Tuesday, October 4, 2016

બે શબ્દો ની હાસ્ય પ્રેરક શબ્દ યાત્રા____ ડો. હિતેષ એ. મોઢા




આજ ના બે ઉર્દુ શબ્દ છે, જે ઈરાન થી આવે છે.  અને ઈરાની એટલે તો હવે આપ સહુ ને ખબર જ છે કે આ પહેલવી, અવેસ્તન, પાર્થિયન, કુર્દી, અફઘાની, પુસ્તો, પખ્તો, કે પછી પાર્થિયન આ બધી સંસ્કૃતની પ્રાકૃત અને તેની અપભ્રંશ બોલીઓ જ હતી/છે. 

આજ નો પ્રથમ શબ્દ છે, ખરબુજા

ખરબુજા= તરબુચ, કલિંગર,   ખર= ગધેડો કે ખચ્ચર,  જે સંસ્કૃતમા ખર જ છે,  બુજા એ બીજક કરપ્ટેડ ફોર્મ છે, બીજક એટલે બહુ બી વાળુ.

પહેલવીમાં ગધેડા /ખચ્ચર માટે  ''ક્ષર'' લખાયુ, જયારે સંસ્કૃતમાં  ખર ...  ઈરાનીઓ  જ્યારે આ ફળના બી ભારતમાંથી લાવ્યા અને વાવ્યા, અને થોડા સમય માં તો એટલા તરબુચ (કલિંગર ) ઉગી નીકળ્યા  કે ઈરાનીઓ તો દંગ રહી ગયા,  તેના રાજમાં જેટલા વાહન, સાધનો હતા તે બધા ઓછા પડયા, આ બધા ને ઉપાડવામાં આથી જંગલી અને રણ ગધેડા અને ખચ્ચરો ને જોડવા પડયા.... આ ના પર થી ખર -બીજક ખર-બીજા નામ પડયુ, જે આગળ જતા ખરબુજા થયુ.  બીજક બીજા અર્થાત બહુ બી વાળુ.  તો અમુક ઈરાનીઓ વિનોદમાં બોલતા કે જેટલા બી ફળોમાં એટલા ખર જોડયા છે.  આમ કલિંગર ખરબુજા પડયુ જે આગળ જતા ગુજરાતી મરાઠી હિન્દીમાં તરબુચ થયુ.


ખરગોસ

અર્થાત સસલુ,  હેર,  કહેવાય છે, ઈરાનની સ્થાપ્ના થઈ ત્યારે ત્યાં સ્થાયી થયેલા  અમુક ઈરાનીઓ એ પ્રથમ વાર સસલુ જોયુ અને તેની પહેલવી માં નામ ન હોતા ખર-ગોશ કહેવા લાગ્યા, ગધેડાના કાન જેવુ.  ગોસ/ગોશ શબ્દ પણ સંસ્કૃત  જ છે.  ઘૌષ પર થી આ ગોશ શબ્દ આવ્યો, ઘોષ એટલે ધ્વનિ, અવાજ, પહેલવી પ્રાકૃતમાં કાન ભુલાય ગયો હતો પહેલેથી જ, આથી ધ્વનિ 'વિશેષણ' ને 'કાન'  ક્રિયાવાહક શબ્દ બનાવી નાખ્યો. 

મિત્રો પહેલવી/ઈરાની માં ઘણા શબ્દ આ ગોસ લગાડી ને બન્યા છે, આ પહેલવી પણ શૌરસેનીની માફક સમાસ બનાવવામાં અવ્વલ નંબરે હતી. 


ડો. હિતેષ એ. મોઢા.



www.ishanastrovastu.com

www.ishanastrovastu.blogspot.com










No comments:

Post a Comment