Thursday, October 20, 2016

વેદીક વાસ્તુ શાસ્ત્ર --ફેક્ટ ફાઈલ ક્રમાંક -૧ ___ પં હિતેષ એ. મોઢા.





આજ કાલ ટીવી અને અખબારની પૂર્તિમાં વાસ્તુશાસ્ત્ર અંગેના અનેક વિધ લેખની ભરમાર આવે છે. તેમાં જરુરી ટીપ્સ કે આવશ્યક પરંતુ ટુંકી માહિતી આપવામાં આવે છે. આટલી અપર્યાપ્ત માહિતીથી આખા વાસ્તુશાસ્ત્રનું આકલન ન થઈ શકે. તેમ જ આટલી ટીપ્સથી કોઈ પણ પરિસર વેદીક વાસ્તુ શાસ્ત્ર આધારીત નથી બની જતું.  તો અમુક જગ્યાએ ''ભય વિના પ્રિત નહિ '', જેમ આવે તેમ ભરડવામાં આવતુ હોય છે.  ક્યારેક સવાલ પણ થાય છે,  આવા ઉપર કોઈ અંકુશ નથી ??? સાબુ-શેમ્પુ-પાવડર અને મલ્ટીલેવલ માર્કેટીંગના સેલ્સમેન/વૂમન આજકાલ વાસ્તુશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ બનીને બેસી ગયા છે.   અને જયાં જગ્યા મળી વર્કશોપ ટાઈપ ના પ્રોગ્રામ શરુ કરી દે છે, ત્રણ વીકમાં જ્યોતિષ બનો કે બે દિવસમાં વાસ્તુશાસ્ત્રી બનો.... વગેરે વગેરે વગેરે ... કરુણા જાગે અને હસવુ પણ આવે.  તેમ તેની સામે  આજકાલ માણસ(સ્ત્રી/પુરુષ) પણ એટલો પાંગળો કે આંધળો થતો જાય છે, કે પૂછો ના વાત.

આવા જાતકની ઘરે આવનાર આગંતુક જરા અમથી ટીપ્સ કે કોમેન્ટ પસાર કરશે કે આવા જાતકો ઝડપથી તોડ ફોડ કે મકાન વેચવા સુધી તૈયાર થઈ જતા, આવા ચિત્રો અનેક વાર અભ્યાસે જોવા મળ્યા છે, ત્થા જોવા મળે છે. તો ઘણા જાતકો ને અથાણાં કે કોક્ટેલ બનાવવાની ટેવ પડતી જાય છે.  સાથે સુપરસ્ટીયસ પણ બનતા જાય છે તે નફામાં. એ ઉપરાંત સૌથી વધુ જોવા મળતુ સૌથી વધુ મહત્વનું ફેકટર છે ''મફત'' નુ મેળવવાનું અને ''આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મ શાસ્ત્રમાં છે ને ???''  વગેરે વગેરે વગેરે બ્લાહ બ્લાહ બ્લાહ..... જ્યાંથી જે મળે તે પોતાના ઘરમાં કે જીવનમાં ઠાલવ્યા કરશે.  આ એક અતિ ઘાતક ફિનોમેના છે.

વેદીક વાસ્તુ શાસ્ત્ર એ બાંધકામનો એવો પ્રકાર છે. જેમાં પ્રાકૃત નિયમો+  જ્યોતિષના નિયમો+ બ્રહ્માંડી ઉર્જાના નિયમો+ માનવ શરીર અને મકાન ના નિયમો+ ભારતિય સ્થાપત્ય વેદ=  વેદીક વાસ્તુ શાસ્ત્ર.  વેદીક વાસ્તુ શાસ્ત્ર એ સીવીલ ઈજનેર બન્યા બાદ શીખવાનો વિષય છે. સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પારંગતતા કે પ્રાવિણ્ય હોવુ જરુરી છે. નહિ તો ફાવાના બેય બગડવા જેવો ઘાટ સર્જાશે.

અખબારોની પૂર્તિ કે સંકલિત કરેલા પ્રાદેશિક ભાષાના પુસ્તકોથી વેદીક વાસ્તુશાસ્ત્ર વિશે એક આછી રૂપરેખા મળી શકે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં નિષ્ણાંત તો ક'દી નથી થવાતું. આવો એક બહુ જ મોટો  વર્ગ છે સંકલિત લેખો કે પુસ્તકોમાં થી અમુક તમુક ટુકડાંઓ કાઢી કાઢી ને  ધર્મ અંગે આવતી અખબારોની પૂર્તિમાં લેખ રૂપે મોકલે છે. આવા વર્ગ પાસે પર્યાય શબ્દો અને ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન હોતાં ઝડપ થી મૂળ લેખ સાથે ચેડાં કરીને છપાવતો.................... (કોપી પેસ્ટકર )

૯૦ ના દાયકામાં મારા જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર પરના સંશોધનના ઘણા બધા લેખ રા.પંચાગમાં પ્રકાશિત થતાં. તેમાં ઘણા નામો જીનીયસ લેવલના હતાં. કઈક શીખવા કે સમજવા મળશે તેવી એક આશા પણ દ્રઢ થતી.  આ સમયે મારો મુખ્ય વ્યવસાય ન હોતા થોડા વર્ષ ઘણા લેખો રા.પં., અને વર્લ્ડ એસ્ટ્રોલોજીકલ સોસાયટીમાં મોકલતો. ત્યાર બાદ ઘણા સેમીનાર કોન્ફરન્સ, વર્ક શોપ પણ યોજયા. તદન નિશુલ્ક.

પરંતુ છેલ્લા દસ કે પંદર વર્ષથી આ વા.પં. આવતા લેખો ના લેખક ને જયારે જયારે જયાં જયાં મળવાનું થયું, ત્યારે મળ્યા પછી એક જ સવાલ ઉભો થતો ........ પંચાંગ વાળા શું જોઈ ને આવા કાર્ટુનોના લેખ પ્રકાશિત કરતાં હશે????  આવા ના કેટલાક લેખક શિરોમણીઓ તો પોતાની ઉપલી/પહેલી શીફટની નોકરી ખતમ કરીને ઘરે આવી ગયા હોય, અને પોતાની જ સંસ્થાની લાઈબ્રેરીમાંથી સાથે જ્યોતિષના પુસ્તકો લાવી એટલા ગહન સંશોધનમાં ઉંડા ઉતરી જાય છે.  કે ન પૂછો વાત.........

આ વર્ગ પેલા મફતિયા વર્ગની થોડી ભણેલી આવૃતિ જ છે. જે તે પૂર્તિ અને વા.પં. માં પોતાની લેખો છપાવીને ''શેખી શિરોમણી'' વિભુષિત ભુલકાંઓનો ત્રાસ આખા સમાજે ભોગવવો પડે છે.  ન તો આવા ભુલકાઓને ભુમિતિ કે પરિમિતિ, પાયથારોરસ,  પાય કે અન્ય ગાણિતિક સંજ્ઞા-સુત્રોનું જ્ઞાન કે નથી હોતું ભુ-બળ ચાલક બળ, ગુરુત્વા કર્ષણ કે ધરતી ના ચુંબકીય ક્ષેત્ર અને તેમાંથી ઉત્પન્ન થતાં વિકિરણોનું જ્ઞાન..... બસ ગમે ત્યાં ગમે ત્યારે અધકચરી માહિતીની ગટર એવી રીતે ખોલી નાખે છે, કે તેને બંધ  કરવી મુશ્કેલ થઈ જાય છે. અને આવો વર્ગ જયારે વિદ્વાન કે તજજ્ઞ સામે સન્મુખ થાય છે ત્યારે અતિ ક્ષુદ્ર ને વાહિયાત પ્રકારની દલીલ કરતો નજરે જોવા મળશે.  (આવો વર્ગ ક્યા વ્યવસાય જોડે સંકળાયેલો હશે ? એ નહિ પૂછ્તા)

હમણાં જ એક આવાં વર્ગના પ્રખર મને રૂ-બરુ થઈ ગયા. અને ન વાત ની ભુમિકા કે ન પ્રારંભિક ઓળખાણ. આ મહાન વિદ્વાને પોતાની દુકાન શરુ કરી દીધી, હુ ફલાણા ફલાણા વા.પં નો લેખક છું, અને ફલાણી ફલાણી પૂર્તિમાં મારા લેખ આવે છે. દસ મિનિટના લેકચરના અંતે જ્ઞાન સ્થાપત્ય કરતાં કરતાં મને તેના મનના વાયવ્ય ખુણામાં લઈ ગયા અને કહેવા લાગ્યા કે વાયવ્ય ખુણો તો મનનો હોય તેનો સ્વામી ગ્રહ ચંદ્ર છે, તો વાયવ્ય ખુણામાં શાસ્ત્રે શૌચાલય/સ્નાનઘર ની વ્યવસ્થા કેમ આપી ? મને વિગતે સમજાવશો. આ એક સવાલે મને આ શેખી-શિરોમણીએ પોતે જ પોતાનો જાતે  મહાલય જેવડો પરિચય આપી દીધો.

આવા લોકો કે વર્ગ ને, મેં ક'દી સમાજ સેવા કરતા નથી જોયા. બસ પોતાના પગાર અને પીએફ અને ગ્રેચ્યુઈટી, એલટીસી, જેવા પર્કસ વિશે સતત વાતો કરતા હોય છે.  હું બીજા કરતા વધારે જ્ઞાની છું; હું કઈક અલગ જ પ્રતિભા છું, બસ, આવુ પૂરવારવાનો યત્ન હર હમેંશા દર્શાય આવે છે તેની વાતો બિહેવ કે અન્યોન્ય રીતે.હવે આવો વર્ગ પ્યોર સાયન્સ સાથે સીધો સંબંધ ધરાવતા સ્થાપત્ય શાસ્ત્રમાં સખળડખળ કરતા રહ્યે તો કોઈકની ઈમારતનું આવી બન્યુ.

તો કેટલાક ગુટખા સાઈઝ ના સોરી, રીયલી સોરી ફોર ગુટખા સાઈઝ, યા ને વામન કદ ના પ્રોઢ ભુલકાઓ કે જેઓ અમુક તમુક  કહેવાતા અખબાર કે  ટોઈલેટ બ્લોગમાં વાસ્તુશાસ્ત્રની નિંદા કે ઉપહાસ કરતા લેખ લખતા હોય, તેનુ એક કારણ અમુક નિષ્ણાંત વાસ્તુશાસ્ત્ર તજ્જ્ઞની ફી ન પોસાતી હોય છે, બીજુ કે મફતમાં આ શાસ્ત્ર ની સેવા લેવા ઈચ્છ્તા હોય છે. અને બીજુ  ઐતિહાસિક કે વેદીક સાહિત્યના જ્ઞાન નામે શૂન્ય હોય, ત્રીજુ, પોતાની આવી બેજવાબદારી ને પોતાના લાસરીયા વેડાં વડે ઢાંકવાના નિરર્થક પ્રયત્ન કરતાં હોય છે. ટુંકમાં બદબોઈ તેનો મુખ્ય વ્યવસાય હોય છે. આવા પ્રોઢ બાબલાઓ ખરેખર કરુણાને પાત્ર હોય છે.  વ્યવસાય કે જ્ઞાનની સેવા લેવાની બાબત હોય ત્યારે નિષ્ણાંત પ્રોફેશનલ્સ ની સલાહ-પરામર્શ લેવી  જ ફાયદા કારક નીવડે છે.   શરુઆતમાં મોંઘી સરવાળે સાવ સાવ સરળ અને સસ્તી સાબીત થાય છે.





આડી અવળી ઘણી વાતો થઈ હવે  વેદીક વાસ્તુ શાસ્ત્ર અંગે કેટલીક હકીકત પર નજર.

-૧)) વાસ્તુ શાસ્ત્ર એ વેદીક કે પ્રિ વેદીક કાળથી પ્રચલનમાં હતું. આ સમયે સ્વતંત્ર નહોતુ ફકત જ્યોતિષના સંહિતામાં આવતુ હતુ.

-૨)) વાસ્તુ શાસ્ત્રનો એક પણ નિયમ અત્યાર સુધીમાં બદલાયો નથી.

-૩)) વેદીક વાસ્તુ શાસ્ત્રમાં સ્થાપત્ય વેદ,  શિલ્પ સંહિતાના સિદ્ધાંતને ભારોભાર લેવામાં આવ્યા છે. તેમજ વેદીક જ્યોતિષને.

-૪)) વેદીક વાસ્તુ શાસ્ત્રમાં દિશા કરતાં પણ કોણ (ખુણાઓ)નુ મહત્વ બાંધકામ જેટલુ જ આંકવામાં આવ્યુ છે.

-૫)) વેદીક કાળમાં આયુર્વેદ, જ્યોતિષ શાસ્ત્ર (વાસ્તુ શાસ્ત્ર) યોગ, દર્શન એક સંયુકત પાઠય પુસ્તક ક્રમે હતા. સીંગલ સીલેબસ. જેને શીખવાનો સમય ૧૧ વર્ષનો હતો.

-૬)) વેદીક કાળમાં પણ આ વિદ્યા નિશુલ્ક કે મફત ઉપલબ્ધ નહોતી.  તેમ જ ફરજીયાત પણ નહોતી.

-૭)) આ શાસ્ત્ર વેદીક અને તક્ષશિલા વિશ્વવિદ્યાલય સમયે પણ કન્સેપ્ચ્યુલ અને રેમેડીયલ પણ હતુ,  પરંતુ ફરજીયાત નહોતુ...  આથી પૌરાણિક તમામ પરિસર વાસ્તુ શાસ્ત્ર આધારીત જ બન્યા હોય તેવુ માનવુ ભુલભરેલુ અને વધુ પડતુ છે.

-૮)) વેદીક વાસ્તુશાસ્ત્ર અનુસાર ફેરફાર કે વ્યવસ્થામાં વેદીક વાસ્તુશાસ્ત્રે સુચન કરેલ જ નિવારણ પ્રભાવ આપે છે, અન્ય થેરેપીના નહિ. ફેંગ સુઈ કે  કોરીયન ઓસ્ટ્રેલીયન કે પછી ફાયરા  ના નિવારણ કોઈ પ્રભાવ આપતું નથી.

-૯)) વેદીક વાસ્તુ શાસ્ત્ર એ ઈન્ટીગ્રેટેડ છે, આથી તેના કોઈ પ્રકાર નથી કે નથી તેની શાખા કે પ્રશાખા.  ઈ.જી. સરલ વાસ્તુ, સ્પીરીચ્યુલ વાસ્તુ, ડિવાઈન વાસ્તુ કે યોગીક વે વાસ્તુ, યોગીક ફેડરેશન વાસ્તુ, ફાયરા વાસ્તુ, તત્વ વાસ્તુ, પંચમહાભુત વાસ્તુ વગેરે વગેરે..... આ બધા કદાચ ટ્રેડ નેમ હોઈ શકે.

-૧૦)) ''ધારયતિ ગ્રહો ગૃહો'' સુત્ર મુજબ જયાં સુધી પરિસર ૩૬૦ અંશનું ચુસ્ત પણે ન બન્યુ હોય, ''પદવિન્યાસ'' સાથે સુચિત વ્યવસ્થા ન હોય, ત્યાં સુધી વાસ્તુ શાસ્ત્રમાં સુચિત કરેલા લાભ જાતક કે રહેવાસીને નથી મળતા.

-૧૧)) વેદીક વાસ્તુશાસ્ત્ર એ કદી એવો દાવો નથી કર્યો કે આવાસ/પરિસર એ વાસ્તુશાસ્ત્ર આધારીત જ હોવુ જોઈએ. પરંતુ તત્વો અનુસાર આપેલી વ્યવસ્થા વિપરીત હોય તો અચુક નકારાત્મક પરિણામ આવવા સંભવ છે.

-૧૨)) વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનું એક આગવુ મહત્વ અને આગવી વ્યવસ્થા છે.  તેમાં કશી મૌલિકતા કે ફ્યુઝન ચાલતું નથી, અગર વેદીક વા શા. આધારીત વ્યવસ્થા જોઈતી હોય તો.

-૧૩)) નિવારણ મુકી ને બાંધકામ મેળવાતી છુટ છાટ વાળા તમામ નવા પરિસરો એન્ટી વાસ્તુ શાસ્ત્રીય છે એમ કહી શકાય.  ઝેર અને મારણ સાથે ન હોય.

-૧૪)) એકલ દોકલ વ્યવ્સ્થા કે પ્રતિકો રાખવાથી આખુ પરિસર વાસ્તુ શાસ્ત્ર આધારીત બની નથી જતું.

-૧૫)) વાસ્તુ શાસ્ત્ર એ દરેક સંપ્રદાય યાને માનવ માત્રને એક સરખુ જ લાગુ પડે છે.

--૧૬)) અમુક જન્મ રાશિ, શનિની દશામાં શનિની પ્રત્યંતર દશા કે બલી મંગળ વાળાને , કર્ક રાશિ, મકર રાશિ ને વાસ્તુ દોષ હળવા અથવા નહિવત પ્રમાણમાં અસર કરે છે.

--૧૭)) ચંદ્ર રાશિ પર શનિના ભ્રમણ કે જન્મ ના શનિ પર શનિના ભ્રમણ સમયે વાસ્તુ દોષ જાગ્રત થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે.  તેવી જ રીતે અન્ય શુભ ગ્રહોના ભ્રમણ સમયે વાસ્તુ લાભની સંભાવના વધી જાય છે.

--૧૮)) દરેક કોણ અને દિશાના મુખ્ય વાસ્તુદોષ તેના સમય ગાળા અને જાતકમાંની જન્મ કુંડલીના આધારે જે તે કોણ ના સ્વામી  ગ્રહની દશા-અંતર કે પ્રત્યંતર દશાના આધારે જ જાગ્રત થાય છે. તેમ દરેક કોણ દિશાનો પણ એક આગવો સચોટ સમય છે. આવુ જ વાસ્તુ-લાભ માટે પણ છે.

-૧૯)) સંપૂર્ણ પણે વાસ્તુ શાસ્ત્ર આધારીત આવાસ/પરિસર ને કોઈ પણ પ્રકારની વિધીઓની જરુર રહેતી નથી. હાં ખુશીથી યોજે તો કોઈ હર્જ નથી.  ફકત શિલ્પકારનું સન્માન કરવુ શાસ્ત્ર સુચવે છે. (વાસ્તુશાસ્ત્રી કે વે.વા.તજજ્ઞ)

-૨૦))ગૃહ પ્રવેશ દરમ્યાન કોઈ પર્ટીક્યુલર કથા કે xyz હવનનો રોલ નથી.  અગર આવી કોઈ વિધી કરવી જ હોય તો વાસ્તુ હવન અવશ્ય કરવો.

-૨૧)) આ શાસ્ત્ર રાફડા કે ખાસ પ્રકારના વૃક્ષો ઉખેડીને આવાસ બાંધવાની વિરોદ્ધમાં છે તેમ પેશકદમી કે પચાવેલી જમીન પર બંધાયેલુ શાસ્ત્રોકત આવાસ પણ દોષ કારક મનાય છે.

-૨૨)) તળાવ રેકલેમ કરીને મેળવેલ જમીન સરેરાશ હોય છે, તેમ ગોચરની જમીન, તેમ જ બીનફળદ્રુપ જમીન પણ. આવી અનેક પ્રકારની જગ્યા પર કરેલા બાંધકામ લાંબા ગાળે તેનો પ્રભાવ દર્શાવે છે.

-૨૩)) જમીન મકાનમાંથી કે આની દલાલીમાંથી ઉપાર્જીત કરેલુ વિત પણ એક ચોક્ક્સ સમય સુધી કહેવાતું સુખ પ્રદાન કરે છે.

-૨૪))  જે માનવ શિલ્પ યાને રહેણાંક ૩૬૦ અંશનું ઈન્ટેક ચતુર્કોણિય હશે તો જ તેમાં વેદીક વાસ્તુશાસ્ત્રના નિવારણ મુકી વે.વા. સહમત બનાવી શકાય છે. અગર દોષો રહેલા હોય તો તેનાથી મુકત બનાવી શકાય.

-૨૫)) દક્ષિણ દિશામાં રહેલા બન્ને કોણ પર વેદીક વાસ્તુશાસ્ત્રમા દર્શાવેલ વાસ્તુ-દોષ હોતાં, જાતકને ઓછા-વધતા પ્રમાણમાં તેનો પ્રભાવ જોવા મળે છે.

-૨૬)) વેદીક વાસ્તુ શાસ્ત્ર પણ કર્મ અને કઠોર પરિશ્રમ સાથે હકારાત્મક ઉર્જાથી જોડાયેલુ હોવાથી. કર્મો અને પરિશ્રમના આધારે જ ફળ આપે છે. સાથે જીવનને અતિ સરળ અને પ્રાકૃતિક બનાવે છે.

સંદર્ભ ગ્રંથો --
શિલ્પ સંહિતા,
સ્થાપત્ય વેદ,
 બૃહદ સંહિતા,

|| અપૂર્ણમ-સંપૂર્ણમ ||




ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯--- ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com





No comments:

Post a Comment