બદર શબ્દ સૌ પ્રથમ એ અવેસ્તન પારસી શબ્દ છે, જેનો અર્થ પોર્ટ જેવો થાય છે. મૂળે આ શબ્દ સંસ્કૃત શબ્દ સમુહ યાને ''બંધ-દ્વાર'' પર થી રૂઢ થાય છે. વેદીક સમયમાં કોસ્ટલ વે પર કુદરતી બારુ કે બંદર હોય તેવા કાંઠે વસેલા શહેર કે નગર કે દ્વારકા કહેતા હતા. અહિ નામ નહિ પરંતુ સર્વનામ હતુ દ્વારકા. આ જ દ્વારકા વાયવ્ય ના વિસ્તાર જેવા ફારસ માં બંદ+ દાર = બંદર બની જાય છે. બંદ= ક્લોઝ્ડ- બ્ંધ અને દાર= દ્વાર.
બીજી સંભાવના ભુમિદ્વાર પર થી આ શબ્દ આવ્યો. જેને ઈરાનીમાં બુમદાર કહેતા. આ શકયતા પણ નકારી શકાતી નથી. કારણ દરિયા/નદીમાંથી જમીન કે કિનારા પર ઉતરવા માટે આ ભુમિદ્વાર શબ્દ બંધબેસતો જણાય છે.
વિશ્વની મોટા ભાગની પ્રચલિત ભાષામાં બંદર = પોર્ટ અથવા હાર્બર જેવા અર્થ સાથે સફર કરે છે.
મુંબઈનુ પ્રથમ ઉપનગર બાંદ્રે બેન્દ્રે કે વાન્દ્રે, વાંદરા બાંદરા પણ મૂળે બંદર જ હતુ.
પં. ડો. હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment