Sunday, October 23, 2016

આદમી-આદમ-ઈવ (શબ્દ યાત્રા) પં. ડો. હિતેષ એ. મોઢા.



ઉર્દુ શબ્દ આદમી પણ ફારસીમાં થી જ આવ્યો છે. સંસ્કૃત શબ્દ 'અહમ' પર થી જુની ફારસીમાં આદમ જેવો શબ્દ બન્યો જે સ્વ તથા પુરુષના સંદર્ભમાં વપરાતો . અને આગળ જતા તે આદમી બની ગયો.  આદમ શબ્દ માટે આ જ ટ્રેકની એક સંભાવના છે. તેમ આદમ માટે સસ્કૃત શબ્દ આદ્ય કે આદિ પર થી આદમ શબ્દ બન્યા ની એક સંભાવના છે.  હિબ્રુમાં આદમ એટલે માણસ-પુરુષ અને માનવજાતિ, લાલ(રંગ)  જેવો અર્થ થાય છે, પરંતુ તેની વ્યુત્પતિ માં કઈ ખાસ નોંધનીય નથી. આથી સાબીત થાય કે આ શબ્દ ફારસીમાંથી જ સીધો ઉઠાંત કરવામાં આવ્યો છે, કારણ અન્ય સેમેટીક કે એકકડીયન માં પણ આ શબ્દ નો લેક્ઝીકલ રૂટ નથી.


તેમ ઈવ શબ્દની વ્યુત્પતિ માટે  ફારસી શબ્દ ને ટ્રેસ કરે છે ભાષા વિજ્ઞાનીઓ. ફારસીમાં ઈવ/એવ અર્થાત, ફકત એક , જ માત્ર જેવો અર્થ થાય છે, જે સંસ્કૃતના ''એવ '' પર થી બને છે. 

જયારે હિબ્રુમાં આ પ્રકારનો શબ્દ નથી તેમા ''હવ્વાહ''  અને અરેબીકમાં ''હવ્વા'' જેવો શબ્દ છે. જે ઈવ પર થી અવતરીત થયો હોય તે શક્ય નથી. 'હયવહ' મૂળ શબ્દ માને છે હિબ્રુ ભાષામાં, ,જયારે ઈતિહાસ અને જીનેસીસનો અભ્યાસ કરીએ તો માલુમ થાય છે કે ''હવ્વાહ'' ને ગોડ 'યેહવેહ' એ આદમની પાંસળીમાંથી બનાવી હતી. (  યેહવેહ શબ્દ પરથી હયવહ )અહિ આ બન્ને શબ્દો માં ઘણા વિરોધાભાસ છે હિબ્રુ ભાષામાં.

ઈસ્લામિક ધર્મ ગ્રંથ 'કુરાન' માં ઈવ શબ્દનો ઉલ્લેખ નથી, કદાચ હદિથ સાહિત્ય માં હોવાનુ એક અનુમાન છે.  જ્યારે મધ્ય અશિયાઈ અને દક્ષિણ યુરોપીય પ્રદેશમાં લોક બોલીમાં ઈવ શબ્દ જ પ્રચલિત હતો. તેમ સાથે હુરીયન ગોડેસ ખેબાની કહાની પણ  ''હવ્વાહ '' સાથે મળતી આવતી હોવાનુ જણાય છે, ઉપરાંત આ પ્રકાર ની બે થી ત્રણ કહાનીઓ તુર્ક થી લઈ ને રણ પ્રદેશ સુધી પ્રચલિત હતી. જેની ચર્ચા ફરી કયારેક.

કારણ મોટા ભાગના તુર્કી અને અરબી અને હિબ્રુ શબ્દ ફારસીમાંથી જ ગયા છે.  તેમ અમુક શબ્દો વેદીક સંસ્કૃતની પ્રાકૃત અકક્ડીયન પરથી ગયા છે. જેના રૂટ અને ટ્રેસ અલગ પડે છે. કારણ જુની ફારસી ભાષા અને ઈરાનનો ૩૫૦૦ થી ૪૫૦૦ વર્ષનો ઈતિહાસ સાઘંત મળે છે.  હાલની  હિબ્રુ અને હાલની અરેબીક ૧૯૦૦ પછી જ બની છે.

No comments:

Post a Comment