Wednesday, September 28, 2016

કારોબાર કે કારભાર (શબ્દ યાત્રા) ડો. હિતેષ એ. મોઢા




--કારોબાર કે કારભાર (શબ્દ યાત્રા)
--કારવાં ( શબ્દ યાત્રા )



આજે આપણો કારવાં ઉપડે છે રાજસ્થાનના રણથી લઈ ને વાયા ઈરાન અને છેક સિલ્ક રૂટ યાને રેશમીયા મારગ પર..... '' કારવાં '' એટલે કાફલો, વણઝાર, સીધી લીટીમાં યાત્રા કરતા વાહનો-માણસોની હાર. આ શબ્દ લોક-બોલીમાં રૂઢ હતો. અવેસ્તન ઈરાની દારી, પાર્થિયન તથા વાયવ્ય તરફ બોલાતી તમામ ભારતિય પ્રાકૃતમાં.... સિલ્ક રૂટ અને રણ પ્રદેશમાં માલ-સામાનની લાંબી હેરફેર માટે, ઊંટ એ ઉપયોગી પ્રાણી,આ સમયે ઊંટ સમેટ ઊંટ ગાડીનો ઉપયોગ થતો હતો. સંસ્કૃતમાં ઊંટ ને ''કરભ '' પણ કહે છે.અને ઊંટગાડી ને ''કરભયાન'' તથા ''કરભવહન '' ઊંટો/ઊંટ ગાડીની હારમાળા જોઈએ ઈરાનીઓ બોલવા લાગ્યા ''કારભાન,કરભાયન, કારભા્ર, '' આમ કરતા આ શબ્દો ઘસાતો ચાલ્યો. અંતે કારવાં બન્યો. ટુંકમાં ઊંટ કે ઊંટ ગાડીની કતાર માટે કારવાં વપરાવા લાગ્યો,  સાથે કોઈ પણ પ્રકારની કતાર કે વણજાર, હાર માટે પણ 'કારવાં ' બોલાવા લાગ્યો.  તેમજ વહીવટ માટે  વપરાતા શબ્દો જેવાં કે કારોબાર કે કારભાર શબ્દ પણ આ કરભયાન ની જ દેન છે.

વાહનોની હારમાળા માટે કારવા, કારવો શબ્દ લોકોમાં પ્રિય ને પ્રચલિત થઈ ગયા. આ શબ્દ છેલ્લા બે હજાર થી વધારે વર્ષ થી અસ્તિત્વમાં આવ્યો છે. ભારતના મોટા ભાગના પ્રદેશમાં પ્રચલિત હતો. કારણ આ શબ્દ વ્યાપાર સાથે સંકળાયેલો હતો, તેમ જુના ઈરાની કાવ્યમાં સૌદર્ય બની બેસી ગયો જે આજ દિવસ સુધી જોવા મળે છે.

આ શબ્દ ઈરાન થી અનેક પ્રદેશમાં જાય છે રોમ ઈટાલી, ગ્રીક, ફ્રાંસ યુરોપના અમુક પ્રદેશ સુધી. ત્યાં કેરેવાન, જેવા શબ્દો બને છે. અને સોળમી સદીમાં ઈંગ્લીશ ભાષામાં કાર પણ બને છે, અને વેન પણ બને છે. વેન વ્હીકલના ભારે પર્યાય રૂપે બોલાય છે લખાય છે, ચર્ચાય છે.

મિત્રો, સંસ્કૃત ભાષાનો કરભ યાન ક્યાં મુહર્તે નીકળ્યો હતો!!! કે હજુ પણ ચાલે છે, અને ચાલતો રહેશે.

પં. ડો. હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com


No comments:

Post a Comment