Monday, September 26, 2016

''એટલે પ્રેમ''. (ક્રમાંક --૬ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.



''..................... ''    એટલે પ્રેમ (ક્રમાંક -- ).... ડો હિતેષ એ. મોઢા


૨૫૧) અવ્યકત લાગણીની મૂક અભિવ્યક્તિ એટલે પ્રેમ   


૨૫૨) ફુલોનાં નગરમાં હવાની હવેલી એટલે પ્રેમ

૨૫૪) મહેંદીના લીલા છમ્મ પાંદમાં રાતી ટશર ફુટવી એટલે પ્રેમ

૨૫૫) ફુલોના મારગમાં ઝાકળનો વિસામો એટલે પ્રેમ

૨૫૬) ગરમાળાની હારમાળામાં પાલવનો છાંયડો એટલે પ્રેમ

૨૫૭)અપેક્ષા વિનાં ઝીણામાં ઝીણી લાગણીનું આજીવન જતન એટલે પ્રેમ

૨૫૮) ઝાકળથી ધબકારો ભીનો થવો એટલે પ્રેમ


૨૫૯) સુરીલી સ્રરગમમા મુક લાગણીનો લય સાંભળવો એટલે પ્રેમ

૨૬૦) હવાની પાલખીમાં ફુલોની શાહી સવારી એટલે પ્રેમ

2૬૧) સુરીલા સ્મરણનો મુક આહલાદ એટલે પ્રેમ

૨૬૨) પોયણા પર ઢોળાતો ચાંદ એટલે પ્રેમ

૨૬૩) લજામણીના ફુલથી મુગ્ધાનું કાવ્ય લખવું એટલે પ્રેમ

૨૬૪)પોયણામાં ચાંદનું ઓળઘોળ થવુ એટલે પ્રેમ

૨૬૫) સ્પર્શમાં ટેરવુ ત્રોફાવવું એટલે પ્રેમ

૨૬૬)
સાદનું પડઘાયને ટહુકો થવુ એટલે પ્રેમ
૨૬૭) અષાઢી મેઘમાં ચાતકની શ્રીંમતાઈ એટલે પ્રેમ

૨૬૮) સુરીલા સંવાદ સાથે મખમલી મૌનનો આહલાદ એટલે પ્રેમ

૨૬૯) અવ્યકત લાગણીનો પ્રતિસાદ એટલે પ્રેમ

૨૭૦) કાજળ લઈ શમણું ચિતરવુ એટલે પ્રેમ

૨૭૧) પાંપણમાં ચાંદને ઢબુરવો એટલે પ્રેમ

૨૭૨) શમણાની સફરમાં એટલે પ્રેમ

૨૭૩) પડઘાતા મૌનનું એકાંત એટલે પ્રેમ

૨૭૪) ભીની માટીની સોડમમાં હવાનો વસવાટ એટલે પ્રેમ

૨૭૫) જાગરણની રાતે સોણલાનો વરસાદ એટલે પ્રેમ

ચાંદ ઉગ્યો કે શીળુ જાગરણ એટલે પ્રેમ

૨૭૬)  શબ્દોની સરળતામાં અર્થોની વિશાળતા એટલે પ્રેમ

૨૭૭) કાજળની આંખે વરસાદી જાગરણ એટલે પ્રેમ

૨૭૮)વાચાળ લાગણીઓનું મૂક સમર્પણ એટલે પ્રેમ

૨૮૦) હૈયાના સાદનો વરસાદી આહલાદ એટલે પ્રેમ

૨૮૧) હૈયાની કંકોતરીમાં લાગણીની શરણાઈ ગુંજવી એટલે પ્રેમ 


૨૮૨) કુણી લાગણીમાં છપાતી કુમળી કંકોતરી એટલે પ્રેમ

૨૮૩)ભીની ભીની વનરાજીમાં ચંદન જેવો શીળો લેપ

૨૮૪)સમર્પણની અવાક લાગણી એટલે પ્રેમ

૨૮૫)ગાલે ગુલાબી શેરડા પડે તેવી મુગ્ધતા ફુટે એટલે પ્રેમ

૨૮૬)મૌનના નાદમાં લાગણીની સરગમ એટલે પ્રેમ

૨૮૭)શમણાની કેડીએ ચાંદનો સંયોગ એટલે પ્રેમ

૨૮૮)અવ્યકત સાદનો સુરીલો પડઘો એટલે પ્રેમ

૨૮૯)કોમળ ઠંડીમાં ઓળઘોળ થતી ધુમ્મસનો આહલાદ એટલે પ્રેમ

૨૯૦)ચાંદની રાતે દરિયાનું  શ્રીમંત થઈ જવું એટલે પ્રેમ

૨૯૧)ઝાકળના દસ્તાવેજ પર ફુલોના હસ્તાક્ષર એટલે પ્રેમ

૨૯૨)પ્રકૃતિના મારગમાં લીલીછમ્મ કેડી એટલે પ્રેમ

૨૯૩)જીવનના મારગમાં લીલોછમ્મ સથવારો એટલે પ્રેમ

૨૯૪)જીવનના મારગમાં પાલવ જેવો શીળો છાંયડો એટલે પ્રેમ

૨૯૫)પાંપણના શમિયાણે સતરંગી શમણાઓનો પડાવ એટલે પ્રેમ

૨૯૬)અવ્યકત લાગણીઓમાં હૈયાંનું ઓળઘોળ થવું એટલે પ્રેમ

૨૯૭) અવાક લાગણીની સુરીલી સરગમ એટલે પ્રેમ

૨૯૮) ગુલાબી જાગરણનો વાદળીયો અનુભવ એટલે પ્રેમ

૨૯૯) સમર્પણ ભાવનું પારિજાત એટલે પ્રેમ

૩૦૦)ઝાકળ ભીનાં ઘાસ પર પારિજાતની શૈયા એટલે પ્રેમ

ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ

''એટલે પ્રેમ''. (ક્રમાંક --૫ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.




''..................... ''    એટલે પ્રેમ (ક્રમાંક -- ).... ડો હિતેષ એ. મોઢા

૨૦૧) નાજુક ફુલો પર ઝાકળની કવિતા એટલે પ્રેમ

૨૦૨) કસુંબલ આંખડીમાં ગુલાબી જાગરણ ઘુંટવા એટલે પ્રેમ

૨૦૩) ભીતર શેરડીનો સાઠો ફુટવો એટલે પ્રેમ

૨૦૪) પાંપણના છાંયડે શમણાંનો વિસામો એટલે પ્રેમ

૨૦૫) હૈયાના સંવાદનો આંખમાં અનુવાદ એટલે પ્રેમ

૨૦૬) યાદના વરસાદમાં અનરાધાર ભીંજાવુ એટલે પ્રેમ

૨૦૭) તૃટક છુટક શ્વાસ પર સળંગ વિશ્વાસનુ સાતત્ય એટલે પ્રેમ

૨૦૮) ઓળઘોળ થતી લાગણીઓ પર લાગણીઓનુ ન્યોછાવર એટલે પ્રેમ

૨૦૯) મનગમતા મૌનનો મધુર કલશોર એટલે પ્રેમ

૨૧૦) ભીની માટીની મહેકથી હવાનું શ્રીમંત બનવુ એટલે પ્રેમ

૨૧૧)ખુદને  પરમાં પામવાનો પ્રવાસ એટલે પ્રેમ

૨૧૨)કાજળ વડે લાંબો ઉજાગરો લખવો એટલે પ્રેમ

૨૧૩) મીઠા જાગરણનો કાયમી પડાવ એટલે પ્રેમ

૨૧૪) મેઘધનુના મારગમાં મોરપીંછી મુકામ એટલે પ્રેમ

૨૧૫) સાંકડી શેરીમાં સુંવાળા સંભારણા એટલે પ્રેમ

૨૧૬) ઉંકરાંટીયા દિવસને વરસાદી સાંજનુ મિલન એટલે પ્રેમ

૨૧૭) વરસાદી આભમાં મેઘધનુષી ઉઘાડ એટલે પ્રેમ

૨૧૮) ભીના ભીના કંપનમાં મીઠા મીઠા સવેંદન એટલે પ્રેમ.

૨૧૯) ફુલોની લિપી વડે લહેરાતા પવનની કવિતા રચવી એટલે પ્રેમ

૨૨૦) એક સ્પર્શમાં સઘળા ટેરવાનું નિસાર થવુ એટલે પ્રેમ
 

૨૨૧) કંચવે મોર ચિતરાય ને રૂદિયે ટહુકો સંભળાય એટલે પ્રેમ

૨૨૨) પાલવની કોરમાં ભવો ભવનો છાંયડો ઍટલે પ્રેમ

૨૨૩) છાના પગલે ઝાંઝરનો ઝણકાર એટલે પ્રેમ

૨૨૪) હ્રદયના પાથરણામાં ટહુકાઓની પંગત એટલે પ્રેમ

૨૨૫) ઉર-ગવાક્ષમાં લાગણીના દિપ પ્રાગટય થવુ એટલે પ્રેમ

૨૨૬) મોઘમ ઈશારામાં લાગણીઓનો વિસ્તાર એટલે પ્રેમ


૨૨૬) ઝાકળ પર ફુલોની અંગડાઈ એટલે પ્રેમ 
 

૨૨૪) હ્રદયના પાથરણામાં ટહુકાઓની પંગત એટલે પ્રેમ

૨૨૭) પર્વત શિખરને વાદળનો મુલાયમ સ્પર્શ એટલે પ્રેમ

૨૨૮) ભીની ભીની ફોરમ સંગે નટખટ પવનનું નર્તન એટલે પ્રેમ

૨૨૯) ઉગતી પ્રભાતનુ ઝાકળથી માથાબોળ સ્નાન એટલે પ્રેમ

૨૩૦) અતરની સુગંધમાં ફુલોનુ અસ્તિત્વ એટલે પ્રેમ

૨૨૧) હૈયાની સાંકડી શેરીમાં આભની અનંતતાની અનુભુતિ એટલે પ્રેમ

૨૩૨) ટહુકાનો હિંચકામાં શ્વાસોનુ ઝુલવુ એટલે પ્રેમ

૨૩૩)ટહુકાનો હિંચકામાં રૂદિયાનો સેલાળો એટલે પ્રેમ

૨૩૪) ફુલોથી ઝાકળને શણગારવી એટલે પ્રેમ

૨૨૫) રૂદિયાની ડાળે લાગણીના હિંચકાંમાં ટહુકાનો સેલાળો એટલે પ્રેમ

૨૨૬) સાદ પાડયા પહેલા જ પડઘો પડે એટલે પ્રેમ
 

૨૨૭) મુક લાગણીનું જીણામાં જીણુ જતન એટલે પ્રેમ

૨૨૮) ગુલમહોરી ઉજાગરે ભીની ભીની ભોરનો સંગાથ એટલે પ્રેમ

૨૨૯) ગુલમ્હોરી ઉજાગરે ઝાકળ આંજવી એટલે પ્રેમ

૨૩૦) કાજળ આંજી  ઉજાગરાનુ અનરાધાર વરસવુ એટલે પ્રેમ

૨૪૧) જ્યાં શ્વાસ અને સાથ મોસમ બની જાય એટલે પ્રેમ

૨૪૨ ) શ્વાસમાં વાસંતી વાયરાનો સેલાળો એટલે પ્રેમ

૨૪૩) અજાણ્યા આહલાદમાં પડાવ ગુલાબી થઈ જવો  એટલે પ્રેમ

૨૪૪) મોરપિંછ લઈ ને ટહુકાઓનુ તોરણ બનાવવુ એટલે પ્રેમ

૨૪૫) મોરપિંછના ટોડલે ટહુકાઓનુ તોરણ એટલે પ્રેમ

૨૪૬) હૈયાની અટારીએ આભનો અનંત વિસ્તાર એટલે પ્રેમ

૨૪૭) ટહુકાઓથી આંબાવાડીનું શ્રીમંત થવું એટલે પ્રેમ

૨૪૮) વાંસતી વિસ્તારમાં ટહુકાઓ પામવા એટલે પ્રેમ

૨૪૯) લાગણીનો ગુલદસ્તો એટલે પ્રેમ

૨૫૦) ગરમાળાની ડાળે બપોર સોનેરી થઈ હિંચકે એટલે પ્રેમ

ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ


''એટલે પ્રેમ''. (ક્રમાંક --૪ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.



''..................... ''    એટલે પ્રેમ (ક્રમાંક -- ).... ડો હિતેષ એ. મોઢા



૧૫૧) ધરાની આંખે ઉજાગરો ને આભના હૈયે  ઝાકળ એટલે પ્રેમ 


૧૫૨) ચિન્હો વિનાના શબ્દો એટલે પ્રેમ

૧૫૩) અલંકાર વિનાના શબ્દોમાં ભાવોની જાહોજહાલી એટલે પ્રેમ 


૧૫૪) સાદગીમાં શૃંગાર પામવો એટલે પ્રેમ

૧૫૫) ઓઢણે ટાંકેલ કુંજલડીનો દેશ પામવો એટલે પ્રેમ 


૧૫૬) પાલવની કોરમાં ગરમાળાનો વૈભવ એટલે પ્રેમ  


૧૫૭) ગુલાબી ઠંડીના પ્રવાસમાં નટખટ કંપનનુ સામૈયુ એટલે પ્રેમ 


૧૫૮) કસુંબલ આંખડીમાં અમલ ઘોળવુ એટલે પ્રેમ


૧૫૯) ઋતુઓના અલ્લડ પણાનો આહલાદ એટલે પ્રેમ  


૧૬૦) આહલાદનુ અલ્લડ પણુ એટલે પ્રેમ  


૧૬૧) સ્પર્શના સંગાથે  ટેરવાની કાળજી લેવી એટલે પ્રેમ  


૧૬૨) કંઠે ભાવ અને શબ્દે શબ્દે સુરીલો સાદ એટલે પ્રેમ

૧૬૩)  પોચા વાદળ જેવુ મુલાયમ જાગરણ એટલે પ્રેમ

૧૬૪) નાજુક નાડા છડીમાં જીવતરના કોલ એટલે પ્રેમ   


૧૬૫)  શબ્દો વિનાની સંવાદિતા એટલે પ્રેમ  


૧૬૬) મુલાયમ જાગરણનો પોંપચે કાયમી વસવાટ એટલે પ્રેમ 

૧૬૭) ખરેલા પાનમાં ટહુકાનુ અસ્તિત્વ એટલે પ્રેમ  


૧૬૮) સ્વનું વિસર્જન  બાદ પરમનુ જતન એટલે પ્રેમ 



૧૬૮) સ્વના સામ્રાજયમાં તારુ સિંહાસન એટલે પ્રેમ  


૧૬૯) મોરપિંછમાં ગોકુલની ગલીઓ એટલે પ્રેમ

૧૭૦) શેરીમાં ચાંદ અને જાગરણની રાત એટલે પ્રેમ  


૧૭૨)
હ્રદયમાં ગુંજતા મધુર સંગીતની સરગમ એટલે પ્રેમ
૧૭૩) ઢળેલી આખે હ્રદયના કંપન એટલે પ્રેમ

૧૭૪) એક બુંદ ઝાકળ લઈ વરસતુ વાદળ લખવુ એટલે પ્રેમ  


૧૭૫ ) રૂમાલની ગડીમાં સંભારણાનો ઠસ્સો એટલે પ્રેમ  


૧૭૬) ગુલાબી કાગળ પર ગડબડીયા અક્ષર એટલે પ્રેમ

૧૭૭) મુઠી ભર ગુલાલમાં ભવોભવનુ વ્હાલ એટલે પ્રેમ  


૧૭૮) ફુલોની ફોરમથી મઘમઘતી હવાની હવેલી એટલે પ્રેમ 

૧૭૯) પોયણાને ચાંદનીનુ આલિંગન એટલે પ્રેમ   


૧૮૦) સ્પર્શની સમૃધ્ધિમાં ટેરવાંની મિરાત એટલે પ્રેમ   


૧૮૧) તડકો આંજી પાલવ ચિતરવો એટલે પ્રેમ  


૧૮૨) હૈયું દઈને હૈયું પામવાનો હૈયે ઉત્સવ એટલે પ્રેમ  


૧૮૩) પાંપણના ઝુલા પર મોરપીંછી શમણાનુ હિંચકવુ એટલે પ્રેમ  


૧૮૪) ઝાકળ લઈ લાગણીનુ જતન કરવુ એટલે પ્રેમ   


૧૮૫) વાદળના વ્હાલમાં આભનું વિસ્તરવુ એટલે પ્રેમ   


૧૮૬) ગરમાળાની શીરે ઉનાળુ તડકા જેવુ મિલન એટલે પ્રેમ  


૧૮૭)  પાલવની યાદમાં છાંયડા ઉછેરવા એટલે પ્રેમ   


૧૮૮) મૌનના પડઘામાં લાગણીનો સાદ એટલે પ્રેમ   

૧૮૯) રૂદિયે રૂપાળો ખયાલ અને હાથમાં મઘમઘતો રૂમાલ એટલે પ્રેમ   


૧૯૦) ખ્વાબો-ખ્યાલમાં ગઝલનો દીવાન એટલે પ્રેમ

૧૯૧) શબ્દોમાં લાગણીઓને સંઘેડા ઘાટ ઉતારવી એટલે પ્રેમ

૧૯૨)હૈયાની ભીનાશમાં ઝાકળનું અસ્તિત્વ એટલે પ્રેમ

૧૯૩) આંખોના ખુમારમાં હૈયુ ચકનાચુર એટલે પ્રેમ

૧૯૪) કોરા કાગળની લિપી ઉકેલવી એટલે પ્રેમ

૧૯૫) મોઘમ ઈશારાની મોસમ એટલે પ્રેમ

૧૯૬) વૈશાખી કોલનું અષાઢ બની અનરાધાર વરસવુ એટલે પ્રેમ    


૧૯૭)ટહુકે ટહુકે અષાઢનુ અનરાધાર વરસવુ એટલે પ્રેમ   



૧૯૮) ટેરવે કુંપળ ફુટયાની વેળાની અનુભુતિની શાશ્વત ક્ષણ એટલે પ્રેમ

૧૯૯) કોરાડા આભમાં શકયતાનુ વાદળ એટલે પ્રેમ

૨૦૦) પ્રતિક્ષા કેરા ટહુકામાં વહાલનો વરસાદ એટલે પ્રેમ






























 
ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ


''એટલે પ્રેમ''. (ક્રમાંક --૩ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.



''..................... ''    એટલે પ્રેમ (ક્રમાંક -- ).... ડો હિતેષ એ. મોઢા
 

--૧૦૧) ઝાકળમાં હ્રદયનુ માથાબોળ સ્નાન એટલે પ્રેમ  


--૧૦૨) ધબકારે ધબકારે હ્રદય ટાંકવુ એટલે પ્રેમ    


--૧૦૩) સાંકડી તે શેરીમાં ઊર્મિ ગીત એટલે પ્રેમ

--૧૦૪) ઓઢણી સાથે આભનુ લહેરાવુ એટલે પ્રેમ
 

--૧૦૫) ખીલતી ઉષામાં ખુલતો કેસરીયારો ચહેરો એટલે પ્રેમ

--૧૦૬) ફુલોની કુટીરમાં ઝાકળની શૈયા એટલે પ્રેમ

--૧૦૭) પોયણા પર ચાંદનીનુ ઓળઘોળ થવુ એટલે પ્રેમ

--૧૦૮)
શિશિરની સવારને હુંફાળો સ્પર્શ એટલે પ્રેમ  

--૧૦૯) શણગારના મહાલયમા ફોરમનો ઝરુખો એટલે પ્રેમ

--૧૧૦) કમખે ગુંથેલો મોર ટોડલે ટહુકે એટલે પ્રેમ

--૧૧૧)  ઓસરીની કોરે થાંભલી છેડે પાલવ એટલે પ્રેમ


--૧૧૨) ચકોરીના હૈયે ચાંદ નો વસવાટ એટલે પ્રેમ

--૧૧૩) આંખોની લિપીમાં હૈયાની ભાષા એટલે પ્રેમ  


--૧૧૪) મુક લાગણીનો બોલકો પડઘો એટલે પ્રેમ  


--૧૧૫) આંખોની ભીનાશમાં હૈયાનો ચિતાર એટલે પ્રેમ

--૧૧૬) લાગણીના ઝીણા ઝીણા જતનમાં સ્વનુ અર્પણ એટલે પ્રેમ  


--૧૧૭) લાગણીના દરિયામાં વિશ્વાસનુ વહાણ એટલે પ્રેમ


--૧૧૮) ટહુકાઓનો ગજરો બનાવવો એટલે પ્રેમ  


--૧૧૯)ઋતુઓના અલ્લડ પણાનો આહલાદ એટલે પ્રેમ
 

--૧૨૦) સંવેદનામાં લાગણીનુ અંકુર ફુટવુ એટલે પ્રેમ  

--૧૨૧) કડકડતી ઠંડીમાં તાપણા જેવો સ્પર્શ એટલે પ્રેમ

--૧૨૨) સુરજના પહેલા કિરણમાં સુર્યમુખીનુ બીરાજવુ એટલે પ્રેમ  


--૧૨૩) બરછટ તરુવરને વળખાતી લતાનુ આલિંગન એટલે પ્રેમ

--૧૨૪) કમખે મોર ટહુકે એટલે પ્રેમ  


--૧૨૫) વટેમાર્ગુનો વિસામે મુકામ એટલે પ્રેમ  


 --૧૨૬) ઝાકળને હથેળીમાં જીલવુ એટલે પ્રેમ''

--૧૨૭) સ્પર્શના સરનામે ટેરવામાં આભમાં મૌન બની વિહરવુ એટલે પ્રેમ  



--૧૨૮) જીવન યાત્રાને શ્રીફળીયા શુકન એટલે પ્રેમ

--૧૨૯) અવ્યકત લાગણીનુ રેશમી જતન એટલે પ્રેમ

--130) અતરમાંથી ફુલો નુ સરનામુ મળવુ એટલે પ્રેમ

--૧૩૧) લજામણીના ફુલ પર શરમનો શેરડો એટલે પ્રેમ

--132) આંખોની શરણાઈથી હૈયે છપાતી કંકોતરી એટલે પ્રેમ

--૧૩૩) કોયલના ટહુકે વસંતનુ આગમન એટલે પ્રેમ

--૧૩૪) આંખોમાં લાંબી રાત ને શેરીમાં ચાંદ ઉગ્યાની વાત એટલે પ્રેમ

--૧૩૫) મૌન રહી ઝાંઝરના ઝણકારે હૈયાને સાદ પાડવો એટલે પ્રેમ

--૧૩૬) ટોડલીયે મોર ને કમખો ટહુકે એટલે પ્રેમ

--૧૩૭) રેશમી રૂમાલમાં સ્પર્શની સુંવાળપ એટલે પ્રેમ

--૧૩૮) નટખટીયા પવન પર ફુલોના હસ્તાક્ષર એટલે પ્રેમ

--૧૩૯) કાજળ ભરી આંખમાં ગુલમહોરી ઉજાગરો એટલે પ્રેમ

--૧૪૦) વાસંતી વાયરો અડપલા કરે ને હૈયુ મહેકે એટલે પ્રેમ

--૧૪૧) આંખોમાં ગુલમહોર વાવવો એટલે પ્રેમ

--૧૪૨) વન-વગડે, લીલી છમ્મ હરીયાળી ને ઉપરકોયલ ટહ્કો એટલે પ્રેમ


--૧૪૩)પાંપણ પર પંતગીયુ ને હોઠ પર ગમતુ ગીત
--૧૪૪) આંબાવડીયે માંજર ફુટે ને કમખે મોર ચિતરાવો એટલે પ્રેમ 

--૧૪૫) અડયા વિના હૈયે સ્પર્શ પામવો એટલે પ્રેમ

--૧૪૬) ફુલોનુ આંગણીયું ટહુકાઓથી છલોછલ એટલે પ્રેમ

--૧૪૭) મીઠા સ્પંદન અને ભીના કંપનનો સરવાળો એટલે પ્રેમ

--૧૪૮)ટેરવાના આભે સ્પર્શનું ઉડવુ એટલે પ્રેમ

--૧૪૯) ભીની ભીની લાગણીમાં કુણા હૈયાની  કાયમી નકશી એટલે પ્રેમ

--૧૫૦) સપ્તપદી + સાત ભવનુ કમીટમેન્ટ=પ્રેમ.... (૧૪ ફેબ્રુઆરી)




ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ








''એટલે પ્રેમ''. (ક્રમાંક --૨ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.


એટલે પ્રેમ (ક્રમાંક --૨ ).... ડો હિતેષ એ. મોઢા



મોંઘેરા મિત્રો,


૨૦૦૯ થી રચાયેલા પ્રેમ પર ના વન લાઈનર્સ અહિ બ્લોગ પર રજુ કરતા સહર્ષ આનંદ અનુભવુ છુ. આશરે ૩૦૦ થી અધિક વન લાઈનર્સ અહિ આ બ્લોગ પર હવે થી માણવા મળશે.


આ પ્રકાર ના સાહિત્યક અને અર્થ સભર પ્રેમના વન લાઈનર્સની શરુઆત કદાચ મારા દ્વારા થઈ હોવાનું મોટા ભાગના વાંચક મિત્રોનું કહેવુ છે. તો આ સ્નેહ ભર્યો આળ કબુલ મંજુર સાથે માણીએ વન લાઈનર્સ. 



--૫૧)  આંખની કીકીમાં શમણાનુ ભાતીગળ આભ ચિતરવુ એટલે પ્રેમ

 --૫૨ )ઉજાગરો વાવીને ગુલમહોર ઉગાડવો એટલે પ્રેમ

--૫૩)મીઠા કલશોરનુ ગમતુ ગુંજન એટલે પ્રેમ

--૫૪)મોરના ટહુકાને છાતીએ ત્રોફાવવો એટલે પ્રેમ

-- ૫૫)મુઠીભર હ્રદયમાં આભનો વિસ્તાર પામવો એટલે પ્રેમ

--૫૬)ચાંદાની વાટે ચકોરનો મુકામ એટલે પ્રેમ

--૫૭)બેડલાં સંગાથે પનઘટનુ છલકવુ એટલે પ્રેમ

-- ૫૮)રેશમી અનુભુતિમાં ટેરવાંની છાપ એટલે પ્રેમ

-- ૫૯)મંહેદીની રતાશમાં સૌભાગ્ય રેખા ઉપસવી એટલે પ્રેમ.

-- ૬૦)ટેરવા ભાર ભીની માટીમાં બારમાસી ફુલ એટલે પ્રેમ

--૬૧ )પંચમના સુરમાં કોઈ ધીમા સાદને સાંભળવો એટલે પ્રેમ

--૬૨ )દિપશીખા પર પતંગીયાના રંગોના હ્સ્તાક્ષર એટલે પ્રેમ

--૬૩ )ઉજાગરાના પ્રદેશમાં કાજળનુ સરનામું એટલે પ્રેમ

--૬૪)પ્રથમ અષાઢી મેઘના કંઠે ચાતકની ગુંજ એટલે પ્રેમ

-- ૬૫)ચાતકના કઠની તરસનો  જવાબ એટલે પ્રેમ

--૬૬)અતરની ખુશ્બુથી ફુલોની નજાકતને સમજવી એટલે પ્રેમ

-- ૬૭)વરસાદી વાદ્ળમાં ટહુકો ટાંકવો એટલે પ્રેમ..........


--૬૮ )ઉર દર્પણમાં સાદગીનો વૈભવ એટલે પ્રેમ
 

-- ૬૯)મોરપીંછમાં ટહુકાનુ ઉછેરવુ એટલે પ્રેમ

--૭૦ )સ્પર્શમાં ટેરવું ઉગી નીકળે એટલે પ્રેમ


--71) પાલવ તળે આખા ભવની નિરાંત એટલે પ્રેમ

--72)વરસતા વાદળમાં ઓળઘોળ થવુ એટલે પ્રેમ.....

--73)ખળખળ વહેતા ઝરણામાં ઝાંઝરની લયકારી એટલે પ્રેમ

--74) સાંકડી શેરીમાં સુરીલો સાદ એટલે પ્રેમ

--75)ઉઘાડના અંતરાયે મેઘધનુષનુ સ્મિત એટલે પ્રેમ

--76)મનને ગમી જાય એવા મૌનનો મુલક એટલે પ્રેમ

--77)કાળુ કાજળ લઈ રાતો ઉજાગરો આંજવો એટલે પ્રેમ

--78)  ખીલતી સંધ્યામાં અટ્કચાળા ઉજાગરાનો રંગ નિહાળવો એટલે પ્રેમ

--79) મેઘધનુમાં ખોવાય જતી વરસાદી ગલી એટલે પ્રેમ

--80) પાંપણ પર કાજળ, વાદળ નો સરવાળો એટલે પ્રેમ

--81)નાનકડી વાંછટે ધોધમાર ભીંજાતી ઓઢણી એટલે પ્રેમ

--82)રાતી કંસુબલ ઓઢણીમાં તારલા ભરવા એટલે પ્રેમ

--83)પરવાળામાં ચુંદડી લહેરાવવી એટલે પ્રેમ

--84)શિતળ સવારના ટેરવે હુંફાળા સ્પર્શની મિરાંત એટલે પ્રેમ

--85)ગાલો પર લજામણીનુ ફુલ ખીલવુ એટલે પ્રેમ

--86) ગુલાબી જાગરણમાં ચાંદનુ ઉગવુ એટલે પ્રેમ

--૮૭)ઉરના આંગણમાં ભાવભીની રંગોળી એટલે પ્રેમ

--૮૮)રંગોની ઢગલીમાં કુમકુમ પગલા એટલે પ્રેમ

--૮૯)મહેંદીની રતાશમાં સૌભાગ્યની શરુઆત એટલે પ્રેમ

--૯૦) અંતરના ગોખે દિપ પ્રગટવો એટલે પ્રેમ

--૯૧) હ્રદય આંગણે લાગણીની રંગોળી કરી ફરતે વિશ્વાસ કેરો  દિપ પ્રગટાવવો એટલે પ્રેમ

--92)  નવા વર્ષ ઉઘડતી સવારે પહેલી કિરણમાં ભવોભવનો સંક્લ્પ એટલે પ્રેમ

--93)ભર બપોરે ચંદ્ર ઉગ્યાની વાત એટલે પ્રેમ

--૯૪)પ્રત્યેક  ક્ષણમાં ઉજવાતો તહેવાર એટલે પ્રેમ

--95) કુંજલડીના કલબલાટે કાળજડે કલશોર એટલે પ્રેમ

--96) ગુલાબી જાગરણે ઉષાના ટશીયા ફુટવા એટલે પ્રેમ

--૯૭) શણગારના શહેરમાં સાદગીનું સરનામું એટલે પ્રેમ
--98) પોંપચા પર મીઠા ઘેન સાથે શિયાળુ સવારનો રોમાંચ એટલે પ્રેમ

--૯૯) શિયાળુ સવારે તાપણા સંગે ગુલાબી સ્મરણો એટલે પ્રેમ

--૧૦૦) કુકડાની બાંગ પર સુરજના પહેલા કિરણનુ ચુંબન એટલે પ્રેમ


ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ






''એટલે પ્રેમ''. (ક્રમાંક --૧ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.





''..................... ''    એટલે પ્રેમ (ક્રમાંક -- ).... ડો હિતેષ એ. મોઢા




મોંઘેરા મિત્રો,


૨૦૦૯ થી રચાયેલા પ્રેમ પર ના વન લાઈનર્સ અહિ બ્લોગ પર રજુ કરતા સહર્ષ આનંદ અનુભવુ છુ. આશરે ૩૦૦ થી અધિક વન લાઈનર્સ અહિ આ બ્લોગ પર હવે થી માણવા મળશે.


આ પ્રકાર ના સાહિત્યક અને અર્થ સભર પ્રેમના વન લાઈનર્સની શરુઆત કદાચ મારા દ્વારા થઈ હોવાનું મોટા ભાગના વાંચક મિત્રોનું કહેવુ છે. તો આ સ્નેહ ભર્યો આળ કબુલ મંજુર સાથે માણીએ વન લાઈનર્સ.

--૧)નાજુક ફુલો પર ઝાકળથી લખવુ એટલે લાગણીનું જતન

--૨)વલ બની આભનુ ફુલોને આલિંગન એટલે પ્રેમ

--૩)શિતલ હવા સંગે શાંત સમુદ્રનુ મૌન સાંભળવુ એટ્લે પ્રેમ 

--૪)ઝરુખડાના ગોખલે દિપ પ્રગટાવવો એટલે પ્રેમ 

 --૫)મોતી પર ચાંદની કેરી નકશી એટલે પ્રેમ  

--૬)નાનકડા દિવડે રાત લંબાવવી એટલે પ્રેમ

--૭)પાંપણ પર શમણાનો મોરપીંછી અનુભવ એટલે પ્રેમ

-- ૮)આંગણે ટહુકાઓ લીપવા એટલે પ્રેમ

-- ૯)રાતરાણી ને ઝાકળનુ ચુંબન એટલે પ્રેમ

-- ૧૦)આઘેરા એંધાણમાં નેજવા તળે ઓરી રે વાટ એટલે પ્રેમ

-- ૧૧)અબીલ ગુલાલ સાથે શ્રીફળ જેવુ શુકન એટલે પ્રેમ

--૧૨ ) ચાંદલીયા ની સાખે
પ્રિયનો મુક સંવાદ એટલે પ્રેમ

-- ૧૩)ચપટી ભર રંગમાં આખા આયખાની રંગોળી એટલે પ્રેમ

-- ૧૪)શ્વાસના સુરમાં લાગણીનો લય એટલે પ્રેમ

-- ૧૫)યાદના કારવે શમણાનો પડાવ એટલે પ્રેમ

-- ૧૬)
છલકતા જામમાં મયકશીની નમણાશ એટલે પ્રેમ
--૧૭ )વાદળમાં ચાંદનું ઓળઘોળ થવુ એટલે પ્રેમ

-- ૧૮)કાજળના વિસ્તારમાં જાગરણની રઢીયાળી રાત એટલે પ્રેમ

--૧૯)સ્પર્શના ત્રાજવે ટેરવાંનો ભાર એટલે પ્રેમ

-- ૨૦)રાતરાણીના ફુલો ને મોગરાની કળી વડે ઝાકળમાં ઘોળવા એટલે પ્રેમ

--૨૧ )કાજળ ઘેરી પાંપણે શમણાનો દેશ એટલે પ્રેમ

-- ૨૨)ખુલ્લી હવામાં પ્રિય વ્યક્તિના શ્વાસનો આહલાદ એટલે પ્રેમ

-- ૨૩)ઓતરાદી શિત હવા સાથે ઝાકળનુ મિલન એટલે પ્રેમ

-- ૨૩)નોરતાની રાતે હ્રદયના ચોકે જોડે રાસ એટલે પ્રેમ

-- ૨૪)આંખની કીકીમાં શમણાનુ આભ ચિતરવુ એટલે પ્રેમ

-- ૨૫)આંખોના રસ્તેથી હૈયાના તળીયે બીરાજવુ એટલે પ્રેમ

-- ૨૬)વન વગડે પાયલ ઝણકાર સાંભળવો એટલે પ્રેમ

--૨૭ )ખીલતી સંધ્યામાં અટ્કચાળા ઉજાગરાનો રંગ નિહાળવો એટલે પ્રેમ

--૨૮ )કાળુ કાજળ લઈ રાતો ઉજાગરો આંજવો એટલે પ્રેમ 

-- ૨૯)મનને ગમી જાય એવા મૌનનો મુલક એટલે પ્રેમ

--૩૦ )ઉઘાડના અંતરાયે મેઘધનુષનુ સ્મિત એટલે પ્રેમ

-- ૩૧)વિજોગી આંગણમાં યાદનો આસોપાલવ એટલે પ્રેમ

--૩૨ )શમાની જ્યોત પર પતંગીયાનો મુકામ એટ્લે પ્રેમ

--૩૩)રેશમમાં ટેરવાની છાપ એટલે પ્રેમ

-- ૩૪)ચાંદનીના ઉબટનમાં ચંદનની સુવાસ એટલે પ્રેમ

--૩૫ )પરવાળામાં ચુંદડી લહેરાવવી એટલે પ્રેમ

--૩૬ )રાતી કંસુબલ ઓઢણીમાં તારલા ભરવા એટલે પ્રેમ

-- ૩૭)રેશમના ટેરવે ગમતીલો સ્પર્શ ટાંકવો એટલે પ્રેમ છે.

--૩૮ )વાદળના સ્પર્શે આભે વિહરવુ એટલે પ્રેમ

--૩૯ )પાલવની કોરમાં છાંયડાનો વિસ્તાર પામવો એટલે પ્રેમ

--૪૦ )નિરંતર વહેતા ઝરણામાં સરગમ સાંભળવી એટલે પ્રેમ

--૪૧ )કાચા સુતરનો રેશમી ગાંઠ જેવો વાયદો એટલે પ્રેમ .

--૪૨ )જળમાં હસ્તાક્ષર ઉપસવા એટલે પ્રેમ

--૪૩ )હૈયાની ભીંતે રેશમી થાપા એટલે પ્રેમ

-- ૪૪)સ્વ-સંવેદનાનું બીજાના ધબકારામાં રોપાય જવુ એટલે પ્રેમ

-- ૪૫)ઝુલ્ફોની છાંયામાં રાતનો વસવાટ એટલે પ્રેમ

--૪૬ )  સાંકડી શેરીમાં હૈયાની મેડી એટલે પ્રેમ
 
-- ૪૭)ચાંદનીને પોયણામાં જીલવી એટલે પ્રેમ

-- ૪૮)શણગારના શહેરમાં સાદગીની ગલી પામવી એટલે પ્રેમ
 

--૪૯)બંસી નાદમાં કુંજગલીનો સાદ સાંભળવો એટલે પ્રેમ

--૫૦)તોડલે તોરણ વાવી આસોપાલવ ઉછેરવો એટલે પ્રેમ


ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ