Saturday, October 15, 2016

સબ = (શબ્દ યાત્રા ) પં.ડો હિતેષ એ. મોઢા



આ ઉર્દુ શબ્દ પણ  ફારસી છે. સબ  અર્થાત =રાત્રી. સપનુ.  સંસ્કૃતના સ્વપ શબ્દ પર થી જુની ઈરાનીમાં સ્વ્પ જેવો શબ્દ બન્યો, મધ્ય ઈરાનીમાં સ્વ્બ અને આખરે સબ બન્યો. સંસ્કૃતમાં સ્વપ-સ્વપન = ઊંઘ, નિંદ્રા, સમણુ આડા પડવુ. આરામ કરવો,  સૂઈ જવુ જેવો થાય છે. 







પં.ડો હિતેષ એ. મોઢા






સબ્ઝ - sabz (શબ્દ યાત્રા ) પં.ડો હિતેષ એ. મોઢા



સબ્ઝ = લીલુ, લીલો રંગ, તાજુ, ચોખ્ખુ. હરિયાળુ, સબ્ઝી= લીલા પાન વાળી શાકભાજી. આ શબ્દ સંસ્કૃતના સ્વચ્છ શબ્દ પર થી બન્યો છે, જુની ઈરાની માં સ્વ્બઝ, સ્વ્પઝ જેવો શબ્દ હતો. જે આગળ જતા સબ્ઝ થઈ ગયો. સંસ્કૃત સ્વચ્છ નો અર્થ પણ ચોખ્ખુ, તાજુ, નિર્મળ જેવો થાય છે. 



પં.ડો હિતેષ એ. મોઢા

સર્દ-સર્દી ( શબ્દ યાત્રા ) પં.ડો હિતેષ એ. મોઢા

 
સર્દ-સર્દી શબ્દ મૂળે ફારસી છે ફારસીમાં જુની અવેસ્તન ફારસીમાં સરત (sarat) જેવો શબ્દ હતો, અને મધ્ય ફારસી સર્ત, સ્લ્ત, જેવો શબ્દ અને તેની આસપાસની તમામ બોલી ભાષામાં ૧૮-૨૦ ના ફેરફાર સાથે આ શબ્દ બોલાતો હતો.  (શબ્દ લિપ્યાંતર દો ના કારણે ઉદભવ્યો છે શરદ નુ સરત)

સર્દ-સર્દી = ઠંડુ અને ઠંડી જેવો થાય છે.  આ શબ્દ પણ મૂળે સંસ્કૃતનુ કરપ્ટેડ ફોર્મ છે.  વેદીક જ્યોતિષ અનુસાર ૬ ઋતુ માંની અને છેલ્લી,  વર્ષા પછીની ઋતુ એટલે શરદ. ઈસ્ટ-વેસ્ટ ના ટાઈમ ઝોન અને ભૌગોલિક તફાવત ના કારણે આ સમયે ઈરાનમાં ઠંડી શરુ થઈ જતી  તેમ જ તેના પંચાગમાં બે મહિનાનો તફાવત હતો.  આ કારણ થી ઠંડી -ઠંડા ને સરત કહેતા. બીજો સંસ્કૃત શબ્દ છે,  ''શીત''  આના પર થી પણ ''સરત'' બન્યો હોય !!!!!!!!!!!!!


પં.ડો હિતેષ એ. મોઢા