Thursday, October 20, 2016

રાહુ અને તેના નક્ષત્રો (એક જ્યોતિષ લેખ) -- પં. ડો. હિતેષ એ. મોઢા

રાહુ અને તેના નક્ષત્રો (એક જ્યોતિષ લેખ) -- પં. ડો. હિતેષ એ. મોઢા

રાહુ ૨૭ નક્ષત્રમાંથી ૩ નક્ષત્રનો સ્વામી છે. આદ્રા, સ્વાતિ અને શતભિષા.
આદ્રા--
આદ્રા એ ૬ઠુ નક્ષત્ર છે, રાશિઃ મિથુન, સ્વામી ગ્રહઃ બુધ તત્વઃ વાયુ, વિશોતરી દશાઃ ૧૮ વર્ષ
આદ્રાનો અર્થ થાય છે, ભીનાશ, ઓંસ, નમી. ઉષાકાળમાં ચમકતા ઝાકળબિંદુ આ નક્ષત્રનુ પ્રતિક છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો સ્વભાવે ઝાકળ જેવા મૃદુ અને લાગણીશીલ હોય છે. મોટા ભાગના જાતકો અત્યાધિક સંવેંદનશીલ હોય છે. તેમ સામેની વ્યક્તિની લાગણીઓ ને સરળતા થી સમજી શકતા હોય છે, તેમ જ વ્યવહારિક પણ હોય છે. ગમે તેવા વિષમ સંજોગો હોય તેને વહેંચી નાખે છે. તેઓ તેની લાગણી ઝડપથી વ્યક્ત નથી કરતા. આથી આવા જાતકો માટે ધુપ-છાંવ નો સંબંધ કાયમ જોવા મળે છે. વિશાદ અને દુંખ સાથે કાયમી જોડાયેલા જોવા મળે છે. અને તેમાંથી બહાર નીકળી દ્રઢ બનવાનો યત્ન પણ કાયમી હોય છે.
આ નક્ષત્ર પર રાહુ તેમજ બુધનો બન્ને પ્રભાવ સમાન હોય છે, આથી જાતકની વૈચારીક શક્તિ તથા તર્ક શક્તિ અદભૂત હોય છે. અદ્વિતિયમ વિશ્લેષલ શક્તિ હોય છે. આના કારણે આદ્રા નક્ષત્રમાં જન્મેલા બુધ પ્રધાન જાતકો સારા વકીલ, જજ, શાષક કે પછી વહીવટ કર્તા હોય છે. અથવા બની શકે છે. આવા જાતક વાળા સંતાનો માટે ઈનોવેટીવ મેનેજમેન્ટ કે એકાઉન્ટ-મેનેજ્મેન્ટ રીલેટેડ એજ્યુકેશનલ ફેકલ્ટી શ્રેષ્ઠ ગણી શકાય. આ નક્ષત્રના જાતકો ની એક મોટી મર્યાદા જોવા મળે છે, તે છે તેનો અહંકાર, મોટા આવડી વિશાળ શક્તિઓ ને યોગ્ય માર્ગે ન વાળી શકવાના કારણે આવા જાતકો માનસિક કદ વધારવા લાગે છે, અને ગુરુતાનો જન્મ થાય છે. તો ઘણી વાર તેની આ જન્મજાત આવડત ને લીધે મળતી બેસુમાર સફળતા તેને અહંકાર તરફ લઈ જાય છે. એફ.ડી.રુઝવેલ્ટ અને બાદશાહ અકબર પણ આ નક્ષત્રમાં જન્મેલા હતા.

સ્વાતિ--
સ્વાતિ એ ૧૫મું નક્ષત્ર છે. રાશિઃ તુલા, સ્વામી ગ્રહઃ શુક્ર, તત્વઃ વાયુ, વિશોતરી દશાઃ ૧૮ વર્ષ
આ સ્વાતિ નક્ષત્ર વરસાદ સાથે અને ચાતક પંખી સાથે અદભુત મેળાપક ધરાવે છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો મધુર ભાષી તથા સહ્રદય હોય છે. લાગણીશીલ, ફુટનીતિજ્ઞનો અજોડ સમન્વય એટલે સ્વાતિ નક્ષત્રના જાતકો. સમયોચિત જ ક્રિયા-પ્રતિક્રિયા દર્શાવે છે. આ નક્ષત્રનુ પ્રતિક છે હવા. હવામાં લહેરતો છોડ અને ઓઢણી આ નક્ષત્રના પ્રતિક એક વિશેષણ કહી શકાય. આ નક્ષત્રની યુવતિ ની ઓઢણીઓ લહેરાતી જોવા મળે છે. એ દ્રશ્ય એટલુ મોહક હોય છે, ભલભલા મોહાય જાય. હવા સામે લહેરાય ને જીવનારા વ્યક્તિત્વો હોય છે. સ્મિત વદને પડકાર જીલનારા હોય છે, બિઝ્નેશ પ્રોફેશનમાં સાહસિક હોય છે.
શુક્ર અને રાહુનુ અજોડ મિલન જાતક ને લલિત કલા ના અભિલાશી બનાવે છે, વિશ્વના દેખાવડા મોડેલ્સ, એક્ટર્સ, અને સંગીતકારો આ નક્ષત્રના હોય છે. શુક્ર રાહુ થી પ્રભાવિત આ નક્ષત્રના જાતકો સ્વભાવે સાહસી તેમ જ લહેરાતી પ્રકૃતિના હોતા, વાયુ તત્વના હોતા શરીરમાં મહાભુત અગ્નિ ને હવા આપે છે, આ કારણ થી ઘણી શરીરી સ્તરે નૈસર્ગિક કામમાં ઉતરોતર વધારો જોવા મળે છે, તો ક્યારેક આ ''વધારો'' ખામી કે ખોટમાં પરિણમે છે, આ બાબત ને લઈ ને જાતક/જાતિકા એ ખાસ સંભાળવુ. એ જ રીતે પેરીસેબલ ટેસ્ટ અને ભોગવાદ (હેડોનિઝમ) પણ આ નક્ષત્રથી સીધા પ્રભાવિત હોય છે, આથી અહિ પણ સમ્યક સમજ વાળી બ્રેક જરુરી બની જાય છે. ચાર્લી ચેપ્લિન આ નક્ષત્રમાં જન્મેલ હતા.

શતભિષા---
શતભિષાએ ૨૪મું નક્ષત્ર છે. રાશિઃ કુંભ, સ્વામી ગ્રહઃ શનિ, તત્વઃ વાયુ, વિશોતરી દશાઃ ૧૮ વર્ષ
શતભિષા ને શતતારકા પણ કહે છે. આ નક્ષત્રના જન્મેલા જાતકો નૈસર્ગિક ગુણોથી યુકત હોય છે. કહેવાય છે કે સો મગજ ચાલે એટલી ઉર્જા/શક્તિ આ નક્ષત્રના જાતકોમાં હોય છે. આ જાતકો હાર્દિક, માનસિક આત્મિક નિદાન કરી શકવાની ક્ષમતા ધરાવે છે, અને કોઈ પણ વાત ને ગુપ્ત કેમ રખાય એ આ જાતકો માટે ડાબા હાથનુ કામ. ઘુંઘટ ના ઘેરાવા જેવુ આ નક્ષત્ર છે દેખાવે. વિષમ પરિસ્થિતિ, વિરોધ્ધીઓ પર કાબુ મેળવવાની અદભૂત શક્તિ હોય છે. આ નક્ષત્ર પર શનિ તથા રાહુ નો પ્રભાવ હોતા જાતક સ્વભાવે શંકાશીલ હોય છે, અને આવા જાતકો ૨૪ કલાક સજાગ, સતર્ક હોય છે. આ ગુણો તેને એકોપ્લીશ્ડ સર્જન અથવા ડિટેક્ટીવ, ઈન્સપેકટર, પોલિસમેન, બાહોશ વકીલ, બનાવે છે. અથવા બની શકાય. આ ગુણ જ ધણી વાર તેની સમસ્યાનો કારક બની જાય છે. અને પોતાનુ જીવન આઈસોલેટેડ જીવવા ટેવાયેલા હોય છે, આથી કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ પસંદ નથી કરી શકતા.
શનિ ની રાશિ ને ઉપરથી નક્ષત્રપતિ રાહુ નો સંયોગ જાતક ને મુકેશ ના દર્દીલા ગીતો સાંભળતો કરી દે છે. દર્દ સાથે આવા લોકો ને ઉતમોતમ ઘરોબો હોય છે. આવા જાતકો ધૈર્યવાન ગહન મન ના હોય છે. ઉપરાંત અતિ ઉદ્યમી હોવાના કારણે અતિ મહત્વકાંક્ષી બની જતા હોય છે. આ નક્ષત્રના જાતકોનુ માનસિક કદ બહુ મોટુ હોય છે. આથી કદ અનુસાર કાર્ય ન મળતા, દુઃખ ના સાગરની ગહેરાઈ સુધી પહોંચતા વાર નથી લાગતી, તેમજ હાઈલી ઈમ્પ્રેશેનોટ હોય છે. બાલ્યાવસ્થા ના સારા કે નરસા પ્રસંગોની મન પર ઉંડી છાપ પડી જાય છે, જેને દુર કરતા બહુ લાંબો સમય લાગે છે. આથી આવા બાળકો આવા પ્રસંગો અંગે તમામ પાસાઓ થી પહેલે થી જ ઉજાગર કરવામાં આવે તો ઘણુ હકારાત્મક પરિણામ આવે છે.
આ નક્ષત્રમાં જન્મેલ જાતકો એન્ટીસોશ્ય્લ એક્ટીવીઝમાં જોવા મળે છે, શઠતા, ચાલાકી, લુચ્ચાઈ , નોસ્ટાલ્જીયા વગેરે વગેરે ગુણો તેને આ માર્ગ પર લઈ જતા હોય છે. આવા જાતકો ને ઉદ્યમ આવશ્યક છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો -- સ્વ ગુરુદત, જે આર ડી ટાટા.

મિત્રો, આ ત્રણેય નક્ષત્રના જાતકો માટે લો એન્ડ એન્ફોર્સમેન્ટ સૌથી ઉતમ વ્યવસાય મનાય છે.રાહુની ટોટલ પર્શનાલીટી વિશે આગામી લેખમાં ચર્ચા કરીશું.

પં., ડો. હિતેષ એ. મોઢા
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
(જ્યોતિષ/ વાસ્તુ શાસ્ત્ર)
જ્યોતિષ આર્યગૌરવપુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ,પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ.
સેલ.નં.૯૧૭૩૩૮૮૨૭૯-- ૯૮૭૯૪૯૯૩૦૭





No comments:

Post a Comment