આ શબ્દ કોઈ જોડીયા શબ્દ નથી, પ્રાસ માટે જેમ શબ્દના અંતે બીજો શબ્દ ઉમેરે છે, તેમ પણ નથી, બન્ને શબ્દના એક જ અર્થ થાય છે. અને બન્ને શબ્દની વ્યુત્પતિ પણ એક જ છે. દવા અને દારુ સંસ્કૃતની અલગ અલગ પ્રાકૃત પર થી અવતર્યા છે. દવા શબ્દ શૌરસેની અને અપભ્રંશ પ્રાકૃતમાં આવે છે, જ્યારે દારુ પહેલવી પ્રાકૃતમાંથી આવે છે. (ઈરાની)
આ બન્ને શબ્દનો મૂળ સંસ્કૃત શબ્દ છે, '' દ્ર્વ ''= પ્રવાહી ઘુંટીને કે ઓગળીને પ્રવાહી થઈ જવુ/બનીજવુ/ બનાવવુ. આ દ્રવ પર થી શૌરસેનીમાં દવા શબ્દ આવ્યો. જ્યારે જુની અને મધ્ય પહેલવીમાં દ્વવજ/દ્વવગ શબ્દ છે જયારે નવી ને આખરી પહેલવી માં દારુગ શબ્દ છે, જે ઉર્દુમાં દારુ થઈ ગયો. તેમ ઈરાનમાં આજે પણ દારુ ને દારુગ બન્ને બોલાય છે. જેનો અર્થ પણ ઔષધી થાય છે. એક સમયે ઈરાની હર્બલ દવાઓ પ્રવાહી રૂપમાં મધ કે મધાર્ક કે અરાક (શરાબ) સાથે લેવામાં આવતી. તેમ અહિ ભારતવર્ષમાં દવા મધ સાથે લેવામાં આવતી..... જ્યારે ઉર્દુ ભાષાનો જન્મ થાય છે, બન્ને બહેનો (પ્રાકૃતો) ભેગી થાય છે, અને તેના સંતાનો જેવા કે દવા અને દારુ પણ ભેગા થાય છે. એક્નુ સંતાન લિકર તરીકે રાજ કરે છે, તો બીજીનું સંતાન ઔષધ દરીકે રાજ કરે છે.
પં. ડો. હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
This comment has been removed by a blog administrator.
ReplyDelete