''..................... '' એટલે પ્રેમ (ક્રમાંક --૧ ).... ડો હિતેષ એ. મોઢા
મોંઘેરા મિત્રો,
૨૦૦૯ થી રચાયેલા પ્રેમ પર ના વન લાઈનર્સ અહિ બ્લોગ પર રજુ કરતા સહર્ષ આનંદ અનુભવુ છુ. આશરે ૩૦૦ થી અધિક વન લાઈનર્સ અહિ આ બ્લોગ પર હવે થી માણવા મળશે.
આ પ્રકાર ના સાહિત્યક અને અર્થ સભર પ્રેમના વન લાઈનર્સની શરુઆત કદાચ મારા દ્વારા થઈ હોવાનું મોટા ભાગના વાંચક મિત્રોનું કહેવુ છે. તો આ સ્નેહ ભર્યો આળ કબુલ મંજુર સાથે માણીએ વન લાઈનર્સ.
--૧)નાજુક ફુલો પર ઝાકળથી લખવુ એટલે લાગણીનું જતન
--૨)વલ બની આભનુ ફુલોને આલિંગન એટલે પ્રેમ
--૩)શિતલ હવા સંગે શાંત સમુદ્રનુ મૌન સાંભળવુ એટ્લે પ્રેમ
--૪)ઝરુખડાના ગોખલે દિપ પ્રગટાવવો એટલે પ્રેમ
--૫)મોતી પર ચાંદની કેરી નકશી એટલે પ્રેમ
--૬)નાનકડા દિવડે રાત લંબાવવી એટલે પ્રેમ
--૭)પાંપણ પર શમણાનો મોરપીંછી અનુભવ એટલે પ્રેમ
-- ૮)આંગણે ટહુકાઓ લીપવા એટલે પ્રેમ
-- ૯)રાતરાણી ને ઝાકળનુ ચુંબન એટલે પ્રેમ
-- ૧૦)આઘેરા એંધાણમાં નેજવા તળે ઓરી રે વાટ એટલે પ્રેમ
-- ૧૧)અબીલ ગુલાલ સાથે શ્રીફળ જેવુ શુકન એટલે પ્રેમ
--૧૨ ) ચાંદલીયા ની સાખે પ્રિયનો મુક સંવાદ એટલે પ્રેમ
-- ૧૩)ચપટી ભર રંગમાં આખા આયખાની રંગોળી એટલે પ્રેમ
-- ૧૪)શ્વાસના સુરમાં લાગણીનો લય એટલે પ્રેમ
-- ૧૫)યાદના કારવે શમણાનો પડાવ એટલે પ્રેમ
-- ૧૬) છલકતા જામમાં મયકશીની નમણાશ એટલે પ્રેમ
--૧૭ )વાદળમાં ચાંદનું ઓળઘોળ થવુ એટલે પ્રેમ
-- ૧૮)કાજળના વિસ્તારમાં જાગરણની રઢીયાળી રાત એટલે પ્રેમ
--૧૯)સ્પર્શના ત્રાજવે ટેરવાંનો ભાર એટલે પ્રેમ
-- ૨૦)રાતરાણીના ફુલો ને મોગરાની કળી વડે ઝાકળમાં ઘોળવા એટલે પ્રેમ
--૨૧ )કાજળ ઘેરી પાંપણે શમણાનો દેશ એટલે પ્રેમ
-- ૨૨)ખુલ્લી હવામાં પ્રિય વ્યક્તિના શ્વાસનો આહલાદ એટલે પ્રેમ
-- ૨૩)ઓતરાદી શિત હવા સાથે ઝાકળનુ મિલન એટલે પ્રેમ
-- ૨૩)નોરતાની રાતે હ્રદયના ચોકે જોડે રાસ એટલે પ્રેમ
-- ૨૪)આંખની કીકીમાં શમણાનુ આભ ચિતરવુ એટલે પ્રેમ
-- ૨૫)આંખોના રસ્તેથી હૈયાના તળીયે બીરાજવુ એટલે પ્રેમ
-- ૨૬)વન વગડે પાયલ ઝણકાર સાંભળવો એટલે પ્રેમ
--૨૭ )ખીલતી સંધ્યામાં અટ્કચાળા ઉજાગરાનો રંગ નિહાળવો એટલે પ્રેમ
--૨૮ )કાળુ કાજળ લઈ રાતો ઉજાગરો આંજવો એટલે પ્રેમ
-- ૨૯)મનને ગમી જાય એવા મૌનનો મુલક એટલે પ્રેમ
--૩૦ )ઉઘાડના અંતરાયે મેઘધનુષનુ સ્મિત એટલે પ્રેમ
-- ૩૧)વિજોગી આંગણમાં યાદનો આસોપાલવ એટલે પ્રેમ
--૩૨ )શમાની જ્યોત પર પતંગીયાનો મુકામ એટ્લે પ્રેમ
--૩૩)રેશમમાં ટેરવાની છાપ એટલે પ્રેમ
-- ૩૪)ચાંદનીના ઉબટનમાં ચંદનની સુવાસ એટલે પ્રેમ
--૩૫ )પરવાળામાં ચુંદડી લહેરાવવી એટલે પ્રેમ
--૩૬ )રાતી કંસુબલ ઓઢણીમાં તારલા ભરવા એટલે પ્રેમ
-- ૩૭)રેશમના ટેરવે ગમતીલો સ્પર્શ ટાંકવો એટલે પ્રેમ છે.
--૩૮ )વાદળના સ્પર્શે આભે વિહરવુ એટલે પ્રેમ
--૩૯ )પાલવની કોરમાં છાંયડાનો વિસ્તાર પામવો એટલે પ્રેમ
--૪૦ )નિરંતર વહેતા ઝરણામાં સરગમ સાંભળવી એટલે પ્રેમ
--૪૧ )કાચા સુતરનો રેશમી ગાંઠ જેવો વાયદો એટલે પ્રેમ .
--૪૨ )જળમાં હસ્તાક્ષર ઉપસવા એટલે પ્રેમ
--૪૩ )હૈયાની ભીંતે રેશમી થાપા એટલે પ્રેમ
-- ૪૪)સ્વ-સંવેદનાનું બીજાના ધબકારામાં રોપાય જવુ એટલે પ્રેમ
-- ૪૫)ઝુલ્ફોની છાંયામાં રાતનો વસવાટ એટલે પ્રેમ
--૪૬ ) સાંકડી શેરીમાં હૈયાની મેડી એટલે પ્રેમ
-- ૪૭)ચાંદનીને પોયણામાં જીલવી એટલે પ્રેમ
-- ૪૮)શણગારના શહેરમાં સાદગીની ગલી પામવી એટલે પ્રેમ
--૪૯)બંસી નાદમાં કુંજગલીનો સાદ સાંભળવો એટલે પ્રેમ
--૫૦)તોડલે તોરણ વાવી આસોપાલવ ઉછેરવો એટલે પ્રેમ
ક્રમશઃ
અપૂર્ણમ-સંપૂર્ણમ
This comment has been removed by the author.
ReplyDeleteવાહ ડો.સહેબ...આખો રસથાળ એક જ ટેબલ ઉપર..બહુ જ સરસ...આ કાર્ય સતત વૃદ્ધી પામતુ રહે ...એવી ખુબ બધી શુભેચ્છાઓ
ReplyDeleteઆપનો ખુબ ખુબ આભાર, આ માફક અન્ય સુચનો પણ જણાવતાં રહેજો
Delete