Tuesday, September 27, 2016

ખુદા (શબ્દ યાત્રા) ડો હિતેષ એ. મોઢા

ખુદા (શબ્દ યાત્રા)

વ્યુત્પતિ  -- ક્રમાંક -૨ 



મોંઘેરા મિત્રો,

અગાઉ આપણે 'નાખુદા'ની વ્યુત્પતિ અભ્યાસી હતી.  ફરીથી એક નજર  દોડાવી એ નોટ્સ પર.


નાખુદા એટલે તંડેલ, માલમ, વહાણ ચલાવનાર, કેપ્ટન, વગેરે અર્થમાં વપરાય છે, આ શબ્દની વ્યુત્પતિ પહેલા આપણે સમાસ સમજીએ, ના (નાવ)+ખુદા (માસ્ટર) = નાખુદા

આ પહેલવી (જુની ઈરાની) માં ખુટાઈ શબ્દ હતો જે માલિક માટે વપરાતો, જેનો અર્થ ખાટલા પર બેસીને હુકમ કરનારો. તે શબ્દ સંસ્કૃતનુ કરપ્ટેડ ફોર્મ હતુ.
સંસ્કૃત શબ્દ ખટવાંગ એટલે લાકડાના પાયાના આકાર ગદા લઈ ને ખાટલા પર બેસનાર.
બીજો આવો જ શબ્દ ખટ્વપતિ જેનો અર્થ ખાટલા પર બેસનાર,
ત્રીજો શબ્દ ખટ્વારૂડ = ખાટલા પડ્યો રહેતો. ખટવા = ખાટલો.
ના = નાવ, નૌ આ પણ સંસ્કૃત શબ્દ જ.

આ શબ્દ પરથી સંસ્કૃતની એક પ્રાકૃત ભાષા એવી (પહેલવી)ઈરાની શબ્દ ખુટાઈ પડયો અને માલિક ના અર્થમાં આવ્યો. ત્યાર બાદ ઝોરેસ્ટ્રીયન ધર્મનો ઉદય થતા ''ખોદાય'' જેવો શબ્દ અવરુઢ થયો, અને મધ્ય ઈરાની ભાષામાં આખરે ''ખુદા'' બન્યો. જે ઈશ્વર, પરમાત્મા રૂપે આપણે સહુ વાપરીયે છીએ.  આ એક સંભાવના કે અનુમાન જ છે.  માલિક માટે ખટવાઈ ખોટાઈ જેવા શબ્દો ઈરાની ની અનેક બોલીમાં થોડા ઘણા ફેરફાર સાથે બોલાતા હતા.

મિત્રો, ખટવ ગોત્રનો શબ્દ કયાંથીકયાં પહોચ્યો, ઈંગ્લીશનો કોટ શબ્દ પણ આ ખાટની જ દેન છે.

આજે ચર્ચા કરવી છે  ''ખુદા '' શબ્દની 



ખુદા (શબ્દ યાત્રા)

વ્યુત્પતિ  -- ક્રમાંક -૨

 ખોદાય ખ્વેદાય, ખોદા, ખ્વટાય,  જેવા અનેક શબ્દો  મૂળ ઈરાની (ફારસી-પહેલવી) તેમ જ કુર્દ પાર્થિયન, અજેરબૈજાની, ઉજબેક, દારી જેવી અનેક બોલીમાં હતા.

ખોદાય કે ખોદા શબ્દની વ્યુત્પતિ સંસ્કૃત શબ્દ ક્ષા-ધાતૃ કે ક્ષા-ધાતા પર થી થઈ છે જેનો અર્થ થાય છે. ધરતીની રક્ષણ કરનાર, ધરતી ના કર્તા.  ક્ષા એટલે પૃથ્વી, ધરા,  જગત, ધાતૃ-ધાતા અર્થાત ઉત્પાદક, રક્ષક, કર્તા, બ્રહ્મા, વિષ્ણુ,  વિધાતા(ભાગ્ય).

ક્ષા-ધાતાનુ કર્પ્ટેડ ફોર્મ ખોદા, ખોદાય અને આખરે ખુદા. ખોદાઈનો સળંગ સંદર્ભ અવેસ્તન સાહિત્યમાં મળે છે, આ શબ્દો, ખોદા, ખોદાઈ, ખ્વેદાય, ખ્વેટાઈ ખ્વેદ, ઓછામાં ઓછો અઢી હજાર વર્ષ જુના છે.

સંસ્કૃતમાં 'ક્ષ' પર થી શબ્દો બહુ જુજ છે, પરંતુ તેના પર થી,  અલગ અલગ પ્રાકૃત ભાષામાં બનેલા શબ્દો ની પ્રચુરતા સાથે  વિવિધતા પણ છે.



પં.ડો. હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com




No comments:

Post a Comment