Wednesday, September 28, 2016

કારોબાર કે કારભાર (શબ્દ યાત્રા) ડો. હિતેષ એ. મોઢા




--કારોબાર કે કારભાર (શબ્દ યાત્રા)
--કારવાં ( શબ્દ યાત્રા )



આજે આપણો કારવાં ઉપડે છે રાજસ્થાનના રણથી લઈ ને વાયા ઈરાન અને છેક સિલ્ક રૂટ યાને રેશમીયા મારગ પર..... '' કારવાં '' એટલે કાફલો, વણઝાર, સીધી લીટીમાં યાત્રા કરતા વાહનો-માણસોની હાર. આ શબ્દ લોક-બોલીમાં રૂઢ હતો. અવેસ્તન ઈરાની દારી, પાર્થિયન તથા વાયવ્ય તરફ બોલાતી તમામ ભારતિય પ્રાકૃતમાં.... સિલ્ક રૂટ અને રણ પ્રદેશમાં માલ-સામાનની લાંબી હેરફેર માટે, ઊંટ એ ઉપયોગી પ્રાણી,આ સમયે ઊંટ સમેટ ઊંટ ગાડીનો ઉપયોગ થતો હતો. સંસ્કૃતમાં ઊંટ ને ''કરભ '' પણ કહે છે.અને ઊંટગાડી ને ''કરભયાન'' તથા ''કરભવહન '' ઊંટો/ઊંટ ગાડીની હારમાળા જોઈએ ઈરાનીઓ બોલવા લાગ્યા ''કારભાન,કરભાયન, કારભા્ર, '' આમ કરતા આ શબ્દો ઘસાતો ચાલ્યો. અંતે કારવાં બન્યો. ટુંકમાં ઊંટ કે ઊંટ ગાડીની કતાર માટે કારવાં વપરાવા લાગ્યો,  સાથે કોઈ પણ પ્રકારની કતાર કે વણજાર, હાર માટે પણ 'કારવાં ' બોલાવા લાગ્યો.  તેમજ વહીવટ માટે  વપરાતા શબ્દો જેવાં કે કારોબાર કે કારભાર શબ્દ પણ આ કરભયાન ની જ દેન છે.

વાહનોની હારમાળા માટે કારવા, કારવો શબ્દ લોકોમાં પ્રિય ને પ્રચલિત થઈ ગયા. આ શબ્દ છેલ્લા બે હજાર થી વધારે વર્ષ થી અસ્તિત્વમાં આવ્યો છે. ભારતના મોટા ભાગના પ્રદેશમાં પ્રચલિત હતો. કારણ આ શબ્દ વ્યાપાર સાથે સંકળાયેલો હતો, તેમ જુના ઈરાની કાવ્યમાં સૌદર્ય બની બેસી ગયો જે આજ દિવસ સુધી જોવા મળે છે.

આ શબ્દ ઈરાન થી અનેક પ્રદેશમાં જાય છે રોમ ઈટાલી, ગ્રીક, ફ્રાંસ યુરોપના અમુક પ્રદેશ સુધી. ત્યાં કેરેવાન, જેવા શબ્દો બને છે. અને સોળમી સદીમાં ઈંગ્લીશ ભાષામાં કાર પણ બને છે, અને વેન પણ બને છે. વેન વ્હીકલના ભારે પર્યાય રૂપે બોલાય છે લખાય છે, ચર્ચાય છે.

મિત્રો, સંસ્કૃત ભાષાનો કરભ યાન ક્યાં મુહર્તે નીકળ્યો હતો!!! કે હજુ પણ ચાલે છે, અને ચાલતો રહેશે.

પં. ડો. હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com


ઝબરદસ્ત (શબ્દ યાત્રા)__ પં. ડો. હિતેષ એ. મોઢા






ઝબરદસ્ત (શબ્દ યાત્રા)



આ શબ્દ ઘણા સૈકાઓથી ભારતમાં વસી ગયો છે, ચાલો આજે આ ''અદભૂત'' ''ફેન્ટાસ્ટિક '' ની યાત્રા કરી વિસ્મિત થઈ એ, આ શબ્દ મૂળે ઈરાની ભાષાનો છે. જ્યારે ઈરાનના સુવર્ણ કાલ હતો ત્યારે ત્યાં પાંચ મુખ્ય બોલી પણ હતી.

ઝબરદસ્ત = અમેઝિંગ, સરપ્રાઈઝ્ડ, અદભૂત, મોટુ. વેગીલુ, ચડીયાતુ, વિગોરીયસ, આ શબ્દનુ ગોત્ર પણ હોમ લેન્ગવેજ સસ્કૃત જ છે. સંસ્કૃતમાં જવ= એટલે વેગ, ત્વરા, ઉતાવળ. તીવ્ર ગતિ. તેના પર થી ઝબર શબ્દ બને છે, જેનો અર્થ ટોપ, અપર કે સુપીરીયર કે વેગીલુ. દસ્ત શબ્દ સંસ્કૃતના હસ્ત પર થી જ બને છે, જુની ઈરાની દહસ્ત જેવો શબ્દ પણ છે. આ બન્ને શબ્દોનું સંયોજન એટલે ઝબરદસ્ત. આ દસ્ત પર થી અનેક શબ્દો આવ્યા છે જેમ કે દસ્તક, દસ્તાના, દસ્ત, દસ્તુર. મર્વદસ્ત વગેરે ........ ઈરાનીની બીજી ભાષા પશ્તુનમાં પણ આ શબ્દ ની વ્યુત્પતિ છે, તેમા ઝબા+ દસ્ત = ઝબા= જીભ, ભાષા, વાણી, + હાથ = બોલેલુ પાળી બતાવુ કે વચન. જેવો અર્થ થાય છે. પરંતુ આ વ્યુત્પતિ પાછળથી આવી છે એ પહેલા ઝબરદસ્ત શબ્દ વ્યવહારમાં આવી ગયો હતો. આજે આપણે સહુ જબરજ્સ્ત કે ઝબરદસ્ત કે જબરદસ્ત બોલીએ છીએ. પરંતુ જાસ્તી કે જ્યાસ્તી ને આ શબ્દ સાથે કોઈ સંબંધ નથી.

આપણી પ્રાકૃત ભાષાઓ માં પણ ઝબરો કે જબરો જવરો જેવો શબ્દ જોવા મળે છે તે પણ ''જવ'' શબ્દની જ દેન છે. અને આજ શબ્દ પર જવનિકા કે જવન શબ્દ બન્યો જે નાટય મંચના નૈપથ્યમાં વપરાત પડદા માટે વપરાતો, યાને ત્વરાથી પડદો પડે ને નૈપથ્યમાં રહેલુ દ્રશ્ય આંખના પલકારે બદલાય જતું. આ ગતિ /ત્વરાને લઈ ને પડદો શબ્દ બન્યો હતો. જેને પાછળ યવનિકા બનાવી કેટલાક કહેવાતા મૂર્ધન્ય મૂર્ખશિરોમણી એ યવન ગ્રીક સાથે જોડી દઈને કહેવા લાગ્યા હતા, કે આ શબ્દ તો ગ્રીક ભાષામાંથી અને સિકંદર ના સમયે પોસ્ટ સિકંદર કે મૌર્ય વંશ વગેરે વગેરે વગેરે, પરંતુ, આ એક તદન  કોરી કલ્પના હતી. એક ગપગોળાથી વિશેષ કશુ જ નહિ.

પં. ડો. હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com






નમાઝ (શબ્દ યાત્રા ) __ પં. ડો હિતેષ એ. મોઢા

નમાઝ (શબ્દ યાત્રા)

આ ઉર્દુ શબ્દ ફારસી(પહેલવી-ઈરાની) માં થી આવ્યો છે, નમાઝ શબ્દ સંસ્કૃત શબ્દ 'નમઃ'-- 'નમસ' પર થી અવતરીત થાય છે, પાકે-કુરાન માં (અરબી) નમાઝ માટે સલાહ (સલાત) શબ્દ છે. ભારત સમેત અગ્નિ એશયાઈ દેશોમાં આ ફારસી શબ્દ જ બોલાય છે.


પં. હિતેષ એ. મોઢા





www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com