Saturday, October 1, 2016

બીકીની ( શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા



DrHitesh Modha Ishanastrovastu's photo.
DrHitesh Modha Ishanastrovastu's photo. 
DrHitesh Modha Ishanastrovastu's photo.
DrHitesh Modha Ishanastrovastu's photo.


માર્શલ ટાપુ સમુહ, ઓસ્ટ્રેલિયાથી ઈશાન તરફ પેસીફિક મહાસાગરમાં આવેલ છે. ૨૯ કોરલ ટાપુ ધરાવે છે, તેમ નાના મોટા ટાપુ ટાપુડીને કુલ સંખ્યા ૧૧૫૬ છે. ૫૬ થી ૬૦ હજારની કુલ જન સંખ્યા ધરાવતા આ ટાપુ સમુહની મુખ્ય ભાષા માર્શલીઝ છે જે મલય પરિવારની ભાષા છે. માજરો તેનુ કેપીટલ સીટી છે. આ ટાપુ સમુહ નો એરીયલ વ્યુહ તો ગળાના હાર જેવો તો ક્યાંક આકાશમાં ચમકતા તારકોની હારમાળા જેવો દિશે છે. મુખ્ય ચાર કે પાંચ ટાપુ સમુહ મુખ્ય છે જ્યાં જન સંખ્યા છે, લોંગ બીચ છે, લાગુન છે. ટુંકમાં અઢળક અઢળક સૌંદર્યનો જાણે કળશ ઢોળાયો હોય !!!!!!!

આ ટાપુને દુનિયાનો કોઈ ને કોઈ વ્યક્તિ દરરોજ વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક બોલે છે, તો ક્યાંક ખ્વાબે છે. આ ટાપુનું ઐતિહાસિક મહ્ત્વ પણ છે, અમેરીકાએ સૌ પ્રથમ વાર ૧ જુલાઈ ૧૯૪૬ના રોજ અણુ હથિયારો નું પરિક્ષણ આ ટાપુ સમુહ ના એક ટાપુ પર કર્યુ હતું, તેનુ નામ છે બીકીની એટોલ (ટાપુ) તેના ઠીક ચાર દિવસ બાદ ૫ જુલાઈ ૧૯૪૬ ના રોજ, પરીસ શહેરના 'પિસ્કીન મોલિતોર' સ્વીમીંગ પૂલ ખાતે ફ્રેન્ચ મેકેનિકલ એન્જીનીયર લુઈસ રાડે પ્રથવ વાર એક સાવ અલગ જ પ્રકારનો એટ્રેકટીવ ટુ-પીસ 'સ્વીમ સુટ' લોકાર્પણ કર્યો, અને તેનુ નામ આપ્યુ, ''બીકીની''. આ સ્યુટના ડેમોસ્ટ્રેશ્ન્સ અને મોડેલિંગ માટે તે જમાનાની, પેરીસની મશહૂર ન્યુડ ડાન્સર 'મિશેલીન બર્નાર્દીની' ને પસંદ કરી હતી. અને મિશેલિનના આ ફોટો એ પેરીસ સમેત આખા યુરોપ-અમેરીકામાં પગથી માથા સુધી આગ લગાડી હતી. અણુશસ્ત્રોના પરિક્ષણના માનાર્થે અપાયેલુ 'આ' નામ આજે તો લોકોના અણુ અણુ માં સમાય ગયુ છે.

બીકીની એટોલ મૂળે માર્શલ-મલય ભાષાનો 'પિકીન્નાય કે પિકીન્ની એટોલ' નુ રૂપ છે. આ 'પિક' શબ્દ મલય -મયલાયમ- સિંહાલી અને માલદેવી ભાષામાં જોવા મળે છે, ૧૮-૨૦ ના ફેરફાર સાથે. જે સંસ્કૃત શબ્દ પિચ્છ શબ્દ નુ અપભ્રંશ રૂપ છે, નાયે શબ્દ નારિકેળ નુ કર્પ્ટેડ ફોર્મ છે. ''નાળીયેરનો ગુ્ચ્છો'' = પિકીન્નાયે.

અટોલ શબ્દનુ મલય-મલયાલમ સિંહાલીના 'અટોલુ' પર થી આવ્યો. . આ શબ્દ મૂળે માલદેવી
(મહારાષ્ટ્રી પ્રાકૃત)'આબતાલા' થી અવતરે છે. જે સંસ્કૃતમાં આપ-તળ શબ્દ હતો. આપ=પાણી, તળ= સપાટી, તળીયુ, નાની ટેકરી કે ઢાળ, જુની ફારસીમાં આબ-તળ જેવો શબ્દ હતો. આ શબ્દ દરિયા/નદીમાં રહેલ રીફ કે નાના નાના ટેકરા માટે વપરાતો.   



પં. ડો હિતેષ એ. મોઢા


www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com

















No comments:

Post a Comment