વેદીક જ્યોતિષમાં તેરમી રાશિ જેવુ કશુ જ નથી, કે નથી તેની કોઈ ભુમિકા. તે અંગે આ નાનકડો લેખ અભ્યાસીએ.
પશ્ચિમી (સાઈડરીયલ) એસ્ટ્રોલોજરે ઘણા વર્ષ પૂર્વે તેરમી રાશિની ઘોષણા કરી છે. ઉતર નોડ્સમાં ૮૮ નક્ષત્રોના ઝુમખાને Ophiuchus રાશિ તરીકે ઓળખાવી છે. આ ઝુમખાનો ઉલ્લેખ તજાકામાં છે, અને આપણા વેદીક ગ્રંથોમાં છે. પરંતુ જ્યાં પંચતત્વ ભેગા થાય છે, અને ત્યાં જે જીવસૃષ્ટી પાંગરી છે, તેને જે અસર કર્તા છે, તેવા જ નક્ષત્રો અને ગ્રહોનો સમાવેશ વેદીક મનિષીઓ એ કર્યો છે.
સાઈડીરીયલ જ્યોતિષ ફકત સૂર્ય ભ્રમણ પર નિર્ભર કરે છે, આ જ્ઞાન તેઓ પાસે બેબીલોન વાયા ગ્રીક , અને બેબીલોન પાસે વાયા ગ્રીક તાજિક થઈ ને....તાજીક પાસે વાયા ઈરાન, અને ઈરાન પાસે વેદીક જ્યોતિષ પાસેથી. તાજીક જ્યોતિષનો એક નાનો ગ્રંથ છે, તેમ એક પ્રદેશ પણ. તેમ અમુક ચોક્કસ લોકો ને પણ તાજીક કહેવામાં આવતા હતા.
આ શાસ્ત્ર ની અંદર ફકત સૂર્યની ભ્રમણને જ ધ્યાનમાં લેવામાં આવે છે, અને તેના આધારે રાશિફળ વર્ષ ફળ નક્કી કરવામાં આવે છે. જ્યારે વેદીક જ્યોતિષની સૂર્ય ભ્રમણનુ ફળ વાર્ષિક ફળાદેશ માટે જ કરવામાં આવે છે. બીજુ વેદીક જ્યોતિષમાં ફળ કથન માટે ત્રણ અલગ અલગ વિભાગ છે, લગ્ન ભાવ, ચંદ્ર, અને સૂર્ય, લગ્ન ભાવથી જાતકનો બૌદ્ધિક આંક કદ કાઠી અને જીવન વિશે જણાવવામાં આવે છે, અને ચંદ્ર પર થી જન્મ રાશિ અને તેના પર થી તેનુ મેન્ટલ સ્ટેટસ નક્કી કરવામાં આવે છે. જેમાં પર્સીવીંગ, અનુભવ, અનુમાન, પ્રમાણમ, રીએકશન્સ વગેરે અભ્યાસવામાં આવે છે. આ વેદીકોનો 'નિયતિવાદ'નો પાયો કહો કે બેઝ છે. આ બેઝ સિવાય વેદીક કે સનાતનીની કલ્પના અસંભવ છે.
સૂર્યના આધારે વાર્ષિક ફળકથન. આ પધ્ધતિમાં સૂર્યનું સંક્રાંતિનો ઉદય (જન્મ) થી અસ્ત યાને વર્ષ પૂરુ થાય એ સમય ગાળાનુ આખા વિશ્વના બનાવોનુ આકલન, કથન કરવામાં આવે છે. સાથે પ્રત્યેક મહિને સૂર્ય જે જે રાશિમાં પ્રવેશે છે ત્યાં અંશ કલા સમેત સુક્ષ્મ અભ્યાસ અને ફળકથન કરવામાં આવે છે જે સાઈડ્રીયલ એસ્ટ્રોલોજી અને બેબીલોન જ્યોતિષમાં મિસિંગ છે. અલબત છે જ નહિ. અને આ માસીક સૂર્ય ભ્રમણના આધારે તો વેદીક જ્યોતિષ ''મુહર્ત '' જેવી પ્રબળ વિભાવના રજુ કરે છે. અને સૂર્યના આદાન-પ્રદાન અને ઉપાદાન કાળને નિશ્ચિંત કરે છે, આ મેટર ફકત વેદીક જ્યોતિષ જ નહિ, બલ્કે, આયુર્વેદ, યોગ, દર્શન, અને વેદીક વાસ્તુશાસ્ત્ર ને પણ લાગુ પડે છે, અને એટલી જ અસર કર્તા છે.
મકર સંક્રાંતિ ના સમયે જ સૂર્ય નુ વર્ષ નક્કી કરવામાં આવે છે. જ્યારે મકર રાશિમાં સૂર્યનુ ભ્રમણ ૧૪ જાન્યુઆરી આસપાસ થાય છે. તેમાં અમુક વર્ષે ૧૨ કલાક આગળ-પાછળનો ભેદ રહે છે, જ્યારે આધુનિક એસ્ટ્રોનોમી એ આ વાતની પુષ્ટિ પણ કરી છે, જ્યારે પશ્ચિમી-સાયન-સાઈડરીયલ જ્યોતિષ વિદ્યા અનુસાર મકર ૨૨ ડિસેમ્બરે જ સૂર્ય મકર રાશિમાં આવે છે. ઈંગ્લીશ અખબારો વાંચશો તો આ બાબત જરુર સ્પષ્ટ થઈ જશે. હવે વિચારો કે વેદીક જ્યોતિષ વર્તમાન વિજ્ઞાનની નજીક છે કે પશ્ચિમી જ્યોતિષ ???
જ્યારે વેદીક મનિષીઓ આકાશને બાર સરખા ભાગમાં વહેંચ્યુ છે, જ્યારે પશ્ચિમીઓ નક્ષત્રની લંબાઈ આધારે (ભ્રમણ માર્ગ) રાશિ નક્કી કરે છે. આથી તેઓ આજે તેરમી રાશિ શોધી/બનાવી તો થોડા વર્ષો બાદ ચૌદમી-પંદરમી રાશિ બનાવશે!!!!!!!!! વેદીક મનિષીઓ વીઝીબલ બ્રહ્માંડ ને ભ્રમણ માર્ગમાં આવતા અને અસર કરતા નક્ષત્રોનો પારાવાર અભ્યાસ-સંશોધન માં વેદીક જ્યોતિષમાં સમાવ્યા છે. જ્યારે પશ્ચિમ કે બેબીલોન કે ટોલેમી પાસે આ અભ્યાસ હતો જ નહિ, એ કહેવુ અતિશયોક્તિ ભર્યુ નહિ લાગે. તેને તો ફકત વેદીક જ્યોતિષના ફળકથન ની એક સાવ નાની મેથડ ને જ આખુ જયોતિષશાસ્ત્ર તરીકે સ્થાપી દીધુ છે. આથી , બન્ને જ્યોતિષશાસ્ત્રમાં કાયમ માટે પાયાનો તફાવત રહેવાનો જ.
મેષ રાશિના નક્ષત્રો ટુંકા છે તો કન્યા રાશિના નક્ષત્રો લાંબા(મોટા) છે. વેદીક જ્યોતિષ નક્ષત્રોના કદ આધારીત નથી. ૩૦ ડિગ્રીની રાશિ એટલે સવા બે નક્ષત્ર, પ્રત્યેક નક્ષત્ર ૧૩.૨૦ નુ હોય છે. અને રહેવાનુ જ છે. પ્રત્યેક નક્ષત્રને ચાર ચરણમાં વહેંચ્યા છે, તેમજ ચોક્ક્સ તાસીરબદ્ધ, તથા આગવા વિશિષ્ટ વ્યક્તિત્વબદ્ધ કર્યા છે. અહિ એક્લ દોકલ તારક કે નક્ષત્ર આખુ વેદીક જ્યોતિષ નથી. તેમ તેનો નિવારણ સમયે કોઈ ભુમિકા. અશ્વિની ભરણી,કૃતિકા સ્વાતિ ચિત્રા, આ બધાનો નિરયન પદ્ધતિ થી ખગોળ-ગાણિતિય અભ્યાસ કરીએ નક્ષત્ર શું છે, અને ગ્રહોનો ભ્રમણ માર્ગ શું છે તેનો બારીક અભ્યાસ અને મહત્વ સમજાય જશે, જે પશ્ચિમમાં લોપ છે. અને રહેશે.
પશ્ચિમીઓ નુ એક વધુ કન્ફ્યુઝન એ છે, કે રાશિઓની લંબાઈ એક ખગોળ-ગાણિતિક હિસાબમાં એક સમાન ગણી છે, જયારે નક્ષત્રોની લંબાઈ એક સરખી નથી. જયારે વેદીક મહર્ષિઓ આ નક્ષત્રની લંબાઈઓને ચંદ્ર રાશિ આધારીત જાતક ના ફળકથનમાં એલાબરોટ કરી પણ એ અલગ જ બાબત છે. આપણા મહર્ષિઓ એ એક રાશિથી બીજી રાશિ સુધીના નક્ષત્રના વ્યાપ ને જાણ્યો, અભ્યાસ્યો અને શોધ્યો છે. આથી અમુક તારકો ને પા , અડધા અને પોણા ભાગમાં વિભાજીત કર્યા છે. આકાશમાં ત્રણ જગ્યા એ અંત પામે છે. કર્ક વૃશ્ચિક અને મીન રાશિ. આ ત્રણ રાશિના નક્ષત્રો જેવા કે આશ્લેષા, જયેષ્ઠા, રેવતી જ્યા નક્ષત્રો અને રાશિ એક સાથે સમાપ્ત થાય છે. અને ત્યાંર બાદ આવતી રાશિ ના પ્રથમ નક્ષત્ર ને ગડાંત પણ કહે છે. આ ગડાંતનો રોલ વેદીક જ્યોતિષમાં બારીક અભ્યાસ માંગી લ્યે એવો છે.
વેદીક જ્યોતિષ ને વધુ બારીકી થી સમજવા એક ઉદાહરણ રજુ કરુ છુ. દક્ષિણ ભારતમાં કે ભારતમાં નૈઋત્યના પવન અને વરસાદ માટે ''અગત્સ્ય'' નામ ના તારકનો અભ્યાસ કરવામાં આવે છે જે અગ્નિ દક્ષિણમાં ઉગે છે. આ સિવાય આ તારકનો ક્યાય પણ ઉપયોગ નથી. એ સિવાય 'શીરીષ' નામના તારકનો રોલ આવી જ રીતે અલગ જગ્યા એ જોવા મળે છે.
સાઈડીરીયલ એસ્ટ્રોલોજી કહો પશ્ચિમિ કહો કે સાયન કહો, આ સંપૂર્ણ પણે અધુરુ તથા અપૂર્ણ છે. જે ટોલેમીના આશિંક માહિતી-મંતવ્યના આધારે ઘડાયુ છે, જયારે વેદીક જયોતિષ નો સમગ્ર ખગોળનો અભ્યાસ છે. જેમાં ઉદિત નક્ષત્ર(બિંદુ) થી સમગ્ર બ્રહ્માંડને , બ્રહ્માંડના નિયમ (સ્થિતી) મુજબ જ અભ્યાસવામાં આવ્યુ છે, સંશોધીત કરવામાં આવ્યુ છે, ત્યાર બાદ
ગ્રંથસ્થ કરવામાં આવ્યુ છે. આ એક પ્રાકૃતિક વ્યવસ્થા છે જેમાં કોઈ અપડેટ હોય જ નહિ, કારણ જયાં સુધી આખુ બ્રહ્માંડ અને પંચમહાભુત સમેત ઈન્ટીગ્રેટેડ બાયોલોજીમાં કોઈ નેચરલી, અપડેટ ન આવે ત્યાં સુધી.
પં., ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ,
૯૧૭ ૩૩ ૮૮ ૨૭૯ -- ૯૮૭ ૯૪ ૯૯ ૩૦૭
૯૧૭ ૩૩ ૮૮ ૨૭૯ -- ૯૮૭ ૯૪ ૯૯ ૩૦૭