Monday, September 26, 2016

''એટલે પ્રેમ''. (ક્રમાંક --૬ )......ડો. હિતેષ મોઢાના પ્રેમ પર ના લોકપ્રિય વન લાઈનર્સ.



''..................... ''    એટલે પ્રેમ (ક્રમાંક -- ).... ડો હિતેષ એ. મોઢા


૨૫૧) અવ્યકત લાગણીની મૂક અભિવ્યક્તિ એટલે પ્રેમ   


૨૫૨) ફુલોનાં નગરમાં હવાની હવેલી એટલે પ્રેમ

૨૫૪) મહેંદીના લીલા છમ્મ પાંદમાં રાતી ટશર ફુટવી એટલે પ્રેમ

૨૫૫) ફુલોના મારગમાં ઝાકળનો વિસામો એટલે પ્રેમ

૨૫૬) ગરમાળાની હારમાળામાં પાલવનો છાંયડો એટલે પ્રેમ

૨૫૭)અપેક્ષા વિનાં ઝીણામાં ઝીણી લાગણીનું આજીવન જતન એટલે પ્રેમ

૨૫૮) ઝાકળથી ધબકારો ભીનો થવો એટલે પ્રેમ


૨૫૯) સુરીલી સ્રરગમમા મુક લાગણીનો લય સાંભળવો એટલે પ્રેમ

૨૬૦) હવાની પાલખીમાં ફુલોની શાહી સવારી એટલે પ્રેમ

2૬૧) સુરીલા સ્મરણનો મુક આહલાદ એટલે પ્રેમ

૨૬૨) પોયણા પર ઢોળાતો ચાંદ એટલે પ્રેમ

૨૬૩) લજામણીના ફુલથી મુગ્ધાનું કાવ્ય લખવું એટલે પ્રેમ

૨૬૪)પોયણામાં ચાંદનું ઓળઘોળ થવુ એટલે પ્રેમ

૨૬૫) સ્પર્શમાં ટેરવુ ત્રોફાવવું એટલે પ્રેમ

૨૬૬)
સાદનું પડઘાયને ટહુકો થવુ એટલે પ્રેમ
૨૬૭) અષાઢી મેઘમાં ચાતકની શ્રીંમતાઈ એટલે પ્રેમ

૨૬૮) સુરીલા સંવાદ સાથે મખમલી મૌનનો આહલાદ એટલે પ્રેમ

૨૬૯) અવ્યકત લાગણીનો પ્રતિસાદ એટલે પ્રેમ

૨૭૦) કાજળ લઈ શમણું ચિતરવુ એટલે પ્રેમ

૨૭૧) પાંપણમાં ચાંદને ઢબુરવો એટલે પ્રેમ

૨૭૨) શમણાની સફરમાં એટલે પ્રેમ

૨૭૩) પડઘાતા મૌનનું એકાંત એટલે પ્રેમ

૨૭૪) ભીની માટીની સોડમમાં હવાનો વસવાટ એટલે પ્રેમ

૨૭૫) જાગરણની રાતે સોણલાનો વરસાદ એટલે પ્રેમ

ચાંદ ઉગ્યો કે શીળુ જાગરણ એટલે પ્રેમ

૨૭૬)  શબ્દોની સરળતામાં અર્થોની વિશાળતા એટલે પ્રેમ

૨૭૭) કાજળની આંખે વરસાદી જાગરણ એટલે પ્રેમ

૨૭૮)વાચાળ લાગણીઓનું મૂક સમર્પણ એટલે પ્રેમ

૨૮૦) હૈયાના સાદનો વરસાદી આહલાદ એટલે પ્રેમ

૨૮૧) હૈયાની કંકોતરીમાં લાગણીની શરણાઈ ગુંજવી એટલે પ્રેમ 


૨૮૨) કુણી લાગણીમાં છપાતી કુમળી કંકોતરી એટલે પ્રેમ

૨૮૩)ભીની ભીની વનરાજીમાં ચંદન જેવો શીળો લેપ

૨૮૪)સમર્પણની અવાક લાગણી એટલે પ્રેમ

૨૮૫)ગાલે ગુલાબી શેરડા પડે તેવી મુગ્ધતા ફુટે એટલે પ્રેમ

૨૮૬)મૌનના નાદમાં લાગણીની સરગમ એટલે પ્રેમ

૨૮૭)શમણાની કેડીએ ચાંદનો સંયોગ એટલે પ્રેમ

૨૮૮)અવ્યકત સાદનો સુરીલો પડઘો એટલે પ્રેમ

૨૮૯)કોમળ ઠંડીમાં ઓળઘોળ થતી ધુમ્મસનો આહલાદ એટલે પ્રેમ

૨૯૦)ચાંદની રાતે દરિયાનું  શ્રીમંત થઈ જવું એટલે પ્રેમ

૨૯૧)ઝાકળના દસ્તાવેજ પર ફુલોના હસ્તાક્ષર એટલે પ્રેમ

૨૯૨)પ્રકૃતિના મારગમાં લીલીછમ્મ કેડી એટલે પ્રેમ

૨૯૩)જીવનના મારગમાં લીલોછમ્મ સથવારો એટલે પ્રેમ

૨૯૪)જીવનના મારગમાં પાલવ જેવો શીળો છાંયડો એટલે પ્રેમ

૨૯૫)પાંપણના શમિયાણે સતરંગી શમણાઓનો પડાવ એટલે પ્રેમ

૨૯૬)અવ્યકત લાગણીઓમાં હૈયાંનું ઓળઘોળ થવું એટલે પ્રેમ

૨૯૭) અવાક લાગણીની સુરીલી સરગમ એટલે પ્રેમ

૨૯૮) ગુલાબી જાગરણનો વાદળીયો અનુભવ એટલે પ્રેમ

૨૯૯) સમર્પણ ભાવનું પારિજાત એટલે પ્રેમ

૩૦૦)ઝાકળ ભીનાં ઘાસ પર પારિજાતની શૈયા એટલે પ્રેમ

ક્રમશઃ


અપૂર્ણમ-સંપૂર્ણમ

No comments:

Post a Comment