Saturday, January 21, 2017

કોફી સાથે kabab કબાબ ( એક શબ્દ યાત્રા) _____પં. ડો. હિતેષ એ. મોઢા



કબાબ શબ્દ મૂળે પહેલવી-ઈરાની નો છે, અને આજે અનેક ભાષા-દેશમાં ખુબ ટેંશથી આરોગાય છે.  આજે કબાબ શબ્દથી રેસીપી જાણીએ, કબાબ શબ્દનુ ઓરીજીન પણ સંસ્કૃત શબ્દ જ છે.  સંસ્કૃતમાં 'ક્વ' સારી પેઠે ખદ ખદી જાય ત્યાં સુધી ઉકાળવુ/સેકવુ/ભુંજવુ  જેવો અર્થ થાય છે. અને આના પર કવાથ જેવો શબ્દ મળ્યો તેમ જ કોફી શબ્દ નો પણ જનક/જનની શબ્દ છે. અરેબીક શબ્દ કાહવા (પાવર શક્તિ ઈલીકસર,  શક્તિ કૃત કરવુ ) . અરબીમાં  પહેલવીમાં પાકી ને આ 'કવ ' કાફા કે કાહા જેવો બને છે.

જુની ઈરાનીમાં ક્વ ના બે રૂપો જોવા મળે છે, ક્બ, કપ, અમુક ઈરાની કપ બોલતા હતા, આથી અરબીઓ  કફ કે કાફા જેવો શબ્દ ઈજાદ કર્યો કારણ અરબીમાં પ હતો જ નહિ. આ કવ યાને કબ પા્છળ  પહેલવીનો બહુ પ્રિય સફિક્સ આબ લગાડી ને એક નવી જ વાનગી પીરસી એ છે કબાબ.  આબ જનરલી વિશેષણ કે સર્વનામ બનાવવામાં વપરાતો, છેલ્લે આબ વાળા અનેકોનેક શબ્દ કહેવાતી ગુજરાતી અને હિન્દી ગઝલોમાં જોવા મળશે.  આફતાબ મહેતાબ મહેરાબ, કબાબ, ગુલાબ, જુલાબ, રૂઆબ, પંજાબ, દોઆબ, સવાબ, ઈજાબ, ખ્વાબ.  વગેરે વગેરે યાદી લાંબી થઈ જશે.

આબ પણ  સંસ્કૃત શબ્દ આપ/આપા પર થી બન્યો છે જેનો અર્થ થાય છે, પાણી. અને કોઈ શબ્દમાં સમૃદ્ધિ ને એનરીચમેન્ટ, કે પ્રચુરતા  દર્શાવવા આ શબ્દ નો સફિક્સ તરીકે ઉપયોગ કરવા લાગ્યા, આ શબ્દ આમ તો  દ્રશ્યજ શબ્દ મનાય છે જેથી અભિવ્યક્તિનુ એક સચોટ ચિત્ર માનસપટ્ટ પર ઉભરી આવે.