કર્ણાટક એ સંસ્કૃત શબ્દ છે. કર્ણાટ- ''કર્ણયો અટતિ ઈતિ કર્ણાટક '' 'કાનો મે ગુંજે એ કર્ણાટક ' આ એક વ્યંજનાત્મક યાને ઉપમાત્મક કોઈન વર્ડ છે. કાનોમાં ગુંજવુ એટલે મધુરતાનુ ઘ્રોતક છે. મધુરતા અર્થાત. વેદીક ગંધર્વનુ પાટનગર. આ પ્રદેશ કે ભાષામાં વેદીક શાસ્ત્રીય સંગીત, નૃત્યુ, એવમ અન્ય મંચીય કલા મુખ્ય ભુમિકા એ રહી. અને બીજા શબ્દોમાં કહીએ તો વેદીક શાસ્ત્રીય સંગીત ગીતની જન્મ ભુમિ. આથી સંસ્કૃત ભાષામાં આ પ્રકારની ઉપમા મળી. કર્નાટનો ઉલ્લેખ મહાભારત, ઈ.સ. ૪ થી કે ૭ સદીમાં થયેલા મહાન ગણિતજ્ઞ, જ્યોતિષજ્ઞ, ખગોળજ્ઞ એવા મિહિરે તેના પ્રમુખ ગ્રંથ બૃહત સહિંતામાં કર્યો છે. એવમ બૃહદસરીતસાગરમાં તથા પૈશાચી પ્રાકૃત ભાષા માં લખાયેલ બૃહદ કથામાં કર્ણાટ નામે ઉલ્લેખ થયો છે.
તેની કલાસિકલ ભાષા કન્નડ પણ કર્ણાટકનુ અપભ્રંશ રૂપ છે. ૧) કર્ણાટ-નાડુ, -૨) કરિનાડુ (કાળીમાટીનો પ્રદેશ) -૩) કપિતુનાડુ, (સુગંધનો દેશ) -૪) કર્ણ નાડુ.... આ ચાર શબ્દ પર થી કન્નડ શબ્દ અવતર્યો છે. તેમાંથી કર્ણાટનુ શોર્ટ ફોર્મ કર્ણ અને સ્થાનિય શબ્દ નાડ કે નાડુ ઉમેરી કર્ણાડુ કે કન્નાડુ , કર્ણાડ કે કન્નાડ જેવો શબ્દ બન્યા ની શકયતા વધુ છે, કારણ આજે દક્ષિણ બીન કન્નડ લોકો કર્ણાટક માટે કર્ણાડ કે કન્નાડ જ બોલે છે.
મિત્રો, આ શબ્દ યાત્રામાં દેવનાગરી લિપી ધારક ભાષીઓને અઘરી લાગતી બ્રાહ્મિ લિપીઓની ભાષા-શબ્દ વિશે વ્યુત્પતિ સંપન્ન થાય છે. તેલુગુ, મલયાલમ, તામિલ, તુલુ, અને આજે કર્ણાટક. આગામી લેખ દક્ષિણની પ્રાકૃત ભાષા વિશે.
પં., ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
જ્યોતિષ આર્યગૌરવપુરસ્કારવિભુષિત
યુનિવર્સીટી રોડ, રાજકોટ
વાઘેશ્વરી પ્લોટ,પોરબંદર
૯૧૭૩૩૮૮૨૭૯ -૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com