''..................... '' એટલે પ્રેમ (ક્રમાંક --૪ ).... ડો હિતેષ એ. મોઢા
૧૫૧) ધરાની આંખે ઉજાગરો ને આભના હૈયે ઝાકળ એટલે પ્રેમ
૧૫૨) ચિન્હો વિનાના શબ્દો એટલે પ્રેમ
૧૫૩) અલંકાર વિનાના શબ્દોમાં ભાવોની જાહોજહાલી એટલે પ્રેમ
૧૫૪) સાદગીમાં શૃંગાર પામવો એટલે પ્રેમ
૧૫૫) ઓઢણે ટાંકેલ કુંજલડીનો દેશ પામવો એટલે પ્રેમ
૧૫૬) પાલવની કોરમાં ગરમાળાનો વૈભવ એટલે પ્રેમ
૧૫૭) ગુલાબી ઠંડીના પ્રવાસમાં નટખટ કંપનનુ સામૈયુ એટલે પ્રેમ
૧૫૮) કસુંબલ આંખડીમાં અમલ ઘોળવુ એટલે પ્રેમ
૧૫૯) ઋતુઓના અલ્લડ પણાનો આહલાદ એટલે પ્રેમ
૧૬૦) આહલાદનુ અલ્લડ પણુ એટલે પ્રેમ
૧૬૧) સ્પર્શના સંગાથે ટેરવાની કાળજી લેવી એટલે પ્રેમ
૧૬૨) કંઠે ભાવ અને શબ્દે શબ્દે સુરીલો સાદ એટલે પ્રેમ
૧૬૩) પોચા વાદળ જેવુ મુલાયમ જાગરણ એટલે પ્રેમ
૧૬૪) નાજુક નાડા છડીમાં જીવતરના કોલ એટલે પ્રેમ
૧૬૫) શબ્દો વિનાની સંવાદિતા એટલે પ્રેમ
૧૬૬) મુલાયમ જાગરણનો પોંપચે કાયમી વસવાટ એટલે પ્રેમ
૧૬૭) ખરેલા પાનમાં ટહુકાનુ અસ્તિત્વ એટલે પ્રેમ
૧૬૮) સ્વનું વિસર્જન બાદ પરમનુ જતન એટલે પ્રેમ
૧૬૮) સ્વના સામ્રાજયમાં તારુ સિંહાસન એટલે પ્રેમ
૧૬૯) મોરપિંછમાં ગોકુલની ગલીઓ એટલે પ્રેમ
૧૭૦) શેરીમાં ચાંદ અને જાગરણની રાત એટલે પ્રેમ
૧૭૨)હ્રદયમાં ગુંજતા મધુર સંગીતની સરગમ એટલે પ્રેમ
૧૭૩) ઢળેલી આખે હ્રદયના કંપન એટલે પ્રેમ
૧૭૪) એક બુંદ ઝાકળ લઈ વરસતુ વાદળ લખવુ એટલે પ્રેમ
૧૭૫ ) રૂમાલની ગડીમાં સંભારણાનો ઠસ્સો એટલે પ્રેમ
૧૭૬) ગુલાબી કાગળ પર ગડબડીયા અક્ષર એટલે પ્રેમ
૧૭૭) મુઠી ભર ગુલાલમાં ભવોભવનુ વ્હાલ એટલે પ્રેમ
૧૭૮) ફુલોની ફોરમથી મઘમઘતી હવાની હવેલી એટલે પ્રેમ
૧૭૯) પોયણાને ચાંદનીનુ આલિંગન એટલે પ્રેમ
૧૮૦) સ્પર્શની સમૃધ્ધિમાં ટેરવાંની મિરાત એટલે પ્રેમ
૧૮૧) તડકો આંજી પાલવ ચિતરવો એટલે પ્રેમ
૧૮૨) હૈયું દઈને હૈયું પામવાનો હૈયે ઉત્સવ એટલે પ્રેમ
૧૮૩) પાંપણના ઝુલા પર મોરપીંછી શમણાનુ હિંચકવુ એટલે પ્રેમ
૧૮૪) ઝાકળ લઈ લાગણીનુ જતન કરવુ એટલે પ્રેમ
૧૮૫) વાદળના વ્હાલમાં આભનું વિસ્તરવુ એટલે પ્રેમ
૧૮૬) ગરમાળાની શીરે ઉનાળુ તડકા જેવુ મિલન એટલે પ્રેમ
૧૮૭) પાલવની યાદમાં છાંયડા ઉછેરવા એટલે પ્રેમ
૧૮૮) મૌનના પડઘામાં લાગણીનો સાદ એટલે પ્રેમ
૧૮૯) રૂદિયે રૂપાળો ખયાલ અને હાથમાં મઘમઘતો રૂમાલ એટલે પ્રેમ
૧૯૦) ખ્વાબો-ખ્યાલમાં ગઝલનો દીવાન એટલે પ્રેમ
૧૯૧) શબ્દોમાં લાગણીઓને સંઘેડા ઘાટ ઉતારવી એટલે પ્રેમ
૧૯૨)હૈયાની ભીનાશમાં ઝાકળનું અસ્તિત્વ એટલે પ્રેમ
૧૯૩) આંખોના ખુમારમાં હૈયુ ચકનાચુર એટલે પ્રેમ
૧૯૪) કોરા કાગળની લિપી ઉકેલવી એટલે પ્રેમ
૧૯૫) મોઘમ ઈશારાની મોસમ એટલે પ્રેમ
૧૯૬) વૈશાખી કોલનું અષાઢ બની અનરાધાર વરસવુ એટલે પ્રેમ
૧૯૭)ટહુકે ટહુકે અષાઢનુ અનરાધાર વરસવુ એટલે પ્રેમ
૧૯૮) ટેરવે કુંપળ ફુટયાની વેળાની અનુભુતિની શાશ્વત ક્ષણ એટલે પ્રેમ
૧૯૯) કોરાડા આભમાં શકયતાનુ વાદળ એટલે પ્રેમ
૨૦૦) પ્રતિક્ષા કેરા ટહુકામાં વહાલનો વરસાદ એટલે પ્રેમ
ક્રમશઃ
અપૂર્ણમ-સંપૂર્ણમ
No comments:
Post a Comment