વેદીક જ્યોતિષ અનુસાર રાહુ ને છાયા અને માયા નો અને કાયમી સ્થિતતાનો પ્રતિનિધિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તો ક્યાંક તંત્ર-તાંત્રિક તરીકે પણ. તો ક્યાક રહસ્યમય બાબતો કે અગગનિગમ અને ગોચર-અગોચર વિશ્વ નો કારક પણ માનવામાં આવે છે. મનોભાવ અને મનો સ્થિતી ના કારક સ્વામી ગ્રહ ચંદ્ર સાથે ગ્રહણ-યોગ બની મોટા માગે દુષિત ફળ આપે છે. તો તેમ અમુક ભવન અને ભાવ સ્થિતીમાં અતિ લાભદાયી ફળ આપે છે. જે જન્મકુંડલીના અભ્યાસ પછી કહી શકાય.
રાહુ એટલે અ-વાસ્તવવાદી રહસ્યો, અદ્વેત-દર્શન. અને જેમાં જમીની સત્ય ન હોય તેવી કલ્પના, પરિકલ્પના, વહેમો, કાલ્પનિક ચિંતા. અને, અભિનય, અને આભાસી મનોભાવને આબાદ દર્શાવતો ગ્રહ એટલે રાહુ. મોટા ભાગના કુંડલીના અભ્યાસથી એક તારણ પર આવી શકુ છું. કે રાહુપ્રધાન વ્યક્તિ અતિ વ્હેમીલી અને અંધ શ્રધ્ધાની દુકાન હોય છે. ધુપધુવાડાઓ, ભુવાભારાડી, ગારુડીઓ, મદારીઓ, તંત્ર મંત્ર માં થી ઉચી જ નથી આવતી. આવી ન સમજાય તેવી બાબતોમાં કાયમી લીન હોય છે.
તેમજ નાગ ને કે વિષ સંબંધિત જાણકારી ને તેને અભિભુત સૌથી વધુ થતી વ્યક્તિઓ એટલે રાહુ પ્રધાન. આવા જાતકોમાં ગ્લેમરસ, એજીંગ, કાયમી યંગ દેખાવાના યત્નમાં મન ફાવે તેવી ફેશન કરવી કે વિચિત્ર પ્રકારના ચાંદલા કરવા કે બોડી પેઈન્ટ કરવવા, એ રાહુપ્રધાન વ્યક્તિઓનુ એક પ્રબળ મેનિફેશન છે. રાહુ પ્રધાન વ્યક્તિઓ સૌથી વધુ બ્રીલીયંટ હોય છે, પરતુ તેઓ નેગેટીવ આસ્પેક્ટની કગાર પર ઉભા હોય છે. ક્યારે તેને એડોપ્ટ કરી ને ગુનેગાર બની જાય તેનુ કોઈ નક્કી નથી હોતુ. આથી જ જ્યોતિષના અતંર્ગત આવતી સંહિતા વાસ્તુ શાસ્ત્ર માં નૈઋત્ય કોણ ને સૌથી વધુ મહત્વમાં આપવામાં આવ્યુ છે, અને આ કોણને પરિસર કે બાંધકામ ૯૦ અંશનો ઈન્ટેક અને ઈન્ટીગ્રેટેડ રાખવાનુ ખાસ સુચન કરવામાં આવ્યુ છે.
છળ કપટમાં રાહુ ને કોઈ ગ્રહ પહોંચી ન શકે. રાહુ પ્રધાન વ્યક્તિઓ શુક્ર પ્રધાન વ્યક્તિઓ પાસે જ તેનુ માથુ નમાવે છે. આમે પણ પૌરાણિક કથાઓ અનુસાર દાનવો ના ગુરુ એટલે શુક્ર. આથી અભિનય-રંગમંચ ક્ષેત્રે હમેંશા બે પ્રકારના વર્ગો જોવા મળશે, એક શુદ્ધ શુક્ર પ્રધાન. ઉ.ત. અમિતાભ બચ્ચન(શુક્ર) વર્સીસ શાહરૂખ (રાહુ)... ઈલિયારાજા(શુક્ર) એઆર દીલીપ (રાહુ) એસજે-રફીસાબ (શુક્ર ) અનુ મલ્લિક -સોનુ (રાહુ). શુક્ર પ્યોર ક્રિએટીવીટીનો કારક છે તો જ્યારે રાહુ તેની બેઠી નકલ કે ઉતારાનો કારક. એક મધ તો બીજો સેક્રીન.
રાહુથી થતા મેજર દોષ જેવા કે નૈઋત્ય કે પિતર દોષ , પુતનાય દોષ. આના માટે ઉપરોકત સુચન અતિ અગત્ય નુ છે. તેમ મકર રાશિનો રાહુ કેન્દ્ર સ્થાને પ્રબળ રાજયોગ આપે છે, તેમ નેષ્ટ સ્થાન (છઠુ કે બારમુ)મા રહેલ રાહુ થી થતો રાજ-સિંહાસન યોગ. આ તેના પ્રબળ યોગ છે જે પોઝીટીવ હોતા. અગર નેગેટીવ ટ્રેક પર ચાલે તો રાહુ સમાંતર સરકાર પણ ચલાવી જાણે છે. તેમ ઉદ્યોગ-વ્યવસાય-વ્યાપાર ક્ષેત્રે પણ રાહુની ભુમિકા એટલી જ અગત્યની હોય છે.
વ્યવસાય વ્યાપાર ક્ષેત્રે
-૧) ફાર્મસી. ફાર્માસીસ્ટ, વિષૈલા રસાયણોનો વ્યાપારી કે ઉત્પાદક . જંતુ નાશક દવાઓનુ વેચાણ કે ઉત્પાદન.
-૨) ફોરેન્સીક લેબ ટેકનિશ્યન કે તેનો પ્રોફેસર. આ ફેકલ્ટી આખી રાહુ પ્રધાન છે. (અહિ રાહુની ભુમિકા જોરદાર રહે છે.)
-૩) વિષવિજ્ઞાન
-૪) રી-સાઈક્લીંગ
-૫) અભિનય અને ચિત્ર જગતને રીલેટેડ અને એશોશિયેટ બિઝનેશ.
-૬) એક્ટીંગ સ્કુલ
-૭) સી/ડી ગ્રેડની ફિલ્મ નિર્માણ અને હોટેલ્સ.
-૮) રેક્ડી રેસ્તોરાં કે લારી ગલ્લા પર ફુડ બિઝનેશ
-૯) લોટરી, સટ્ટો, સ્ટોક એક્સચેન્જ. કેસીનો, જુગાર
-૧૦) પવન ઉર્જા, કોલસો અને અન્ય મિનરલ્સ થી ઉત્પાદન થતી ઉર્જા.
-૧૧) ખાણ. હિરાની ખાણ કોલસાની ખાણ થી લઈ તેનો વ્યવસાય.
-૧૨) નાના વિસ્તારમાં જનરલ મર્ચન્ટ.
-૧૩) દક્ષિણ ભારત કે એશયાઈ-ઓસ્ટ્રે બેલ્ટ પર ટ્રેડીંગ
-૧૪) વાયવ્ય ના દેશો સાથે ટ્રેડીંગ .
આ ઉપરાંત મોટા ભાગના ક્ષેત્રોમાં અલગ અલગ વિભાગો માં અમુક ચોક્ક્સ ભુમિકા છે રાહુ કે રાહુપ્રધાન વ્યક્તિઓની. અને આવી વ્યક્તિ જ આવા જ ક્ષેત્રોમાં સફળ રહે છે, ઉત્પાદકતામાં વધારો કરી જે તે ક્ષેત્ર ને ફળદ્રુપ રાખે છે.
ફળદ્રુપતાની વાત આવી છે કે હુમન બોડીમાં પણ રાહુ(કેતુ) નો અમુક પ્રકારની નપૂંસકતા અને વંધ્યત્વમાં મેજર રોલ છે. તેની વિશદ ચર્ચા આગામી લેખમાં.
રાહુની શાસ્ત્રોત બાબતો અને વ્યક્તિત્વની ચર્ચા આગામી લેખમાં
અપૂર્ણમ-સંપૂર્ણમ
અપૂર્ણમ-સંપૂર્ણમ
પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭- ૯૧૭૩૩૮૮૨૭૯