Thursday, October 6, 2016

ખ્વાબ (શબ્દ યાત્રા) __ પં.ડો. હિતેષ એ. મોઢા



રાત કલી એક ખ્વાબમે આઈ ઓર ગલે કા હાર હુઈ...........

ઉર્દુ-હિન્દીમાં ખ્વાબ અર્થાત સ્વપ્ન, સપનુ. ફારસી-પહેલવી માં ખ્વાબ એટલે નિંદ્રા. જ્યારે ફારસી અને શૌરસેની ભેગી થઈ અને ઉર્દુનો જન્મ આપ્યો ત્યારે ફારસી ખ્વાબ, નિંદ્રા મટી ને ઉર્દુમાં સ્વપ્ન બની ગઈ. આજે પણ પહેલવી-ફારસીમાં ખ્વાબ એટલે રાત્રી.  આ ખ્વાબનુ ગોત્ર પણ સંસ્કૃત શબ્દ જ છે. xwab = sleep. સંસ્કૃતમાં 'ક્ષા'  અર્થાત રાત, રાત્રી, ઉપરાંત ક્ષ પર થી અનેક શબ્દો રાત્રી માટે છે.

ક્ષા શબ્દના અંતે આબ લગાડતા ખ્વાય બન્યો. પહેલવીમાં સમાસ શબ્દમાં આબ અતિ કોમન શબ્દ હતો,  શબ્દાંતે આબ વાળા અનેકોનેક શબ્દ પહેલવી જ હોય છે. (ઉર્દુ કે અરબી નહિ) ..... ઉ.ત. ગુલાબ. જુલાબ. હિસાબ, કિતાબ, મહતાબ, આફતાબ, શરાબ. અને આબની પણ વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશુ આગામી લેખમાં......




પં.ડો. હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastovastu.blogspot.com

પરિસરમાં ઉત્પન્ન થતો વાસ્તુ દોષ એટલે શુ ? ભાગ--૧ પં.,ડો. હિતેષ એ. મોઢા



પરિસરમાં ઉત્પન્ન થતો વાસ્તુ દોષ એટલે શુ ? 


કોઈ પણ પ્રકારના આવાસીય કે વ્યાવસાયિક કે ઔદ્યોગિક પરિસરમાં નકારાત્મક ઉર્જાનો જથ્થો વધી જવો અને ત્યાં જ કાયમી ધોરણે તે નકારાત્મક ઉર્જાનુ  સ્થીર થઈ જવુ એટલે વાસ્તુ દોષ. તેમજ વાસ્તુ દોષ એટલે વેદીક વાસ્તુ શાસ્ત્ર અનુસાર  પરિસર ની બાંધકામ અને આંતરિક વ્યવસ્થા ને બદલે  વેદીક વાસ્તુ શાસ્ત્ર અનુસાર વિપરીત વ્યવસ્થા આવતા જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ પરિસરના ચોક્કસ ભાગને અવરોધે છે અને તેની પ્રતિક્રિયા રૂપે ઉત્પન્ન થતી માનવ શરીર કે માનવ જીવન કે રોજીંદા કામકાજી વલણમાં ઉભી થતી અસુવિધા એટલે વાસ્તુ દોષ.બીજા અર્થમાં જોઈ એ તો પરીસરમાંથી મળતી જીવન ના મુખ્ય ચાલક બળ  સમાન હકારાત્મક ઉર્જા ને અવરોધતી ક્રિયાને વાસ્તુ દોષ કહેવાય છે. તેમજ નકારાત્મક ઉર્જાનુ પરીસરમાં સ્થીર થવુ તે.તેનાથી માણસના વ્યવસાય, જીવનમાં જાત ભાતની મુશ્કેલી અને અસુખનો અનુભવ થાય છે. અને મોટા ભાગના કેસમાં કાયમી બીમારી તેમજ ધન વ્યય જેવી બાબત ઉજાગર થાય છે. સાથો સાથ  વિકાસ તથા લગ્ન જીવન, સંતાન સુખ જેવી અનેકવિધ બાબતો  પણ દ્રશ્યમાન થાય છે. દરેક કોણ -દિશા અનુસાર અલગ અલગ દોષ અને તેનાથી થતી હાનિનુ સ્પષ્ટ અને ચોક્ક્સ ચિત્રનુ નિરુપણ વેદીક વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખનિય છે.


વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય ૮૧ પ્રકારના વાસ્તુ દોષ દર્શાવ્યા છે. અને પેટા અને બે પદ કે  બે દોષના સંયોજનથી બનતા વાસ્તુ દોષ ૮૧X ૮૧. હાલના વર્તમાન સમયમાં તમામ કોણ પર સ્થિત વાસ્તુ દોષ વધારે અને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ફક્ત બાહ્ય ભભકો કે એલીવેશન ભવ્ય બતાવવા બધા જ  કોણ વધુ ને  વધુ દુષિત થાય છે. આપણુ વેદીક વાસ્તુ શાસ્ત્ર કેટલુ ગહન અને સુક્ષ્મગ્રાહી અભ્યાસ કર્તા છે તેનુ પ્રમાણ આવાસને પદાવલી અનુસાર વહેચીને એક એક પદ અનુસાર વ્યવસ્થા અને વિપરીત વ્યવસ્થાથી પેદા થતા દોષનો પણ ઉલ્લેખ કરે છે. આખા પરિસર ને જયોતિષ અનુસાર બાર રાશિ/ નવગ્રહ  તથા વેદીક દર્શન અનુસાર પાંચ મહાભુતમાં વિભાજન કર્યુ છે.

એથી  વિશેષ આયુર્વેદ-જ્યોતિષ અનુસાર તાસિર; તથા માનવ કૃતિ (માનવ શરીર)અનુસાર પરિસર ને વિભાજીત કરી સુક્ષ્મ અભ્યાસ રજુ કરે છે. યોગ-દર્શન અનુસાર તમામ ચક્ર અને તેની ઉર્જાનુ  કાર્ય પણ રજુ કરે છે. આ તમામ પરિબળો કેવી રીતે એક મેક થી સંકળાયેલ છે તેમજ ઇન્ટર એક્ટ અને ઈન્ટર રીએકટ કેવી રીતે કરે છે તેનો અતિ માર્મિક અને સુક્ષ્મ અભ્યાસ રજુ કરે છે. તેમજ દરેક કોણ અને દરેક દિશાની ચોક્ક્સ વ્યવસ્થાનુ સુક્ષ્મ આકલન રજુ કરે છે. પ્રત્યેક દોષનુ નિવારણ શક્ય છે. અમુક દોષ વેધ સમાન હોતા તે દોષને  દુર કરી ત્યાં શાસ્ત્રોક્ત નિવારણ મુકીને વાસ્તુ સંમત બનાવવુ ઘટે.


હાલના સમયમાં પરીસરમાં થતા આડેધડ ખાડા, સ્ટેપ, તેમજ લેન્ડ સ્કેપીંગ વ્યુહ માટે બનાવતા ટેકરા ફાઉન્ટન, તથા સેપ્ટીંક ટેન્ક, પાણીમાટે ભુગર્ભ ટાંકા, કર્ણ અને મર્મ, અતિ મર્મ રેખા ક્ષ રેખાને છેદતો પ્રવેશ દ્વાર કે ઉપરોકત વ્યવસ્થા,  આ સાથે એલીવેશનમાં શાસ્ત્રોકત માપ વિના થતુ પ્રોજેક્શન, કે ઓફસેટ, તેમજ ચોક્કસ દિશાની અગાશી પર દિવાલ અને તેના પર થયેલ લક્ઝરી વર્ક ભયંકર વાસ્તુ દોષના કારક મનાય છે. તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આંતરિક વ્યવસ્થામાં  વાસ્તુ શાસ્ત્ર સુચિત વ્યવસ્થાથી તદન વિપરીત વ્યવસ્થા કે વિપરીત તત્વો ના પદ ગોઠવવામાં આવે તો દોષ પેદા થઈ જાય છે.

અહી કિચન મુખ્ય રૂમ, બેઠક રૂમ બેડ રૂમ, ટોઈલેટ/ બાથરૂમ, બેઝિન, કબાટ તિજોરી, સીલીંગ માં થતુ POP વર્ક, OTS, તેમજ અન્ય માર્જિન સ્પેસ, સીડી અને તેનો રૂમ અને પગથીયાની લંબાઈX પહોળાઈ, ઝુમ્મર અને અન્ય આંતરિક સજાવટની ચીજ વસ્તુ, ચીમનીનુ આઉટ લેટ, ગંદા પાણીની નિકાસી, ઓવર ધ હેડ વોટર ટેંક, અગાશી પર અસ્થાયી વ્યવસ્થા તેમજ રવેશ, બાલ્કની, અગાશીના ઢાળ-ઢોળાવ, તેમજ બાંધકામના નિયમને છેદતા માપ વાળા બારી દરવાજા, પાર્કીગ, અને સર્વંટ રૂમ વગેરે વગેર વાસ્તુ દોષના કારક મનાય છે, જે સામાન્ય રીતે સ્પષ્ટ પણે પ્રથમ દ્રષ્ટી અભ્યાસમાં ઓળખાય જાય તેવા વાસ્તુ દોષ છે. તેમજ અમુક ખાસ અને અતિ રેર વાસ્તુ દોષનુ  સ્થળ પર કુલ બાંધકામના અભ્યાસ બાદ જ નિદાન કરી શકાય છે.



તમામ દોષને સમજવા માટે સાઈટ,  પ્લોટની દિશા કે વિદિશા સમેત પ્લોટના ક્ષેત્રફળ અને તેના પર થયેલ કુલ બાંધકામનો, માલિકની જન્માક્ષરનો  સુક્ષ્મ અભ્યાસ કરવો ઘટે. તેમજ લેખ વાંચી કોઈ અંતિમ નિર્ણય પર ના આવવુ. 

અન્ય દોષ, ખાસ પ્રકારના દોષો , અને વાસ્તુ વેધ વિશે આગામી લેખમાળામાં...

અપૂર્ણમ-સંપૂર્ણમ



પં., ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
(ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ)
૧ વાઘેશ્વરી પ્લોટ
પોરબંદર 

ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com

સ્ત્રીઓની સમસ્યાઓ અને વાસ્તુ દોષ_____ (લેખ-ક્રમાંક --૨) પં. ડો. હિતેષ એ. મોઢા




ગતાંકમાં, આપણે દક્ષિણાભિમુખ રસોઈઘર અને દક્ષિણ તરફ આગ્નેય પ્રવેશ દ્વાર, અગ્નિનો બેડરૂમ સંબંધિત ચર્ચા કરી. આ લેખમાં આગ્નેય કોણના અન્ય વાસ્તુ દોષ, તથા કેવા પ્રકારની સ્થાપત્ય વ્યવસ્થાથી ત્થા આંતરિક વ્યવસ્થાથી દુષિત થાય છે. તેની અભ્યાસ પૂર્ણ ચર્ચા ટુંકમાં કરીશું.
નાના મકાન અને મધ્યમ કે બંગલા પ્રકારના આવાસમાં અગ્નિ કોણમાં, મુખ્ય પ્રવેશ દ્વાર હોવું, ભુગર્ભ જલીય વ્યવસ્થા કે ઓવર દ હેડ ટેન્ક, કે આગ્નેય કોણમાં થી દાદર જતો હોય તો, પરિસરમાં આગ્નેય કોણ અતિ ઉંચો હોવો કે અતિ નીચો હોવો, પ્લોટમાંથી અથવા પરીસરના બાંધકામમાંથી આગ્નેય કોણ છેદાતો હોય, કપાતો હોય કે પછી ૯૦ અંશથી બન્ને કે એક દિશા તરફ વધતો હોય. તો વેદીક વાસ્તુશાસ્ત્ર અનુસાર આગ્નેય કોણ દુષિત થતો ગણાય છે.
ઉપરોકત દર્શાવેલ વ્યવસ્થા પ્રચંડ પણે વાસ્તુ દોષનો કારક બને છે. ઉપરાંત કેટલીક વ્યવસ્થા વાસ્તુ દોષ કારક છે. તે અગ્નિકોણમાં ટોઈલેટ-બાથરૂમ, તથા સેપ્ટીક ટેંક. પરંતુ આ વ્યવસ્થામાં અમુક માપ સુધી છુટછાટનો અવકાશ વેદીક વાસ્તુશાસ્ત્ર આપે છે, અગર આખુ પરિસર વાસ્તુ-સહમત બનતું હોય કે આખુ પરિસર વાસ્તુ સહમત હોય તો.
પ્રથમ ટોઈલેટની વાત કરીએ પદવિન્યાસ કે મંડલોયોજન અનુસાર આગ્નેય કોણના પૂર્વ તથા દક્ષિણના બન્ને પદ છોડી આ વ્યવસ્થા લઈ શકાય છે. આ વ્યવસ્થા કંપાઉન્ડ માટે છે. અગર પરિસરમાં આગ્નેય કોણમાં ટોઈલેટ સ્થિત હોય તો ઉપરોકત મંડલોયોજન અનુસાર ફેરફાર કરી શકાય છે તેમ પરિસરમાં મંડલોયોજન અનુસાર બે -બે પદ છોડીને ટોઈલેટ લઈ શકાય અગર અન્ય કોઈ વ્યવસ્થા ન હોય તો. પ્રથમ માળે આ વ્યવસ્થા હોઈ તો ગ્રાઉંડ ફ્લોર પર રહેલા કિચનમાં ના હોબ પર ટોઈલેટનુ કોમોડ ન આવે તેની ખાસ તકેદારી રાખવી. પરિસરમાં આગ્નેય કોણ સ્થિત ટોઈલેટ-બાથરૂમ હોય તો નિવારણ દ્વારા તેના દોષને નિર્બળ બનાવી શકાય છે. (નાશ નહિ) .
આવો જ અન્ય દોષ , જે આગ્નેય કોણને વિકૃત કે ખંડીત કરી ને ચીમની જેવી વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે જોવા મળે છે. શકય હોય તો આવી વ્યવસ્થા ટાળવી. આમે પણ પ્રાકૃતિક રીતે આગ્નેય રસોઈ ઘરમાં ચીમનીની જરુરીયાત બહુ જ ઓછી રહે છે.
આવો જ એક અન્ય દોષ આગ્નેય કોણમાં રસોઈઘર ન હોતા વોશરૂમ હોય છે તે પણ દોષનો કારક મનાય છે.
નાના નાના અન્ય દોષ
-૧)) રસોઈઘર નો નૈઋત્ય કોણ એક્ટેન્ડ થવો.
-૨)) રસોઈઘરનો અન્ય દ્વારા નૈઋત્યમાં હોવો
-૩)) દક્ષિણાભિમુખ રસોઈ વ્યવસ્થા હોવી.
-૪)) રસોઈઘરમાં સીલીંગ પર મિરર કે રીફ્લેક્ટેડ થતા ડેકોરેટીવ્સ હોવાં
-૫)) રસોઈઘરમાં વધારે પડતાં ડાર્ક રંગો હોવા.
-૬)) પ્લેટફોર્મ પર ચપ્પુ ઘસવા
-૭)) પ્લેટફોર્મ પર ઓવર દે હેડ માળીયુ હોવુ
-૮)) અગ્નિ કોણના બેડરૂમમાં પૂર્વ તરફ મસ્તક રાખી ને શયન વ્યવસ્થા લેવી.
-૯)) અગ્નિ કોણમાં ટીનેજમાં થી પ્યુબર્ટી તરફ જતાં સંતાનોનો બેડરૂમ હોવો.
(આ વ્યવસ્થામાં નિવારણનો અવકાશ રહે છે. )
-૧૦)) ગાયનેક ડિસઓર્ડરથી મહિલા માટે નો રૂમ હોવો.
-૧૧)) એક્ઝેટ આગ્નેય કોણમાં ટોઈલેટ -બાથરૂમ હોવા
-૧૨)) આગ્નેય કોણમાં રીડીંગ કે રાઈટીંગ ટેબલ હોવુ
(આ વ્યવસ્થામાં ફેરફારનો અવકાશ રહે છે. )
-૧૩)) આગ્નેય કોણમાં જુગાર કે રમવું
-૧૪)) આગ્નેય કોણના રૂમમાં અમુક ''ખાસ'' પ્રકારના દસ્તાવેજ રાખવા
-૧૫)) આગ્નેય કોણમાં વહીવટી કબાટ હોવો. (વિપરીત દિશામાં ખુલતો)
-૧૬)) આગ્નેય કોણમાં બંધ હાલતમાં બગડેલી હાલતમાં ઈલેકટ્રોનિક કે મેકેનિકલ વસ્તુઓ હોવી.
-૧૭)) આગ્નેય કોણમાં પશ્ચિમ કે દક્ષિણ તરફ મુખ રહે તેવી બેઠક વ્યવસ્થા હોવી (ખાસ કરીને સ્ત્રી વર્ગ માટે)

પરિસરમાં ગ્રાઉંડ ફ્લોર પર આગ્નેયમાં કિચન હોવા છતાં, પ્રથમ કે દ્વિતિય કે ત્તૃતિય માળે આવી કોઈ પણ વ્યવસ્થા સ્થિત હશે તો પણ વાસ્તુ દોષ શરુ થઈ જશે. જે દેખાવમાં અતિ નાની વ્યવસ્થા છે જે સમયાનુસાર અને શુક્રની દશા-મહાદશા-અતર કે પ્રત્યતર દશા અનુસાર રોલ ભજવ્યા કરશે. આવુ જ મંગળની દશા માટે છે. તેમજ વાસ્તુ-દોષના સમય સાથે પણ કાર્યશીલ થતી રહેતી હોય છે, બન્ને રીતે વાસ્તુ-લાભ અને વાસ્તુ-દોષ. યથામતિ ઉપરોકત સુત્રો પર વિચાર વિમર્શ કરવો. અને આ બધી વ્યવસ્થા સ્ત્રીના સર્વાંગ આરોગ્ય માટે કોઈના કોઈ રૂપે તકલીફ દેય છે.

આ કોણ અંગે કેટલીક વિશિષ્ટ વાત.

-૧)) નવ વિવાહિત યુગલ માટે આ રૂમ વાસ્તુ શાસ્ત્રની દ્ર્ષ્ટીએ વર્જ્ય છે. અગર આ વ્યવસ્થા લેવી પડે તેમ હોય તો વેદીક વાસ્તુ-તજજ્ઞની પરામર્શ અચુક લેવી.
-૨)) શાસ્ત્રોકત આ કોણમાં રૂમ હોઈ તો સીલીંગમાં મિરર જેવુ કે રીફ્લેકટીવ ડેકોરેટીવ્ઝ અવશ્ય ત્યાગવા. (નવ-પરિણીતો માટે ખાસ)
-૩)) લગ્ન સગાઈ જેવી મેટરમાં વિલંબ થતુ હોય તેવી યુવતિઓ માટે આગ્નેય કોણનો બેડ રૂમ યોગ્ય નથી.

-૪)) વિજ્ઞાપન, કલા, સંગીત, પરફોમીંગઆર્ટ, ઈન્ટરનેટ કે આઈટી કે ઈન્ફ્લેમેબલ પ્રોડકડ, હોટેલ રેસ્તોરાં, ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોડકટ ક્ષેત્રે રહેલા લોકોએ તેના આવાસમાં રહેલા આગ્નેય કોણમાં દોષ તેમજ ઉપરોકત વ્યવસ્થાથી ખાસ ચેતતા રહેવુ.


અપૂર્ણમ-સંપૂર્ણમ
વધુ આવતા લેખમાં
પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯

સ્ત્રીઓની સમસ્યાઓ અને વાસ્તુ દોષ_____ (લેખ-ક્રમાંક --૧ ) પં. ડો. હિતેષ એ. મોઢા



આજ કાલ ટીવી અને અખબારની પૂર્તિમાં વાસ્તુશાસ્ત્ર અંગેના અનેક વિધ લેખની ભરમાર આવે છે. તેમાં જરુરી ટીપ્સ કે આવશ્યક પરંતુ ટુંકી માહિતી આપવામાં આવે છે. આટલી અપર્યાપ્ત માહિતીથી આખા વાસ્તુશાસ્ત્રનું આકલન ન થઈ શકે. તેમ જ આટલી ટીપ્સથી કોઈ પણ પરિસર વેદીક વાસ્તુ શાસ્ત્ર આધારીત નથી બની જતું.
વેદીક વાસ્તુશાસ્ત્રમાં સ્ત્રીઓનો વિકાસ/સુરક્ષા અને સ્ત્રીઓના આરોગ્ય માટે અગ્નિ કોણ ને સર્વ શ્રેષ્ઠ દર્શાવ્યો છે, અગર આ કોણમાં વેદીક વાસ્તુશાસ્ત્ર આધારીત કુલ ક્ષેત્રફળના માપ, પરીસરના માપ-કદ આધારીત રસોઈઘર હોય તો. ઘણી વાર આના વિપરીત કોણમાં પણ રસોઈ ઘર હોય છે. જે વાસ્તુશાસ્ત્રમાં ફકત નિષિદ્ધ જ નહિ બલ્કે પ્રચંડ વાસ્તુ-દોષનો કારક પણ માનવામાં આવે છે. અગ્નિ કોણ માલિક ગ્રહ શુક્ર છે. (ઓજસ) તત્વ મૂળ મહાભુત અગ્નિ તત્વ છે, જાતિ સ્ત્રી છે. કોણ બહારના દેવતા/ક્ષેત્રપાલ વિદ્યારીકી છે. કોણની અંદરના દેવતા ધૂમ છે.
મંડલયોજન/પદવિન્યાસના અનેક પ્રકાર છે. ''માનવ શિલ્પ-ગૃહ શિલ્પ'' માં તેના મુખ્ય પ્રકાર ''પરમસાયિકા'' મંડલ યોજન માં અગ્નિકોણમાં કુલ નવમાંથી સાત(૭) જેટલા મુખ્ય પદ(Grid)માં દેવનો વાસ છે. જેને પૌરાણિક લોકો દેવતા તરીકે પણ ઓળખે છે, અને માને છે. સુક્ષ્મ અભ્યાસના અંતે અગ્નિ કોણના તમામ દેવતાઓ એક ઉર્જા સ્વરૂપ જ છે. જેમાં થી આધુનિક વિજ્ઞાન બે પ્રકારના સૂર્યના કિરણોને આઈડેન્ટીફાય કરી શકયુ છે. (ફકત આ અગ્નિ કોણ માટે જ)
સ્ત્રીઓ માટે આ કોણ જ સર્વશ્રેષ્ઠ શા માટે કહેવામાં આવ્યો તેના માટે એક સ્વતંત્ર લેખ આગામી સમયમાં રજુ કરીશ.
અગ્નિ કોણમા રહેલી કઈ કઈ વ્યવસ્થા કેવો પ્રભાવ આપે છે, તે અંગે વેદીક વાસ્તુશાસ્ત્રનું વિહંગાવલોકન.
--૧) રસોઈઘર---- અગર અગ્નિ કોણમાં પૂર્વાભિમુખ ન હોય તો વાયવ્ય કોણમાં પશ્ચિમાભિમુખ હોવુ જોઈએ પરંતુ આગ્નેય કોણ ૯૦ અંશનો બનતો હોવો જોઈએ. અન્યથા સ્ત્રી-વર્ગમાં કાયમ માટે બીમારી રહેવા સંભવ અથવા આગ-જની અકસ્માતની પૂરેપૂરી સંભાવના.
--૨) પરિસર અને આવાસના અગ્નિ કોણમાં પાણીનો બોર/કુવો/વાવ અથવા ઓવર દ હેડ વોટર ટેન્ક હોય તો સ્ત્રીઓ સાથે બાળકોને પણ બીમારીના યોગ. મોટા ભાગના કેસમાં સ્ત્રીઓને અસાધ્ય બીમારી પણ જોવા મળી છે. ઓવર દ હેડ ટેન્ક વાળા રસોઈઘરમાં સ્ત્રીઓના અકસ્માતે મૃત્યુ પણ જોવા મળ્યા છે.
--૩) અગર રસોઈઘર દક્ષિણદિશામાં દક્ષિણાભિમુખ હોઈ તો સ્ત્રી-વર્ગ સાથે ઘરના અન્ય સદસ્ય પણ અસાધ્ય બીમારીનો ભોગ બનવા સંભવ. તેમજ ગાયનેક પ્રોબ્લેમ રહેવા સંભવ.
-૪) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા સ્ત્રીનો મૂડ ચેન્જેબલ રહ્યા કરે છે.
-૫) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા હોર્મોન્સ/સેક્રેશન્સમાં ભરતી-ઓટ જેવુ અંસુતલન જોવા મળતુ થઈ જાય છે.
--૬) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા, લગ્નેતર સંબંધો ની શકયતાઓ પણ નકારી શકાતી નથી.
--૭) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા દાંમ્પત્ય જીવનમાં માનસિક ત્થા શારીરિક વિસંવાદિતા સર્જાય છે.
--૮) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા મિસકરેજની સંભાવના રહે છે.
-૯) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા નોકરીયાત મહિલાઓ કે બિઝનેશવૂમન માટે પ્રોગેસ/પ્રમોશન દુર ચાલ્યો જાય છે. સાથે ધન હાનિ કે બેન્ક્રપ્સી જેવા યોગ પણ સર્જાતા જોવા મળ્યા છે.
-૧૦) આગ્નેય કોણમાં બેડ-રૂમ હોઈ અને પૂર્વાભિમસ્તક શયન વ્યવસ્થા હોય અને એક્ઝેટ અગ્નિકોણમાં ટોઈલેટ હોય તો સીવીયર બ્લીડીંગ્સ અને અસંખ્ય નાની મોટી બીમારીનો સામનો કરવો પડે છે.
-૧૧) અગ્નિ કોણનો બેડરૂમ નવ પરિણિત માટે નિષિદ્ધ છે. અગર, આ રૂમ નવ-પરિણિતને એલોટ થયો હોય તો સેક્સ સંબંધિત સમસ્યા કે કુછંદનો ભોગ બનવા સંભંવ. નોર્મલ કપલ પણ અહિ સેક્સને લઈને એબ્નોર્માલીટીઝનો અનુભવ કરવા લાગે છે.
-૧૨)વયસ્ક નવયુવતિ માટે પણ આ કોણનો બેડરૂમ નિષિદ્ધ છે. કારણ યુવતિઓમાં સ્યુડોઈગોઈઝ્મ, વાહિયાત જીદ, અંધધાર્મિકતા આવવા સંભંવ. અથવા જે તે પંથ કે સંપ્રદાય કે ફિરકા ના બ્લાઈંડ ફોલોઅર બની જતા વાર નથી લાગતી. તેમાંથી જીવન ભર મુકત પણ થઈ શકતા નથી.
-૧૩) અગ્નિ કોણમાં બેડરૂમ હોતાં, અને સ્ત્રી-જાતકની જન્મ કુંડલીમાં પંચમ સ્થાને સ્વગૃહી ગુરુ અથવા શુક્ર હોય, અથવા સપ્તમ સ્થાને સ્વગૃહી ગ્રહ બાધક કે કેન્દ્રાધિશ દોષ યુકત થતો હોવાથી વિલંબથી સંતાન યોગ, નો, કોઝ સ્ટરીલીટીઝ નો યોગ કે હિનાંગ/ બીમાર/ મૃત સંતતિ જન્મવાના યોગ બને છે.
-૧૪) દક્ષિણ અગ્નિ કોણ નો પ્રવેશ હોતા અનેક વિધ બીમારીનો ભોગ બનવુ પડે છે.
-૧૫) દક્ષિણ અગ્નિ કોણ નો પ્રવેશ હોતા અવૈધ સંબંધ કે આવા સંબંધને લઈને મર્ડર મિસ્ટરી જેવા યોગ પણ સર્જાય શકે છે.
-૧૬) દક્ષિણ અગ્નિ કોણનો પ્રવેશ હોતા કન્યા સંતતિ અધિક જોવા મળે છે, તેમજ કન્યા સંતતિઓ મુશ્કેલીઓ આવવા સંભંવ.
-૧૭) દક્ષિણ અગ્નિ કોણનો પ્રવેશ હોતા પરિવારની એકાદ કન્યા ને લગ્ન ભંગ થવા સંભંવ.
-૧૮) દક્ષિણ અગ્નિ કોણનો પ્રવેશ હોતા લગ્ન કે સગાઈ જેવી મેટરમાં વિલંબ અથવા લગ્ન કે સગાઈ ન થાય તેવી પરિસ્થિતીઓ પણ જોવા મળે છે.
અગર સ્ત્રી જાતકની જન્મ કુંડલીમાં દ્વાદેશ કે એકાદશમ, દસમ કે ષષ્ઠમ સ્થાને સ્વગૃહિ મંગળ થતો હોય, અથવા આ સ્થાન પર શુક્ર સ્વગૃહિ થતો હોય અથવા આ સ્થાન પર મંગળ કે શુક્ર ને લઈ નીચ-ભંગ રાજયોગ થતો હોય તો, આવા જાતકો અગ્નિ કોણના વાસ્તુ દોષમાંથી મુકત રહી શકે છે.

અપૂર્ણમ-સંપૂર્ણમ ----વધુ આવતા લેખમાં
ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯