Sunday, October 23, 2016

ખાજા-ખાજલી (ઈતિહાસ સાથે શબ્દ યાત્રા) ડો. પંડીત હિતેષ એ. મોઢા




ખાજા મૂળે તો ભારતનુ મિષ્ઠાન  છે.  આ પ્રકારની રેસીપી અને કુકીંગ પ્રોસીઝર, ભારત ના અન્ય મિષ્ઠાનમાં જોવા મળશે, જેવા કે ગુલાબ જાંબુ, ઠોર, મઠડી, ગગન ગાંઠીયો, જેમાં પાકેલા વ્યંજનને પુષ્ટ થવા માટે ખાંડની ચાસણીમાં ઝબોળી રાખવામાં આવે છે. 
 

એક સમયે ભારત ૧૬ મહાજનપદ માં વહેચાયેલુ હતુ; આર્યનામ (અર્ધ ઈરાન)થી લઈને ઉપર સમરકંદ બુખરા (સિલ્ક રૂટ) થી વિયેટનામ સુધી. આ મિષ્ઠાન ને ૨૫૦૦ વર્ષ થયાનુ અનુમાન છે.  સંસ્કૃતમાં ''ખા'' ધાતુ શબ્દ પર થી ''ખાદ '' એટલે ખાવુ, અને આ ક્રિયાપદના ૧૬ રૂપ તથા ધાતુ શબ્દોના અનેકોનેક રૂપ હતા.  આ જ શબ્દ શૌરસેની તથા પહેલવીમાં અપ્રભંશ રૂપે હતો. પહેલવીમાં  ''ખાદ'' ને ખ્વાદ અહિ લિપ્યાંતર દોષ જણાય છે, ઈરાનીઓ એ ખ ને બદલે ક્ષ નો પ્રયોગ કર્યો છે આ શબ્દ માટે. ખાદ્ય માટે ફારસીમાં ખ્વાદાર અને નવી ઈરાનીમાં ખારદાર/ખ્વારદર શબ્દ છે.  તેમ  ઘણા શબ્દો આ ખા પર થી ઈરાની આજે પણ છે.  તેમાં નો એક શબ્દ ''ખાસ'' જેનો અર્થ થાય છે મિષ્ટ, પ્લેઝંટ નાઈસ....  આ ખાસ શબ્દ મધ્ય ઈરાની, દારી ખાજ્ઝ કે ખાજા જેવો હતો.  આ શબ્દની વ્યુત્પતિ ખ્વાદ કે ખારદાર કે ખારાન (બેન્ક્વેટ)  કે એક અન્ય શબ્દપણ  છે,  તેના પર થી વ્યુત્પતિ નથી પામી, આ શબ્દ સ્વતંત્ર રીતે જ ઈરાનીમાં ઘુસી જાય છે. આથી એક અનુમાન એ કરી શકાય અન્ય પ્રાકૃતમાંથી આ શબ્દ પીરસાયો હોય !!!!! શૌરસેની અને પૈસાચી અને દારીમાં થઈ ને ઈરાનની થાળી સુધી પહોંચ્યો હોય!!!!!!!

ખાજા ઈરાનીમાંથી બન્યો હોય કે શૌરસેનીમાંથી, બન્ને નુ મૂળ સંસ્કૃત શબ્દ ''ખાદ'' અને ''ખા'' જ છે.

 આ શબ્દ જ ઉઝ્બેક અને તુર્ક સુધી જાય છે, અને ખાજા બની જાય છે. આ વાનગી સમરકંદ અને બુખારા શહેરની શાન હતી. અને લોંગ ટ્રાવેલિંગ માટે આ શ્રેષ્ઠ ગણાતી. કારણ લાંબા સમય સુધી આ વાનગી બગડતી નહિ. આનો ઉલ્લેખ તોખારી અને ચાઈના રૂટમાં પણ જોવા મળે છે.  આજે પણ ઉઝબેકના ખાજા જગ-પ્રખ્યાત છે. આ વાનગી ઉદભવ મૌર્ય યુગમાં ગંગા નદીના દક્ષિણી વિસ્તારમાં થયો હતો. આ વાનગી ફરીથી લાઈમ-લાઈટમાં ત્યારે આવી જયારે મોઘલ ઈન્વેઝન શરુ થયા. તેમાં 'ખાસ' કરી ને અકબર અને જહાંગીર ને આ વાનગી અતિ પ્રિય હતી. આશિક બની ગયા હતા. આથી અન્ય મોઘલો અને સુબાઓ અને સુબેદારો આ ''ભાઈ'' લોગ ની આંધળી નકલ કરવા લાગ્યા અને દક્ષિણ ભારતમાં લઈ જાય છે.  અને આ જ નામે વાનગી પ્રખ્યાત થઈ ગઈ, જહાંગીરે તો ઈમરતી( અમૃતી) ને પોતાનુ નામ આપ્યુ હતુ. આજે ભારતમાં હૈદરાબાદ ના કાકીંનાદા ખાજા પ્રખ્યાત છે.

વિશ્વમાં આજે ખાજાના મુખ્ય સેન્ટર સમરકંદ-બુખારા (ઉઝ્બેક) ઈરાન, હૈદરાબાદ, અને કાઠીયાવાડ ખાસ કરી ને પોરબંદર અને ગોંડલ. સૌરાષ્ટ્રમાં આ ખાજા ખાજલી બની જાય છે. અને આ જ પેટર્ન(ફોર્મેટ) પર થી મીઠી ખાજલી બનાવે છે. જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અનેક વેરાયટી જોવા મળે છે ખાજલીમાં.  તેવી જ રીતે ગોંડલના મોરા સાટા કે મીઠા સાટા પણ સ્વાદમાં અને ગુણવતામાં  અદભૂત છે. કદાચ ભવિષ્યમાં જગપ્રખ્યાતી ને વરે !!!!!!!!!

મિત્રો, આ ''ખાસ'' (સ્પેશ્યલ -વિશેષ) શબ્દ પણ આ ખાજા ખાદ, ખા ની જ દેન છે. તેમ ખાતીરદારી, ખાનદાન, પણ. 

ઘણા ભાષા વૈજ્ઞાનિકો એ આ શબ્દ ને મૂળે અરેબીક બતાવ્યો છે. તે શબ્દ ''ખ્વાજા'' છે અને તે પણ ઈરાનીમાંથી જ અરબીમાં ગયો જેનો અરબી અર્થ પવિત્ર જેવો થાય છે. આ શબ્દની વ્યુત્પતિ ખુદા અને ખોદાય ના ટ્રેસ પર જ છે જે અગાઉ આપણે સહુ અભ્યાસી ચુકયા છીએ.



પં., ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
જ્યોતિષ આર્યગૌરવપુરસ્કારવિભુષિત
યુનિવર્સીટી રોડ, રાજકોટ
વાઘેશ્વરી પ્લોટ,પોરબંદર
૯૧૭૩૩૮૮૨૭૯ -૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com



No comments:

Post a Comment