Monday, September 26, 2016

''એટલે પ્રેમ''. (ક્રમાંક --૨ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.


એટલે પ્રેમ (ક્રમાંક --૨ ).... ડો હિતેષ એ. મોઢા



મોંઘેરા મિત્રો,


૨૦૦૯ થી રચાયેલા પ્રેમ પર ના વન લાઈનર્સ અહિ બ્લોગ પર રજુ કરતા સહર્ષ આનંદ અનુભવુ છુ. આશરે ૩૦૦ થી અધિક વન લાઈનર્સ અહિ આ બ્લોગ પર હવે થી માણવા મળશે.


આ પ્રકાર ના સાહિત્યક અને અર્થ સભર પ્રેમના વન લાઈનર્સની શરુઆત કદાચ મારા દ્વારા થઈ હોવાનું મોટા ભાગના વાંચક મિત્રોનું કહેવુ છે. તો આ સ્નેહ ભર્યો આળ કબુલ મંજુર સાથે માણીએ વન લાઈનર્સ. 



--૫૧)  આંખની કીકીમાં શમણાનુ ભાતીગળ આભ ચિતરવુ એટલે પ્રેમ

 --૫૨ )ઉજાગરો વાવીને ગુલમહોર ઉગાડવો એટલે પ્રેમ

--૫૩)મીઠા કલશોરનુ ગમતુ ગુંજન એટલે પ્રેમ

--૫૪)મોરના ટહુકાને છાતીએ ત્રોફાવવો એટલે પ્રેમ

-- ૫૫)મુઠીભર હ્રદયમાં આભનો વિસ્તાર પામવો એટલે પ્રેમ

--૫૬)ચાંદાની વાટે ચકોરનો મુકામ એટલે પ્રેમ

--૫૭)બેડલાં સંગાથે પનઘટનુ છલકવુ એટલે પ્રેમ

-- ૫૮)રેશમી અનુભુતિમાં ટેરવાંની છાપ એટલે પ્રેમ

-- ૫૯)મંહેદીની રતાશમાં સૌભાગ્ય રેખા ઉપસવી એટલે પ્રેમ.

-- ૬૦)ટેરવા ભાર ભીની માટીમાં બારમાસી ફુલ એટલે પ્રેમ

--૬૧ )પંચમના સુરમાં કોઈ ધીમા સાદને સાંભળવો એટલે પ્રેમ

--૬૨ )દિપશીખા પર પતંગીયાના રંગોના હ્સ્તાક્ષર એટલે પ્રેમ

--૬૩ )ઉજાગરાના પ્રદેશમાં કાજળનુ સરનામું એટલે પ્રેમ

--૬૪)પ્રથમ અષાઢી મેઘના કંઠે ચાતકની ગુંજ એટલે પ્રેમ

-- ૬૫)ચાતકના કઠની તરસનો  જવાબ એટલે પ્રેમ

--૬૬)અતરની ખુશ્બુથી ફુલોની નજાકતને સમજવી એટલે પ્રેમ

-- ૬૭)વરસાદી વાદ્ળમાં ટહુકો ટાંકવો એટલે પ્રેમ..........


--૬૮ )ઉર દર્પણમાં સાદગીનો વૈભવ એટલે પ્રેમ
 

-- ૬૯)મોરપીંછમાં ટહુકાનુ ઉછેરવુ એટલે પ્રેમ

--૭૦ )સ્પર્શમાં ટેરવું ઉગી નીકળે એટલે પ્રેમ


--71) પાલવ તળે આખા ભવની નિરાંત એટલે પ્રેમ

--72)વરસતા વાદળમાં ઓળઘોળ થવુ એટલે પ્રેમ.....

--73)ખળખળ વહેતા ઝરણામાં ઝાંઝરની લયકારી એટલે પ્રેમ

--74) સાંકડી શેરીમાં સુરીલો સાદ એટલે પ્રેમ

--75)ઉઘાડના અંતરાયે મેઘધનુષનુ સ્મિત એટલે પ્રેમ

--76)મનને ગમી જાય એવા મૌનનો મુલક એટલે પ્રેમ

--77)કાળુ કાજળ લઈ રાતો ઉજાગરો આંજવો એટલે પ્રેમ

--78)  ખીલતી સંધ્યામાં અટ્કચાળા ઉજાગરાનો રંગ નિહાળવો એટલે પ્રેમ

--79) મેઘધનુમાં ખોવાય જતી વરસાદી ગલી એટલે પ્રેમ

--80) પાંપણ પર કાજળ, વાદળ નો સરવાળો એટલે પ્રેમ

--81)નાનકડી વાંછટે ધોધમાર ભીંજાતી ઓઢણી એટલે પ્રેમ

--82)રાતી કંસુબલ ઓઢણીમાં તારલા ભરવા એટલે પ્રેમ

--83)પરવાળામાં ચુંદડી લહેરાવવી એટલે પ્રેમ

--84)શિતળ સવારના ટેરવે હુંફાળા સ્પર્શની મિરાંત એટલે પ્રેમ

--85)ગાલો પર લજામણીનુ ફુલ ખીલવુ એટલે પ્રેમ

--86) ગુલાબી જાગરણમાં ચાંદનુ ઉગવુ એટલે પ્રેમ

--૮૭)ઉરના આંગણમાં ભાવભીની રંગોળી એટલે પ્રેમ

--૮૮)રંગોની ઢગલીમાં કુમકુમ પગલા એટલે પ્રેમ

--૮૯)મહેંદીની રતાશમાં સૌભાગ્યની શરુઆત એટલે પ્રેમ

--૯૦) અંતરના ગોખે દિપ પ્રગટવો એટલે પ્રેમ

--૯૧) હ્રદય આંગણે લાગણીની રંગોળી કરી ફરતે વિશ્વાસ કેરો  દિપ પ્રગટાવવો એટલે પ્રેમ

--92)  નવા વર્ષ ઉઘડતી સવારે પહેલી કિરણમાં ભવોભવનો સંક્લ્પ એટલે પ્રેમ

--93)ભર બપોરે ચંદ્ર ઉગ્યાની વાત એટલે પ્રેમ

--૯૪)પ્રત્યેક  ક્ષણમાં ઉજવાતો તહેવાર એટલે પ્રેમ

--95) કુંજલડીના કલબલાટે કાળજડે કલશોર એટલે પ્રેમ

--96) ગુલાબી જાગરણે ઉષાના ટશીયા ફુટવા એટલે પ્રેમ

--૯૭) શણગારના શહેરમાં સાદગીનું સરનામું એટલે પ્રેમ
--98) પોંપચા પર મીઠા ઘેન સાથે શિયાળુ સવારનો રોમાંચ એટલે પ્રેમ

--૯૯) શિયાળુ સવારે તાપણા સંગે ગુલાબી સ્મરણો એટલે પ્રેમ

--૧૦૦) કુકડાની બાંગ પર સુરજના પહેલા કિરણનુ ચુંબન એટલે પ્રેમ


ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ






No comments:

Post a Comment