Saturday, October 1, 2016

.'' શાહ'' એક શાહી સફર.......(શબ્દ યાત્રા ) પં. ડો હિતેષ એ. મોઢા



શાહ શબ્દ સાંભળતા ઈરાની સોદાગરો અને વ્યાપારીઓ આંખ સમક્ષ આવી જાય, અને શાહી ઠસ્સો, પણ. આજે કોઈ પણ વ્યંજન કે વસ્તુ ને ઠસ્સાદાર બનાવવા માટે, '' શાહી '' શબ્દ જ કાફી.

'ઈરાન માં 'શાહ'' શબ્દ રાજા માટે વપરાતો હતો. જેનો સંદર્ભ જુની ઈરાની ભાષા માં રાજા ને Xšâyathiya કહેતા હતા. તથા ક્ષત્રિય માટે 
Xšāyariya શબ્દ હતો. અને આ શબ્દ તેની પ્રાંતિય લોક બોલી રૂઢ પણ થઈ ગયો હતો. જેના ઉચ્ચારો ૧૮/૨૦ ના ફેરફાર વાળા હતા.

તેમજ અવેસ્તન માં રાજ કે સતા માટે xšthara શબ્દ જોવા મળે છે. જ્યારે ઈરાનીઓ સુવર્ણ કાળ યાને ઈસાપૂર્વ ૧૦૦૦ વર્ષ ત્યારે પણ આ શબ્દ જોવા મળ્યો છે તેમ દ્વિતિય સૂવર્ણ કાળ સસેઈન્દ એમ્પાયર ના સમય માં જોવા મળે છે આ સમયે મહા રાજા માટે Xšâyathiya Xšâyathiyânâm જેવો શબ્દ જોવા મળે છે, યાને રાજાઓ નો રાજા. તેનો ઈરાની લોકો ઉ્ચ્ચાર સાંહં ન સાંહ જેવો કરતા. અને Xšâyathiya સાંહાં કે સાહ જેવો ઉચ્ચાર કરતા. જે આગળ જતા શાહ શબ્દ બની જાય છે. ભારત ઈરાન માટે મુખ્ય મથક હતુ, યાને મૂળ શહેર આથી ત્યાં વ્યાપારીઓ ભારત આવતા તો ભારતના લોકો તેને પણ શાહ થી સંબોધતા. ભારતિય પ્રાંતિય ભાષા જેવી કે ગુજરાતી, શૌરસેનીમાં આ શાહ શબ્દ છેલ્લા બે એક હજાર થી ટ્રાવેલ કરે છે. જડસુ મોંગલાઓ પાસે ક્યાં કોઈ ભાષા કે કલ્ચર હતુ એ તો ઈરાનીઓ નું લોન સોરી છીનવી લીધેલા કલ્ચર ને લઈ ને જ ભારત આવ્યા હતા. આથી મોઘલ ઈન્વેન્ઝન પછી ફારસી ભાષા કે કલ્ચર આવ્યુ તે માન્યતા સરાસર ખોટી નીવડી છે.

ચાલો આ શાહ શબ્દ પર થી અન્ય ક્યાં ક્યાં શબ્દો બન્યા.

શાહીદી-શહિદી = દેશ ના ભલા માટે બલિદાન આપનાર રાજા ... પછી તો આ શબ્દ સામાન્ય માણસ માટે પણ વપરાવા લાગ્યો અને તુર્ક સમેત ઈઝરાયેલ અરબ દેશો માં ઘુમી વળે છે.
શહંશાહ, શાહઝાદા, શાહીન= કાગડા જેવડા કદનું બાજ , આ સમયે ઈરાની રાજાઓ આ પક્ષીને પાળતા હતા.

શમિયાના, શમિયાણો = રાજાઓ શિકાર કે જાહેર પ્રસંગ જતા ત્યારે બંધાતો ઠાઠાવાળો કલાત્મક મડપ.

શહ/શાહ મત = રાજાનું મોત, આ શબ્દ શતરંજ માટે વપરાતો. તેના પર થી ચેક મેટ શબ્દ બન્યો.

શામત = ઉપરોકત જ શબ્દ પરંતુ રૂઢી પ્રયોગમાં વપરાય છે, કીસકી શામત આ પડી.

ખુશામત = રાજાની પ્રંશસા કરવી, કે કાવ્યો દ્વારા પ્રશંસા કરવી, પછી આ શબ્દ સામન્ય જનમાં બોલાવા લાગ્યો, ત્યાર બાદ સેમેટીકમાં ઘુસે છે, ત્યાં ખુશામદ અને લાસ્ટ અરેબીલ શબ્દ કસીદા નું મૂળ પણ આ ખુશામત જ છે.

શાહી= એક જુનુ માપ હતુ ખાસ કરી કિંમતી ધાતુ માટે વપરાતુ, જે આગળ ઉ્ચ્ચ વૈભવી -હાઈ લકઝરીયસ નો પર્યાય બની ગયો.

પાદીશાહ/પાદશા/ પાશા= આ શબ્દો પણ આ શાહ (
Xšāyariya ) ની જ દેન છે.

શાહીન = બાજ જેવુ પક્ષી.

શાહી = એક પ્રકારની વ્યવસ્થા માટે શબ્દના અંતે વપરાતો સમાસ શબ્દ. ઉ.ત. લોક્શાહી, તાનાશાહી, રાજાશાહી.

શાન = ઠસ્સો કે વૈભવ

મિત્રો, આ રાજવી યાત્રા કેવી રહી !!! શાહી ને ? એક ક્ષત્રિય શબ્દ કેવો વિદેશી ભાષામાં પણ રાજ કરે છે. વેદીક સાહિત્યમાં ક્ષત્રિય માટે એવુ કહેવાતુ કે ક્ષત્રિય તરીકે જન્મવુ કે બનવુ એ જ અમરત્વ છે.

તા.ક -- ભાષા વિજ્ઞાનના છાત્રોને વિનંતી મારી બધી શબ્દ યાત્રા સેવ કરી રાખે. જે તમને કયાંક ને કયાક ઉપયોગી નીવડશે.




પં. ડો હિતેષ એ. મોઢા


 
www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com





No comments:

Post a Comment