Friday, October 21, 2016

અલ્પ સંતાન કે નિઃસંતાન___ ક્રમાંક- એક (વેદીક જ્યોતિષી અભ્યાસ)__પં. ડો. હિતેષ એ. મોઢા




અભ્યાસ દ્વારા ફલિત થાય છે, ઘણા દંપતિઓ, જે આધુનિક મેડીકલ સાયન્સ મુજબ ફીટ હોય છે, તમામ પેથોલોજીકલ રીપોર્ટસ પણ તદન નોર્મલ હોય છે. છતાં સંતાન સુખમાં બાધા કે વિલંબ જેવા સંયોગો બનતા હોય છે.


જન્માક્ષરના સુક્ષ્મમાં સુક્ષ્મ અભ્યાસ કરતાં ઘણા બધા કારણો ઉજાગર થાય છે. જે વેદીક જ્યોતિષના મૂળ સિદ્ધાંતો અનુસાર બંધ બેસે છે, આથી સત્યાપિત થયા વિના રહેતું નથી કે ગ્રહોનુ આ ગણિત (વિજ્ઞાન) આપણને ક્યાંક ને ક્યાંક  ઉપયોગી છે.  પંચમહાભૂતના આ દેહમાં પંચ મહાભૂતો ઉપરાંત બ્રહ્માંડી તત્વો (ઉર્જા) ની ભૂમિકા પણ અતિ આવશ્યક છે.  આયુર્વેદ-જ્યોતિષ અનુસાર આ પંચ તત્વોના અંસુતલનથી, દુષિત થયેલા મૂળ ત્રિદોષ (તાસીર-પ્રકૃતિ) ને સંતુલન કરવાની જરુર પણ  સમજાય છે.


વેદીક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્મકુંડલીનું પાંચમુ સ્થાન એ સંતાન તથા ભાવ જગત(ટોટલ ઈમોશન્સ) અને બૌદ્ધિકતાનું છે. હવે પ્રાકૃતિક કુંડલી યાને કાળ પુરુષની કુંડલી મુજબ પંચમ સ્થાન એ ગર્ભાશયનું પણ છે, અને ઓવમ/સ્પર્મ, ત્થા અમ્લતા-મોટીલીટીનું પણ છે. આનો કારક ગ્રહ ગુરુ છે, ગુરુ એ એન્ડોક્રાઈનોલોજીનો પણ કારક છે.


અતિ નાજુક છે આ સ્થાન , ફળ કથન કે કાઉન્સેલીંગ માટે પણ.  ઘણી વાર આ સ્થાનને  અને તેના રીલેટેડ ગ્રહ અને સંભાવનાઓ સમજતા કે અભ્યાસ કરતા દિવસોના દિવસો નીકળી જાય છે.


એક અલગ જ અભ્યાસ .... કે ભાવ જગત અને બૌદ્ધિકતાનો સંબંધ એન્ડોક્રાઈન સીસ્ટમ સાથે સળંગ અને સતત રહ્યો છે. તે હવે છેક આધુનિક મેડીકલ સાયન્સે પૂરવાર્યુ છે. એક તર્ક પણ થાય છે, કદાચ આ તમામ પહેલુઓ પર સંશોધન કરીને જ પ્રાચીન આર્ષ-દ્રષ્ટાઓએ પંચમ સ્થાન ઉપરોકત બાબત માટે નિરધાર્યુ હોય !!!!!!!!!


અલ્પ સંતાન કે નિસંતાન યોગ માટે જવાબ દાર છે, શરીર. શરીર વિજ્ઞાન અનુસાર ઉપરોકત મેટર રજુ કરી છે, હવે શરીર ક્ઈ કઈ બાબતથી દુષિત કે રોગ ગ્રસ્ત કે થાય છે તેના માટે તમામ પેથોલોજીકલ સંભાવનાઓ ચકાસી શકાય છે, એક્ઝામિન કરી શકાય છે.

છતાં પરિણામ શૂન્ય આવે તો ???


અહિંથી જ વેદીક જ્યોતિષની શરુઆત થાય છે, વેદીક જ્યોતિષ અનુસાર અલ્પ સંતાન વિલંબ સંતાન, કે કવચિત નિઃસંતાનના યોગો, માટે કુંડલીમાંના ગ્રહો અને તેના સંયોજનો શું છે કે શું હોવા જોઈએ, તેનો મિતાભ્યાસ નીચે મુજબ છે.


(૧) પતિ -પત્નિની જન્મ કુંડલીમાં પંચમ સ્થાનનો સ્વામી ગ્રહ  કુંડલીના ૬-૮-૧૨માં સ્થાનમાં હોતા,અથવા  ષષ્ઠમ, અષ્ટમ કે દ્વાદેશ ભવનનો સ્વામી ગ્રહ પંચમ સ્થાનમાં હોતા ઉપરોકત સ્થિતીની સંભાવના.




(૨) પંચમ સ્થાન એક થી અધિક પાપ ગ્રહ હોતા, એકાદશમ ભવનમાં પણ એક થી વધુ પાપ ગ્રહ હોતા.


( ૩) પંચમ સ્થાનમાં વંધ્યા રાશિ હોતા, અને તેનો સ્વામી ગ્રહ ષષ્ઠમ ભવનમાં હોતા.


(૪) પતિ પત્નિની જન્મ કુંડલીમાં પંચમ ભવનમાં સમ ગ્રહ સમ સ્થિતીમાં હોતા.


(૫) પંચમ સ્થાનમાં સ્વ ગૃહી/ ઉંચનો ગુરુ હોતા, ગુરુથી ચતુર્થ રાશિનો સ્વામિ ગ્રહ  ષષ્ઠમ, અષ્ટમ કે દ્વાદેશ ભવનમાં હોતા.  આવી જ રીતે  ગુરુથી પંચમ રાશિનો સંબંધ પણ સુક્ષ્મ અભ્યાસમાં ધ્યાનમાં લેવાય છે.



(૬) પંચમેશ-સપ્તમેશનો પરાવર્તન યોગ હોતા, અલ્પ સંતાન કે પ્રથમ સંતાન બાદ  યેન કેન કારણો સર દ્વિતિય બાળક અવતરણ નથી થતુ, અથવા સંતાનો વિદેશમાં વસવાટ કરે અને આ કારણથી આજીવન સંતાનસુખથી વંચિત રહે.


(૭) સપ્તમાંશ કુંડલીમાં લગ્નેશ તથા પંચમેશ દુષિત કે પાપગ્રહની દ્રષ્ટીમાં કે પછી પાપ ગ્રહો સાથે હોતા.


(૮) પંચમ સ્થાનમાં રાહુ હોય અને રાહુની અંતરદશા ચાલતી હોય, અને ઘરના ઈશાન કોણમાં ઈશાન તરફ મસ્તક રાખેલો  શયન વ્યવસ્થા હોતા.


(૯) આવુ જ પંચમ સ્થાને ગુરુ હોતા આ યોગની સંભાવના વધી જવા પામે છે.


(૧૦) અલ્પ પ્રસવ રાશિમાં નંપૂસક ગ્રહ હોતા, તેમજ દંપતિના વસ્ત્રોની પસંદગી જાંબલી કે કાળાની હોતા, આવા યોગ સર્જાવા સંભવ.


(૧૧) શાસ્ત્રોકત નિઃસંતાન યોગ સ્પષ્ટ હોય અને સાથે ગુરુ દુષિત હોય, અને ઉપરથી ઘરનો ઈશાન ખુણો ૯૦ અંશથી ઓછો હોય, અથવા નૈરુત્ય કોણ દુષિત હોતા, આવા યોગની સંભાવના ઘણી વધી જાય છે.


(૧૨)  પતિ પત્નિની નાડી સમ હોતા, સાથે શત્રુ-યોની હોતા, સાથે ગુરુ દુષિત હોય, અને ઉપરથી ઘરનો ઈશાન ખુણો ૯૦ અંશથી ઓછો હોય, અથવા નૈરુત્ય કોણ દુષિત હોતા, આવા યોગની સંભાવના ઘણી વધી જાય છે.


મારા છવીસ વર્ષના અનુભવ દરમ્યાન મોટા ભાગની કુંડલીઓમાં ''ગુરુ''નુ અલ્પ બળ, તેની દુષિતતા, અન્ય થી ગ્રહથી દુષિત થતો, બાધક, કારક, મારક, ઘરનો ઈશાન ખુણો ૯૦ અંશથી ઓછો હોય, અથવા ઘર/પરિસરમાં દુષિત નૈઋત્ય કોણ .  જેવા સંયોજનો પ્રમુખ ભુમિકાએ જોવા મળ્યા છે.


વેદીક જ્યોતિષશાસ્ત્રમાં સ્થળ, સમય અને દેશ અનુસાર ફળ કથન કે પરામર્શ કરવું એવું વિદીત છે, વેદીક જ્યોતિષમાં દર્શાવેલ ઉપરના તમામ કારણોના અભ્યાસ અને ઈપ્મ્લીમેન્ટેશનને ભારતિય તથા બીન ભારતિયની કુંડલીઓમાં  જોતા આ લેખના નિષ્કર્ષ આવ્યો છે, ટુંકમાં આ લેખનો જન્મ થયો. જે અંતિમ નથી,એક અભ્યાસ લેખ જ છે.



ભૃગુ સંહિતા અનુસાર અને આયુર્વેદ-જ્યોતિષ અનુસાર અનેકાનેક નિવારણ દર્શાવવામાં આવ્યા છે. અને તેનાથી ૯૦ ટકા જાતકોમાં પોઝીટીવ રીઝલ્ટ જણાયું પણ છે. વેદીક જ્યોતિષમાં પ્રસુતિનો પ્રકાર અને આવનાર બાળકની શારીરિક સ્થિતીઓ જેવી કે હિનાંગ, પૂર્ણાંગ, વર્ણ, સીંગલ ટવીન્સ વગેરે નો વિગત વાર ઉલ્લેખ અને અભ્યાસ બન્ને છે. આ વિષયની ચર્ચા આગામી લેખમાં રજુ કરીશ.
સંતાન પ્રાપ્તિ માટે નક્ષત્ર આધારીત પુંસવન વિધી પણ આપેલી છે.  જે પ્રચલિત તથા પરિણામ લક્ષી પણ છે.

[{{{ વધુ આવતા અંકે }}}]


અપૂર્ણમ-સંપૂર્ણમ

ડો. હિતેષ એ. મોઢા

જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
યુનિવર્સીટી રોડ રાજકોટ
૧-વાઘેશ્વરી પ્લોટ પોરબંદર
૯૧૭૩૩૮૮૨૭૯
૯૮૭૯૪૯૯૩૦૭

www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com

No comments:

Post a Comment