Saturday, November 5, 2016

ટુર અને ટ્રીપ ____ એક શબ્દ યાત્રા.પં., ડો. હિતેષ એ. મોઢા

.
ટ્રીપ -Trip

થોડા દિવસ પહેલા અસવાર બની સવારી કરી, સફારી માણી અને કાલે ફરીથી કારવાં લઈ ને યાત્રા ચાલી નીકળ્યા. તો આજે ફ્રાસં અને રોમ તરફ જઈએ.... ટ્રીપ શબ્દ મૂળે યુરોપની ઘણી ભાષામાં ૧૮-૨૦ ફેરફાર સાથે જોવા મળ્યો છે, જેમાં ઓલ્ડ ઈંગ્લીશમાં treppen = હળવા પગલે ચાલવુ, એક પ્રકારનું નૃત્યુ, ઓલ્ડ ફ્રેન્ચમાં triper= hop હોપ, હળવો ઠેકડો, નૃત્યુ== જેમાં ગોળ રમવાનું અને પગને લાકડી અડાડી ને વર્તુળાકારે રમવુ. અને ઓલ્ડ જાર્મનિકમાં trippeln = ઝડપથી હળવા પગલે ચાલવુ અથવા દુર થવુ. આ સિવાય દસેક જેટલી યુરોપિય બોલીમાં ૧૮/૨૦ ફેરફાર સાથે ના જ અર્થ હતા. પરંતુ કોમન અર્થ હતો, એક પ્રકારનું નૃત્યુ અને હળવા પગલે ચાલવુ. આ શબ્દ મૂળે સંસ્કૃત ભાષાનો ત્રિપદી છે. જેનો અર્થ થાય છે, એક છંદ, નૃત્યુનો ેક પ્રકાર જેમાં બે પગ સાથે એક લાકડી હોય. તદુપરાંત, ત્રિપાય ઘોડી, ગાયત્રી છંદ અને હાથી, હાથીનો તંગ. આ શબ્દ રોમાની ભાષામાં જોવા મળે છે, અને આ પ્રકારનુ નૃત્યુ આ લોકોમાં સામાન્ય હતુ. કદાચ, આ શબ્દ રોમાની લોકોએ યુરોપ પહોંચાડયો હોય આ એક શકયતા કે અનુમાન છે, હવે જોઈએ આ શબ્દ ની નજીકના કોઈ નૃત્યુ તત્કાલિન ભારતમાં હતા કે નહિ ? -૧) સાત્ત્રિય, -૨) થિર્યાટ્ટમ -૩) ઠેય્યામ ૪) ત્રિપદીય ત્રિપદિકા જેવુ નૃત્યુ લોક કલ્ચરહતુ. સંસ્કૃત શબ્દ ''ધૈર્યનાટ્ટયમ '' નુ મલબારી-તામિઝીકરણ એટલે 'થિર્યાટ્ટમ'. આ નૃત્યુ જ ઓપન પ્લેસમાં થાય છે. ઈવન કરી શકાય છે. બનવા જોગ છે કે આ નૃત્યુ કરપ્ટેડ થઈ ગયુ હોય અને યુરોપ પહોંચ્યુ હોય !!!!!!!

નૃત્યુ એક પ્રકાર Trip બની કેવું નચાવે છે આખા જગતને.

ટુર -Tour

આ શબ્દ લેટિન અને ગ્રીક માંથી આવ્યો છે કે જુની ઈટાલીમાંથી આ બન્ને ભાષામાં ગયો છે, તે અનિશ્ચિંત છે. આ શબ્દ લેટિન અને ગ્રીક પહેલા પણ ત્યાંથી સ્થાનિક બોલીઓ માં હતો. torno =“I turn” મૂળ ક્રિયાપદ tornare છે. આ ક્રિયાપદ ના જ વિવિધ રૂપ યુરોપમાં ગયા છે. તેમાંનું એક રૂપ tour/tourn જુની ફ્રેન્ચમાં જાય છે. તેનો અર્થ થાય છે, એક ચોક્ક્સ જગ્યા એ બીજી ચોક્ક્સ જગ્યા એ જવુ/ગયેલુ. ભુતકૃદંત સર્વનામ અને વિશેષણ બની જતા Tour નામનો શબ્દ એ ઈંગ્લીશ ભાષામાં સ્થિત થઈ જાય છે. ફ્રોમ ઓલ્ડ ઈટાલીયન વાયા લેટિન, વાયા ફ્રેન્ચ. આ શબ્દ નું મૂળ સંસ્કૃત ક્રિયાપદ ''તૃ'' છે, જેનો અર્થ થાય છે ઓળગી ને જવુ, સમુદ્ર કે નદી કે એક સીમા પાર કરવી, તરી જવુ, આ શબ્દના ભુ.કૃ તિર્ણા પર થી ટોર્નેર/ટોર્નેર્ન.(tornare)

આના પર તિર્થ શબ્દ બને છે. સંસ્કૃતનો અર્થ ઉપરોકત ભાષા અક્ષરસ જોવા મળે છે. તેમ તર શબ્દ બને છે = ઓળગનારુ. પાર કરનારુ, જીતનારુ હોડી તરાપો, માર્ગ, ભાડું, ઉપરાંત આ 'તૃ' /તર પર થી અનેક શબ્દો સંસ્કૃત ઉપરાંત ભારતિય ભાષામાં ઉપલબ્ધ છે, પ્રચલિત છે.

અરે હાં ટાવર ટર્ન, ટર્નર ટીઅર ટોર્ન પણ શબ્દ આ શબ્દ પરથી જ ઉત્પન્ન થયા છે.

ગ્રીસ અને રોમ ના ઉદભવ પહેલા આ શબ્દ ભુમધ્ય મહાસાગર તરીને દક્ષિણ યુરોપમાં પહોંચી જાય છે. અને આખા વિશ્વને ટુરના નામે તરાવે છે.



પં., ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
જ્યોતિષ આર્યગૌરવપુરસ્કારવિભુષિત
યુનિવર્સીટી રોડ, રાજકોટ
વાઘેશ્વરી પ્લોટ,પોરબંદર
૯૧૭૩૩૮૮૨૭૯ -૯૮૭૯૪૯૯૩૦૭

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com