Thursday, April 30, 2015


  '' ના કર''........  ડો. હિતેષ એ. મોઢા

કાજળ આંજી આંખોથી અત્યાચાર ના કર 
તુ નજરને રાખ નજર જ અખબાર ના કર 

રાત તો રાત રહેશે શમાને નિસાર ના કર 
પતંગા માફક ઝુલ્ફો સમેટી સવાર ના કર 

તારુ એક જ સ્મિત છે પુરતુ આ બંદા માટે
અમસ્તી, દવા-દારુ આપી દરકાર ના કર

પાંપણની પાલખી એ બેસાડી તને કાયમ
આવા નાના કારણથી મને ફુલહાર ના કર

રૂવાંડે રૂવાડે ફુટી નીકળી ટશર લોહિયાળ
હવે ટેરવાં કર મ્યાન કાતિલ કટાર ના કર 

હાં, તારી ને મારી કહાની છે સાવ ટચુકડી
ઉપમા ને અલંકાર ઉમેરી વિસ્તાર ના કર

તારી સાદગી પર કામણ ઢોળે કાળુ તલ
હે પ્રિય પુરતુ છે, હવે વધુ શણગાર ના કર

તને જોઉ કે દિવસ મટી થઈ જાય  શુકન
મંદિરે મુરત મને કહે મારો દિદાર ના કર

કૈં બાકી રહ્યુ નથી 'હિતુ' પાસે જાણે છે સૌ
વિલય થઈ ગ્યો તુજમાં એ પ્રચાર ના કર 

ડો. હિતેષ એ. મોઢા
27/03/2012