદનો આયનો તેના મિથ્યા અહંકારને પોષવા લાગ્યો....  પરંતુ આયનો હવે તો વાચાને ગ્રહણ લગાડવા લાગ્યો જાણે પથ્થર પર લુણો..... . એકાંકી જીવન; જાતે સ્વીકારેલી કેદ્થી વિશેષ નહોતુ.. તમામ દરવાજા બંધ થઈ ને દિવાલ બની ગયા હતા, દિવાલમાં જડેલો આયનો  તેના અસ્તિત્વનો ભાગ બની ગયો....

ઉપસંહાર

સંવાદના માનસ પટ પર કશેક વાંચેલુ વાકય યાદ આવ્યુ  કે ''કાળમીંઢ કદી ઘડી શકાતા નથી, અગર ઘડીને શિલ્પ  બને તો પણ કાળમીંઢ કહેવાય''... પરંતુ પોતાના પ્રથમ પ્રણયને ભુલી શકતો નહોતો...  પોતાની ચાહતનુ બાળમરણ થશે તે કદી સ્વપ્ને પણ નહોતુ વિચાર્યુ....

વાચા ના ખુદ વાચા બની શકી, ના સંવાદની વાચા બની શકી. બન્ને ઉતર અને દક્ષિણ ધૃવ માફક શહેરમાં જીવે છે.... લોકવાયકા એમ કહે છે કે  વાચાની તમામ ટેલેન્ટસ ને સંવાદે હણી નાખી છે. સંવાદ મોટો દોષી છે

ડો. હિતેષ . મોઢા
૨-૧૦-૨૦૧૨


મારા મોંઘેરા મિત્રો, મારી આ બહુ જુની વાર્તા થોડા ઘણા શાબ્દીક સુધારા સાથે રજુ કરુ છુ.

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com



ખાદી (શબ્દ યાત્રા ) પં. ડો. હિતેષ એ. મોઢા




ખાદી શબ્દ ખદડ પર થી બને છે. અગાઉ બંગાળમાં હોડીના સઢ અને સામાન્ય ઉપયોગમાં વપરાતુ કપાડ બનતુ, જે ફકત ઓર્ગેનિક કે ઓછી પ્રોસેસ વાળુ રહેતુ.   જે સામાન્ય પ્રકારની ઘરેલુ શાળ માં બનતુ. તેવા કપાડ ને ખદ્ડ ખદર કહેતા. જે સંસ્કૃતના ''ક્ષુદ્ર'' પર થી બન્યો. 'ક્ષુદ્ર' નો એક અર્થ બરછટ-ખડબચડુ જેવો થાય છે. (સુંવાળુ નહિ તેવુ ). અને ગુજરતી શબ્દ ખદડો કે ખદડ, ખડબચડુ પણ આ  જ શબ્દ દેન છે. તેમજ જુની ફારસી અને ઉર્દુ શબ્દ ચદર, ચદર કે ચદ્દર પણ આ જ ખદડ શબ્દની જ દેન છે.


પં. ડો. હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com