આ શબ્દ ને મૂળે અરેબીક માનવામાં આવે છે. હ-બ-બ યાને આકર્ષણ ખેંચાણ, લગાવ, જેવો અર્થ થાય છે. તેના પર મહોબ્બત અને એ સિવાય ૨૩ જેટલા હ-બ-બ ના રૂપો ને શબ્દો બને છે. પરંતુ આ શબ્દ વિશે ઘણા મતમતાંતર છે. કારણ જુની દારી ભાષામાં અબિસારે( અભિસાર) મહાબાત જેવો શબ્દ ટ્રેસ થયો, તેમ જુની ઈરાની ભાષામાં મહાબાત, અને મહાબ જેવા શબ્દો ટ્રેસ થયા છે. મહાબ શબ્દ ઈરાની છે. કારણ નામના અંતે પ્રત્યય રૂપે આબ આ એક જ ભાષામાં લાગતો હતો. સંધિ છુટી પાડીએ તો માહ+આબ = ચંદ્ર જેવુ, ચાંદની, ચંદ્રપ્રકાશ જેવો અર્થ કરી શકાય. અને કાવ્યમિમાંશામાં ચંદ્રકિરણ, ચાંદની એ પ્રેમના જ પ્રતિક છે. પરંતુ આ શકયતા નથી. કારણ અભિસારે મહાબાત આ સિવાય અનેક જગ્યા એ વપરાયો છે.
ઈરાની વ્યાકરણ કારો-ભાષાકારો તેના મૂળ કુળ વિશે અનિયમિતતા કે અજ્ઞાત દર્શાવે છે. હવે અભિસાર એ તદન સંસ્કૃતનો શબ્દ છે, સંસ્કૃતમાથી પ્રાકૃત બોલી/ભાષાઓ બની એ સમયમાં લોક નાટીકાઓ અને કાલિદાસના નાટકો માં આ શબ્દ જોવા મળે છે. અભિસાર એટલે પ્રેમીને મળવા જવુ તે, પ્રેમીનું મિલન સ્થાન, સાથી, સોબતી, હુમલો, અભીસર== સોબતી, સાથી, પ્રેમી, બીજો શબ્દ મહાબાત આ શબ્દ પણ મૂળે સંસ્કૃતનો મહા-વાત છે. જેનો અર્થ થાય છે,' તોફાની પવન '. અભિસાર એ મહાબાત (વાત) કદાચ આગળ જતા, આકર્ષણ કે ખેંચાણના પર્યાય રૂપે બોલાવા લાગ્યુ હોય અને છેક ઈરાનના બીજા છેડા સુધી પ્રચલન પામ્યુ હોય.
જુની ઈરાની અને જુની દારી બોલી સમયે ન તો અરેબીક હતી, ન તો હિબ્રુ. થોડા અનુમાન અનુસાર; આ શબ્દ અરેબીક વ્યાપારી દ્વારા અરબી વિસ્તારમાં ગયો હોય, બીજુ અનુમાન ઈરાનનુ રાજ હાલના ઈરાનથી લઈ ને પેલ્સ્ટાઈન સુધી હતુ. તે સમયે તેની અનેક લોક્બોલીઓ તેમાં આ શબ્દ ગયો , વહ્યો હોય, ત્રીજુ અનુમાર મેડીવેઈલ એજ પછી યાને ૧૨મી સદી દરમ્યાન મોંગલો ના હુમલા બાદ આ શબ્દ પહોંચ્યો હોય !!! કારણ મોંગંલો ઈસ્લામ ધર્મનો અંગિકાર કર્યો હતો, પરંતુ તેની અને તેના વહીવટની મુખ્ય ભાષા તો ઈરાની જ રહી હતી. ઈરાની કાવ્યના બે યુગ મનાય છે, એક તો હમ્ખાનીના સમયમાં અને બીજો ૧૭ સદીમાં , આ સમયે ઈરાનમાં પ્રચુર પ્રેમ ગીતો અને કાવ્યો રચાયા. તે સમયે આ શબ્દ ને ઉપયોગમાં લીધો હોય. અને ધીમે ધીમે મહોબ્બત બની ગયો હોય. જયારે આધુનિક અરબીની રચના થતી હોય ત્યારે આ શબ્દને અરબીકૃત કર્યો હોય. એક વાત ચોક્ક્સ છે આ શબ્દ મૂળે સેમેટીક નથી, 'હવ્વા' શબ્દ ને ટ્રેસ કરતા તેનુ રૂટ હિબ્રુ તરફ જાય છે, અને તેનું અરબીકૃત તદન ભીન્ન જણાય છે.
મિત્રો આ મહોબ્બત શબ્દ પર થી હબ્બી, હબીબ, હબીબા, મહબૂબ શબ્દો મળ્યા. આ સિવાય અનેક શબ્દો છે, પરંતુ તે હિન્દી-ગુજરાતીમાં નથી બોલાતા.
પં., ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
જ્યોતિષ આર્યગૌરવપુરસ્કારવિભુષિત
યુનિવર્સીટી રોડ, રાજકોટ
વાઘેશ્વરી પ્લોટ,પોરબંદર
૯૧૭૩૩૮૮૨૭૯ -૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment