Saturday, October 1, 2016

.સમરકંદ-બુખારા (શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા



''અગર આન તુર્ક શિરાઝી બદાસ્ત આરેદ દિલે મારા
બખાલ, હિન્દુઆશ બક્ષમ સમરકંદ ઓ બુખારા ''

-- મહા કવિ હાફિઝ શીરાઝી ( ખ્વાજા શમ્સ અલ દીન)

આ કવિ એ હોઠ પરના કાળા તલ પર સમરકંદ અને બુખારા શહેર ને ઓવારી જાવાની વાત કરી છે, આ એ બેઉ શહેર છે જે એક સમયે ઈરાની રાજ હેઠળ હતા, એક સિલ્ક રૂટ પર નુ અને બીજુ તેના દુર જ્યા કલા અને સંસ્કૃતિ નો અનુઠો સંગમ જોવા મળતો. હજારો વર્ષ સુધી આ બન્ને શહેરે જાહોજહાલી ભોગવી. તે સમયના કોસ્મોપોલોટીન શહેરો હતા.

ઉઝબેક(હાલ)ના આ બેઉ શહેર વિશે મહાન ફારસી કવિ હાફિઝ શિરાઝી એ પોતાની એક ગઝલમાં આવો મક્તો રચ્યો હતો, જે આજે પણ ઈરાન માં કવિદંતિ કે રૂઢી પ્રયોગ કે કહેવતના રૂપે બોલાય છે, તેરમી સદી ઈરાની કાવ્ય જગત નો સમૃદ્ધ સમય ગાળો રહ્યો છે. ફરી ક્યારેક મહાકવિ હાફિઝ વિશે ચર્ચા કરીશુ.

ઉઝબેકી ઈરાની સમરકંદ શબ્દ સંસ્કૃત ના 'સમર ખંડ' પર થી અવતરિત થયો છે, જ્યારે બુખારા શબ્દ પણ સંસ્કૃતમાંથી વાયા ઈરાની. ઈરાની ભુમિ ને બુમ કે બુમી કહેતા તેમ ભુ કે બુ કહેતા. તેમ ક્ષત્રિય ને 'ક્ષારાસ્ય'  કહેતા, આ ક્ષત્રિયના અનેકાનેક શબ્દ રૂપો સંસ્કૃત અને ઈરાનીમાં જોવા મળે છે, ભુ-ક્ષાત્ર પરથી ઈરાની buXšāyariya ત્યાર બાદ બુક્ષારા અને આખરે બુખારા.




પં. ડો હિતેષ એ. મોઢા


www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com













No comments:

Post a Comment