મૂળે આ સંસ્કૃત શબ્દ 'ગર્ભદીપ' પર અવતરે છે. અહિ ગર્ભ એટલે ઉદરમાં નો ગર્ભ નહિ. આ એક સમાસ શબ્દ છે, આથી અર્થ અને દ્ર્શ્ય, સંદર્ભ તદન અલગ થઈ જતા હોય છે. ભાષાવિજ્ઞાનના નિયમ મૂજબ. જેમ મંદિરમાં કેન્દ્રસ્થ જગ્યા /ભાગ ને ગર્ભ ગૃહ કહે છે, તેમ આ માટી/ધાતુના ઉંડા ને વર્તુળાકાર ના તળિયા વાળા પાત્ર (દીપભાજન) ની વચ્ચે પ્રગટાવવા માં આવતો. આથી તેને ગર્ભદિપ કહેતા. આ એક લાઈટ સોરી પ્રકાશની એક ઉદામ વ્યવસ્થા હતી જે તે સમયની.
આ દીપભાજનમાં બહારી હવાનો ઝોક પણ ઓછો લાગે અને દીપ લાંબો સમય સુધી પ્રગટમાન રહે. અને આ કારણે જ કાણા વાળા પાત્ર બનાવતા હશે. ભારતમાં દીપમાલા નો એક આગવો મહિમા હતો જે કર્ણાટક મહારાષ્ટ્ર, તામિલ તેલુગુ સુધી પથરાયેલો હતો. તેમ જ મગધમાં ... ત્યાં આ પ્રકારના દીપ જોવા મળ્યા નથી. તો એક શક્યતા એ કહી શકાય આ દીપ વાયવ્ય ભારત થી ગુજરાતમાં આવ્યો હોય!! ત તે સમયે, ત્યાં વાયવ્ય ભારતમાં જ વાતાવરણની પ્રતિકુળતા સાથે, વાહન વ્યવહાર, વણઝાર, અને અનેક સાંસ્કૃતિક પોઈન્ટનુ જંકશન હતુ.
આ દીપ કઈ સદીમાં ગુજરાત આવે છે તે અંગે ઘણા મતમતાંતર છે, અનુમાન અને શકયતાઓનો સરવાળો કરી અભ્યાસ કરતા માલુમ થાય છે, આ દીપ ઈ.સ. પહેલા આવી ગયો હોવો જોઈએ, જ્યારે સ્કીથીયન (કાઠી) આવ્યા ત્યારે..... ઘણા વર્ષો સુધી આ દીપ અંધકારમાં રહ્યો. ૧૧ મી સદી બાદ ભાષાનુ વ્યવસ્થિત રૂપ શરુ થયુ, અને ૧૫મી સદી આસપાસ શારદીય નવરાત્રનો આરંભ થાય છે ત્યારે ત્યારે આ દીપ ફરીથી મુખ્ય પ્રવાહમાં આવે છે. ગુજરાતમાં દક્ષિણની મંદિર કલ્ચર નહોતુ, આથી દીપમાલાનો કન્સેપ્ટ કયાંથી હોય ??? આથી આખી રાત પ્રકાશ માટે આ દીપને ઉપયોગમાં લેવાનુ શરુ થયુ. અને આમ ગર્ભદીપનુ હળવા હળવા હાથે 'ગરબા' માં બદલાય જવુ.
તેરમી સદી સુધી ચૈત્રી નવરાત્ર હતા. ત્યાર બાદ શારદીય નવરાત્રનો પ્રારંભ થાય છે. કદાચ વિક્રમ સંવંત અમલી થયાનુ એક મુખ્ય કારણ નકારી શકાતુ નથી. તેરમી સદીના 'શારદાતનય રાસક' આજ ના રાસ-ગરબા જન્મદાત્રી હોવી જોઈએ, આ સિવાય કે આ સમય પહેલા ગરબા કે રાસનો ઉલ્લેખ, ગુજરાત કે ગુર્જર રૂટ પર કયાંય જોવા મળતો નથી. ત્યાર બાદ છેક ઈ.સ. ૧૭૨૧માં ભાણદાસ એ રચેલી રચના (ગરબી)
"ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે, તેણી રમિ ભવાની રાસ ગાઉં ગુણ ગરબી રે'' જે આજે પણ વિદ્યમાન છે.
ત્યાર બાદ ઈ.સ. ૧૭૮૦માં વલ્લભ પંડયા એ રચેલો પ્રથમ ગરબો "ગગનમંડળ કરી ગાગરીરે મા, સકલ શોભા ભરી રે મા." ....
દાસ વલ્લભ એ આરતી સહિત અનેકોનેક ગરબી અને ગરબા રચ્યા. અહિ થી ગુજરાતી પદ્યની શરુઆત થઈ એમ કહીશુ તો કોઈ અતિશયોક્તિ નથી. દાસ વલ્લભે નર-સ્વર, નારી સ્વર ના ભેદ ને તેની રચનામાં દર્શાવી ગરબી અને ગરબા રચ્યા. જે ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ બની ગયા. દાસ વલ્લભ કે વલ્લભ પંડયા એટલે ગરબી-ગરબા. ધીમે ધીમે આ સાથે રાસ, ભકિત ગીત, સ્તુતિ, સ્તવનો, લોક ગીતો ભળતા ગયા. આમ ગુજરાતી 'ગરબો' માત્ર એકવડીયો શબ્દ ન રહેતા, અનેકોનેક અર્થનો વિસ્તાર(સમુહ) બની ગયો.
આ પરંપરામાં ઘણા કલ્ચર નો અદભૂત સમન્વય થાય છે.
પહેલુ-- મધ્ય/ માગધી પ્રદેશથી દુર્ગા નો મહિમા આવે છે, જે સ્કંદ પુરાણમાં છે.
બીજુ,-- દક્ષિણ ભારતથી 'કોલ્કલી', તથા 'થીર્વાથીરાકલી' લાવ્યા. 'થીર્વાથીરાકલી'નું નોન ક્લાસિક્લ ફોર્મ એટલે વર્તુળાકારે રમતી તાળી રાસ કે રાસ. જયારે 'કોલ્ક્લી' એ તો દાંડીયા રાસ જ જોઈ લ્યો.
ત્રીજુ-- દાંડીયા રાસ(લાઠી), તલવાર રાસ, અને દીપચંદી જે વાયવ્ય ભારતની દેન છે.
પછી, આ સાથે સ્થાનિક લોક નૃત્યુ અને સંગીત ભળ્યુ. ભાષાની ગેયતા અને લય ના કારણે પર્ટીકયુલર ઢાળ બન્યા. ગુજરાત રાસ-ગરબા માં પૂર્ણ સપ્તક નથી , ક્યાંક ચાર તો કયાક પાંચ સૂર-સ્વર મળે છે. જે સામાન્ય રીતે લોક ગીત સંગીતમાં સામાન્ય હોય છે તેમ તાળી રાસ પણ દરેક સભ્યતાના લોક સંગીતમાં સામાન્ય હોય છે.
પં. ડો હિતેષ એ. મોઢા
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
No comments:
Post a Comment