એક વાર દર્પણની નકલ કરીએ
જે દેખાય, તેને જ અસલ કરીએ
ઋષિ બની ત્વચાએ કોતરુ પ્રકૃતિ
આમ, સંવેદનો ને વલ્કલ કરીએ
સપના મુકત જેવો ધારો લાવવા
હે આંખ, અત્યારથી અમલ કરીએ?
કોઈ વીંટી લઈને આવી પહોંચશે
જે કઈ બચ્યુ તેનું મલમલ કરીએ
તમે બતાવો કોઈ ઈલાજ મુજને
છું છીછરો, કેમ છલોછલ કરીએ?
ધોવા બેઠો છું, ચાદર જીવતરની
હતી પહેલા, તેવી વિમલ કરીએ
આ ઝંખના ખતમ થઈ જશે 'હિતુ'
બસ સૌ પહેલા હું નું કતલ કરીએ
ડો હિતેષ એ. મોઢા
૩૦/૦૧/૨૦૧૫
No comments:
Post a Comment