પેગોડા આજે ચાઈનિઝ અને જપાનીઝ ભાષામાં રૂઢ થઈ ગયો છે. મૂળ આ શબ્દ જયારે
બૌધ્ધ સાધુઓ નેપાળ ભુતાન, બર્મા થઈ ને કમ્બોડીયાના માર્ગે વિહાર કરતા કરતા
ચીન જતા હતા. ત્યારે ''સ્તુપ' નું એક નવુ સ્વરૂપ સાથે લઈ ગયા. નવા આ
પવિત્ર સ્થાપત્ય નૂં નામ હતુ ''પાગવાડી'' યાને દેવનું ભવન કે ભાગ્ય નું ભવન
જેવો જુની તામિલ/તેલુગુમાં અર્થ થાય છે.
દ્રાવિડ ભાષા માટે ''પગવાડી'' શબ્દ એ સંસ્કૃત પાસે
થી લીધેલો લોનવર્ડ હતો. જેને માટે સંસ્કૃતમાં ભવતિ, (સ્ત્રી) ભાગવાટ્ટ, ભાગ્યવાટ,
જેવા શબ્દ હતા. લોક બોલી કે પ્રાકૃતમાં ભાગવાડ કે પાગવાડ જેવા શબ્દો હતા. કદાચ માગધી પ્રાકૃતમાં થી આ શબ્દ દક્ષિણ ભારત પહોંચે છે.
જયારે બૌદ્ધ ધર્મ વિશ્વ ભરમાં વિહાર કરતો હતો ત્યારે
અર્ધ-માગધી ભાષા, પાલી ભાષાના અનેક ગ્રંથો અને શબ્દો બ્રાહ્મી લિપીમાં અનેક
દક્ષિણ/અગ્નિ એશયાઈ દેશોમાં ફરી વળ્યા આ શબ્દ વિકૃત રૂપે દક્ષિણ પહોંચેં
છે, અને ત્યાંથી પોર્ટુગીઝ લોકો લઈ ગયા અને આજે વિશ્વભરમાં પેગોડા તરીકે
સ્થાયી થઈ ગયો.
No comments:
Post a Comment