ઝબરદસ્ત (શબ્દ યાત્રા)
આ શબ્દ ઘણા સૈકાઓથી ભારતમાં વસી ગયો છે, ચાલો આજે આ ''અદભૂત'' ''ફેન્ટાસ્ટિક '' ની યાત્રા કરી વિસ્મિત થઈ એ, આ શબ્દ મૂળે ઈરાની ભાષાનો છે. જ્યારે ઈરાનના સુવર્ણ કાલ હતો ત્યારે ત્યાં પાંચ મુખ્ય બોલી પણ હતી.
ઝબરદસ્ત = અમેઝિંગ, સરપ્રાઈઝ્ડ, અદભૂત, મોટુ. વેગીલુ, ચડીયાતુ, વિગોરીયસ, આ શબ્દનુ ગોત્ર પણ હોમ લેન્ગવેજ સસ્કૃત જ છે. સંસ્કૃતમાં જવ= એટલે વેગ, ત્વરા, ઉતાવળ. તીવ્ર ગતિ. તેના પર થી ઝબર શબ્દ બને છે, જેનો અર્થ ટોપ, અપર કે સુપીરીયર કે વેગીલુ. દસ્ત શબ્દ સંસ્કૃતના હસ્ત પર થી જ બને છે, જુની ઈરાની દહસ્ત જેવો શબ્દ પણ છે. આ બન્ને શબ્દોનું સંયોજન એટલે ઝબરદસ્ત. આ દસ્ત પર થી અનેક શબ્દો આવ્યા છે જેમ કે દસ્તક, દસ્તાના, દસ્ત, દસ્તુર. મર્વદસ્ત વગેરે ........ ઈરાનીની બીજી ભાષા પશ્તુનમાં પણ આ શબ્દ ની વ્યુત્પતિ છે, તેમા ઝબા+ દસ્ત = ઝબા= જીભ, ભાષા, વાણી, + હાથ = બોલેલુ પાળી બતાવુ કે વચન. જેવો અર્થ થાય છે. પરંતુ આ વ્યુત્પતિ પાછળથી આવી છે એ પહેલા ઝબરદસ્ત શબ્દ વ્યવહારમાં આવી ગયો હતો. આજે આપણે સહુ જબરજ્સ્ત કે ઝબરદસ્ત કે જબરદસ્ત બોલીએ છીએ. પરંતુ જાસ્તી કે જ્યાસ્તી ને આ શબ્દ સાથે કોઈ સંબંધ નથી.
આપણી પ્રાકૃત ભાષાઓ માં પણ ઝબરો કે જબરો જવરો જેવો શબ્દ જોવા મળે છે તે પણ ''જવ'' શબ્દની જ દેન છે. અને આજ શબ્દ પર જવનિકા કે જવન શબ્દ બન્યો જે નાટય મંચના નૈપથ્યમાં વપરાત પડદા માટે વપરાતો, યાને ત્વરાથી પડદો પડે ને નૈપથ્યમાં રહેલુ દ્રશ્ય આંખના પલકારે બદલાય જતું. આ ગતિ /ત્વરાને લઈ ને પડદો શબ્દ બન્યો હતો. જેને પાછળ યવનિકા બનાવી કેટલાક કહેવાતા મૂર્ધન્ય મૂર્ખશિરોમણી એ યવન ગ્રીક સાથે જોડી દઈને કહેવા લાગ્યા હતા, કે આ શબ્દ તો ગ્રીક ભાષામાંથી અને સિકંદર ના સમયે પોસ્ટ સિકંદર કે મૌર્ય વંશ વગેરે વગેરે વગેરે, પરંતુ, આ એક તદન કોરી કલ્પના હતી. એક ગપગોળાથી વિશેષ કશુ જ નહિ.
પં. ડો. હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment