જેનુ નામ સાંભળતા ભલભલા મજ્બુત બાંધાના જાતકો પણ થર થર કાંપી ઉઠે, તેમ ગમે તેવ ખડતલ ને પણ કંપારી છોડાવી દયે, તે ગ્રહ શનિ તા.૨૬ જાન્યુઆરી ૨૦૧૭ સાંજે ૭ કલાકે ને ૨૯ મિનિટે પ્રવેશ કરશે.
વાત તત્વનો કારક શનિ મહારાજ અગ્નિ તત્વની રાશિ ધનમાં બીરાજમાન થશે ત્યારે ધન રાશિ (ચંદ્ર રાશિ) નુ પૂર્વ-ષાઢા નક્ષત્ર ચાલતું હોવાથી, તેનું તત્વ અગ્નિ હોતા આ નક્ષત્રનુ કાર્યક્ષેત્ર અગ્નિ તત્વ સંબંધિત બનાવ ઘટના, પરિવર્તન કે પછી તોફાન, બીમારી, ભેષજ ની ભુમિકા મુખ્યત્વે રહે. આ રાશિ અને આ નક્ષત્રના જ તત્વ અગ્નિ સાથે સયોંજન માં અન્ય તત્વ હોય તો તે પણ પ્રભાવી બની શકે છે.
પનોતી વિશે પ્રાથમિક સમજઃ તુલા રાશિ પનોતીથી મુકત થશે.
૧))) વૃશ્ચિક રાશિનો રાશિનોઅંતિમ તબક્કો.
૨))) ધન રાશિનો દ્વિતિય તબક્કો
૩))) મકર રાશિનો પ્રથમ તબક્કો
શાસ્ત્ર અનુસાર તમામ પનોતિઓને ધાતુની સંવેદનશીલતાના આધારે અગ્રતા આપી વર્ગીકૃત કરવામાં આવી છે. આથી કોઈએ ધાતુ સાથે પ્રત્યક્ષ રૂપથી પનોતિને જોડવી નહિ. જે રાશિમાંથી શનિનું ભ્રમણ થતુ હોય તે ગોચર ભ્રમણ સરેરાશ ભારે નીવડે તેવુ અભ્યાસે જાણવામાં મળ્યુ છે.
પૌરાણિક જયોતિષ અનુસાર દશાવતારમાં શનિ ગ્રહે કચ્છપનો અવતાર ધારણ કરેલ છે.આ શનિ ગ્રહ, ઉદ્યમ, ઉદ્યોગ, ક્ઠોર પરિશ્રમ, તથા ન્યાય અને દંડનો કારક માનવામાં આવે છે.સ્વભાવે ધીર ગંભીર, માનવીય લાગણીઓ પ્રતિઅત્યંત સંવેદનશીલ,પરંપરા વાદી અંતર્મુખી વ્યક્તિ, કોઈના કોઈ મનોભાવ, વાણી,વર્તનના માધ્યમથી અપૂર્ણતાનો સ્થાયી ભાવ, આધ્યાત્મિક, ઉદારમત વાદી, અતિ ઉદ્યમી, કાર્ય માત્રને પ્રમુખ માનનાર, સંબંધોનો વિસ્તૃત ફલક ધરાવનાર, ખ્યાતિ, લોકચાહના અતિ વિશાળ નૈપથ્ય, કુશાગ્ર નિર્ણય શક્તિ ધરાવનાર, નેતૃત્વ વાળો છે. જ્યારે જ્યારે કોઈ પણ જાતક ની કુંડલી અભ્યાસે માલુમ થાય કે તેને કોઈ ગ્રહ વિશિષ્ટ ફળ નથી આપતા ત્યારે શનિ તેના ગોચર ભ્રમણ અનુસાર ઉચ્ચસ્થ કે નિચ્ચસ્થ કે મૂળ ત્રિકોણ ના દ્રસ્ટી સંબંધે કે પોતાના કાર્ય ક્ષેત્રમાં સંચિત કર્મો આધારીત ન્યાયવિક ભુમિકામાં રહી ખાસ ફળ આપે છે. શનિ કોઈ પણ જાતક ને પાયાકીય જરુરીયાતથી વંચિત નથી રાખતો.
વાયુ તત્વ નો આ ગ્રહ ગુરુ બાદ દ્વિતિય સ્થાને મહાન ગ્રહ છે અને પૃથ્વીથી સૌથી દુર છે.તેના કિરણો વક્ર તથા પારજાંબલી હોવાથી સૂર્યના સીધા કિરણો સાથે સંઘટન પામી પૃથ્વીના વાતાવરણમાં વાયુ તત્વ અનુસાર અનેક જડ-ચેતન તત્વો સાથે અનેક મિશ્ર વિકિરણીય અસરો પેદા કરે છે. આ ગ્રહ દુર હોવાથી તેના કિરણોનો પ્રભાવ, માનવ શરીર તથા જીવ સૃષ્ટી પર અત્યંત સુક્ષ્મ તથા લાંબા ગાળા નો હોય છે.
વેદીક જ્યોતિષ અનુસાર વ્યાપાર , વણિજ, અને ઉદ્યોગ, વહીવટી ક્ષેત્રે ધન રાશિનું એક આગવુ અને મહત્વ છે. નૈસર્ગિક કુંડલી અનુસાર કાલ પુરુષના દેહ શરીરના મધ્યાંગે, રાશિ અનુસાર નવમું સ્થાન છે. જેનુ સીધુ કાર્ય મેદ, સાથળ (જાંગ થી ગોઠણ પહેલા), પેલ્વીક બોન અને કટીનો પાછલો ભાગ, પર છે. યોગીક દેહ પર ''વામ'' સુત્ર સહિત સ્વાધીસ્થાન ચક્ર પ્રભાવ છે. આથીદુષિત અગ્નિ તત્વની રાશિ વાળાઓ પણ ખાસ સંભાળવુ.પૂર્વ દિશા સ્થિત વાસ્તુ દોષનો કારક છે.
ધન રાશિ સ્વભાવે ધાર્મિક અને સમર્પણ વાળી, અતિ સંવેદનશીલ ત્થા લાગણીશીલ હોય છે. ગોચર ભ્રમણમાં ધનના શનિ વાળા જાતકો એ ખાસ સાચવવુ. મેડીકલ એસ્ટ્રોલોજી મુજબ અગ્નિનો મૂળ મહાભુત વાયુ સાથે સંયોજન થતા વાયુ પ્રકોપમાં રાહત રહેશે. ત્યારે પિત પ્રકૃતિમાં ઉછાળો રહેવા સંભવ. ધન રાશિના જાતકો માં પ્રથમ ૬૦ દિવસ સુધીમાં વાયુ તત્વ અથવા અગ્નિ તત્વનું અણધાર્યુ વધી જવા સંભવ તો તકેદારી રૂપે રોજ સેકેલુ લસણ ખાવુ. તેમજ તેમજ તથા વક્રી-માર્ગી શનિ વાળા મેદસ્વી જાતકોને ખાસ સાચવવુ.
ધન રાશિમાં શનિના ભ્રમણ થી વિધ-વિવિધ ક્ષેત્રો તથા ભૌગોલિક સ્થાન/સ્થળો પર કેવા પ્રકારની અસર થશે તે અંગે ડો. હિતેષ મોઢા જણાવે છે કે જાહેર આરોગ્ય શાખામાં કોઈ વિવાદ કે પરિવર્તન આવવા સંભવ. ચિકિત્સા ક્ષેત્રે નવ સંશોધન. વાહન અકસ્માત વધારો થવા વકી, લશ્કરી ક્ષેત્રે ઉથલ પાથલ, અમેરીકાના પૂર્વ કાંઠે દરિયાઈ તોફાન/ તેમજ અગ્નિ એશયાઈ દેશોના દરિયા કાંઠે મોટા તોફાનોની વકી.
દેશમાં આવનારા ચોમાસા સારા રહેશે, દેશના ઉતરી-ઈશાન/ નૈઋત્ય સ્થળે ભુ-કંપ, દરિયાઈ-નદ વિપદાની સંભાવના. સાથે ધન રાશિના કે વૃષભ-ધન લગ્ન ત્થા વૃશ્ચિક રાશિના ના કોઈ પ્રસિદ્ધ અભિનેતા,નેતા-મહંત કે સંતનુ અવસાન થવા સંભાવના. અથવા કોઈ ગંભીર બીમારી થવા સંભવ
દેશમાં આંતરિક દુશ્મનમાં વધારો. સાથે દક્ષિણ ભારતમાં રાજકીય ક્ષેત્રે પરિવર્તનના યોગ. વાયવ્ય પ્રદેશો સરેરાશ જણાશે. રાજકીય ક્ષેત્રે અલગ સમીકરણો જોવા મળશે. જમીન મકાન અને બાંધકામ ક્ષેત્રે ભયંકર મંદી. ધાતુ બજાર,ઔધોગિક, મશીનરીઝ ક્ષેત્રે મધ્યમ રહેશે . શેર બજાર સરેરાશથી થોડી ઉપર રહેશે. દેશની આર્થિક વ્યવસ્થા વધારે સુદ્રઢ બનશે.
આ ધન રાશિનું શનિ ભ્રમણ, તુર્કથી લઈને; મેડીટેરીયન, ભુમધ્યનો પશ્ચિમ પ્રદેશ તથા ચાઈના અગ્નિ એશયાઈ દેશોમાં દરિયાઈ તોફાન તથા ટોર્નેડો/ટવીસ્ટર, ચક્રવાત જેવાં તોફાનોની સંભાવના. રહસ્યમયી પ્લેન એક્સીડેંટ્સ. રાજકીય- લશ્કરી- વ્યવસ્થા તંત્ર ક્ષેત્રે, પરિવર્તન કે ઉથલ પાથલ, કરન્સી માર્કેટમાં બદલાવ કે કલેશ, વિઝા અને વિસ્થાપિતોને લઈને ઈસ્યુઝ. રણ પ્રદેશમાં, સીમા સરહદ, ધાર્મિક સ્થળે કે ધાર્મિક સ્થાનને લઈને કોઈ બાબત સામે આવે. ચિકિત્સા ક્ષેત્રે નવ સંશોધન. તથા ધનના શનિ ભ્રમણાંતે કોઈ એપીડેમિક વાયરલ ડીસીઝ આવવા સંભવ.
સાથે હોર્ન ઓફ આફ્રિકન કંટ્રીઝથી, ભારતનાગૂર્જર /લાટ યાને સૌરાષ્ટ્ર ગુજરાત- પર આ ભ્રમણ વિશેષ પ્રભાવી રહે છે. ઉદ્યોગ, વ્યાપાર, વિદેશ વ્યાપારમાં વધારો થશે. બંદર કે દરિયાઈ પટ્ટી કે મરીન સીક્યોરીટી કે તેને રીલેટેડ કોઈ પરિવર્તન -વિવાદ, મેટર જાહેર થવા સંભાવના.
ધન રાશિ અનુસાર ગોચરના શનિનુ રાશ્યાદિ ફળ
મેષ :-- ધંધા વ્યવસાયમાં ઉન્નતિ, , આવક વધશે જાવક ઘટશે. અને કર્મચારી વર્ગમાં પ્રમોશનના યોગો તેમજ અણધાર્યા બદલી કે બરતરફી ના પણ ઉતમ યોગ, દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. લગ્નેતર સંબંધમાં સાચવવુ. વિદેશાગમન થવાની શક્યતા.
વૃષભ :-- અણધાર્યો આર્થિક લાભના યોગ થવા સંભવ. કુટુંબ સુખમાં કૌટુંબીક સુખમાં સંવાદીતા, નવા વાહન યોગ, જુના વેર ઝેર અને શત્રુતાનો સુખદ અંત આવવા વકી. આ શનિ ભ્રમણ દરમ્યાન, થોડો સમય માટે તનાવ રહેવા પામે. તેમ જ આકસ્મિક ધન લાભ ની સંભાવના.
મિથુન :-- સર્જરી/ શલ્યના યોગો. દેવુ કરજ ભરપાઈ કરવાનો યોગ્ય સમય. આ સમય દરમ્યાન ભરપાઈ કરેલી સંપદાથી અનેક વિધ ફાયદા ભવિષ્યમાં જોવા મળે. પ્રેમ સંબંધ નો અને અવૈધ સંબંધનો અંત આવવા વકી, આરોગ્ય ઉતમ રહેવા પામે, વ્યવસાય અને સફળતા અંગે નવી દિશા સાંપડે, રાજ્ય તરફથી માન સન્માન ની વકી, પૈતૃક સંપતિ અંગે વિખવાદ થવા સંભવ, જાહેર સાહસ તથા નવા ઉદ્યોગ-ધંધા માટે ઉતમ અને શ્રેષ્ઠ સમય.
કર્ક :-- અધુરા, અટકી પડેલા કાર્યોમાં સફળતા, અને ધન લાભ, જમીન તથા નવ મકાનમાં અનેક યોગ અને રોકાણ માટે ઉતમ સમય ભાગ્યમાં વધારો, ભાગ્ય ઉન્નતિ,આરોગગ્ય નિરામય રહે,વિદેશાગમનની સંભાવના, વિદેશથી લાભ, સ્થાવર સંપતિના યોગ, તેમજ અનેક વિધ યોગ.
સિંહ :-- સરેરાશ ફળ , વ્યવસાયિક લાભ લાભની વકી, જમીન મકાનના યોગો, તેમજ જમીન મકાનમાં થી વળતર. નવ વાહન માટે ઉતમ યોગ. પારિવારીક સંબંધોમાં ખાસ સાચવવુ, દુષિત યોગ વાળા જાતકોએ ખાસ કાળજી રાખવી
કન્યા :-- પનોતિ સાથે રાહુ નો સમય પૂરો થતા રીકવરીનો સમય, હકારાત્મક મુજબ શકય રીકવરી થવા સંભંવ. ભાઈ બહેનો સાથે સંબંધો સુધરવાના ઉતમ યોગો, અન્યથા સરેરાશ ફળ આપનાર છે.
તુલા :-- પનોતિ સમાપ્ત થતા, રીકવરીનો સમય. વાત/નર્વ્ઝ સંબંધીત તકલિફ દુર થવા પામે. વાયુપ્રધાન/અગ્નિ કે લોહ વ્યવસાય વાળાને હળવો ધન લાભ. . લોહ બનાવટને સંબંધિત લાભ. તુલા લગ્ન ને રાશિમાં શનિ બલી હોતા ઉતમ ફળ મળવા સંભવ.
વૃશ્ચિક:-- શારીરિક શ્રમ વધી જવા સંભવ, સાથે સ્થાન ફેર વ્યવસાય ફેર નાયોગો,પ્રવાસ અને ભ્રમણના યોગો,પીંડીથી પગના પંજા સુધી દુખાવો કે બીમારીની વકી, આર્થિક રીતે તબ્બકો અતિ લાભદાયક નિવડે, સંતાન સુખ, વિદ્યા-શૈક્ષણિક ક્ષેત્રે સફળતા માન કે સન્માન, વિદેશ તથા બુધ્ધિ પ્રધાન વ્યવસાયમાં સફળતા. ભાષા તથાખર્ચા પર અંકુશ રાખવો.
ધન :- પનોતિનો દ્વિતિય તબક્કો હોતા આ રાશિ પારાવાર માનસિક વિંટબણાઓ આવવા વકી.અનેક અનૈચ્છિક પ્રશ્નોનો સામે આવવા સંભંવ. પિત-વાતની તાસિર વાળા જાતકો એ પશ્ચિમ ના વાસ્તુ દોષથી ખાસ કાળજી લેવી. જાહેર ક્ષેત્રમાં રહેલા આ રાશિના લોકોએ વિશેષ કાળજી લેવી.
મકર :- પનોતિનો પ્રથમ તબક્કો, જાહેર જીવન વાળા જાતકો થોડો સમય થોભો અને રાહ જુઓની નીતિ અમલી કરવી. નવી તકો સાથે સ્થાનફેર થવા વકી, આ રાશિના જાતકો ના ઉદ્યોગો કે વિદેશ વ્યાપારમાં થોડુ સંભાળી ને પગલુ લેવુ. મશીનરી ઉદ્યોગ/વ્યાપાર વાળા જાતકો માટે મધ્યમ સમય.
કુંભ :- પિતા તથા પરિવાર સાથે સંબંધો સુધરતા જોવા મળે. સરકારી ઓફિસર તથા સંતો-મહંતો માટે એવરેજ સમય. આ રાશિના જાતકોના ઉદ્યોગોને લાભ. મશીનરી ઉદ્યોગ/વ્યાપાર વાળા જાતકો માટે ઉતમ સમય. નવા ઉદ્યોગ માટે ઉતમ સમય.
મીન :-- ,આકસ્મિક ધન લાભ, સાથે ધન સંચયના અનેક યોગો. વિમા અને મ્યુચ્યલ ફંડના એજન્ટને ફાયદો,પુષ્કળ ધન લાભ, જમીન મકાનના યોગ,ઐશ્વર્ય તથા સુખ પ્રાપ્ત થાય, સાથે આધ્યાત્મિકત-ધાર્મિકતાની સાચી સમજ પ્રાપ્ત થાય. અનેક વિધ ક્ષેત્રો તથા જ્ઞાનની સીમા વિસ્તરે.
ઉપરોકત ફળકથન લગ્ન કુંડલી આધારીત હોતા અંતિમ ના માનવુ સાથે જન્મ કુંડલીનો અભ્યાસ પણ એટલો જરુરી હોય છે.
// અસ્તુ//
ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧ વાઘેશ્વરી પ્લોટ
ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com