Monday, February 16, 2015

એક પૂરવ કથા .............ડો હિતેષ એ. મોઢા


'પૂરવ'  'કારને માધેપરા વોટર ફિલ્ટરની ડાબેથી તરફ ખડીયા તરફ વાળી લેજે. '  પાછલી સીટ પર મમ્મી પપ્પા સાથે બેઠેલા ફઈબાએ કહ્યુ. 'પૂરવ દિકરા ફઈબાએ બીજું શું કહ્યુ 'તુ તે યાદ છે ને ? મમ્મી ઉવાચ.  'તમે બન્ને તેને કાર ચલાવવા દેશો કે પછી આમ જ કહ કહ કર્યા કરશો? '  પૂરવના ખભા પર હાથ રાખી પપ્પા બોલ્યા. 

'ડેડ ડોન્ટ વરી, એ બન્નેને બોલવા દો ને આજે તેનો ટર્ન છે, કહેતા  પૂરવે કારને ક્લોથ માર્કેટના ચોકથી રાઈટ સાઈડ તરફ વાળી. તેવામાં સેલફોનની ઘંટડી વાગી. હેન્ડસ ફ્રી  કાને સરખા કરી બોલ્યો 'હાં દીદી બોલો, બસ અમે રસ્તામાં જ છીએ, અને લગભગ પાંચ મિનિટ્સમાં તો ત્યાં પહોંચી ગયા જ સમજો'. 'દીદી અને જીજુ ખાડીયા નાકે આપણી રાહ જુએ છે'. 

'જો પૂરવ એ છોકરીને અત્યાર સુધીમાં ૭૦ જેટલા મૂરતિયા જોઈ આવ્યા છે,  હજુ મેળ કેમ નથી પડયો એ એક સવાલ છે, જોજે કઈક લફરુ-બફરુ ના હોય, તું ચા પી લે કે વાત કરવા ચાલ્યો જજે, અને આ બાબતને લઈને બધું પૂછી જ લેજે.'  કહેતા મમ્મીએ ઉંડો શ્વાસ લીધો. ડેડએ પૂરવનો ખભા પર હળવો સ્પર્શ કર્યો. પૂરવ  મિરરમાંથી ડેડ તરફ જોઈ હસ્યો. 

કાર નિયત સ્થળે પહોંચી ગઈ, અને ત્યાંથી જીજુ અને દીદી તેઓને દોરીને એક બેઠા ઘાટના જુની હવેલી જેવા મકાનમાં લઈ ગયા.  આવો આવો , નમસ્તે અને નમસ્કાર સાથે પ્રારંભ થયો અને પ્રવેશ પણ. 

મકાનના મધ્ય ભાગમાં બેઠ્ક રૂમ હતો, ઉપરથી તદન ખુલ્લો અને ફરતે ઢીંગલીઓ વાળા પીલર,  તેની જમણી બાજુ રસોડુ અને તેની બાજુ માં બે રૂમ.  પૂરવની આંખ આખા ઘરમાં ફરી વળી, અને મકાનનો ટેન્ટેટીવ પ્લાન મનમાં ચીતરવા લાગ્યો,  આટલા સુંદર મકાનનો મુખ્ય રંગ હજુ ક્યાંય દેખાતો ન હ્તો. અલબત કન્યા. 

આખરે કપ રકાબીના હળવા ખખડાટ સંભળાતા રસોડાની દિશા તરફ જોયુ તો, જાણે થયુ કે પૂર્વ દિશામાંથી શુક્રનો તારલો જમીન પર હળવી પણ મદમાતી ચાલે પોતાની તરફ આવી રહ્યો હતો. ઘડીના સોમાં ભાગમાં સોથી અધિક ક્લ્પનાઓ પૂરવના મનમાં મેઘધનુષ બની ઉગી નીકળી. 

ચાને ન્યાય આપતાની સાથે ફઈબાએ ચુકાદો રજુ કર્યો 'અમને તો તમારી દિકરી પસંદ છે પણ પૂરવ એક વાર તેની સાથે વાતો કરી લ્યે એટલે સરકારી મહોર સમજો'. દીદીએ પૂરવને ઈશારો કર્યો.  દીદી પૂરવને ને પહેલા માળે આવેલા રૂમ પર  ગઈ. થોડી વારમાં શુક્રના તારલાએ દર્શન દીધા કે દીદી બન્ને ને એક્લા મૂકી નીચે ચાલી આવી. 

મૌન ઉદ્યાનમાં  પંખીના કલરવ સમો મીઠો સ્વર સંભળાયો. પૂરવ તમે મારા માટે એક કામ કરી શકશો?  'હાં' બિલ્કુલ,' 'પણ વચન આપવું પડશે તમારે એ માટે', 'વચન તો નહિ આપી શકુ તમને  પણ કોશિશ રહેશે'.  કહેતા પૂરવના મનની ફાઈલ ખુલવા લાગી અને ફઈબા ત્થા મોમે કહેલી ૭૦ મુરતિયાની વાત તથા લફરા વાળી વાત ડેસ્ક ટોપ પર ફરી વળી. 

'તમે આ સંબંધ માટે ના પાડી દો'. પ્લીઝ અત્યાર સુધી હું બધા મુરતિયાને નકારતી આવી હતી, આજે તમે ......... ' શુક્રના તારલાની વાત ને અધ્યાહારે રાખી પૂરવ બોલ્યો 'બસ, આટલી જ વાત ને આ જ વાત કે જે હું તમને કહેવા માંગતો.  પૂરવે તેનો પાસો ઉલટો ફેંક્યો,  એમ કઈં હાર માને તેવો ન હતો.  

સવારે પપ્પા સાથે કરેલી વાત યાદ આવી ગઈ. 'પૂરવ બને તો કોલેજનાં પ્રકરણને લઈને ના પાડતો નહિ'.  'હાં ડેડ શું  ફરક પડે આવી બાબતને લઈને?'. 'આઈ એમ પ્રાઉડ ઓફ માય સન, દિકરા જલદી કર નહિ તો હમણાં નીચેથી બુમાબુમની બુમરેંગ આવશે, અને હાં આ વાત તારી મોમ કે ફઈને  ક'દી ખબર ન પડવી જોઈએ'.  'પ્રોમિસ ડેડ.'   

'એટલે ? ' અત્યાર સુધી નત મસ્તકે વાત કરતી કાવ્યાએ પૂરવની તરફ જોઈ પ્રશ્નાર્થ રજુ કર્યો.' હાં કાવ્યા મારે તો એવી છોકરી સાથે લગ્ન કરવા છે જેને પ્રણય કે લાગણીની અનુભુતિ થઈ હોય. મે પણ તમારી માફક ૭૦ જેટલી કન્યાને .........

કાવ્યાના મનમાં ન સમજાય તેવી ગડ મથલ શરુ થઈ ગઈ, અત્યાર સુધીના દરેક મુરતિયા તેને પામવા વિનવતા પણ આ તે કેવો મુરતિયો કે તે સામે થી જ ના પાડે છે, થોડી વાર માટે એમ થયુ કે પોતાના રૂપ-ગર્વને ઠોકર મારી, પણ બીજી જ ક્ષણે  એવું થયું આ તો દોડવુ હતુ ને ઢાળ મળ્યો.  અને ત્રીજી જ ક્ષણે એવું થયુ કે,  શું પૂરવને પણ મારી જેમ કોઈ અતીત હશે ??  કે પછી... મન પ્રશ્નાર્થ ચિન્હોથી ભરાય ગયુ. 

કાવ્યાનો ચહેરો વાંચી, પૂરવ કાવ્યાની સમીપ જઈ બેસી ગયો, અને કહ્યુ 'કાવ્યા દરેક વ્યક્તિના જીવનમાં રૂપાળો પડાવ આવ્યો હોય તેવુ થોડુ બને છે?' મને એ પણ ખબર છે કે તમને કોલેજના પ્રોફેસર જોડે પ્રેમ થઈ ગયો હતો, અને પેલા પ્રોફેસર ફિઝીક્સ ભણાવવાને બદલે તમારા ફિઝીકસને ભણતા રહ્યા, અને તમને જયારે ખબર પડી તે પરણેલો છે, અને ત્યારે તમારા પર સાત સાત આભ તુટી પડયા. '

'અને એ સાતે સાત આભનો ભંગાર હજુ પણ તમારા હ્રદયમાં અકબંધ છેં.  કાવ્યા મુગ્ધાવસ્થામાં આકર્ષણ થવુ તે સહજ છે,  જ્યારે પ્રેમ થવો એ પણ અલગ છે. કદાચ તમને આકર્ષણમાંથી પ્રેમ થઈ ગયો હશે તેની ના નહિ પણ પેલાને તો ફકત તમારા દેહનું જ આકર્ષણ હતું, જે દર નવી ટર્મ સાથે બદલાય જતું હતું.' મારી આ વાત ખોટી હોય તો તમારો જોડો ને મારુ માથુ ... કાવ્યા એક વાત કહીશ સપનાની રાખ કે છેતરાય જવાના અંદેશાથી તારલાઓ આભમાં ઉગવાનું બંધ નથી કરતા, જે તમે હાલ કરી રહ્યા છો.' 

પ્રશ્નાર્થ ચિન્હોથી ભરાયેલા મનને સ્વસ્થ કરતાં બે ત્રણ મિનિટ લાગી ગઈ, તો આંખોમાં એક નવુ આશ્ચર્ય ઉગી નીકળ્યુ કે પૂરવને આ બધી વાતની કેમ ખબર ? અને એક પણ શબ્દ ચોર્યા વિના કહી જ નાખ્યુ હતું. હવે પોતાને ક્યાંથી વાત સંભાળવી ને ક્યાં શરુઆત કરવી તેની ગડ મથલ શરુ થઈ .......,........

'પૂરવ એક વાત કહુ તમને ? ' 'કહો ને જનાબ,' કહેતા પૂરવે હળવુ સ્મિત આપ્યુ. 'પૂરવ તમે આટલુ જાણતાં હોવા છતા તમે કેમ જોવા આવ્યા ? ખેર છોડો એ સવાલ, તમે એ કહો એક કચડાયેલ ફુલ કોને ચડે ?  આ જ મેટરને લઈને દરેક મુરતિયાને ના પાડતી આવી છું.  અને પાછળથી આ વાતની કોઈને ખબર પડે, પછી જીવન ધુળધાણી થાય તેના કરતાં ના પાડવી વધુ હિતાવહ સમજતી હતી.'

'કાવ્યા તમે વધુ પડતું એન્ટીસીપેટીંગ કર્યુ છે, તમે ધારી જ કેમ લીધું કે બધા મુરતિયા એક સરખા જ નીકળશે? ' પણ તમે તો ના પાડી છે તો હવે ધારવા કે માનવાનો સવાલ ક્યાં ઉભો થાય છે?' કહેતા જ ગાલ પર એક મણનું એક મોતી સરી પડયુ. અને બાજુ બેઠેલા પૂરવે શર્ટના કફમાં એ મોતી ને સમાવી લીધુ, અને પૂછ્યુ  'હેય કાવ્યા બી માય વેલેન્ટાઈન ?' 

જવાબમાં શુક્રનો તારલો પૂરવની છાતીમાં સમાય ગયો.  શ્વાસો હાં પાડે તે પહેલા આંસુઓએ હરખથી 'હાં' ની અંજલી આપી દીધી. 


ડો હિતેષ એ. મોઢા
16/02/2015





5 comments:

  1. સરસ વાત..

    આપ પ્રખર જ્યોતિષ છો. (જો કે હું જ્યોતીષમાં જરાય માનતો નથી, ક્ષમા કરશો)

    માણસને ગ્રહો શું નડવાનાં?
    માણસનો તો નડે પુર્વગ્રહ, આગ્રહ!

    સરસ વાર્તા,

    એક નમ્ર સુચન..

    વાર્તાની રજૂઆતમાં જો સંવાદોને અને સંજ્ઞાઓને વ્યવસ્થિત રજૂ કરવામાં આવ્યા હોત તો વાંચવાની મજા આવે. આપે સંવાદોને અલગ નથી કર્યા. કોણ ક્યારે બોલે? એ સમજતા મને જરા મુશ્કેલી થઈ.. એક જ પ્રેરેગ્રાફમાં પૂરવ અને કાવ્યાના સંવાદો વાંચકને ગુંચવી દે. તો એ કઠ્યુ..

    બાકી તો.. બધુ બરોબર છે..

    ReplyDelete
    Replies
    1. આપના સુચન અનુસાર શકય ફેરફાર કરી લઈશ, આ રીતે પ્રતિભાવમાં સ્નેહ વરસાવતા રહેજો.

      Delete
  2. વાર્તાના વ્યાકરણની કદાચ મારા જેવા નૌસીખાને જાણ ના પડે, પણ તમારો ખુબ-ખુબ આભાર કે મારી વાતનુ માન રાખી તમે એક સાચે સરસ HAPPY ENDING વાર્તા રજુ કરી...

    ReplyDelete
    Replies
    1. जी कुलदिप भाई ... आपनी फरमाईश अने ईच्छा, मारी आंख अने अलबत कल्पना जगतमां हती, आथी आ जगतमांथी कोई नवी वार्तानो पींड बंधाय के तमारी ईच्छानो आत्मा ते देहमां प्रविष्ट थई शके

      Delete
    2. This comment has been removed by the author.

      Delete