હેલ્લો ''સંવાદ''
''હા બોલ વાચા શું નિર્ણય લીધો ?''
''સંવાદ આપણે એક છત હેઠળ આપણે સાથે નહિ રહી શકીએ'' ''Ok, do it fast .. વાચા યાદ રાખજે ૧૦ વર્ષના લગ્ન જીવનમાં જે ભંગાણની પરીસ્થિતી પેદા થઈ છે તે કેવળ તારી જીદ અને અહંકારને કારણે થઈ છે... ''
''સંવાદ એ અનેક વાર સાંભળી ચુકી છુ તારા મોઢેથી... આજની નારી છુ મારો કેમ રસ્તો કરવો અને કેમ મંઝિલ બનાવવી મને સારી પેઠે આવડે છે. તારી સલાહ કે શિખામણની તેમાં જરુર નથી સમજ્યો.... ''
''વાચા આ તારુ વાકય નથી પણ કેરેકટર છે, આથી મને ભય છે કે સમાજ તને કાયમ માટે અંતર્મુખ બનાવી દેશે.... કારણ મે તારી ભીતર રહેલી આવડતને આયનો ધર્યો, તારી ભીતર ધરબાયેલ શક્યતાઓનુ અસીમ આભ બતાવ્યુ, અને તે મને બદલામાં મારી સીમા બતાવવાનુ શરુ કર્યુ, અને હુ તને એક ઓલ્ડ ફેશન લાગવા માંડયો... યાદ રાખજે પૂર્ણ પ્રકાશ માન થવા સૂર્યને પણ સમી આંજે ઓળવવુ પડે છે, પછી જ તે પ્રફુલ્લિત સવાર સાથે આવી શકે છે.. આ નિયમ મારો નથી પણ આ એક શાશ્વત સત્ય છે.''
-------xxxxxx---------- divorced by mutual concent-----------xxxxxxx
૫ વર્ષ બાદ
''સંવાદ'' અધ્યાય
સંવાદ શહેરમાં પ્રખ્યાતીના ઉચ્ચતમ શિખર પર બીરાજમાન હતો... સફળતા પગ ચુમતી હતી... પણ એવો ને એવો જ જે જોવે તેવુ જ કહેનાર, અને જે વિચારે તેવુ જ આચરણ કરનાર, કશા જ દંભ અને કશા જ પ્રોફેશનલ આવરણ વિના જીંદગી પસાર કરતો હતો, જે લગ્ન ભંગનુ મુખ્ય કારણ બન્યુ હતુ.
આરીસો ઘણી બધી ચાડી ખાતો હતો .. ડ્રેસીંગ ટેબલ પર વાચાની શણગાર સામગ્રી વેર વિખેર પણ અકબંધ પડી હતી, આટલા વર્ષો બાદ પણ. કેટલીક પરફ્યુમની અધુરી બોટલ્સ, કેટલાક ડીઓ કેન્સ, આછી ધુળ કોટેડ રાસ્પબેરી કલરની લીપસ્ટીક.... આરીસા પાછળના ખાનામાં અસ્ત વ્યસ્ત ડ્રેસ પડયા હતા... જેમાં કેટલાક જન્મ દિવસ નિમિતે ગીફ્ટ કર્યા હતા.... તો એક બે ડ્રેસ એવા પણ હતા જે ધોયા વિના આટલા વર્ષોથી પડયા હતા... અનાયાસે તે ડ્રેસ સંવાદના નાક તરફ વળી જતા હતા.. એ જ ખુશ્બુ... હવે તો ખુશ્બુ રહી નહોતી.. પણ સમગ્ર ચિત તંત્ર ઝંઝોળી ઉઠી પડતુ અને રીકોલ-મેમરી માફક રીકોલ બોડી ઓડરથી નાસિકા તરબતર થઈ જતી હતી.... સંવાદને વાચા હોય તો જ સંવાદ કહેવાય .. આથી મુક ભાષાનો અનુભવ જાણે ચિત તંત્ર પર રીવાઈંડીગ/રીઝ્યુમ મોડ પર સતત અને સળંગ જ રહ્યા કરતો....
૫ વર્ષ બાદ
''વાચા'' અધ્યાય
વાચા શહેરમાં પ્રાઈવેટ ફર્મમાં એક એકાઉંટંટની નોકરીમાં સીમીત રહી ગઈ... માર્ગમાં આવતા અનેક પથરાળા પડાવને વેંઢારતી રહી ... પણ સ્મરણ ના પ્રદેશ પર સંવાદનુ કોઈ સીમા ચિન્હ નહોતુ...પોતાના કેફમાં મસ્ત હતી....... હકીકત તો એ છે કે લગ્ન બાદ સંવાદે જ શિક્ષણ અને ઉચ્ચ તાલીમ વડે કંડારી હતી.. મૂર્તિ સ્વરૂપે નિખાર આવતા ખુદ ને અનેરી વાચા આપનાર સંવાદને ખુદે જ સંવાદ બનાવી દીધો અને આધુનિક નારીની હરોળમાં એક પુરુષનુ એક પ્રેમીનુ અને હાં એક પતિના અસ્તિત્વને નિશબ્દ કરી નાખ્યુ.....
વાચાના બેડરૂમમાં આદમ કદનો આયનો ખુદ વાચાનુ પ્રતિક બની ગયો... જે એક સમયે બજારુ વાહ-વાહીમાં તેનો ચહેરો બની ગયો હતો, હજુ પણ અનાવૃત થતો નહોતો, પર ..... અંધ આવરણ તેનો મેક-અપ બની ગયો ને આદમ કદનો આયનો તેના મિથ્યા અહંકારને પોષવા લાગ્યો.... પરંતુ આ આયનો હવે તો વાચાને ગ્રહણ લગાડવા લાગ્યો જાણે પથ્થર પર લુણો..... .આ એકાંકી જીવન; જાતે સ્વીકારેલી કેદ્થી વિશેષ નહોતુ.. તમામ દરવાજા બંધ થઈ ને દિવાલ બની ગયા હતા, દિવાલમાં જડેલો આયનો તેના અસ્તિત્વનો ભાગ બની ગયો....
ઉપસંહાર
સંવાદના માનસ પટ પર કશેક વાંચેલુ વાકય યાદ આવ્યુ કે ''કાળમીંઢ કદી ઘડી શકાતા નથી, અગર ઘડીને શિલ્પ બને તો પણ એ કાળમીંઢ જ કહેવાય''... પરંતુ પોતાના પ્રથમ પ્રણયને ભુલી શકતો નહોતો... પોતાની ચાહતનુ બાળમરણ થશે તે કદી સ્વપ્ને પણ નહોતુ વિચાર્યુ....
વાચા ના ખુદ વાચા બની શકી, ના સંવાદની વાચા બની શકી. બન્ને ઉતર અને દક્ષિણ ધૃવ માફક શહેરમાં જીવે છે.... લોકવાયકા એમ કહે છે કે વાચાની તમામ ટેલેન્ટસ ને સંવાદે હણી નાખી છે. સંવાદ જ મોટો દોષી છે.
ડો. હિતેષ એ. મોઢા
૨-૧૦-૨૦૧૨
મારા મોંઘેરા મિત્રો, મારી આ બહુ જુની વાર્તા થોડા ઘણા શાબ્દીક સુધારા સાથે રજુ કરુ છુ.
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment