''..................... '' એટલે પ્રેમ (ક્રમાંક --૩ ).... ડો હિતેષ એ. મોઢા
--૧૦૧) ઝાકળમાં હ્રદયનુ માથાબોળ સ્નાન એટલે પ્રેમ
--૧૦૨) ધબકારે ધબકારે હ્રદય ટાંકવુ એટલે પ્રેમ
--૧૦૩) સાંકડી તે શેરીમાં ઊર્મિ ગીત એટલે પ્રેમ
--૧૦૪) ઓઢણી સાથે આભનુ લહેરાવુ એટલે પ્રેમ
--૧૦૫) ખીલતી ઉષામાં ખુલતો કેસરીયારો ચહેરો એટલે પ્રેમ
--૧૦૬) ફુલોની કુટીરમાં ઝાકળની શૈયા એટલે પ્રેમ
--૧૦૭) પોયણા પર ચાંદનીનુ ઓળઘોળ થવુ એટલે પ્રેમ
--૧૦૮)શિશિરની સવારને હુંફાળો સ્પર્શ એટલે પ્રેમ
--૧૦૯) શણગારના મહાલયમા ફોરમનો ઝરુખો એટલે પ્રેમ
--૧૧૦) કમખે ગુંથેલો મોર ટોડલે ટહુકે એટલે પ્રેમ
--૧૧૧) ઓસરીની કોરે થાંભલી છેડે પાલવ એટલે પ્રેમ
--૧૧૨) ચકોરીના હૈયે ચાંદ નો વસવાટ એટલે પ્રેમ
--૧૧૩) આંખોની લિપીમાં હૈયાની ભાષા એટલે પ્રેમ
--૧૧૪) મુક લાગણીનો બોલકો પડઘો એટલે પ્રેમ
--૧૧૫) આંખોની ભીનાશમાં હૈયાનો ચિતાર એટલે પ્રેમ
--૧૧૬) લાગણીના ઝીણા ઝીણા જતનમાં સ્વનુ અર્પણ એટલે પ્રેમ
--૧૧૭) લાગણીના દરિયામાં વિશ્વાસનુ વહાણ એટલે પ્રેમ
--૧૧૮) ટહુકાઓનો ગજરો બનાવવો એટલે પ્રેમ
--૧૧૯)ઋતુઓના અલ્લડ પણાનો આહલાદ એટલે પ્રેમ
--૧૨૦) સંવેદનામાં લાગણીનુ અંકુર ફુટવુ એટલે પ્રેમ
--૧૨૧) કડકડતી ઠંડીમાં તાપણા જેવો સ્પર્શ એટલે પ્રેમ
--૧૨૨) સુરજના પહેલા કિરણમાં સુર્યમુખીનુ બીરાજવુ એટલે પ્રેમ
--૧૨૩) બરછટ તરુવરને વળખાતી લતાનુ આલિંગન એટલે પ્રેમ
--૧૨૪) કમખે મોર ટહુકે એટલે પ્રેમ
--૧૨૫) વટેમાર્ગુનો વિસામે મુકામ એટલે પ્રેમ
--૧૨૬) ઝાકળને હથેળીમાં જીલવુ એટલે પ્રેમ''
--૧૨૭) સ્પર્શના સરનામે ટેરવામાં આભમાં મૌન બની વિહરવુ એટલે પ્રેમ
--૧૨૮) જીવન યાત્રાને શ્રીફળીયા શુકન એટલે પ્રેમ
--૧૨૯) અવ્યકત લાગણીનુ રેશમી જતન એટલે પ્રેમ
--130) અતરમાંથી ફુલો નુ સરનામુ મળવુ એટલે પ્રેમ
--૧૩૧) લજામણીના ફુલ પર શરમનો શેરડો એટલે પ્રેમ
--132) આંખોની શરણાઈથી હૈયે છપાતી કંકોતરી એટલે પ્રેમ
--૧૩૩) કોયલના ટહુકે વસંતનુ આગમન એટલે પ્રેમ
--૧૩૪) આંખોમાં લાંબી રાત ને શેરીમાં ચાંદ ઉગ્યાની વાત એટલે પ્રેમ
--૧૩૫) મૌન રહી ઝાંઝરના ઝણકારે હૈયાને સાદ પાડવો એટલે પ્રેમ
--૧૩૬) ટોડલીયે મોર ને કમખો ટહુકે એટલે પ્રેમ
--૧૩૭) રેશમી રૂમાલમાં સ્પર્શની સુંવાળપ એટલે પ્રેમ
--૧૩૮) નટખટીયા પવન પર ફુલોના હસ્તાક્ષર એટલે પ્રેમ
--૧૩૯) કાજળ ભરી આંખમાં ગુલમહોરી ઉજાગરો એટલે પ્રેમ
--૧૪૦) વાસંતી વાયરો અડપલા કરે ને હૈયુ મહેકે એટલે પ્રેમ
--૧૪૧) આંખોમાં ગુલમહોર વાવવો એટલે પ્રેમ
--૧૪૨) વન-વગડે, લીલી છમ્મ હરીયાળી ને ઉપર થી કોયલ ટહ્કો એટલે પ્રેમ
--૧૪૩)પાંપણ પર પંતગીયુ ને હોઠ પર ગમતુ ગીત
--૧૪૪) આંબાવડીયે માંજર ફુટે ને કમખે મોર ચિતરાવો એટલે પ્રેમ
--૧૪૫) અડયા વિના હૈયે સ્પર્શ પામવો એટલે પ્રેમ
--૧૪૬) ફુલોનુ આંગણીયું ટહુકાઓથી છલોછલ એટલે પ્રેમ
--૧૪૭) મીઠા સ્પંદન અને ભીના કંપનનો સરવાળો એટલે પ્રેમ
--૧૪૮)ટેરવાના આભે સ્પર્શનું ઉડવુ એટલે પ્રેમ
--૧૪૯) ભીની ભીની લાગણીમાં કુણા હૈયાની કાયમી નકશી એટલે પ્રેમ
--૧૫૦) સપ્તપદી + સાત ભવનુ કમીટમેન્ટ=પ્રેમ.... (૧૪ ફેબ્રુઆરી)
ક્રમશઃ
અપૂર્ણમ-સંપૂર્ણમ
No comments:
Post a Comment