વેદીક સાહિત્ય અનુસાર દક્ષિણમાં આવેલો મલય નામનો પર્વત. મૈસુર-કર્ણાટક ની પશ્ચિમ દક્ષિણેથી શરુ થતી પર્વતમાળા, જે ત્રાવણકોર સુધી લંબાય છે, તેને મલય કહેતા હતા. આના પર થી મલય ના પવન , યાને મલયાનિલ જે વિરહી ને બહુ સતાવતો જે આપણે સંસ્કૃત સાહિત્યમાં ખુબ વાંચ્યુ છે.
આના પરથી મલય દેશ કે મલય આલય જેવા નામ પડયા. બીજુ સંસ્કૃતમાં મલયજ એટલે ચંદન નુ વૃક્ષ કે વન જેવો અર્થ થાય છે. કદાચ આ કારણ થી આ વિસ્તારનુ નામ મલય પડયુ હોય. દક્ષિણ ગોવા થી હાલના કેરાલા ના છેડા સુધી ના દરિયા કાંઠા ને મલબાર કહે છે. તે ઈરાની-અરબી વ્યાપારી ની દેન છે, તેઓ આ વિસ્તાર મલય-બારુ /મલયબાર કહેતા જે આગળ જતા મલબાર બની ગયુ. આ વિસ્તારના સ્થાનિકો માટે અને તેની બોલી માટે મલયાલય કે મલયાલી, મલયાલ જેવો શબ્દ વપરાતો હતો.
૯મી થી ૧૧મી સદીમામ તામિલ ભાષાની આ બોલી જ્યારે સ્વંતત્ર રીતે ભાષાનુ રૂપ ધારણ કર્યુ ત્યારે વ્યાકરણના નિયમો અને શબ્દ કોષ માટે ફરીથી સંસ્કૃત ભાષા તરફ દોટ મેલે છે. મલયાલમ ભાષામાં નામ અંતે 'મ' અને 'ન ' વધારા પ્રત્યય લગાડવાનુ શરુ કરે છે, જેથી આ ભાષાની ઓળખ અને અલગતા જાણી શકાય. તામિલો એ જયારે પોતાની સસ્કૃત અને વેદીક કલ્ચર થી અલગ ઓળખની શરુઆત કરી, ત્યારે તામિલ ભાષામાં જેટલા (એક અંદાઝ અનુસાર ૯૫ ટકા શબ્દો) શબ્દો હતા, તેને તામિલાઈઝ કર્યા. અને સંસ્કૃત સમાસ જોડીયા શબ્દો ને પોતાની યાને અગથિયાર વ્યાકરણ અનુસાર પૃથક કરી સંસ્કૃતથી અલગ જ અર્થો દર્શાવવા લાગ્યા. છતાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ નામશેષ ન કરી શકયા. આજે પણ તામિલના પ્રત્યેક શબ્દોનુ ઓપરેશન કરતા સંસ્કૃત જોવા મળશે. તામિલ અનુસાર મલયાલમ = માલ્લાઈ, માલા (અહિં, પર્વત ઘાટ જેવો કરે છે ) + ઈલામ/એલામ (પ્રદેશ-વિસ્તાર) . અહિ સાફ દર્શાય આવે છે કે સંસ્કૃત શબ્દ પર્વત માળામાંથી માળા ને જ પર્વત તરીકે એડ્પ્ટ કરી લીધો અને પર્વત ને ગુમ કરી દીધો. તેમ માલદ્વિપમાં આ જ તામિલો એ માલનો અર્થ માલા બતાવી હાર (ગાર્લેન્ડ) જેવો દર્શાવે છે. જ્યારે હાલની મલયાલમમાં પર્વતમ જેવો શબ્દ છે પહાડ-પર્વત માટે. કન્નડ અને તેલુગુ માં પર્વત જ શબ્દ છે, જ્યારે તામિલમા પેરુન્કુવાઈલ શબ્દ છે.
કદાચ એવુ પણ બની શકે કે અત્યાર સુધીમાં મલયાલમ શબ્દની વ્યુત્પતિ અભ્યાસ પૂર્ણ ન કરી હોય !!!!!! અગર, એવુ હોય તો મારી આ ત્રીજી વ્યુત્પતિ હશે, પ્રથમ ગૂર્જર, મરાઠી, અને હવે મલયાલમ.
મિત્રો મલેશિયા, મલય પણ સંસ્કૃત શબ્દ ની જ દેન છે. તેમ તામિઝ(તામિલ) મા એલામ તથા અરબી/સેમેટીક /અક્ક્ડીયન નો આલમ એ પણ સંસ્કૃત શબ્દ આલય ની જ દેન છે.
પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯- ૯૮૭૯૪૯૯૩૯૦૭
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com
No comments:
Post a Comment