Friday, October 21, 2016

નૈઋત્ય કોણમાં રહેલ નાનામાં નાનો દોષ /વેધ અતિ વિકટ ત્થા ગંભીર ફળ આપે છે.----પં, ડો. હિતેષ એ. મોઢા



 વેદિક વાસ્તુશાસ્ત્ર અનુસાર આખુ રહેણાક કે ઔધૌગિક કે વ્યાવસાયિક એકમ ભલે વાસ્તુ વિપરિત વ્યવસ્થા વાળુ હોય પણ નૈઋત્ય કોણ દોષ યુકત કે વેધ વાળો હોતા આખા પરિસરમાં ક્યાંક ને કયાંક કકળાટ, અને નાની મોટી સમસ્યા તો રોજ બરોજ  જોવા મળે છે જેનો ક્યારેય બૌધિકતાથી કે વ્યવહારીક અને અન્ય નિષ્ણાતિ સેવાથી અંત નથી આવતો  અને આવા પરિસરનો માલિક દિન-પ્રતિદિન હેરાન-પરેશાન કે કોઈ  ચોકક્સ પીડા લઈ ને ફરતો થઈ જાય તે નિર્વિવાદ વાત છે.

નૈઋત્ય કોણનુ ભારતિય વેદિક વાસ્તુશાસ્ત્રમાં અતિ મહત્વ છે... માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક જ કારણ નથી સાથો સાથ વિજ્ઞાનિક અને ભૌગોલીક કારણનો પણ સમાવેશ કરી દર્શન કરાવ્યુ છે.... આ કોણમાં રહેલ વેદિક વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ વિપરીત બાંધકામ કે આંતરિક વ્યવસ્થા.. પરિસરમાં રહેનાર લોકો માં ના અતિ સંવેદનશિલ વ્યક્તિને ચોક્કસ પ્રકારની હાની પહોચાડે છે... આ કોણ નો વાસ્તુ દોષ કે પછી વાસ્તુ વેધ શાસ્ત્રોકત; રાજ રોગ, ધનહાનિ,  દેવાળુ, ધંધામાં મોટી ખોટ, ધંધાનુ ધોવાણ, ધંધાનો વિકાસ ન થવો,લગ્ન વિલંબ કે લગન વિચ્છેદ, લગ્ન જીવનમાં ખટારાગ  તથા ત્રીજા કોણ જેવા અવૈધ સંબંધ આપે, , નકારાત્મક વિચારો વાળો અભિગમ, નકારાત્મક મનો વલણ, વહેમ, અંધ શ્રધ્ધાળૂ સ્વભાવ, વિચાર વાયુ, વાત રોગ, અધ્યાતિક  સવેંદનશીલતા,કસુવાવડ, કાયમી કમરનો દુખાવો, સંસ્કારીતાનો ક્ષય, ન કરવાના કામો કરાવી સમાજમાં શાખનુ નામશેષ થવુ,અવૈધ જાતિય સંબંધ,જાતિય શોષણ કે ડોમેસ્ટીક વાયોલેન્સ, ડોમેસ્ટીક મોલેસ્ટેડ, દુર્ઘટના,વાહન અકસ્માત, આત્મ હત્યા, આકસ્મિક મૃત્યુ, પારિવારિક કુસંપ, વારસા અંગે વિવાદ અને ઝગડા,પિતૃ પક્ષે હાનિ જેવા મુદ્દા ઉજાગર કરે છે.  બીજા શબ્દોમાં કહીએ તો અતિ તામસી અને ક્રુર પ્રક્રુતિ નો કારક બને છે આ કોણનો દોષ-વેધ.

આ સાથે ઘરના માલિક તથા અન્ય સદસ્યો ની જન્મ-કુંડલી નો અભ્યાસ પણ એટલો જ જરુરી બને છે. કારણ જન્મના રાહુ અને અને અષ્ટમ તથા નવમ, અને દ્વિતિય તથા તૄતિય ભાવનો અને તેના ભાવેશનો સુક્ષ્મ અભ્યાસ એટલો જ જરુરી બને છે. આ કોણમાં મુખ્યત્વે નાના મોટા કુલ ૮૧ પ્રકારના વાસ્તુ દોષ પેદા થાય છે. આપણુ આ વેદીક વાસ્તુ શાસ્ત્ર  વિસ્તૃત જ્ઞાન સભર અને વ્યાપક અર્થમાં હોતા, જેની વિસ્તાર પુર્વક અહી સમજ આપવી પણ દુષ્કર છે.

 જેમ આ કોણ ૮૧ પ્રકારના વાસ્તુ દોષ પેદા કરે છે તેમ ૮૧ પ્રકારના સુખ સુવિધાનુ પણ નિર્માણ કરે છે . અગર આ કોણ વેદિક વાસ્તુશાસ્ત્ર આધારીત હોય તો. આ કોણ જ્યોતિષશાસ્ત્ર  મુજબ રાહુ ની દિશા છે. તેમજ તેનો આધિપતિ દેવતા અનુક્રમે નૈઋતિ, પુતના અને પિતર છે. સમય સંધ્યા છે તથા મોડી રાત્રી છે. તેમનુ કારક તત્વ પૃથ્વી અને  ગુણ ભાવ ''સ્થિરતા'' છે. કુંડલીમાં ના પિતૃ-દોષ કે કાલસર્પ દોષ,નાગ દોષ, ગ્રહણ યોગ, મૂળાધાર ચક્ર,  આના અંતર્ગત આવે છે. થોડી વાર પુરતુ આપણે બધાને આશ્ચર્ય કે અનિશયોક્તિ જ લાગશે. અને લાગે જ કારણ કે આ જ શાસ્ત્રની વિષમતા કહુ કે સુરેખતા ?? જે પ્રથમ દ્રષ્ટિએ સમજ જ ના પડે. તેની સચોટતા વિશે હુ નિશંક છુ. આ અગાઉ મુબઈ હુમલાના લેખમાં, આ નૈઋત્ય કોણ ના દોષ અંગે એક લેખ લખ્યો હતો. જેમાં દરેક ઈમારત નૈરુત્ય દોષ તથા દક્ષિણ દોષ યુકત જ હતી તેમ જ શહેર પણ તે એક બંધ બેસતી પાઘડી કે  યોગાનુ યોગ ના હોઈ શકે.

અંતમાં વાંચકમિત્રો ને એટલુ જણાવવાનુ કે આ દિશાનો કોઈ પણ પ્રકારનો દોષ  અતિ અતિ ને અતિ ભયંકર ઉપાધીને નોતરે છે. આથી, સૌ પ્રથમ તો વિવેક પૂર્વક આ દોષનો જ નિકાલ કરવો ગનિમત છે. વાસ્તુ તજજ્ઞની અંતર્ગત સેવા લઈને; કારણ, ક્યારેક આપણે આપણી જ પીઠ ના દેખાતી હોય છે. તેમજ, સ્વચિકિત્સા સરવાળે ઘાતક નીવડે છે. 

આ કોણની વાસ્તુશાસ્ત્રીય-જ્યોતિષશાસ્ત્રોક્ત પરિભાષા અને વ્યાખ્યા અને વ્યક્તિત્વની ચર્ચા આગામી લેખમાં.

અપૂર્ણમ-સંપૂર્ણમ


(આ લેખ બે વર્ષ પૂર્વે એક સાંધ્ય દૈનિકમાં રજુ થયો હતો)



પં, ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
યુનિવર્સીટી રોડ, રાજકોટ
૧- વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
 સેલ, ૦૯૮૭૯૪૯૯૩૦૭. ૯૧૭૩૩૮૮૨૭૯

www.ishanastrovastu.com

www.ishanastrovastublogspot.com


No comments:

Post a Comment