Monday, October 24, 2016

''અલ્પ સંતાન કે નિઃસંતાન'' ??? ____ક્રમાંક- ૨ (વેદીક જ્યોતિષી અભ્યાસ)) પં. ડો. હિતેષ એ. મોઢા


(તા.ક. આ લેખ માળા ફકત વેદીક જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુ માટે છે, ચર્ચા/ડિબેટ માટે નથી) 




ગતાંકમાં આપણે  કોઈ ચોક્ક્સ ગ્રહોના ઘણા બધા તથા વિવિધ યોગ, યુતિ-પ્રતિયુતિઓનો ટૂંકમાં પણ વિશદ અભ્યાસ વાંચી ગયા. ગત લેખના ફોકસ  પર એન્ડોક્રાઈન સીસ્ટમ જ હતું, અને ગુરુ ગ્રહ. અને મહદ અંશે, સ્ત્રીની કુંડલીઓ આધારે, પુરુષની કુંડલીના અનુપાતે. 

હવે આ લેખમાં અનેક વિધ સુત્રો, જે શાસ્ત્રોએ દર્શાવ્યા છે તે મૂળ રૂપે અને પુરુષની કુંડલીના પંચમ સ્થાનનો અભ્યાસ, અને જ્યોતિષ -આયુર્વેદ અનુસાર વંધ્યત્વના પ્રકાર.
અલ્પ સંતાન, એક સંતાન- બહુ સંતાન- સંતાન યોગનો ઉતમ સમય ગાળો અથવા વેદીક જ્યોતિષ અનુસાર ગર્ભાધારણનો યોગ્ય સમય/યોગ. 


સ્ત્રીને સંતાન યોગમાં વિલંબ થતા શાસ્ત્રોએ સુચિત કરેલા, ચોક્ક્સ યોગ, ચોક્કસ યુતિ-પ્રતિયુતિ, તેમજ કસુવાવડ કે અન્ય ગાયનેક ડિસફંકશનીંગ માટે કુંડલીનુ લગ્ન ભવન, દ્વિતિય ભવન, ચતુર્થ, પંચમ ભવનનો અને તેના સ્વામી ગ્રહની સ્થિતીનો વિશદ અભ્યાસ કરવાનો રહે છે. 

મોટા ભાગના કેસમાં કન્યા અવસ્થાથી, આ પ્રકારની શરુઆત થઈ જતી હોય છે, પરંતુ ભૌતિક દોડ-ધામમાં આ મેટર કોરાણે મૂકાય જતી હોય છે,  મહિલાની કુંડલીનો અભ્યાસ જ્યારે તે કુંવારાવસ્થામાં હોય ત્યારે કરવો હિતાવહ ગણાય છે. પ્રથમ રજસ્વલાથી લઈને ટીનેજ બાદ જ્યારે સંપૂર્ણ પણે યુવાવસ્થામાં મંડાણ કરે ત્યારે અમુક પ્રકારના ગાયનેક પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. 

ખાસ કરીને ઓબેસીટી, અનિયમિત રજસ્ત્રાવ,  કે અલ્પ રજસ્ત્રાવ કે અનહેલ્ધી રજસ્ત્રાવ વગેરે વગેરે..... મોટા ભાગના ચોખલીયા પરિવારોમાં ગાયનેક સંબંધીત તકલીફ ને ટેબુ કે સુગાળવી માનવામાં આવે છે, તો અમુક ઘરોમાં આ મેટર ને સેક્સોલોજી સાથે સાંકળે છે.

આજ ના સમયમાં, બીજી એક સૌથી મોટી સમસ્યા છે, તો એ છે હાઈપો-હાયપર થાઈરોડીઝમ.  યુવતિ/મહિલા જ્યારે ટીનએજમાં હોય છે ત્યારે આના મંડાણ કે લક્ષણ જ દર્શાય આવે છે. 

થાઈરોડીઝમ કેમ અને શા માટે ?? પેથોલોજીકલ અનેક જવાબ મળશે. શું આપણી થાળી એવો એક પણ ફૂડ નથી કે જેમાં પર્યાપ્ત માત્રામાં સોલ્ટ સમેત આયોડીન હોય ????? 
આયુર્વેદ-જ્યોતિષ અનુસાર દાતણનો રોલ પ્રાઈમ છે, આ સમયે દાત પેઢાં સમેત લાળગ્રંથી ને ચોક્ક્સ અને યોગ્ય કસરત મળી રહેતી, આથી પુરાણા સમયમાં કદાચ આ સમસ્યા નહિવત, રહેતી. 


આ થાઈરોડીઝમ વિશે વેદીક જ્યોતિષ શું કહે છે. કર્ક લગ્ન કે મેષ તુલા, મકર લગ્નમાં  કેન્દ્રમાં ગુરુ હોવાથી, ઉપરાંત દ્વિતિય , ચતુર્થ અને પંચમ ભવનમાં દુષિત ગ્રહો કે નંપૂસક ગ્રહો કે બાધક ગ્રહો હોવાથી,  બીજુ કે દ્વિતિયેશ કે ચતુર્થેશ કે પંચમેશ પાપ ગ્રહ સાથે યુતિમાં હોય અથવા, દ્વાદેશ જેવા નેષ્ટસ્થાનમાં હોય.

ઉપરોકતના ગ્રહો પણ  આયુર્વેદ-જ્યોતિષ અનુસાર  '' કાક-વંધ્યા'' પ્રકારનું વંધ્યત્વ આપે છે. આ કાક વંધ્યત્વમાં એક જ વાર ગર્ભાધારણ થાય છે, પછી ચાહે બાળક જીવીત રહે મૃત. આ યોગ વાળા જાતકો મોટા ભાગે ઈશાન ખુણાના કક્ષમાં ઈશાનાભિમુખ શયન વ્યવસ્થામાં હોય છે તેવુ અભ્યાસે જાણવા મળ્યુ છે. આ શયન વ્યવસ્થા થાઈરોડીઝમ ને સપોર્ટ કરે છે. 

આથી જ વેદીક જ્યોતિષ/વાસ્તુ શાસ્ત્રમાં કુંવારી કન્યા/યુવતિઓ માટે ઈશાનનો બેડ-રૂમ વર્જ્ય છે. 

આ કાક વંધ્યત્વના વેદીક જ્યોતિષશાસ્ત્રોએ સુચિત કરેલા સુત્રો.

---૧))) સૂર્ય, ચંદ્ર, શનિ કે બુધ સ્વગૃહી થઈને અષ્ટમ સ્થાનમાં હોતા ઉપરોકત યોગનું નિર્માણ થાય છે, 

તા.ક. અગાઉના લેખમાં દર્શાવેલ યોગ, આ સ્થિતીમાં ભંગ થાય છે, તેમજ અન્ય નિસંતાન યોગ પણ ભંગ થાય છે.

જેમ સ્ત્રીને કાક વંધ્યા યોગ થાય તેમ તેવો જ એક યોગ પુરુષો ને પણ થાય છે.   

---૧-અ-)))) 
 જેમાં પંચમ સ્થાનમાં ચંદ્ર કેતુની યુતિ હોય, તો એક જ સંતાનનો યોગ પામે છે. આ નોન સ્પેશીફીક મકર ધ્વજ યોગ છે.  ઘણી વાર લગ્ન પૂર્વે વન નાઈટ સ્ટેંન્ડીંગ રીલેશનમાં જો આવા યોગ વાળો કોઈ પુરુષ  આ ''મહા-દાન'' કરી આવ્યો હોય તો પછી.... ,.......,...... ???પરંતુ આવી બાબતો મોટા ભાગે કોઈ ડિક્લેર નથી કરતુ. ઘણા લાંબા કાઉન્સેલીંગ બાદ જાતક મોઢુ ખોલી બ્રહ્માંડ દેખાડે છે, એ પણ આંશિક આથી અન્યોન્ય પ્રશ્નોતરી કરી ને કો-રીલેટ કરવુ પડે છે.  

(((મકર ધ્વજ નંપૂસકતાની વાત આગળ કરીશું ))) 

તા.ક. અગાઉના લેખમાં દર્શાવેલ યોગ, આ સ્થિતીમાં ભંગ થાય છે, તેમજ અન્ય નિસંતાન યોગ પણ ભંગ થાય છે.

-૨)))) 
જેમ સ્ત્રીને થાઈરોડીઝમ સંતાન સુખમાં બાધા આપે છે તેમ પુરુષને, ઓર્કાઈટીસ,  પોસ્ટ મમલ્સ સીન્ડ્રોમ્સ કે ઈફેક્ટ પજવે છે, 

Scortum/Testicle  કે Spermatic cordને હાનિ પહોંચાડતા વિશેષ યોગ. 

આ યોગ/રોગમાં મેડીકલ સાયન્સ અનુસાર ઘણા બધા કેસમાં ટેસ્ટીક્યુલર બાયોપ્સી કરાવ્યા પછી જ નિદાન જાહેર કરી શકાય છે. 

આ યોગમાં દ્વિતિય ભવન પાપ ગ્રહોથી (ક્રુર-નહિ)  દુષિત હોય અને અષ્ટ્મ સ્થાને શુક્ર કે ગુરુ હોતા પરીસ્થિતી સર્જાય છે.  આ યોગમાં ઘણી વાર એક્સીડેન્ટલ ઈન્જરી, ત્થા સ્પાઈનલ ઈન્જરીને પણ સુચિત કરે છે. જ્યારે આ સ્પાઈનલ ઈન્જરી ના યોગમાં ગુરુ-શુક્રના ઉપરોકત યોગ ઉપરાંત દુષિત શનિનો રોગ મેજર રહે છે. 

આ રોગ કે યોગ કોમન નથી, આથી જાતકોએ પોતાની કુંડલી ખોલીને બેસીના રહેવુ... આવા યોગનો રેશિયો પોઈન્ટ/ માઈનસ પરશન્ટેઝ હોય છે.

તા.ક. અગાઉના લેખમાં દર્શાવેલ યોગ, આ સ્થિતીમાં ભંગ થાય છે, તેમજ અન્ય નિસંતાન યોગ પણ ભંગ થાય છે. આ યોગ પુરુષોની કુંડલીમાં હોતા, પુરુષ કુંડલીને જ લાગુ પડે છે.

આગામી લેખમાં Oligoasthenoteratozoospermia, Polyzoospermia, Oligozoospermia, Oligospermie, Asthenozoospermia, Asthenospermia, Teratospermia, Asthenoteratozoospermia and Teratozoospermiaનો વેદીક જ્યોતિષ અનુસાર વિશદ અભ્યાસ, તેમજ આયુર્વેદ-જ્યોતિષમાં દર્શાવેલ વંધ્યત્વના પ્રકારોની ચર્ચા કરેશું. 

અપૂર્ણમ-સંપૂર્ણમ


પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર 
યુનિવર્સીટી રોડ રાજકોટ
ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭---૯૧૭૩૩૮૮૨૭૯
www.ishanastrovastu.com 
www.ishanastovastu.blogspot.com









સ્ત્રીઓની સમસ્યાઓ અને વાસ્તુ દોષ_____ (લેખ-ક્રમાંક --૨) પં. ડો. હિતેષ એ. મોઢા


ગતાંકમાં, આપણે દક્ષિણાભિમુખ રસોઈઘર અને દક્ષિણ તરફ આગ્નેય પ્રવેશ દ્વાર, અગ્નિનો બેડરૂમ સંબંધિત ચર્ચા કરી. આ લેખમાં આગ્નેય કોણના અન્ય વાસ્તુ દોષ, તથા કેવા પ્રકારની સ્થાપત્ય વ્યવસ્થાથી ત્થા આંતરિક વ્યવસ્થાથી દુષિત થાય છે. તેની અભ્યાસ પૂર્ણ ચર્ચા ટુંકમાં કરીશું.
નાના મકાન અને મધ્યમ કે બંગલા પ્રકારના આવાસમાં અગ્નિ કોણમાં, મુખ્ય પ્રવેશ દ્વાર હોવું, ભુગર્ભ જલીય વ્યવસ્થા કે ઓવર દ હેડ ટેન્ક, કે આગ્નેય કોણમાં થી દાદર જતો હોય તો, પરિસરમાં આગ્નેય કોણ અતિ ઉંચો હોવો કે અતિ નીચો હોવો, પ્લોટમાંથી અથવા પરીસરના બાંધકામમાંથી આગ્નેય કોણ છેદાતો હોય, કપાતો હોય કે પછી ૯૦ અંશથી બન્ને કે એક દિશા તરફ વધતો હોય. તો વેદીક વાસ્તુશાસ્ત્ર અનુસાર આગ્નેય કોણ દુષિત થતો ગણાય છે.
ઉપરોકત દર્શાવેલ વ્યવસ્થા પ્રચંડ પણે વાસ્તુ દોષનો કારક બને છે. ઉપરાંત કેટલીક વ્યવસ્થા વાસ્તુ દોષ કારક છે. તે અગ્નિકોણમાં ટોઈલેટ-બાથરૂમ, તથા સેપ્ટીક ટેંક. પરંતુ આ વ્યવસ્થામાં અમુક માપ સુધી છુટછાટનો અવકાશ વેદીક વાસ્તુશાસ્ત્ર આપે છે, અગર આખુ પરિસર વાસ્તુ-સહમત બનતું હોય કે આખુ પરિસર વાસ્તુ સહમત હોય તો.
પ્રથમ ટોઈલેટની વાત કરીએ પદવિન્યાસ કે મંડલોયોજન અનુસાર આગ્નેય કોણના પૂર્વ તથા દક્ષિણના બન્ને પદ છોડી આ વ્યવસ્થા લઈ શકાય છે. આ વ્યવસ્થા કંપાઉન્ડ માટે છે. અગર પરિસરમાં આગ્નેય કોણમાં ટોઈલેટ સ્થિત હોય તો ઉપરોકત મંડલોયોજન અનુસાર ફેરફાર કરી શકાય છે તેમ પરિસરમાં મંડલોયોજન અનુસાર બે -બે પદ છોડીને ટોઈલેટ લઈ શકાય અગર અન્ય કોઈ વ્યવસ્થા ન હોય તો. પ્રથમ માળે આ વ્યવસ્થા હોઈ તો ગ્રાઉંડ ફ્લોર પર રહેલા કિચનમાં ના હોબ પર ટોઈલેટનુ કોમોડ ન આવે તેની ખાસ તકેદારી રાખવી. પરિસરમાં આગ્નેય કોણ સ્થિત ટોઈલેટ-બાથરૂમ હોય તો નિવારણ દ્વારા તેના દોષને નિર્બળ બનાવી શકાય છે. (નાશ નહિ) .
આવો જ અન્ય દોષ , જે આગ્નેય કોણને વિકૃત કે ખંડીત કરી ને ચીમની જેવી વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે જોવા મળે છે. શકય હોય તો આવી વ્યવસ્થા ટાળવી. આમે પણ પ્રાકૃતિક રીતે આગ્નેય રસોઈ ઘરમાં ચીમનીની જરુરીયાત બહુ જ ઓછી રહે છે.
આવો જ એક અન્ય દોષ આગ્નેય કોણમાં રસોઈઘર ન હોતા વોશરૂમ હોય છે તે પણ દોષનો કારક મનાય છે.


નાના નાના અન્ય દોષ
 
 
-૧)) રસોઈઘર નો નૈઋત્ય કોણ એક્ટેન્ડ થવો.
-૨)) રસોઈઘરનો અન્ય દ્વારા નૈઋત્યમાં હોવો
-૩)) દક્ષિણાભિમુખ રસોઈ વ્યવસ્થા હોવી.
-૪)) રસોઈઘરમાં સીલીંગ પર મિરર કે રીફ્લેક્ટેડ થતા ડેકોરેટીવ્સ હોવાં
-૫)) રસોઈઘરમાં વધારે પડતાં ડાર્ક રંગો હોવા.
-૬)) પ્લેટફોર્મ પર ચપ્પુ ઘસવા
-૭)) પ્લેટફોર્મ પર ઓવર દે હેડ માળીયુ હોવુ
-૮)) અગ્નિ કોણના બેડરૂમમાં પૂર્વ તરફ મસ્તક રાખી ને શયન વ્યવસ્થા લેવી.
-૯)) અગ્નિ કોણમાં ટીનેજમાં થી પ્યુબર્ટી તરફ જતાં સંતાનોનો બેડરૂમ હોવો.
(આ વ્યવસ્થામાં નિવારણનો અવકાશ રહે છે. )
-૧૦)) ગાયનેક ડિસઓર્ડરથી મહિલા માટે નો રૂમ હોવો.
-૧૧)) એક્ઝેટ આગ્નેય કોણમાં ટોઈલેટ -બાથરૂમ હોવા
-૧૨)) આગ્નેય કોણમાં રીડીંગ કે રાઈટીંગ ટેબલ હોવુ
(આ વ્યવસ્થામાં ફેરફારનો અવકાશ રહે છે. )
-૧૩)) આગ્નેય કોણમાં જુગાર કે રમવું
-૧૪)) આગ્નેય કોણના રૂમમાં અમુક ''ખાસ'' પ્રકારના દસ્તાવેજ રાખવા
-૧૫)) આગ્નેય કોણમાં વહીવટી કબાટ હોવો. (વિપરીત દિશામાં ખુલતો)
-૧૬)) આગ્નેય કોણમાં બંધ હાલતમાં બગડેલી હાલતમાં ઈલેકટ્રોનિક કે મેકેનિકલ વસ્તુઓ હોવી.
-૧૭)) આગ્નેય કોણમાં પશ્ચિમ કે દક્ષિણ તરફ મુખ રહે તેવી બેઠક વ્યવસ્થા હોવી (ખાસ કરીને સ્ત્રી વર્ગ માટે)


પરિસરમાં ગ્રાઉંડ ફ્લોર પર આગ્નેયમાં કિચન હોવા છતાં, પ્રથમ કે દ્વિતિય કે ત્તૃતિય માળે આવી કોઈ પણ વ્યવસ્થા સ્થિત હશે તો પણ વાસ્તુ દોષ શરુ થઈ જશે. જે દેખાવમાં અતિ નાની વ્યવસ્થા છે જે સમયાનુસાર અને શુક્રની દશા-મહાદશા-અતર કે પ્રત્યતર દશા અનુસાર રોલ ભજવ્યા કરશે. આવુ જ મંગળની દશા માટે છે. તેમજ વાસ્તુ-દોષના સમય સાથે પણ કાર્યશીલ થતી રહેતી હોય છે, બન્ને રીતે વાસ્તુ-લાભ અને વાસ્તુ-દોષ. યથામતિ ઉપરોકત સુત્રો પર વિચાર વિમર્શ કરવો. અને આ બધી વ્યવસ્થા સ્ત્રીના સર્વાંગ આરોગ્ય માટે કોઈના કોઈ રૂપે તકલીફ દેય છે.

આ કોણ અંગે કેટલીક વિશિષ્ટ વાત.

-૧)) નવ વિવાહિત યુગલ માટે આ રૂમ વાસ્તુ શાસ્ત્રની દ્ર્ષ્ટીએ વર્જ્ય છે. અગર આ વ્યવસ્થા લેવી પડે તેમ હોય તો વેદીક વાસ્તુ-તજજ્ઞની પરામર્શ અચુક લેવી.
-૨)) શાસ્ત્રોકત આ કોણમાં રૂમ હોઈ તો સીલીંગમાં મિરર જેવુ કે રીફ્લેકટીવ ડેકોરેટીવ્ઝ અવશ્ય ત્યાગવા. (નવ-પરિણીતો માટે ખાસ)
-૩)) લગ્ન સગાઈ જેવી મેટરમાં વિલંબ થતુ હોય તેવી યુવતિઓ માટે આગ્નેય કોણનો બેડ રૂમ યોગ્ય નથી.

-૪)) વિજ્ઞાપન, કલા, સંગીત, પરફોમીંગઆર્ટ, ઈન્ટરનેટ કે આઈટી કે ઈન્ફ્લેમેબલ પ્રોડકડ, હોટેલ રેસ્તોરાં, ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોડકટ ક્ષેત્રે રહેલા લોકોએ તેના આવાસમાં રહેલા આગ્નેય કોણમાં દોષ તેમજ ઉપરોકત વ્યવસ્થાથી ખાસ ચેતતા રહેવુ.


અપૂર્ણમ-સંપૂર્ણમ
વધુ આવતા લેખમાં

પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯, 9879499307