આતા શબ્દ ખાસ કરી ને તર્કીશ ભાષામાં રોકાય ગયેલો શબ્દ છે, જે પૂર્વજ કે પિતામહ, વડવા, કે એન્સેસ્ટર માટે વપરાય છે. મૂળે આ શબ્દ પર સંસ્કૃત શબ્દ ''તાત'' પર થી ઓલ્ડ પર્શીયન અને ત્યાં થી વાયવ્ય સુધી પહોંચે છે, અને ત્યાં આતા કે આત બની જાય છે. જુની હિબ્રુ, જુની અરબી ભાષામાં આતાનો અર્થ અન્સેસ્ટર જેવો થતો હતો, ત્યાર બાદ વારસો કે વારસ અને ત્યાર બાદ ભેટ(ગીફ્ટ) જેવો થયો. સંસ્કૃતમાં તાત શબ્દ તત્ત પર થી આરુઢ થાય છે. ઉપરાંત વેદીક સંસ્કૃતમાં ઘૌસપિતર/ બૃહસ્પતિ જેવો અર્થ પણ થાય છે. ઓલ્ડ સેમેટીકમાં શબ્દના અંતે અફિક્સ લગાડવા કે કરપ્ટેડ થતા નર/નારી જાતિ ભેદ પણ થઈ જવા કોમન હતા, અને તે આધુનિક ભાષાના વ્યાકરણમાં સમાવેશ પામ્યા. ઓલ્ડ સેમેટીકમાં આય/આયા જેવો શબ્દ પણ છે. જેનો અર્થ વડદાદી કે વડનાની જેવો થાય છે. કદાચ તેના પર થી આ શબ્દ રૂઢ થયો હોય??? આ પણ એક અનુમાન છે. તેમ આઈ આયા, આય નુ રૂટ પણ વેદીક સંસ્કૃત જ છે.
તાત પર તાઉ જેવો શબ્દ ભારતની પ્રાકૃત બોલીઓમાં જોવા મળે છે. તેમ દક્ષિણ ભારતની તેલુગુ, તામિલ, કન્નડ મલયાલમ માં તાતા શબ્દ દાદા માટે બોલાય છે. કન્નડમાં બીજો એક શબ્દ પણ વપરાય આજા જે મરાઠીમાં આજોબા. તેમ મલયાલમ દાદા માટે પિતામહન શબ્દ પણ બોલાય/વપરાય છે.
કાઠીયાવાડમાં ઘણી જ્ઞાતિમાં દાદા કે અદા, માટે આતા શબ્દ બોલાય છે. ચાલો શબ્દ ના તાત ની દાદાગીરી અહિ સંપન્ન કરીએ.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment