દરબાર શબ્દ ભારતમાં આવ્યો વાયા ઈરાન. આ શબ્દ ઈરાનમાં ગયો હતો સંસ્કૃતમાંથી. પહેલા ઈરાનીઓ એ શું અર્થ કાઢયો છે તે જોઈએ.
(ઈરાની)દરબાર= દર+ બાર,
દર શબ્દ દ્રારનુ અપભ્રંશ રૂપ છે, અને બાર પણ એ જ છે. બે પર્યાય શબ્દોથી આવો રૂઆબદાર શબ્દ કોઈ ભાષામાં નથી બન્યો. ચાલો હવે સંસ્કૃત તરફ પગલા માંડીએ.
સંસ્કૃતમાં કુલ બે શબ્દો આ તરફ લઈ જાય છે.
--૧_ બર્હ ભાર
--૨_ બર્હ
અર્થાત મોરપીંછનુ ચામર , બર્હ ના અનેક અર્થ થાય છે, -ક, પીંછુ, મોરપીંછ, પીંછાનુ ચામર, મોરપીંછ ક પીંછાનુ બાણ, મોરપીંછ કે પીછાથી સુશોભિત. (જુની વેદીક સંસ્કૃત અનુસાર ) આ બન્ને શબ્દ રાજા કે રાજ મહેલમાં ભરાતી સભા સંદર્ભ માં વપરાતા, ટૂંક માં ક્ષત્રિયો તથા રાજ-વહીવટ માટે ના પારિભાષિક શબ્દો હતા.
ઈરાની આર્યો મૂળે કાવ્યાત્મક પ્રકૃતિના આથી તેને આ શબ્દને કાવ્યત્મક રીતે રજુ કર્યો,. દ્રશ્ય શબ્દ રજુ કરે છે, રાજા સભા (મિટીંગ) ભરી ને બેઠો હોય અને પાછળ મોરપીંછનુ ચામર ઝુલતુ હોય, અને ઈરાનીઓ દ્વાર માં થી પ્રવેશ કરે છે ને જે દ્રશ્યને શબ્દાંકિત કરે છે તે શબ્દ બને છે '' દ્વાર બર્હભાર '' જે આગળ જતા અવેસ્તન, જુની ફારસીમાં દરબાર શબ્દ બની જાય છે. આગળ જતા ફારસીઓ એ દરબરહ ને પછી દરબાર (બર્હ નુ કર્પ્ટેડ ફોર્મ) અથવા ખાલી ભાર શબ્દ વાપર્યો હોય. કારણ ભાર એટલે પીંછાનું ચામર. મિત્રો આ શબ્દ સમુહ અભ્યાસ કરવાની આપ સહુને છુટ છે. હું અહિ સુધી પહોંચ્યો છુ. ફારસીઓ વહીવટ માટે કર્ભયાન નું કારભાર-કારોબાર કર્યુ હતુ, એ જ રૂટ પર 'દ્રાર-બર્હભાર' નુ દરબાર કરી નાખ્યુ હોય!!!! આ એક અનુમાન ને શક્યતા છે.
મોંઘેરા મિત્રો, જોયુ ને !!! સભા ભરી ને બેઠેલા રાજનને મોરપીંછના ચામરથી વિંઝણો નાખતા હોય, અને રાજન બડા ઠાઠ થી શાંત ચિતે સભાસદોની વાતો સાંભળતો હોય!!!!!! આ દ્રશ્યની કલ્પના તો રાજમહાલય ના પ્રવેશ દ્વાર પર ઉભા રહી ને કરીએ તો વધારે સટીક અભિવ્યક્ત થઈ શકે. પરંતુ ફારસીઓ કરેલી મોરપીંછ જેવી કાવ્યાત્મક રજુઆત આજે તો કરડાકી ચહેરો બની ગઈ છે. ક્ષત્રિય લોકોનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે ''દરબાર''. ઝવેરચંદ મેઘાણી ના શબ્દો માં કહ્યુ તો અડધા હાથે લગામ ઝાલી ને આવતો રાતી આંખ ને કરડાકી ચહેરો ને વાંકડી મૂછો ને જોતા ભલ ભલાના મોઢામાંથી એક શબ્દ સરી પડે.... '' દરબાર''
મારા તમામ ક્ષત્રિયો મિત્રો ને હ્રદયથી સાર્પણ.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment