આ ફારસી(પહેલવી-ઈરાની) શબ્દ વાયા ઉર્દુ થઈ ભારતમાં પ્રવેશે છે, વર્તમાન સમય મરાઠી કોંકણી અને ગુજરાતીમાં સમુદ્રને દરિયો કહે છે. આ દરિયા શબ્દનુ મૂળ પણ સંસ્કૃત શબ્દ ''દ્રહ '' છે. ''દ્રહ'' અર્થાત ઉંડુ સરોવર, ધરો જેવો અર્થ થાય છે. પહેલવી સિવાય માગધી, શૌરસેની અને અન્ય પ્રાકૃતમાં ભાષામાં દરયા, દર્યા કે દરિયા જેવો શબ્દ છે, જે મોટી નદી કે સરોવર ના અર્થમાં વપરાય છે. હિન્દી ચલચિત્રના એક ગીતમાં આવે છે ''નદીયા સે દરિયા , દરિયા સે સાગર....''
દ્રહ શબ્દ જુની પહેલવીમાં દ્રાયા કે દ્રાયાબ તરીકે બોલાતો, ત્યાર મિડલ ફારસીમાં દ્રયાબ અને આખરી ફારસીમા દરયા કે દરયાબ જેવો શબ્દ આવે છે, જે આજે પણ બોલાય છે. આ સમયની પ્રાકૃત ભાષાઓ માં સંસ્કૃતના મોટા ભાગના શબ્દો ૧૮/૨૦ ના ફેરફાર સાથે જોવા મળતા. આથી ઘણા પહેલવી શબ્દો શૌરસેની કે માગધી કે અપભ્રંશ કે પિચાશી, કે ઈલુ પ્રાકૃતમાં પણ જોવા મળતા. પરંતુ ઉર્દુ દ્વારા આવેલા શબ્દો મોટા ભાગના ફારસીમાં થી જ આવ્યા કે શૌરસેનીમાંથી એ નક્કી કરવુ ઘણી વાર મુશ્કેલ બની જતુ હોય છે, તો ઘણા શબ્દો બન્ને માં સમાનાર્થે જોવા મળતા. ફકત અફિક્સ ના જ ફેરફાર હોય છે.
પં ડો. હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment