કોઈ પણ પ્રકારના આવાસીય કે વ્યાવસાયિક કે ઔદ્યોગિક પરિસરમાં નકારાત્મક ઉર્જાનો જથ્થો વધી જવો અને ત્યાં જ કાયમી ધોરણે તે નકારાત્મક ઉર્જાનુ સ્થીર થઈ જવુ એટલે વાસ્તુ દોષ. તેમજ વાસ્તુ દોષ એટલે વેદીક વાસ્તુ શાસ્ત્ર અનુસાર પરિસર ની બાંધકામ અને આંતરિક વ્યવસ્થા ને બદલે વેદીક વાસ્તુ શાસ્ત્ર અનુસાર વિપરીત વ્યવસ્થા આવતા જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ પરિસરના ચોક્કસ ભાગને અવરોધે છે અને તેની પ્રતિક્રિયા રૂપે ઉત્પન્ન થતી માનવ શરીર કે માનવ જીવન કે રોજીંદા કામકાજી વલણમાં ઉભી થતી અસુવિધા એટલે વાસ્તુ દોષ.બીજા અર્થમાં જોઈ એ તો પરીસરમાંથી મળતી જીવન ના મુખ્ય ચાલક બળ સમાન હકારાત્મક ઉર્જા ને અવરોધતી ક્રિયાને વાસ્તુ દોષ કહેવાય છે. તેમજ નકારાત્મક ઉર્જાનુ પરીસરમાં સ્થીર થવુ તે.તેનાથી માણસના વ્યવસાય, જીવનમાં જાત ભાતની મુશ્કેલી અને અસુખનો અનુભવ થાય છે. અને મોટા ભાગના કેસમાં કાયમી બીમારી તેમજ ધન વ્યય જેવી બાબત ઉજાગર થાય છે. સાથો સાથ વિકાસ તથા લગ્ન જીવન, સંતાન સુખ જેવી અનેકવિધ બાબતો પણ દ્રશ્યમાન થાય છે. દરેક કોણ -દિશા અનુસાર અલગ અલગ દોષ અને તેનાથી થતી હાનિનુ સ્પષ્ટ અને ચોક્ક્સ ચિત્રનુ નિરુપણ વેદીક વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખનિય છે.
વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય ૮૧ પ્રકારના વાસ્તુ દોષ દર્શાવ્યા છે. અને પેટા અને બે પદ કે બે દોષના સંયોજનથી બનતા વાસ્તુ દોષ ૮૧X ૮૧. હાલના વર્તમાન સમયમાં તમામ કોણ પર સ્થિત વાસ્તુ દોષ વધારે અને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ફક્ત બાહ્ય ભભકો કે એલીવેશન ભવ્ય બતાવવા બધા જ કોણ વધુ ને વધુ દુષિત થાય છે. આપણુ વેદીક વાસ્તુ શાસ્ત્ર કેટલુ ગહન અને સુક્ષ્મગ્રાહી અભ્યાસ કર્તા છે તેનુ પ્રમાણ આવાસને પદાવલી અનુસાર વહેચીને એક એક પદ અનુસાર વ્યવસ્થા અને વિપરીત વ્યવસ્થાથી પેદા થતા દોષનો પણ ઉલ્લેખ કરે છે. આખા પરિસર ને જયોતિષ અનુસાર બાર રાશિ/ નવગ્રહ તથા વેદીક દર્શન અનુસાર પાંચ મહાભુતમાં વિભાજન કર્યુ છે.
એથી વિશેષ આયુર્વેદ-જ્યોતિષ અનુસાર તાસિર; તથા માનવ કૃતિ (માનવ શરીર)અનુસાર પરિસર ને વિભાજીત કરી સુક્ષ્મ અભ્યાસ રજુ કરે છે. યોગ-દર્શન અનુસાર તમામ ચક્ર અને તેની ઉર્જાનુ કાર્ય પણ રજુ કરે છે. આ તમામ પરિબળો કેવી રીતે એક મેક થી સંકળાયેલ છે તેમજ ઇન્ટર એક્ટ અને ઈન્ટર રીએકટ કેવી રીતે કરે છે તેનો અતિ માર્મિક અને સુક્ષ્મ અભ્યાસ રજુ કરે છે. તેમજ દરેક કોણ અને દરેક દિશાની ચોક્ક્સ વ્યવસ્થાનુ સુક્ષ્મ આકલન રજુ કરે છે. પ્રત્યેક દોષનુ નિવારણ શક્ય છે. અમુક દોષ વેધ સમાન હોતા તે દોષને દુર કરી ત્યાં શાસ્ત્રોક્ત નિવારણ મુકીને વાસ્તુ સંમત બનાવવુ ઘટે.
હાલના સમયમાં પરીસરમાં થતા આડેધડ ખાડા, સ્ટેપ, તેમજ લેન્ડ સ્કેપીંગ વ્યુહ માટે બનાવતા ટેકરા ફાઉન્ટન, તથા સેપ્ટીંક ટેન્ક, પાણીમાટે ભુગર્ભ ટાંકા, કર્ણ અને મર્મ, અતિ મર્મ રેખા ક્ષ રેખાને છેદતો પ્રવેશ દ્વાર કે ઉપરોકત વ્યવસ્થા, આ સાથે એલીવેશનમાં શાસ્ત્રોકત માપ વિના થતુ પ્રોજેક્શન, કે ઓફસેટ, તેમજ ચોક્કસ દિશાની અગાશી પર દિવાલ અને તેના પર થયેલ લક્ઝરી વર્ક ભયંકર વાસ્તુ દોષના કારક મનાય છે. તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આંતરિક વ્યવસ્થામાં વાસ્તુ શાસ્ત્ર સુચિત વ્યવસ્થાથી તદન વિપરીત વ્યવસ્થા કે વિપરીત તત્વો ના પદ ગોઠવવામાં આવે તો દોષ પેદા થઈ જાય છે.
અહી કિચન મુખ્ય રૂમ, બેઠક રૂમ બેડ રૂમ, ટોઈલેટ/ બાથરૂમ, બેઝિન, કબાટ તિજોરી, સીલીંગ માં થતુ POP વર્ક, OTS, તેમજ અન્ય માર્જિન સ્પેસ, સીડી અને તેનો રૂમ અને પગથીયાની લંબાઈX પહોળાઈ, ઝુમ્મર અને અન્ય આંતરિક સજાવટની ચીજ વસ્તુ, ચીમનીનુ આઉટ લેટ, ગંદા પાણીની નિકાસી, ઓવર ધ હેડ વોટર ટેંક, અગાશી પર અસ્થાયી વ્યવસ્થા તેમજ રવેશ, બાલ્કની, અગાશીના ઢાળ-ઢોળાવ, તેમજ બાંધકામના નિયમને છેદતા માપ વાળા બારી દરવાજા, પાર્કીગ, અને સર્વંટ રૂમ વગેરે વગેર વાસ્તુ દોષના કારક મનાય છે, જે સામાન્ય રીતે સ્પષ્ટ પણે પ્રથમ દ્રષ્ટી અભ્યાસમાં ઓળખાય જાય તેવા વાસ્તુ દોષ છે. તેમજ અમુક ખાસ અને અતિ રેર વાસ્તુ દોષનુ સ્થળ પર કુલ બાંધકામના અભ્યાસ બાદ જ નિદાન કરી શકાય છે.
તમામ દોષને સમજવા માટે સાઈટ, પ્લોટની દિશા કે વિદિશા સમેત પ્લોટના ક્ષેત્રફળ અને તેના પર થયેલ કુલ બાંધકામનો, માલિકની જન્માક્ષરનો સુક્ષ્મ અભ્યાસ કરવો ઘટે. તેમજ લેખ વાંચી કોઈ અંતિમ નિર્ણય પર ના આવવુ.
અન્ય દોષ, ખાસ પ્રકારના દોષો , અને વાસ્તુ વેધ વિશે આગામી લેખમાળામાં...
અપૂર્ણમ-સંપૂર્ણમ
પં., ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
(ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ)
૧ વાઘેશ્વરી પ્લોટ
પોરબંદર
ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com
No comments:
Post a Comment