Saturday, October 1, 2016

કાફિર- કાફર (શબ્દ યાત્રા) પં. ડો હિતેષ એ. મોઢા

  




અરબીમાં 'કફ્ર' -- 'ક ફ ર ' ક્રિયાપદ થી બનેલો કાફિર આવુ અરબી ભાષાનુ કહેવુ છે. પરંતુ, જુની ઈરાની,નુરીસ્તાની, દારી, દાર્દીક, પશ્તો, પુખ્તો પૈસાચી બોલી નો આ શબ્દ છે, હાલના અફઘાનીસ્તાનના ઈશાને કાફિરીસ્તાન નામનો પ્રદેશ આવેલો છે, તેને નુરાનીસ્તાન પણ કહે છે. અને આ નુરાનીસ્તાની વાયકા, કથા, અવેસ્તન સાહિત્યમાં આનો ઉલ્લેખ ભરપૂર થયો છે, એક સારો રોલ રહ્યો છે, આ પ્રદેશનો તથા આ શબ્દનો. નંદવંશ ના સમય પહેલાથી આ અખંડ ભારતનુ એક જનપદ(રાજય ) હતુ. જેનુ નામ ''કાપિશા જનપદ''. જેનો ઉલ્લેખ નંદ વંશ, ચંદ્રગુપ્ત ના સાહિત્યમાં , તેમ જ બૌદ્ધ સાહિત્યમા, ઈ.સ. પૂર્વે ૮૦૦-૧૦૦૦ થયેલા આ જ વિસ્તારમાં જન્મેલા વ્યાકરણશાસ્ત્રી પાણીની ના ગ્રંથમાં પણ આ પ્રદેશનો ઉલ્લેખ હતો, ગ્રીકો એ તોડી મરોડી ને લખેલા ઈતિહાસમાં પણ આ કાપિસ નો ઉલ્લેખ છે. ઈવન, મહાભારત જેવા ખંડ-કાવ્યમાં ... અને સૌથી આગળ જઈએ તો વેદમાં પણ ઉલ્લેખ છે. આ પ્રદેશની ૧૮-૨૦ ના ફેરફાર વાળી ઈરાની દારી જેવી બોલી અને ભાષા પણ છે જેને કાફિરી કહે છે. જે આજે ૪ લાખ જેટલા લોકો બોલે છે. અહિ ની દ્રાક્ષ પ્રખ્યાત હતી. અને વાઈન પણ જેને અનુક્રમે 'કાપિસયાની દ્રાક્ષ' , કાપિસયાનીમધુ કહેતા હતા જેનો ઉલ્લેખ મહાભારત સમેત અનેક ગ્રંથમાં છે. ઈવન હ્યુ એન સાંગે પણ આ પ્રદેશ અને આ પ્રજાનો ઉલ્લેખ કર્યો છે.

સંસ્કૃતમાં કપીશ/કપિશ એટલે બદામી કે રતુંમડા રંગનુ એવો અર્થ થાય છે. આ પ્રદેશની દ્રાક્ષ અને અહિના લોકો પણ આવા જ દેખાવના છે, મોહક ચહેરો ધરાવે છે.

કાપિશના લોકો માટે કાપીર જેવો શબ્દ વેદીક સંસ્કૃત, પહેલવી સમેત, હિન્દુકુશની તમામ લોકબોલીઓમાં હતો. જયારે રણ પ્રદેશના કબીલાવાળાઓ ને પ બોલતા જ નહોતો આવડતો આથી તેઓ આ પ્રજા ને કાફિર કહેતી, જેમ પારસીનુ ફારસી કર્યુ તેમ. આમ કરતા 'કાફિર' શબ્દ સામી બોલીમાં પહોચે છે, અને ફાઈનલી આ શબ્દનુ અકકડીયન(અગથિયાર) વ્યાકરણ અનુસાર ચીર ફાડ થાય છે, આખરે ક ફ ર કફ્ર અને કાફિર જેવા શબ્દો અરબી સ્પર્શ સાથે બહાર આવે છે. અહિ પ્રજા થોડી લડાયક અને મજબૂત હતી, અને પરંપરાવાદી હોવાથી બહારી કોઈ પણ વાત-વિચાર નો સ્વીકાર કરનારી નહોતી. આથી વ્યંગમાં પણ 'કાફિર ' કહેતા. આ પ્રદેશની પ્રજા એ સૌથી છેલ્લે ઈસ્લામનો અંગીકાર કર્યો ૧૮૯૦ પછી.

આ શબ્દનુ ઈસ્લામિક પરંપરામાં એક આગવુ મહત્વ રહ્યુ છે, જે ઈસ્લામના અને પાકે કુરાનના આદેશ ને ન માનનાર માટે કાફિર( infidel or unbeliever) જેવો શબ્દ પ્રયોજાય છે.જે ઈસ્લામ ધર્મી હોવા છતાં. વિધર્મી માટે નહિ.

પં. ડો હિતેષ એ. મોઢા

www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com













No comments:

Post a Comment